Book Title: Jivannu Mahamangal Jayna
Author(s): Hansbodhivijay
Publisher: Hansbodhivijay
Catalog link: https://jainqq.org/explore/005450/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જીવનનું મહામંગલ જયણાં : પ્રેરક : પ. પૂ. પંન્યાસપ્રવર શ્રી ચન્દ્રશેખરવિજયજી મ. સાહેબ : સંપાદક : મુનિ શ્રી હંસબોધિવિજયજી Tur personaarnvate use my wwminelibrary org Page #2 -------------------------------------------------------------------------- ________________ STO વનનુ જી selly જાપા પ્રેરક પ.પૂ. પંન્યાસપ્રવર શ્રી ચન્દ્રશેખáવજયજી મ. સાહેબ Oct સંપાદક ૫.પૂ. પંન્યાસપ્રવર શ્રી ચન્દ્રશેખરવિજયજી મ. સાહેબના શિષ્ય પૂ. મુનિ શ્રી હંસોિિવજરાજી મ.સા. સાદર-સમર્પણ સિધ્ધાન્તમહોદધિ, સચ્ચારિત્ર ચૂડામણિ કર્મસાહિત્યનિપૂણમતિ સ્વ. સુવિશાલ ગચ્છાધિપતિ આ. ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ. સાહેબના કરકમલમાં accor ܘܗܘ cccccccc For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ * જયણા આપણી અમ્મા દ કરૂણામૈયા એ તીર્થંકરોની માતા છે. અષ્ટ પ્રવચન માતા એ સાધુની માતા છે. તો, જયણા એ શ્રાવકની માતા છે. જયણા એટલે જીવરક્ષા માટેની કાળજી. આપણી ચારે બાજુ વિશાળ જીવસૃષ્ટિ પથરાયેલી છે. ફળિયામાં કૂતરા છે, આંગણામાં બિલાડા છે, રસોડામાં કીડી, મંકોડા, માખી છે. સંડાસ બાથરૂમમાં વાંદા છે, શયનખંડમાં માંકડ છે, ખાળમાં ઉદર છે. માથામાં જૂ છે, છત કે દિવાલમાં ક્યાંક પક્ષીના માળા અને કરોળિયાના જાળા છે, ફર્નીચરમાં કે દિવાલમાં ઉધઈ છે, ચારે બાજુ મચ્છર ઉડે છે, નળમાંથી વહી આવતા પાણીમાં અસંખ્ય ત્રસ જીવો છે, અનાજમાં ઈયળ અને ધનેરા છે, શાકભાજીમાં પણ ક્યાંક ઈયળ છે, વાસણમાં ક્યાંક કંથવા છે. સચિત માટી પૃથ્વીકાય છે. કાચા પાણીમાં અાય જીવો છે, અગ્નિમાં, વાયુમાં અને વનસ્પતિમાં પણ જીવ છે. વાનગીઓ ઉપર કે ફર્નીચર વગેરેમાં બાઝી જતી ફૂગ અને મકાનનાં કમ્પાઉન્ડમાં ફેલાઈ જતી લીલમાં પણ અનંતકાય જીવો છે. બેસતાં, ઊઠતાં, હાલતાં-ચાલતાં, ખાતાં-પીતાં, સૂતાં, બોલતાં, વસ્તુ લેતાં-મૂકતાં બારણા ઉઘાડ-બંધ કરતાં કે સાફ-સફાઈ કરતાં આપણી થોડી કાળજીથી આવા અનેક જીવોના પ્રાણ બચાવી લેશે અને આપણને હિંસાના પાપથી બચાવી લેશે. પાપથી રક્ષણ એટલે ભવિષ્યના દુઃખથી રક્ષણ. આ રીતે પાપ અને દુઃખથી આપણી રક્ષા કરનારી જયણા આપણી ‘મા’ જ કહેવાયને ! * • ઘરનો કચરો કાઢવા માટે મુલાયમ સ્પર્શવાળી સાવરણી. • ખાસ પ્રકારના સુકોમળ ઘાસમાંથી બનાવેલી મુલાયમ સ્પર્શવાળી નાની પીંછી. ૧) ગળણું • પાણી ગાળવા માટેનું સુયોગ્ય કપડું. ૨) સાવરણી ૩) પૂંજણી ચરવળો ૫) ચરવળી • સામાયિક-પ્રતિક્રમણમાં ઊઠતા-બેસતાં પૂજવા-પ્રમાર્જવા માટે જરૂરી ઉપકરણ. • લાકડાની નાની દાંડી પર ચરવળા જેવી ઊનની દસીઓ લગાવેલું આ ઉપકરણ છે. કબાટ વગેરે સાફ કરવા માટે જયણાનું સુંદર સાધન છે. ૬) મોરપીંછી : મોરના પીંછાને બાંધીને બનાવેલું ઉપકરણ પુસ્તકો, ફોટા વગેરે પૂંજવાનું ઉત્તમ સાધન છે. જયણાનાં ઉપકરણો ૭) ચારણા ૮) ચંદરવો ૯) સૂપડી • અનાજ, લોટ, મસાલા વગેરે ચાળવાના અલગ અલગ ચારણા. • ગંધાતી રસોઈમાં ઉપરથી જંતુ ન પડે તે માટે રસોડામાં ઉપર બાંધવામાં આવતું કપડું. ♦ કચરો વાળીને બહાર ઠલવવાનું સાધન. ૨ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ # જયણાની જડીબુટ્ટીઓ) # ૧) મોરના પીંછા મોરના પીંછા મૂકી રાખવાથી કે હલાવવાથી સાપ અને ગરોળી દૂર ભાગી જાય છે. ૨) કાળામરી = કેસરની ડબ્બીમાં કાળા મરીના દાણા મૂકી રાખવાથી ભેજને કારણે થતી જીવોત્પત્તિ અટકે છે. ૩) ડામરની ગોળી કપડા કે પુસ્તકોના કબાટ-બેગ વગેરેમાં ડામરની ગોળીઓ મૂકી રાખવાથી જીવોત્પત્તિ અટકે છે. ૪) પારો : અનાજમાં પારાની થેપલી મૂકવાથી અનાજ સડતું નથી, જીવાત પડતી નથી. ૫) દીવેલ ચોખા-ઘઉં-મસાલા વગેરે દીવેલથી મોવાથી જીવાત પડતી નથી. દીવેલની ગંધથી કીડીઓ દૂર ભાગે છે. ૬) ઘોડાવજ - પુસ્તકોના કબાટમાં ઘોડાવજ મૂકી રાખવાથી જીવાત થતી નથી. ૭) તમાકુ કપડાનાં કે પુસ્તકોનાં કબાટમાં કે અનાજમાં તમાકુના પાન મૂકી રાખવાથી છવાત થતી નથી. ૮) ચૂનો : ઉકાળેલા પાણીમાં ચૂનો નાંખવાથી ૭૨ કલાક સુધી તે અચિત રહે છે. ચૂનાથી ધોળેલી દિવાલો પર જીવજંતુ જલ્દી આવતા નથી. લાકડાના ફર્નીચરમાં કોરો ફોડેલો ચૂનો ઘસવાથી ફર્નીચરમાં છવાત થતી નથી. ૯) ડામર ડામર ઉપર નિગોદ થતી નથી. ડામર ઉધઈની ઉત્પત્તિ પણ અટકાવે છે. ૧૦) કેરોસીન * ચામડી ઉપર કેરોસીન ઘસી નાખવાથી મચ્છર કરડતા નથી. જમીન પર કેરોસીનવાળા પાણીનું પોતું ફેરવવાથી કીડીઓ આવતી નથી. ૧૧) રાખ કીડીની લાઈનની આજુબાજુ રાખ ભભરાવવાથી કીડીઓ ચાલી જાય છે. અનાજ રાખમાં રગદોળીને ડબ્બામાં ભરવાથી સડતું નથી. ૧૨) કપૂર કપૂરની ગોટીની ગંધથી ઉદરો દૂર ભાગે છે. ઘરમાં ઉંદર ખૂબ દોડતા હોય ત્યારે કપૂરની ગોટી મૂકી રાખવાથી તેની અવરજવર ઓછી થઈ જાય છે. કપૂરનો પાવડર આજુબાજુ ભભરાવવાથી કીડીઓ પણ ચાલી જાય છે. ૧૩) ગંધારોવજ ? લાકડાના કબાટમાં ગંધારોવજ રાખવાથી વાંદા થતા નથી. ૧૪) કંકુ કંકુ ભભરાવવાથી કીડીઓ ચાલી જાય છે. ૧૪) હળદર હળદર ભભરાવવાથી કીડીઓ ચાલી જાય છે. ૧૫) ગેર ગેરથી દિવાલ ધોળવાથી ઉધઈ થતી નથી. ૧૭) રંગ-વાર્નિશ-પોલિશ ? લાકડા પર નિગોદ અને જીવોતપત્તિ અટકાવવા માટે. For Person date Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ * નિગોદને ઓળખો * (૧) ચોમાસાની ઋતુમાં મકાનના કમ્પાઉન્ડમાં, જુની દિવાલો ઉપર કે મકાનની અગાસીમાં લીલ, કાળા, ભૂખરા વગેરે રંગની સેવાળ બાઝી જાય છે તેનું નામ નિગોદ. બટાટા વગેરે કંદમૂળની જેમ નિગોદ પણ અનંતકાય છે. તેના એક સૂક્ષ્મ કણમાં પણ અનંત જીવો હોય છે. (૨) તેના ઉપર પગ મૂકી ચાલવાથી, તેની ઉપર ટેકો લઈને બેસવાથી, તેની ઉપર વાહન ચલાવવાથી, તેની ઉપર કોઈ ચીજવસ્તુ મૂકવાથી કે તેની ઉપર પાણી ઢોળાવાથી નિગોદના અનંત જીવોની હિંસા થાય છે. (૩) બટાટા અનંતકાય છે તેથી તેને બે જડબા વચ્ચે ન કચડી શકાય તો અનંતકાય એવી નિગોદને પગ નીચે કેવી રીતે કચડી શકાય ? 