________________ જીવતે અનેકાન્ત [883 દેશમાં જન્મવું, રહેવું અને નભવું, જે વર્ગના ખભા અને પીઠ ઉપર બેસવું ને જીવન ટકાવવું, તે દેશ અને તે વર્ગની સુખસગવડને પ્રશ્ન આવે અને તે પરત્વે પિતાનું રૂઢ વર્તન બદલવાને પ્રશ્ન આવે ત્યાં નિવૃત્તિની વાત કરી કે બીજો તર્કવાદ ઉપસ્થિત કરી પિતાની જાતને બચાવી લેવી એ આચારમય અનેકાંતનો મૃત્યુઘંટ નહિ તે શું છે? જૈન સમાજને બીજા સમાજોની પેઠે જિજીવિષા છે. તે જીવ આવ્યો છે અને હજી પણ આવશે. જીવન એ છેવટે પરાણે પણ સમન્વય કે સમાધાની વિના શકય જ નથી. એટલે જૈન સમાજમાં એ સમજાય કે સમાધાનરૂપ અનેકાંતને સ્થાન ન જ હતું કે આગળ સ્થાન નહિ રહે એમ તો ન જ કહી શકાય. આ સ્થળે જે કહેવાનો આશય છે તે એટલે જ છે કે પરાણે, અણુસમજે કે બીજાની દેખાદેખીએ આચરવામાં આવેલ અનેકાંત એ નથી હોતે તેજસ્વી કે નથી બનતે પ્રાણુપદ. જૈન પરંપરાએ જે લાંબા કાળ લગી અનેકાંતના વિચારે સેવ્યા હોય અને તે વિશેનું ઢગલાબંધ સાહિત્ય રચ્યું તેમ જ પડ્યું હોય, તે બીજા બધા સમાજે કરતાં તેની પાસેથી વધારેમાં વધારે જીવંત અનેકાન્તના પાલનની કોઈ આશા સેવે, તે એ ભાગ્યે જ અજુગતું કહેવાય. એમાંય જ્યારે દેશમાં કોઈ એ પ્રજ્ઞ મનુષ્ય પાકે કે જેની સમગ્ર વિચારસરણું અને કાર્યપદ્ધતિ છવતી અનેકાંતદષ્ટિ ઉપર જ રચાઈ અને ઘડાઈ હેય અને તે આપણું સામે હોય, ત્યારે એને ઓળખતાં અને અપનાવતાં અનેકાંતવાદીઓ સહેજે પણ પાછા પડે, તે એમ કેમ કહી શકાય કે અનેકાંતવાદના અનુયાયીઓમાં તે વાદ આવે છે ? –શ્રી મહાવીર જૈન વિદ્યાલય, રજત મહોત્સવ ગ્રંથમાંથી ઉત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org