98 નિગોદની રક્ષા કરો ૧) જે જગ્યા વધુ સમય ભીની રહે ત્યાં નિગોદ ઉત્પન્ન થાય છે. બાથરૂમ પણ આખો દિવસ ભીનું રહે તો તેમાં નિગોદ થઈ જાય છે. ઘરના વિવિધ સ્થાનો વધુ વખત ભીનાં ન રહે તેની કાળજી રાખો. પાણીની ટાંકી સાંજે ઊંધી વાળવી જોઈએ, પાણીઆરા ઉપર કાચા પાણીનો ગોળો કે માટલું પણ એકાન્તરે વાપરવા. એટલે કે બે રાખવા અને આજે વાપરેલ માટલું આવતી કાલે ન વાપરતાં પરમ દિવસે વાપરવું. જેથી ૨૪ કલાકનું વચ્ચે અંતર પડી જવાથી નિગોદ નહીં થાય, દરરોજ એક જ માટલું વાપરવાથી તેની અંદર નિગોદ થઈ જ જાય છે. ટાંકી વગેરે ઘસીને સાફ રાખવા જોઈએ. ૨) નીચે જોઈને ચાલો, રસ્તામાં ક્યાંય નિગોદ છવાયેલી દેખાય તો ખસીને બાજુની ચોખ્ખી જગ્યા પર ચાલો. ૩) મકાનના કમ્પાઉન્ડમાં ચાલવાના રસ્તા ઉપર નિગોદ ન થઈ જાય તે માટે વરસાદની ઋતુ શરૂ થા યતે પહેલાં તે રસ્તા ઉપર નિગોદ ઉત્પન્ન ન થાય તેવા ઉપાય કરો, જેવા કે.... * નિગોદ ન થાય તેવી માટી પાથરી દેવી નિગોદ ન થાય તેવું ફ્લોરીંગ કરી દેવું. ડામરનો પટ્ટો લગાવી દેવો. રંગનો પટ્ટો લગાવી દેવો. સાવધાનઃ ૪) એકવાર નિગોદ થઈ ગયા પછી તેને ઉખેડાય નહિ, સાફ કરાય નહિ, તેની ઉપર માટી કે લાદી કંઈ નંખાય નહિ, કલર કે ડામરનો પટ્ટો પણ કરાય નહિ, કુદરતી રીતે સૂકાય નહિ ત્યાં સુધી કાંઈ કરાય નહિ. ૫) લાકડા ઉપર રંગ, વાર્નિશ કે પોલિશ કરવાથી તેના ઉપર નિગોદ થતી નથી. For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ 98 , ફૂગને ઓળખો છે (૧) વાસી ખોરાક તથા અન્ય પદાર્થો ઉપર સફેદ રંગની ફુગ ઘણી વાર જોઈ હશે. ખાસ કરીને ફગ ચોમાસામાં વિશેષ થાય છે. મિઠાઈ, ખાખરા, પાપડ, વડી, અન્ય ખાદ્યપદાર્થો, દવાની ગોળીઓ, સાબુની ગોટીઓ, ચામડાના પાકીટ-પટ્ટા, પુસ્તકના પૂંઠાઓ તથા અન્ય ચીજવસ્તુઓ પર ભેજને કારણે રાતોરાત સફેદ ફગ થઈ જાય છે. બુંદીના લાડ તથા માવાની મીઠાઈ ઉપર પણ ઘણી વખત ફગ થઈ જાય છે, પાકી ચાસણી ન થઈ હોય તેવા અથાણામાં ફુગ થઈ શકે છે. (૨) આ ફુગ અનંતકાય છે. તેને નિગોદ પણ કહેવાય છે. તેના એક સૂક્ષ્મ કણમાં અનંત જીવો હોય છે. (૩) ફુગ ન થાય તેની કાળજી રાખવી જોઈએ. ફુગ થયા પછી તે ચીજનો ઉપયોગ થઈ શકે નહિ. જે ખાદ્યપદાર્થ પર ફંગ થઈ હોય તે ખાદ્યપદાર્થ અભક્ષ્ય બની જાય છે. ઘરવપરાશની અન્ય ચીજ ઉપર ફુગ થઈ હોય તો આપમેળે ફુગ દૂર થઈ ન જાય ત્યાં સુધી તે ચીજને ઉપયોગમાં ન લેવાય, તે વસ્તુને સ્પર્શ પણ ન કરાય, તે વસ્તુને અહીં-તહીં ફેરવાય પણ નહિ. 8િ ફૂગની રક્ષા કરો. 8 ૧) ખાદ્યપદાર્થોને ચુસ્ત ઢાંકણવાળા સાધનોમાં બંધ કરીને રાખો. ૨) ફગ થાય તેવા પદાર્થોને ભેજવાળા વાતાવરણમાં ન રાખો. ડબ્બામાંથી વસ્તુ કાઢતા હાથ જરાપણ ભીનો ન હોવો જોઈએ. ૩) ચોમાસામાં વડી-પાપડ વગેરે ચીજોનો શક્યત: ત્યાગ કરો. ત્યાગ શક્ય ન હોય તો તે જ દિવસનાં તાજા બનાવેલા વડી-પાપડ જ વાપરો. મિઠાઈ વગેરે વાપરતાં પહેલા બરાબર ચકાસી લો કે તેના ઉપર ફુગ તો નથી થઈને ૧ લાડવા વગેરે ભાંગીને ચોકસાઈ કરી લેવી. ૫) ફુગ લાગી ગઈ હોય તેવી ચીજને એક સાઈડમાં મૂકી રાખો. તે ચીજને કોઈ અડે નહિ તેનું ધ્યાન રાખો. ફુગ થઈ ગઈ હોય તેવા ખાદ્યપદાર્થો અભક્ષ્ય બની જાય છે. તે ખાવા નહિ, બીજાને ખવડાવવા નહિ. ૭) બજારના તૈયાર વડી-પાપડ, સૂકવણી કે મિઠાઈ ખાવા નહિ. છુંદા-મુરબ્બા વગેરેને તડકે મૂકવામાં કે ચૂલે ચડાવવામાં કચાશ રહી ગઈ હોય તો ફુગ થવાની શક્યતા છે. ૯) ગરમ ગરમ મિઠાઈ ડબ્બામાં ભરી દેવાથી ફગ થવાની શક્યતા છે. ૧૦) બુંદીમાં ચાસણી કાચી રહી ગઈ હોય તો કુંગ થઈ જાય છે. બુંદીના લાડુ તાડીને જોયા પછી જ વપરાય. = ૫ For Personal-de-rivate Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ – 8 અપકાયને ઓળખો) # (૧) કાચા પાણીના પ્રત્યેક ટીપામાં અસંખ્ય અકાય એકેન્દ્રિય જીવો રહેલાં છે. પાણીનો બેફામ વપરાશ તો ન જ કરાય. પાણીનો નિરર્થક ઉપયોગ ન જ કરાય. (૨) પાણીના એક બિંદુમાં અસંખ્ય જીવો હોય છે. તે બધા અત્યંત સૂક્ષ્મ શરીરવાળા હોવાથી એક બિંદુમાં સમાઈ જાય છે. પરંતુ તે બધા જ કબૂતર જેવડું શરીર ધારણ કરે તો એક બિંદુમાં રહેલા પાણીના જીવો આખા જંબુદ્વીપમાં પણ ન સમાય. અળગણ પાણીના એક બિંદુમાં ઘણા ત્રસ જીવો હોય છે. પાણી ઢોળાયેલું રહેવાથી ગંદકી થાય ને મચ્છર વગેરે અનેક જીવો પેદા થાય. પાણી એક જગ્યાએ વધારે પડ્યું રહે તો તેમાં લીલ સેવાળ બાઝી જાય. એંઠું પાણી બે ઘડીથી વધારે રહે તો સંમૂર્છાિમ જીવો ઉત્પન્ન થાય. જમીન ઉપર પાણી ઢોળાવાથી કોઈ લપસી જાય કે પડી પણ જાય. પાણી ખુલ્લું રાખવાથી ઉડતા જીવજંતુ તેમાં પડીને ડૂબી જાય. સમુદ્રકિનારે ફરવા જનાર કિનારાના ઉછળતા મોજામાં શોખથી ઊભો રહે તો આખા સમુદ્રના પાણીના ઉપભોગની અનુમોદના લાગે. સાબુ એ અપકાયના જીવો માટે શસ્ત્ર છે. બરફ એ અપકાય છે. અભક્ષ્ય છે. B (અકાચની રક્ષા કરો. આ ૧) પાણીનો ઉપયોગ ઓછામાં ઓછો કરો, પાણી ઘીની જેમ વાપરો. ૨) પાણી ગાળીને જ વાપરો. ૩) નળ ખુલ્લો વહેતો ન રાખો. ૪) દાઢી કરવા, દાતણ કરવા, સ્નાન કરવા, હાથ-મોં ધોવા, કપડાં ધોવા, વાસણ માંજવા કે અન્ય કોઈપણ કાર્ય માટે જરૂર પૂરતું પાણી એક ગ્લાસ, ટબ કે બાલદીમાં લઈને જ તે કાર્ય પતાવો. આ બધી પ્રવૃત્તિ નળ ખુલ્લો રાખીને ન કરો. વારંવાર નહાવાની અને વારંવાર હાથ-મોં ધોવાની ટેવ છોડો. ૬) પાણી ના ઢોળાય તેની કાળજી રાખો. ૭) પાણીના વાસણ ખુલ્લા ન રાખો. ૮) પાણીના નળ લીક ન થતા હોય તેનું ધ્યાન રાખો. ૯) ઘર બંધ થ્રીને બહાર જતા પૂર્વે ચકાસી લો કે કોઈ નળ ખુલ્લો તો રહી ગયો નથી ને ? ૧૦) ઠંડુ અને ગરમ પાણી ભેગું ન કરો. ૧૧) શક્ય બને તેટલો સાબુનો ઉપયોગ ટાળો. ૧૨) વરસાદમાં જાણી જોઈને પલળવું નહિ. ૧૩) પાણીના ફગ્ગા ભરીને ફોડવા નહિ. ૧૪) વરસાદમાં પાણી ભરાઈ ગયા હોય તેમાં ચાલવું અનિવાર્ય જ હોય તો પગ ઘસડીને ન ચાલવું, પણ દરેક ડગલે પગ ઊંચો કરી પછી મૂકવો. = ૬. For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ ક8 (પાણીના ત્રસ જીવોને ઓળખો છે. (૧) પાણી સ્વયં અપકાય જીવોનું શરીર છે. આ અપકાય જીવો એકેન્દ્રિય છે. તે ઉપરાંત અળગણ પાણીમાં હાલતા-ચાલતા સૂક્ષ્મ ત્રસ જીવો પણ પુષ્કળ હોય છે. પોરા વગેરે બેઈન્દ્રિયાદિ જીવો પાણીમાં હોય છે. (૨) અળગણ પાણીના ઉપયોગથી કે બેદરકારીથી પાણીનો ઉપયોગ કરવાથી આ બધા ત્રસ જીવોની હિંસા થાય છે. હાલતા-ચાલતા ત્રસ જીવો આપણા જડબા વચ્ચે ચવાઈ જવાથી અધ્યવસાય કેટલા દૂર બને ? અપકાય જીવોની વિરાધના કરી જ છો પણ ત્રસકાય જીવોની હિંસાનું પાપ શા માટે બાંધવું ? (૩) ગીઝરમાં અળગણ પાણી જ સીધું ગરમ થઈ જવાથી હજારો લાખો ત્રસ જીવો બળીને ભડથું થઈ જાય છે. વોટર કુલર વગેરેમાં પણ પાણીના ત્રસ જીવોની પુષ્કળ વિરાધના છે. પાણીના વાસણો ખુલ્લા રાખવાથી તેમજ પાણીની ટાંકીઓમાં પણ ઘણા ત્રસ જીવો પડીને મરી જાય છે. પાણી બંધીયાર રહેવાથી તેમાં દેડકા-માછલી જેવા પંચેન્દ્રિય જીવો પણ ઉત્પન્ન થવાની સંભાવના રહે છે. શી (પાણીના ત્રસ જીવોની રક્ષા કરો. આ દરેક કાર્યમાં પાણી ગાળીને જ વાપરો. પાણી ગાળ્યા પછી ગળણાને સીધું સૂકવી ન દેવાય. પરંતુ તે ગાળેલા પાણીને ખૂબ ધીમેથી ગળણાં પર રેડીને તે પાણીના મૂળ સ્થાનમાં વહાવી દેવું. ત્યાર પછી જ ગળણાને સૂકવી શકાય. ઘરની બહાર જવાનું થાય ત્યારે ગાળેલા પાણીની વોટર બેગ સાથે રાખો, જેથી ગમે ત્યાં અળગણ પાણી વાપરવું ન પડે. ગીઝરનો ઉપયોગ બંધ કરો. ૫) સ્વીમિંગ પુલ વગેરેમાં તરવાનો કે વૉટર પાર્કમાં છબછબીયા કરવાનો શોખ છોડી દો. ૬) વરસાદમાં રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા હોય ત્યારે શક્ય બને તો બહાર જવાનું ટાળો. જવું પડે તો કાળજીથી ચાલો. કપડાં ધોવા ધોબીને કે લોન્ડ્રીમાં ન આપો. શાવરબાથનો ઉપયોગ ન કરો. જાજરૂના ફ્લશમાં પણ પુષ્કળ અળગણ પાણી વહી જાય છે. તેનો યોગ્ય વિકલ્પ અપનાવો. ૧૦) પાણીના વાસણ ઢાંકીને રાખો. ૧૧) હોટલમાં, બજારૂ વાનગીઓ, ઠંડા પીણાં વગેરેમાં અળગણ પાણી વપરાય છે. તેનો ત્યાગ કરો. ૧૨) વોટર કુલરનું પાણી ન પીઓ. ૧૩) બિસલેરી વગેરે મીનરલ વૉટરનો ત્યાગ કરો. For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ ઇws * (સંમૂઠ્ઠિમને ઓળખો છે માણસના મળ, મૂત્ર, ઘૂંક, પરસેવો, લોહી, માંસ, પરૂ વગેરે તમામ અશુચિ પદાર્થો શરીરથી છૂટા પડ્યા બાદ બે ઘડી (૪૮ મિનિટ) બાદ તેમાં અદશ્ય કાયાવાળા પંચેન્દ્રિય સંમૂર્છાિમ જીવો ઉત્પન્ન થવાની સંભાવના છે. આ જીવો અસંખ્ય એક સાથે ઉત્પન્ન થાય છે. આ જીવોનું આયુષ્ય બે ઘડીનું પણ પૂરૂં હોતું નથી. (૨) એકવાર ઉત્પત્તિ ચાલુ થયા પછી લાંબો સમય સુધી ઉત્પત્તિ-વિનાશ ચાલ્યા કરે છે. (૩) શરીરમાંથી બહાર ફેંકાયેલી અશુચિ જે બે ઘડીની અંદર સૂકાઈ જાય તો મૂર્છાિમ જીવો ઉત્પન્ન થતા નથી. એઠા વાસણમાં, એંઠા દાણામાં, એંઠા પાણીમાં અને એઠવાડમાં પણ આ સંમૂર્છાિમ જીવો ઉત્પન્ન થાય છે. (૪) સંમૂર્છાિમ જીવો આપણી બેદરકારી, ઉપેક્ષા કે શહેરોની ગટર વ્યવસ્થાને કારણે ઉત્પન્ન થાય છે. મૂર્છાિમ ઉત્પન્ન ન થાય તે માટે શક્ય તેટલી વધુમાં વધુ જયણા રાખવી, બે ઘડી વીતી ગઈ હોય તેવા એંઠવાડ કે અશુચિ ફેંકવાના સ્થાનો સંમૂર્છાિમ જીવોથી યુક્ત હોય છે એમ સમજીને જયણાપૂર્વક વર્તવું. આ સંમૂર્ણિમજીવોની રક્ષા કરો. એંઠું મૂકશો નહિ, થાળી ધોઈને પીવો, થાળી ધોઈને પી લીધા પછી ચોખ્ખા કપડાથી થાળી લૂંછી નાખો. ૨) પાણી પીને ગ્લાસ હાથ રૂમાલથી લૂછીને મૂકો. એઠો ગ્લાસ માટલામાં ન નાખો. ૩) શક્ય હોય ત્યાં પેશાબ-જાજરૂ ખુલ્લી જગ્યામાં જવાનું રાખો. ૪) શક્ય હોય ત્યાં પરાતમાં સ્નાન કરી સ્નાનનું પાણી ખુલ્લી નિર્જીવ જમીન પર ફેલાવી દો. પછી પરાત પણ આડી મૂકીને સૂકવી દો. ૫) સ્નાન કરવા કે હાથ-મોં ધોવા ઓછામાં ઓછું પાણી વાપરો. ૬) ઘૂંક્યા પછી ઘૂંક કે બળખા ઉપર રાખ કે રેતી ઢાંકી દો. ૭) નાકનું શલેષ્મ પણ બે ઘડીમાં સૂકાઈ જાય તે રીતે માટીમાં ભેળવી દો. ૮) બહારથી આવ્યા પછી પરસેવાથી ભીનાં થયેલા કપડાં દોરી ઉપર પહોળા કરીને સૂકવી દો. પરસેવો લૂછવાના રૂમાલનો ડૂચો કે ગડી વાળીને ન રાખો. ૧૦) એંઠા વાસણો લાંબો સમય પડ્યા ન રહેવા દો. જમ્યા બાદ તરત બે ઘડીમાં (૪૮ મિનિટમાં) વાસણો સાફ થઈ જાય તેવી ગોઠવણ કરો. ૧૧) થાળી લૂછેલા કપડાને ૪૮ મિનિટમાં સૂકાઈ જાય તે રીતે સુકવી દો તથા તે કપડાને સૂર્યાસ્ત પહેલા ધોઈ નાંખવું. ૯). R ૮ For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ * કીડીને ઓળખો) 38 (૧) કીડીને કોણ ન ઓળખે ? તે નાની પણ હોય, મોટી પણ હોય. તે કાળા રંગની પણ હોય, લાલ રંગની પણ હોય. તે છૂટી-છવાઈ પણ હોય અને જથ્થાબંધ પણ હોય. કીડી તેઈન્દ્રિય ત્રસ જીવે છે. તેની કાયા ઘણી કોમળ હોય છે. સહેજ દબાણમાં આવતાં તે મરી જાય છે. તેની ધ્રાણેન્દ્રિય ખૂબ તેજ હોય છે. મીઠા અને ચીકણા પદાર્થોથી તે ખૂબ આકર્ષાય છે. ખાદ્યપદાર્થો વેરાયકે ઢોળાય ત્યાં અચાનક જથ્થાબંધ કીડીઓ ભેગી થઈ જાય છે. (૩) કીડીનું શરીર ઘણું બારીક છે. ધ્યાનથી જોવાથી ચાલતી વખતે રસ્તા પર કીડી દેખી શકાય છે. (૪) લાલ કીડી વધારે બારીક હોય છે. તેનો ડંખ પણ તીવ્ર હોય છે. તે ઘણીવાર ચામડી પર ચોંટી જાય છે અને ઘણા પ્રયત્ન છતાં ઉખડતી નથી ત્યારે તેને બચાવવા ખૂબ ધીરજ અને સાવધાની રાખવી પડે છે. * કીડીની રક્ષા કરો. આ ખાદ્યપદાર્થ નીચે પડે તો તરત લઈ લો. દૂધ-ઘી વગેરે ઢોળાયા હોય તો તરત સાફ કરી નાખો. ઘરમાં કીડી તરત દેખાય તેવું ફ્લોરીંગ જોઈએ. ચાલતી વખતે બરાબર નીચે જોઈને ચાલો. જે પદાર્થથી કીડીઓ આકર્ષાઈ હોય તે પદાર્થ સંભાળીને લઈ લેવાથી કીડીઓ પોતાના સ્થાને ચાલી જશે. ૫) કોઈ ખૂણામાં મધુર ખાદ્યપદાર્થનો કણીયો મૂકી દેવાથી બધી કીડીઓ એક સ્થાને ભેગી થઈ જશે. દીવેલ અને લોટની ગોળી બનાવીને મૂકો. ૭) આજુબાજુ કંકુ, હળદર કે રાખ ભભરાવો. ખાદ્યપદાર્થોમાં કીડીઓ થઈ ગઈ હોય તો ખૂબ સાવધાનીથી યોગ્ય ઉપાય કરીને રક્ષા કરવી જોઈએ. ૯) ડોમોસની ગંધવાળું કપડું ઢાંકવાથી પણ ડબ્બા વગેરેમાં થયેલી કીડીઓ ચાલી જાય છે. ૧૦) પાણીમાં પડેલી કીડી નિશ્ચેતન લાગે પણ તેને હળવે હાથે સૂકા કપડા પર મૂકવાથી ૫-૭ મિનિટમાં ચાલવા લાગશે. ૧૧) કીડીના પાવડર ખૂબ જલદ હોય છે. તે વાપરવા નહિ. ૩ ૯ For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ * મચ્છરને ઓળખો ) 28 (૧) મચ્છરથી કોણ પરિચિત નહિ હોય ? મચ્છરનો ગણગણાટ કાનને ખૂબ પરિચિત છે. મચ્છરના ડંખ ચામડીએ ખૂબ ખાધા છે. મચ્છરે મેલેરીયા જેવી બિમારીના બિછાને પણ ઘણીવાર સૂવડાવી દીધા છે. તે આપણને ઉપદ્રવ ન કરે અને તેની જાણતા-અજાણતા હિંસા પણ ન થઈ જાય તે બન્ને આશયથી મચ્છરની ઉત્પત્તિનું નિવારણ એ જ શ્રેષ્ઠ ઉપાય છે. (૨) સૂર્યાસ્ત સમયે બારી બારણા બંધ રાખવાથી મચ્છરો ઘરમાં પ્રવેશતા નથી. ઘરમાં ચીજવસ્તુઓ અસ્તવ્યસ્ત ન રાખો. ખુલ્લા કપડા-ઘેલા-બેગ વગેરેમાં મચ્છરો ભરાઈ જાય છે. (૩) મચ્છરની કાયા અત્યંત કોમળ હોય છે. જરાક સ્પર્શ થતાં જ તે મરી જાય છે. ઉઠતા-બેસતા કે પડખું ફેરવતાં પણ બેકાળજીથી મચ્છર મરી જાય છે. વસ્તુ લેતાં મૂકતાં પણ બેદરકારી રાખવાથી મચ્છરની હિંસા થઈ જાય છે. સુદર્શન ચકની જેમ ફરતા પંખાની હડફેટમાં આવવાથી પણ મચ્છરો મરી જાય છે. આહાર-પાણીના ખુલ્લા વાસણમાં પડવાથી પણ મચ્છર મરી જાય છે. અગ્નિ, ગરમ રસોઈ કે ગરમ પાણીમાં મચ્છર પડે તો મૃત્યુ પામે છે. 8 મરછરની રક્ષા કરો. આ ઘરમાં અને આજુબાજુ બિલકુલ ગંદકી ન રાખો. બારી-બારણાં બંધ રાખીને કુદરતી હવા-ઉજાસને અવરોધો નહિ. ૩) બારી-બારણામાં ઝીણી જાળી ફીટ કરવાથી મચ્છરોનો ઘરમાં પ્રવેશ અટકાવી શકાય છે. મચ્છરો વધી ગયા હોય ત્યાં લીમડાનો ધૂપ કરવાથી મચ્છરો દૂર ચાલ્યા જાય છે. મચ્છરદાની બાંધીને સૂઈ જવાથી મચ્છરોના ઉપદ્રવ અને વિરાધનાથી બચી શકાય છે. કોઈપણ વસ્તુ લેતાં-મૂકતાં મચ્છર દબાઈ ન જાય તેનું ધ્યાન રાખો. આહાર-પાણીનાં વાસણો ખુલ્લા ન રાખો. ૮) ઉકાળેલું પાણી ઠારેલી પરાત ઉપર જાળી ઢાંકો. ૯) મચ્છર મારવાની દવા ન જ છંટાય કે મચ્છર મરી જાય તેવા અન્ય કોઈપણ ઉપાય ન જ અજમાવાય. ૧૦) ઘર પાસે તુલસીનો ક્યારો રોપવાથી મચ્છર થતાં નથી. ૧૧) લીંબોડીનું તથા નારંગીનું તેલ શરીર પર લગાડવાથી મચ્છર ફરકતાં નથી. ૩ ૧૦. For Personal Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ * માખીને ઓળખો * (૧) માખી ઘર ઘરમાં જોવા મળતું જંતુ છે. તે ઉડતી જીવાત છે. ઊડીને શરીર ઉપર, ખાદ્યપદાર્થો ઉપર, કચરા ઉપર કે અશુચિ ઉપર પણ તે બેસે છે. ગંદકીના જીવાણુંઓ ખાદ્યપદાથો ઉપર સંક્રાન્ત કરીને તે રોગનો ફેલાવો કરે છે. આજુબાજુ માખીઓનો બણબણાટ ચાલુ હોય તો બેસવાની-સૂવાની, ખાવાની કે અન્ય કોઈપણ પ્રવૃત્તિમાં ખલેલ પડે છે. (૨) માખી ઉડીને ખુલ્લા દૂધ-ઘી-દાળ-શાક-તેલ-સાબુનાં ફીણ કે પાણી વગેરેમાં પણ પડી જાય છે. તે પછી તરત કાઢી તેને બચાવી લેવામાં ન આવે તો તરત મરી જાય છે. (૩) મોટે ભાગે ગંદકી હોય ત્યાં માખી ખૂબ પેદા થાય છે. કચરો, કેળાની છાલ, કેરીના ગોટલા-છાલ વગેરે ઉપર ખૂબ માખીઓ ભેગી થાય છે. (૪) ગંદકી એ માખીનું પ્રસુતિગૃહ છે. ઘરમાં જેટલી ગંદકી ઓછી, તેટલી માખીની ઉત્પત્તિ ઓછી. માખીની રક્ષા કરો. ૧) ઘરમાં ગંદકી ન થવા દો. ૨) ખાદ્યપદાર્થો તથા પાણીના ભરેલા સાધનો ઢાંકેલા રાખો. ૩) સાબુના પાણીમાં બોળેલા કપડાની બાલદી વગેરે સાધન ઢાંકીને રાખો. ૪) જમતાં, રસોઈ કરતાં, કપડાં ધોતાં, વાસણ માંજતાં, માખી વચ્ચે આવી ન જાય કે ભીનામાં પડી ન જાય તેની કાળજી રાખો. ૫) ખાદ્યપદાર્થ, પાણી કે ફીણમાં માખી પડે તો તરત તેને બહાર કાઢી લો. માખી ઊડી શકે તેમ ન હોય તો તરત જ કોલસાની રાખ માખી પર ભભરાવો. રખ્યાની ઉષ્મા મળતાં તરત તે સક્રિય બની જશે. ૬) ઘરમાં કેળાની છાલ વગેરે કચરાને ભેગા ન થવા દો. તરત તેનો યોગ્ય નિકાલ કરો. ૭) ઝીણી જાળીવાળા બારી-બારણાથી માખીઓ ઘરમાં પ્રવેશતી અટકે છે. ૮) ઘરમાં મીઠાવાળા પાણીનું પોતું કરવાથી માખી થતી નથી. ૧૧ For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ * માંકડને ઓળખો 8883 (૧) લાકડાનું ફર્નિચર અને સૂવાના પલંગ માંકડનું નિવાસ સ્થાન છે. લાલ રંગના આ જંતુને માનવરક્ત ખૂબ પસંદ છે. રાત્રે ઊંઘમાં હોઈએ ત્યારે શરીર ઉપર ચોંટી રક્તચોરી કરનાર માંકડના ચટકાથી ઊંઘમાં ખલેલ પહોંચે છે. (૨) સડેલું લાકડું પણ તેનો ખોરાક છે. પરસેવાની ગંધથી તે ખેંચાઈ આવે છે. (૩) ઝેરી દવા છાંટીને માંકડને મારી નાખવા તે ક્રૂરતા છે. માંકડને ખૂબ યતનાપૂર્વક પકડીને એક નાની વાટકીમાં એકત્ર કરવા અને ત્યારબાદ તે બધા માંકડને સુરક્ષિત સ્થાને મૂકી દેવા તે સરળ ઉપાય છે. (૪) માંકડને મારી નાખવામાં આવે તો તેના કલેવરમાંથી ફરી પુષ્કળ માંકડો પેદા થાય છે. તેથી માંકડ મારી નાંખવા તે માત્ર ક્રૂરતા નથી, મૂર્ખતા પણ છે. * માંકડની રક્ષા કરો. * • માંકડની રક્ષા માટે આટલી સાવધાની રાખો ૧) જે ઓરડામાં કે જે પલંગમાં માંકડ થયા હોય તેનો ઉપયોગ થોડા દિવસ પૂરતો બંધ કરો. માંકડ આપોઆપ ચાલ્યા જશે. બને તો થોડા દિવસ બધા તીર્થયાત્રા કરી આવો. ૨) ગાદલાના કવર વગેરે ખૂબ મેલાં રાખવાથી માંકડ થવાની સંભાવના છે. તેથી કવર મેલાં ન રાખો. ૩) માંકડ થયા હોય તેવા ખાટલા-ગાદલા-ફર્નીચર તડકે ન મૂકવા. તડકે મૂકવાથી માંકડ મરી જાય છે. હિંસાનું પાપ લાગે છે. ખાટલા વગેરે છાયાવાળા નિર્જન સ્થાનમાં મૂકી રાખવા. ૪) માંકડ મારવાની દવાનો ઉપયોગ ભૂલેચૂકે પણ ન કરો. ૫) માંકડ થઈ ગયા હોય તો ખૂબ પોચા હાથે જયણાપૂર્વક માંકડ પકડીને એક વાટકીમાં એકત્ર કરો. પછી, તે બધા માંકડને સહેજ દૂર અવાવરૂ સ્થાનમાં જૂનાં લાકડામાં મૂકી દો. ૧૨ For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ # વાંદાને ઓળખો) 28 (૧) રસોડામાં, કબાટમાં, બાથરૂમમાં કે ખાળ અને ગટરમાં વારંવાર જોવા મળતા વાંદાનો પરિચય કોને ન હોય ? અચાનક કબાટના ખૂણામાંથી બહાર ધસી આવતા આ જંતુને જોઈને ઘણા ગભરાઈ જાય છે. (૨) આ જંતુ ખાસ કરીને ગંદકીમાંથી ઉત્પન્ન થાય છે. રસોડામાં સાફસૂફી બરાબર થતી ન હોય, એંઠવાડ પડ્યો રહેતો હોય, મોરી બરાબર સાફ થતી ન હોય કે અન્ય કચરો જમા થયા કરતો હોય ત્યાં વાંદા જલ્દી ઉત્પન્ન થઈ જાય છે. (૩) વાંદા ઉત્પન્ન થી ગયા પછી તેના ઉપદ્રવથી બચવા ઘણા વાંદાની દવા છોટે છે. આ દવાની સુગંધથી ખેંચાઈને ખૂણે ખાંચરે ભરાયેલા વાંદા બહાર આવી જાય છે અને દવાની નજીક આવવાની સાથે જ તેના ઝેરથી ટપોટપ મરી જાય છે. આવી દવા છાંટવી તે ભયંકર ક્રૂરતા છે. નિર્દોષ ઉપાયો કરવાને બદલે આવા હિંસક ઉપાય કરવા તે નિષ્ફર હૃદયનું પ્રદર્શન છે. (૪) લક્ષ્મણ રેખા” ના નામથી બજારમાં વેચાતા ચોકના ઉપયોગથી વાંદા તુરંત મરી જાય છે તેથી તેનો ઉપયોગ ક્યારેય કરવો નહિ. 8 વાંદાની રક્ષા કરો આ ૧) વોશ-બેશીનમાં, મોરીમાં કે બાથરૂમ-સંડાસમાં સતત ભીનાશ રહેવા ન દો. ૨) સાંજે વાસણ સાફ કર્યા બાદ મોરી બરાબર સાફ કરવી, પાણી લૂંછી નાંખવું અને ખાળની જાળી ઉપર તથા આજુબાજુ કેરોસીનનું પોતું કરી દો. ૩) ગટરનાં ઢાંકણાં પેક બંધ રાખો. જ્યારે ખોલવું પડે ત્યારે ધ્યાન રાખો. ઢાંકણ ખુલતાં જ વાંદા બહાર ધસી આવશે, પગ નીચે દબાઈ ન જાય તેનું ધ્યાન રાખો. એક મોટા ચોરસ ડબ્બામાં નાળિયેરનાં છાલાં, જૂનાં કપડાં, થોડાં કોલસા વગેરે ભરીને ઉપર ખાખરા કે કડક પૂરીના ટૂકડા મૂકો. જ્યાં વાંદા ખૂબ થયા હોય ત્યાં આ ડબ્બો મૂકો. વાંદાઓ આ ડબ્બાના પોલાણમાં આવીને ભરાઈ જશે. ૪-૫ દિવસ બાદ સંધ્યા સમયે ડબ્બો કોઈ અવાવરૂ સુરક્ષિત સ્થાનમાં લઈ જઈ ખાલી કરી દો. વાંદા બહાર નીકળી જાય પછી ફરી છાલાં અને ટુકડા તેમાં ભરી ડબ્બો પાછો ઘરમાં મૂકો. આ રીતે વારંવાર કરવાથી વાંદા બિલકુલ નીકળી જશે. દેવીકા મહાદેવઆ પ્રોડકટ્સની વાંદા માટેની હર્બલ મેડીસીન ઘરમાં લગાવવાથી વાંદા થતા નથી. = ૧૩. For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ 8 ઉધઈને ઓળખો) 38. (૧) ઉધઈ એક સૂક્ષ્મ જીવાત છે. અવાવરૂ જમીનમાં, દિવાલો પર, ફર્નિચરમાં તથા પુસ્તકો અને કાગળમાં થાય છે. એકવાર ઉધઈ થયા પછી તેની ઉત્પત્તિ ખૂબ વધી જાય છે અને તેનું ક્ષેત્ર ખૂબ વિસ્તાર પામે છે. ઉધઈ ફર્નિચર તથા કાગળોને કોતરી ખાય છે. દિવાલને પણ કોતરી ખાય છે અને મકાનને જર્જરિત બનાવી દે છે. ઉધઈ થયા પહેલા કે પછી પેસ્ટ કંટ્રોલ કરાવવાથી ઉધઈ તથા અન્ય જીવાતો એક સાથે નાશ પામી જાય છે. પેસ્ટ કંટ્રોલ અત્યંત હિંસક ઉપાય છે. સેંકડો હજારો નિર્દોષ જીવોને દવા છાંટીને એકસાથે મોતને ઘાટ ઉતારી દેવા તે ભયંકર ક્રૂરતા છે. (૩) ઉધઈ જ્યાં ઉત્પન્ન થાય છે ત્યાં આજુબાજુમાં લીટી જેવી નિશાની લઈ જાય (૪) પ્લાયવુડમાં ઉધઈ થવાની શક્યતા વધુ છે. સાગના લાકડામાં ઉધઈ જલ્દી થતી નથી. 88 ( ઉધઈની રક્ષા કરો.) 9 ૧) કબાટમાં ભરેલા પુસ્તકો થોડા થોડા સમયે બહાર કાઢી બરાબર જોતા રહેવું, પુસ્તકો તથા કબાટની જયણાપૂર્વક સાફસૂફી કરવી. ૨) પુસ્તકોના કબાટમાં ઘોડાવજ કે ડામરની ગોળી જેવા પદાર્થો રાખી મૂકવાથી ઊધઈ વગેરે જીવાતની ઉત્પત્તિ થતી નથી. ૩) કપડાના કબાટમાં પણ ડામરની ગોળી જેવી ચીજ રાખી મૂકવાથી કપડામાં જીવાત પડતી નથી. ૪) નવું મકાન બનાવતી વખતે સ્લેબ ઉપર લાદી જડતા પહેલાં ડામરના રસનું પતલું પડ પાથરી દેવાથી મકાનમાં ઉધઈ થતી નથી. ૫) પુસ્તક, ફર્નીચર કે દિવાલ ઉપર ઉધઈ થઈ જાય તો તે જીવોને ખૂબ જયણાપૂર્વક ત્યાંથી લઈ દૂર કોઈ વૃક્ષમાં મૂકી દેવી. જે જગ્યા પર ઉધઈ થઈ હતી તે જગ્યા સંપૂર્ણ જીવાત-રહિત થઈ ગઈ છે તેની સંપૂર્ણ ખાતરી કર્યા બાદ તે જગ્યા પર કેરોસીન નીતરતું પોતું ફેરવી દેવાથી ફરીથી ઉધઈ આવશે નહિ. ૬) ગેરુ કે ચૂનાથી મકાન ધોળવાથી પ્રાયઃ ઉધઈ થતી નથી. = ૧૪ કે – For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ થી (ધાન્યના કીડાને ઓળખો 8 (૧) ઘઉં-ચોખા વગેરે ધાન્ય અને કઠોળમાં ઈયળ-ધનેરા વગેરે જાતજાતના કીડા થઈ જાય છે. (૨) અનાજ સડી જાય તો તેમાં પુષ્કળ જીવાત પડી જાય છે. કઠોળમાં પોલાણ કરીને તેમાં જીવાત ભરાઈ જાય છે. ચોમાસાની ઋતુમાં આખા કઠોળમાં પુષ્કળ જીવાત થવાની સંભાવના રહે છે. (૩) અનાજ એકવાર વીણી લીધા બાદ ફરી થોડા દિવસમાં તેમાં છવોત્પત્તિ સંભવિત છે. ભેજનાં વાતાવરણમાં જીવોત્પત્તિની સંભાવના વધારે છે. (૪) વીણ્યા વગર ધાન્યને દળી નાંખવામાં આવે તો કિલ્લોલ કરતાં અનેક નિર્દોષ જીવો અનાજની સાથે દળાઈ જાય છે. (૫) અનાજ વીણવાનું કાર્ય નોકર-નોકરાણીને ભરોસે છોડવાથી ઘણી બેદરકારી થવાની સંભાવના છે. અનાજના લોટમાં પણ અમુક સમય પછી જીવાતો પડવાની સંભાવના છે. બહારના તૈયાર લોટમાં તો પુષ્કળ વાતો દળાયેલી હોવાની સંભાવના છે. ધાન્યના કીડાની રક્ષા કરી. ક8 ૧) અનાજ કાળજીપૂર્વક સાફ કરીને પછી ભરો. ૨). સાફ કરેલા ઘઉ-ચોખા વગેરેને દિવેલથી મોઈને ભરો. ૩) ધાન્યની સાથે પારાની થેપલીઓ મૂકી રાખવાથી જીવાત થતી નથી. ૪) અનાજને દળવા આપતા પહેલાં ફરી એકવાર વીણી લો. ૫) ચોમાસાની ઋતુમાં મગ સિવાયના આખા કઠોળનો ત્યાગ કરો. ૬) અનાજ વીણવાનું કામ નોકર-નોકરાણીના ભરોસે ન છોડો. ૭) તૈયાર લોટનો ઉપયોગ બિલકુલ ન કરો. ૮) લોટમાં પણ કાળમર્યાદાનું ઉલ્લંઘન ન થઈ જાય તેની કાળજી રાખો. ૯) અનાજ ભરવા માટે ચુસ્ત બંધ થાય તેવા સાધનો રાખો. ૧૦) બહારનો રો-મેંદો બિલકુલ વાપરવો નહિ. ૧૧) હોટલનાં અનાજ-લોટમાં જયણા બિલકુલ સચવાતી નથી માટે હોટલમાં જમવું નહિ. ૧૫ For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ ઈચળોને ઓળખો) # (૧) આ જીવસૃષ્ટિ કેટલી વિશાળ છે. જાત-જાતના પદાર્થોમાં જાત-જાતના વિકલેન્દ્રિય જીવો ઉત્પન્ન થાય છે. (૨) લીલા શાકભાજીમાં લીલા રંગની ઈયળો છૂપાયેલી હોય છે. વનસ્પતિના રંગ અને ઈયળના રંગ સમાન હોવાથી તેને ઓળખવી મુશ્કેલ બને છે. કાળજીપૂર્વક જોવામાં આવે તો જ તે નજરે પડે છે. (૩) કાચા શાક આખાને આખા જોયા વગર ખાઈ જવાથી ઈયળો જડબામાં ચવાઈ જાય છે. (૪) બેદરકારીપૂર્વક શાક સમારવામાં આવે તો ઈયળ કપાઈ જાય છે. (૫) શાક સુધાર્યા વગર આખા શાકને રાંધવામાં આવે તો અંદર ઈયળ હોય તો બફાઈ જાય છે. (૬) પાપડી-વટાણા-ભીંડા-શીંગો-સીમલા મરચા-કારેલા વગેરેમાં ઈયળની સંભાવના વધારે છે. 8 ( ઈયળોની રક્ષા કરો. આ ૧) જેમાં ઈયળની સંભાવના વધારે હોય તેવા શાકભાજી ખાવાનો આગ્રહ ન જ રાખો. ૨) કોબીજ-ફ્લાવરમાં બેઈન્દ્રિય જીવો અત્યંત સૂક્ષ્મ હોય છે અને પોલાણ ખાંચામાં ભરાયેલ હોય છે તેથી, કોબીજ-ફ્લાવરનો ઉપયોગ કરવો નહિ. ક્યારેક સાપના કણા પણ તેમાં ભરાયેલા હોય છે. બીજા શાકને પાણીમાં પલાળ્યા પછી સુધારવા. પણ, ભાજપાલાને યતનાપૂર્વક ચૂંટ્યા બાદ ચાળણીમાં ચાળવા. પછી જ વાપરવા. કોઈ શાકભાજી સમાર્યા વગર આખા ન રાંધવા. ભીંડા આડા ન સુધારવા, ઊભા સુધારતી વખતે પણ ખૂબ યતના રાખો. ૬) શાક સમારતી વખતે વાતચીત કે અન્ય પ્રવૃત્તિ કરવી નહિ. શાક બરાબર ધ્યાનથી જેવું. ઈયળ નીકળે તેને નાના વાસણમાં એકત્ર કરી ચતનાપૂર્વક સલામત સ્થળે મૂકી દેવી. ઈયળવાળા ફોતરાં પણ યતનાથી સલામત સ્થળે છોડવા. ૭) શાક સમારવાનું કાર્ય નોકરોના ભરોસે ન છોડો. ૮) મેથીની ભાજીમાં ખૂબ સૂક્ષ્મ કેસરી રંગની ઈયળો હોય છે, ચારણીમાં ચાળવાથી તેની જયણા થઈ શકે. ૪) - દ For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Mi * * ખાદ્ય પદાર્થના વાસણો ખુલ્લા ન રાખો. ગેસ-પ્રાયમસ વગેરે પેટાવતા પહેલાં પૂંજણીથી બરાબર પૂંછ લો. કેટલાક જયણાસૂત્રો ૩) સૂર્યોદય પહેલા ચૂલો પેટાવવો નહિ. ૪) સૂર્યાસ્ત પછી ચૂલો પેટાવવો નહિ. લાઈટ-પંખા વગેરેનો ઓછામાં ઓછો ઉપયોગ કરો. બિનજરૂરી લાઈટ-પંખા ચાલુ ન રાખો. ૬) વેક્યુમ-ક્લીનર (ઈલેક્ટ્રીક સાવરણી) નો ઉપયોગ કરવો નહિ. ૭) કોઈપણ જગ્યા વાપરતા પહેલા જયણાપૂર્વક ઝાડુ ફેરવી લો. ૮) એંઠું મૂકો નહિ. થાળી ધોઈને પીઓ. ૯) જંતુનાશક દવા વાપરવી નહિ, તેનો વેપાર કરવો નહિ. ૧૦) ગરમ પાણીમાં ઠંડું પાણી ભેળવો નહિ. ૧૧) સાબુ પાણીના જીવો માટે અમોઘ શસ્ત્ર છે. તેથી નહાતી વખતે રોજ શક્ય ન બને તો અઠવાડીયામાં ૩-૪ દિવસ સાબુનો ઉપયોગ ટાળો. ૧૨) પ્રાણીજ દ્રવ્યોમાંથી બનેલા સાબુ-ટુથપેસ્ટ, ખાદ્યપદાર્થો-દવાઓ વાપરવા નહિ. ૧૩) ટાકડા ક્યારેય ફોડવા નહિ. ૧૪) ઘાસ ઉપર ચાલવું નહિ-ફરવું નહિ. ૧૫) વનસ્પતિનાં પાંદડા તોડવા નહિ. ૧૬) ગર્ભપાત કરાવવો નહિ, કોઈને તેની સલાહ આપવી નહિ. એવા દવાખાના ચલાવવા નહિ. ૧૭) કાચા દૂધ-દહીં-છાશ કે તેની વાનગી સાથે કઠોળનો અંશ પણ આવતો હોય તેવી વાનગી ખાવી નહિ. ૧૮) પર્વતિથિઓમાં તથા પર્યુષણ-ઓળી વગેરે પર્વોમાં લીલોતરી વાપરવી નહિ. ૧૯) રસોઈ બનાવતા પહેલાં લોટ-ધાન્ય ચાળી લો, બરાબર જોઈ લો. ૨૦) પર્વતિથિ અને ૬ અઠ્ઠાઈઓમાં અનાજ દળવું નહિ. ૨૧) ખાલી વાસણો ઊંધા કે આડા મૂકી રાખો, જેથી જીવાત તેમાં પડીને ગુંગળાઈ ન જાય. ૨૨) ઠારેલા પાણી પર જાળીઓ ઢાંકો. ૨૩) ટેબલ, પલંગ વગેરે કોઈપણ સામાન જમીનથી ઘસીને ન ખેંચો, ઉંચકીને ફેરવો. ૨૪) કબાટ, બેગ, ડબ્બી વગેરે ચુસ્ત બંધ કરીને રાખો, અધખુલ્લા ન રાખો. ૨૫) ખાદ્યપદાર્થો નીચે ઢોળાય કે વેરાય નહિ તેની કાળજી રાખો, ઢોળાય તો તરત સાફ કરો, વારંવાર પોતું કરવાનો ઉપયોગ રાખો. ૨૬) ઘરના ઓરડાની દિવાલો, છત વગેરે પણ ૨-૩ દિવસે જયણાપૂર્વક સાફ કરો. ૧૭ For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ ૨૭) કીડીઓ ઉભરાય તે સ્થાને કીડીઓની આજુબાજુ ચૂનો કે રાખ ભભરાવી દો. કીડીઓ જતી રહેશે અને હાલતા-ચાલતાં પણ કીડીના ઉપદ્રવનો તરત ખ્યાલ આવી જશે જેથી પગ તેની ઉપર પડી ન જાય. ૨૮) ખાંડને દૂધ-ચા વગેરેમાં નાખતાં પહેલા રકાબીમાં પહોળી કરીને બરાબર જોઈ લો. તેમાં કીડી કે અન્ય જંતુ તો નથી ને ? ૨૯) ખાંડને બરાબર સાફ કરીને ચુસ્ત ડબ્બામાં રાખો. તેને ભેજ લાગતા ઝીણી ઈયળ થવાની સંભાવના છે. ૩૦) લાલ બોર, મરચામાં તે વર્ણની પુષ્કળ જીવાતો સંભવિત છે. ખૂબ યતનાપૂર્વક મરચાં બરાબર જોઈ લેવા. ૩૧) રાઈ, મરચાં, ધાણાજીરૂ તથા અન્ય મસાલામાં તે જ વર્ણની ઝીણી જીવાત થવાની સંભાવના છે. સાફ કરીને બરણીમાં ભરો અને ઉપયોગ કરતાં પહેલા પણ ખૂબ બારીકાઈથી જોઈ લો. આ ચીજોને ભેજ ન લાગે તેનું ધ્યાન રાખો. ૩૨) રસોડાના ચૂલા ઉપર લાઈટ ન રાખો. લાઈટની આસપાસ ઉડતી જીવાત ચૂલા પર કે તપેલીમાં પડે તો મરી જાય. ૩૩) ચોમાસામાં ભેજને કારણે કેસરના તાંતણાઓમાં તે જ વર્ણની ઝીણી જીવાત થવાની સંભાવના છે. આઈગ્લાસ વડે ખૂબ બારીકાઈથી જોવાથી નજરે ચડે છે. કેસર આઈગ્લાસથી વારંવાર તપાસતા રહો. જીવાતવાળા કેસરને સંપૂર્ણ જીવાતમુક્ત કર્યા વિના તેનો ઉપયોગ ન કરાય. કેસરની ડબ્બીમાં કાળા મરીના દાણા મુકી રાખવાથી જીવાત થતી નથી. ૩૪) લાઈટથી જીવાત ઘણી થાય છે. તેથી શક્ય તેટલો લાઈટનો ઉપયોગ ટાળો. લાઈટ કરતા પૂર્વે બારી-બારણાં બંધ કરો. ૩૫) પાણી વાપર્યા પછી ગ્લાસ લૂછીને જ મૂકો. ૩૬) ચોમાસામાં મુસાફરી શક્ય હોય ત્યાં સુધી ટાળો. ૩૭) વાસી ભોજન રાખો નહિ, વાસી ભોજન જમો નહિ. વાસી ભાખરી થેપલામાં બેઇન્દ્રિય જીવો થાય છે. ૩૮) મિઠાઈ, ખાખરા, ફરસાણ, લોટ વગેરેનો કાળ વીતી ન જાય તેની કાળજી રાખવી. ૩૯) બહારના મિઠાઈ-ફરસાણ તૈયાર લોટ વગેરે વાપરવા નહિ. ૪૦) હોટલની તથા બહારની વાનગીઓ અભક્ષ્ય અને જયણારહિત બનાવેલી હોય છે. બહારની વસ્તુઓ વાપરવી નહિ અને હોટલમાં જવું નહિ. ૪૧) બે રાત ઉલ્લંઘી ગયેલા દહીં-છાશ વાપરવા નહિ. આજે મેળવેલું દહીં આવતી કાલ સાંજ સુધી ચાલે. બીજા દિવસે ચલાવવું હોય તો પાણી રેડીને ભાંગી નાંખવું પડે. ૪૨) લગ્નાદિ પ્રસંગોના કે ધાર્મિક પ્રસંગોના જમણવારો રસોડા કેટરર્સને સોંપાય છે. તેમાં બિલકુલ જયણા તથા ભક્ષ્યાભક્ષ્યનો વિવેક સચવાતો નથી. આવા ૧૮ For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ જમણવારો કેટરર્સને ન સોંપો. જાત દેખરેખ રાખી પૂરેપૂરી જયણા સાચવો. તેમાં રાત્રી ભોજન ન થાય તેની ખાસ તકેદારી રાખો. ૪૩) આદ્રા નક્ષત્ર પછી તો કેરી ન જ વપરાય. તે પહેલા પણ વરસાદ થઈ ગયા પછી કેરીમાં જીવાત પડવાની સંભાવના છે. વરસાદ થયા પછી શક્ય હોય તો કેરીનો ત્યાગ કરો. તૈયાર પેકીંગમાં મળતો કેરીનો રસ ન વાપરો. ૪૪) વાસી ખાવાની વસ્તુ ન વપરાય. તાજો માવો પણ ઘીમાં શેકીને લાલ અથવા (બદામ જેવો) પાકો કરેલ ન હોય તો બીજા દિવસે તે વાસી બને છે. ૪૫) સાબુદાણાની ઉત્પત્તિમાં પુષ્કળ વાત હોવાની સંભાવના છે. તે વાપરવા નહિ. ૪૬) બહારના તૈયાર રવા-મેંદામાં પુષ્કળ જીવાત હોવાની સંભાવના છે. તે વાપરવા ૪૭) મધમાખણ (બટર) અભક્ષ્ય છે. તેના ભક્ષણમાં પુષ્કળ વિકલેન્દ્રિય ભક્ષણ છે. માટે તેનો ત્યાગ કરો. ૪૮) પ્લાસ્ટિકની કોથળીઓ વગેરે જ્યાં ત્યાં ફેંકવી નહિ. તે ફેકેલી કોથળીઓ કોઈ ગાય વગેરેના પેટમાં જાય તો પશુમરણની ઘટના બને છે. બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો વપરાશ ટાળો. ૪૯) કેળાની છાલ જેવી વસ્તુઓ રસ્તા પર છુટ્ટી ફેંકવી નહિ. ૫૦) મગ વગેરે કઠોળ રાંધતા પહેલા લાંબો સમય પલાળી રાખવાથી તેમાં ફણગા ફૂટવાની સંભાવના છે. તેથી, લાંબો સમય પલાળી ન રાખો. ફણગો અનંતકાય છે. પ૧) ઢોકળા, ઈડલી, જલેબી વગેરેનો આથો રાત્રે ન પલાળવો. પર) શરીરના ખુલ્લા ભાગ ઉપર ક્યાંય ખંજવાળ આવે તો ખંજવાળતા પહેલા બારીકાઈથી જોઈ લો કે કોઈ સૂક્ષ્મ જંતુ તો નથી બેઠું ને! અને, પીઠ વગેરે ભાગમાં દષ્ટિ ન પહોંચે તો ખંજવાળતા પહેલા પોચા હાથે હાથરૂમાલ સહેજ ફેરવી દેવો. પ૩) કપડા ધોવા નાંખતા પહેલા આગળ-પાછળ કરીને, ઊંધાચત્તા કરીને તથા ખીસ્સા બહાર કાઢીને બરાબર જોઈ લો. કોઈ જીવ-જંતું તો નથી ને ? પ૪) કોઈ પણ નાના કે મોટા વાસણમાં પાણી, ખાદ્યપદાર્થ, અનાજ કે કોઈ પણ ચીજ ભરતા પહેલાં બરાબર જોઈ લો કે તેમાં ખૂણે-ખાંચરે પણ કોઈ સૂક્ષ્મ જંતુ તો નથી ને ? ૫૫) બારી-બારણા ખોલતા-બંધ કરતા પહેલા સહેજ ખખડાવો જેથી ખાંચામાં ક્યાંય ગરોળી ભરાયેલી હોય તો અવાજ સાંભળીને ખસી જાય. બારી-બારણાં ખોલ બંધ કરતા પૂર્વે દષ્ટિથી બરાબર જોઈ લો કોઈ જીવજંતુ તો નથી ને ? ૫૬) કોઈપણ ચીજ-વસ્તુ મૂતા પહેલાં જમીન ઉપર દષ્ટિ બરાબર ફેરવી લો. પ૭) આખા ગંઠોડામાં પુષ્કળ જીવાતની સંભાવના છે. તેથી તૈયાર ગંઠોડાનો For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ (પીપરામૂળનો) પાવડર વાપરવો નહિ, તેમાં ગંઠોડાની સાથે પુષ્કળ જીવાતો કૂટાયેલી હોય તે સંભવિત છે. આખા ગંઠોડા લાવી, ખૂબ જયણાપૂર્વક જોઈને ઘરે કૂટવાથી મોટી જીવ-વિરાધનાથી બચી જવાય છે. આખી સૂંઠ હળદરમાં પણ ધનેરાની સંભાવના છે. ૫૮) ચાની ભૂકી ચાળીને વાપરવી. ચોમાસામાં કે ભેજવાળા વાતાવરણમાં તેમાં ઝીણી જીવાત થવાની સંભાવના ઘણી છે. પ૯) સૂકવેલી ગવાર, મેથી, વાલોર વગેરેમાં ઘણી છવાત થઈ જાય છે. તેથી ચોમાસામાં સૂકવણીના શાક બિલકુલ ન વાપરવા, અન્ય ઋતુમાં પણ બરોબર તપાસ્યા પહેલા અને ચાળ્યા વગર તેનો ઉપયોગ ન કરવો. ૬૦) પર્વતિથીના દિવસે કે ઉપધાન વગેરેમાં આંબોળિયાનું શાક ખાસ વાપરવામાં આવે છે. તેના પોલાણમાં જીવાત થઈ જાય છે. તેથી ઝીણા ટુકડા કરીને બારીકાઈથી બરાબર જોઈ લીધા પહેલા આંબોળિયાનો ઉપયોગ ન કરવો. ૬૧) છત પરના જાળા સાફ કરવા માટે લાકડી સાથે બાંધેલી મુલાયમ સાવરણીનો ઉપયોગ કરવો. ૬૨) વાંદા વગેરે જીવાત માટે લક્ષ્મણ રેખા’ નામના ચોક વેચાતા મળે છે, તેનાથી વાંદા વગેરે જંતુઓ મરી જાય છે. આવાં જંતુનાશક દ્રવ્યનો ઉપયોગ બિલકુલ ન કરવો. ૬૩) ટ્યુબલાઈટ ઉપર ખાસ કરીને ચોમાસામાં નાના પતંગીયા જેવા ફંદા પુષ્કળ પ્રમાણમાં ઉત્પન્ન થઈ જાય છે. સવારે કચરામાં તે સુદાના કલેવરો ભેગા થાય છે. ટ્યુબલાઈટની લાકડી સાથે લીમડાના પાંદડાની નાની ડાળખી બાંધી દેવાથી આવા ફદા થતા નથી. ૬૪) શહેરમાં કેરીનો રસ ઘરે કાઢવાની પ્રથા ઓછી થતી જાય છે અને બહારથી તૈયાર રસ લાવીને વાપરવામાં આવે છે. આવો રસ વાપરવો ઉચિત નથી કારણકે, તે રાત્રે કે આગલા દિવસે પણ કાઢેલો હોઈ શકે છે. વળી, આ બહારના રસમાં કાચું દૂધ ભેળવવામાં આવે છે. તેથી તેવા દૂધ સાથે મગની દાળ કે કઠોળની અન્ય કોઈ પણ ચીજ ખાવાથી દ્વિદળ થવાની સંભાવના છે. કેરીના રસમાં કાચું દૂધ ભેળવવું નહિ. ૬૫) ઘણાં ચાની ભૂકી ઉકાળીને કાવો બનાવે છે અને તેમાં જરૂર પૂરતું દૂધ નાંખીને ચા પીવે છે. આ ઉપરથી નાખેલું દૂધ જે કાચું હોય તો તેવી ચા સાથે સેવ-ગાંઠીયા ફાફડા વગેરે કઠોળના લોટમાંથી બનાવેલી કોઈપણ વાનગી ખાઈ શકાય નહિ. ૬૬) સાંજે રસોડું આટોપાઈ જાય એટલે ગેસના બર્નર ઉપર કપડું બાંધી દેવું જોઈએ, જેથી બર્નરના કાણામાં કોઈ જીવાત પેસી ન જાય. સવારે પૂંજણીથી પૂંજવાથી ઉપર ફરતી જીવાતોની જયણા થાય પણ કાણામાં ઘુસી ગયેલી જીવાતનું શું ? તેથી કપડું બાંધવું એ જયણાની ઉત્તમ પ્રક્રિયા છે. ૬૭) બિસલરી વગેરેના પાણી પીવા નહિ-પીવડાવવા નહિ. તેમાં અળગણ પાણીની વિરાધના છે. - - ૨૦. For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ ૬૮) પૌંઆ તથા મમરામાં પુષ્કળ જીવાત થઈ જવાની સંભાવના છે. તેથી પૌંઆ રાંધતા પહેલા ચાળણીથી બરાબર ચાળી લેવા અને બારીકાઈથી તપાસી લેવા. ૬૯) વાંદા ન થાય તે માટે દેવીકા મહાદેવીઆ પ્રોડકટ્સ ની એક હર્બલ મેડીસીન બજારમાં મળે છે. તે મલમ ઘરમાં અમુક જગ્યાએ લગાવી દેવાથી વાંદા થતા નથી, થયા હોય તો ચાલ્યા જાય છે. આ દવાથી વાંદા મરતા નથી. આ દવા મેળવવાનું સરનામું : દેવીકા મહાદેવીઆ પ્રોડકટ્સ ૪૩, હુસેન મેનોર, બમનજી પેટીટ રોડ, પારસી જનરલ હોસ્પીટલની ગલી, કેમ્પસ કોર્નર, મુંબઈ-૩૬. ૭૦) સાંજે સૂર્યાસ્ત પછી કપડા સૂકવવાની દોરી થોડી હલાવો જેથી માખીઓ તેના પર રાતવાસો ન કરે. રાતના સમયે દોરી ઉપર આવીને કોઈ ગરોળી માખીઓનું ભક્ષણ ન કરી જાય તે માટે આમ કરવું જરૂરી છે. ૭૧) દિવસે વાપરેલા પાણી કે રસોઈના વાસણો મંજાઈ કે ધોવાઈ ગયા પછી કોરા કપડાથી લૂંછી યોગ્ય ઊંધા મૂકી દેવા જોઈએ. તે વાસણ ભીનાં રહેવા ન જોઈએ. ૭૨) આગલા દિવસનું ગાળેલું પાણી પણ બીજા દિવસે ગાળીને જ વપરાય. ૭૩) લીંબુના ફૂલની બનાવટ મહાહિંસક છે. તેનો ઉપયોગ ટાળો. ખાંડના કારખાનામાંથી નીકળતા મોલાસીસમાં બેક્ટેરીયા નાંખીને તેને બનાવવામાં આવે છે. લીંબુના ફૂલ લીંબુમાંથી નથી બનતા. તે એક પ્રકારનો એસીડ છે. જે આંતરડામાં ઘણું નુકશાન કરે છે. ૭૪) મિઠાઈ ઉપર શોભા માટે કેસરનું પાણી છાંટેલું હોય તો મિઠાઈ બીજા દિવસે વાસી-અભક્ષ્ય બને છે. ૭૫) મેથી વગેરે ભાજીમાં નીચેના બે-ત્રણ પાંદડા અનંતકાય ગણાય છે. માટે તે છોડી દેવા. ૭૬) કાજુના બે ફાડીયા વચ્ચે પોલાણમાં ઈયળ હોવાની સંભાવના છે. તેથી ફાડીયા કર્યા વિનાના આખા કાજુ વાપરવા નહિ. ૭૭) ચોમાસામાં તે દિવસે ફોડેલી બદામ જ વાપરી શકાય. આગલા દિવસે ફોડેલી બદામ મિઠાઈ ઉપર ભભરાવાય જ નહિ. ચોમાસામાં આજની ફોડેલી બદામ મિઠાઈ ઉપર ભભરાવી હોય તે મિઠાઈ બીજા દિવસે અભક્ષ્ય બને. પરંતુ બદામ ઘીમાં શેકેલી હોય અથવા મિઠાઈમાં શેકાઈ ગઈ હોય તો બાધ નથી. ૭૮) નળવાળા માટલામાં નળનો ભાગ સતત ભીનો રહેવાથી તેમાં નિગોદ-લીલ થવાની સંભાવના છે. નળવાળા માટલાને સાંજે ખાલી કરીને નળમાંથી કપડું ૨૧ For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ આરપાર નાંખી નળનો અંદરનો ભાગ સાફ કરવો જોઈએ. નળવાળા માટલાને બદલે નળ વગરના માટલા અને પાણી લેવા માટે ડોયાની વ્યવસ્થા સર્વોત્તમ છે. ૭૯) વધારાના ઘડા-માટલા ઘરમાં રાખેલા હોય તેને કપડાના ટુકડા બાંધીને મૂકવા જોઈએ, અન્યથા તેમાં કરોળિયાના જાળા થઈ જવાની શક્યતા છે. ૮૦) એકના એક માટલામાં રોજ પાણી ભરવાથી લીલ થઈ જાય છે. તેથી પાણીના માટલા એકાન્તરે બદલી આગળના માટલાને ૨૪ કલાક સુધી સંપૂર્ણ સૂકાવા દેવા જોઈએ. ૮૧) ગ્લાસથી પાણી પીધા પછી તે ગ્લાસ પડાથી લૂંછી નાંખવો જોઈએ. લૂંડ્યા વગરનો એંઠો ગ્લાસ પાણીના માટલામાં નાંખવાથી માટલાના બધા પાણીમાં સંમૂર્છાિમ જીવો થવાની સંભાવના છે. માટલામાંથી પાણી લેવા માટે ડોયો રાખવાથી આ ભૂલ થાય નહિ. ૮૨) બળતણ માટેના લાકડા-કોલસા પૂંજીને જમીન પર ઠપકારીને પછી વાપરવા જોઈએ. કોલસાને વાપરતા પહેલા ચાળણીથી ચાળી લેવા જોઈએ. લાકડા સૂકા જ વપરાય. ૮૩) સ્મશાનમાં ચિતામાં બાળવા માટેના એક-એક લાકડાને વ્યવસ્થિત પૂંજી લેવા જોઈએ અને જમીન પર ઠપકારીને પછી જ વાપરવા જોઈએ. જમીન પર ઠપકારવાથી અંદર પોલાણમાં ભરાયેલી જીવાત બહાર નીકળી જાય છે. ૮૪) ચણાનો લોટ ચાળવા માટેની ચારણી અલગ રાખવી. તે જ ચારણીથી - જો ઘઉંનો લોટ ચાળવામાં આવે તો તે ઘઉંના લોટની રોટલી-પૂરી, દહીં-છાશ શ્રીખંડ સાથે ખાવાથી દ્વિદળ થાય. ૮૫) આજનો ચાળેલો લોટ આજે જ ઉપયોગમાં લેવાય, બીજા દિવસે લોટ ફરીથી ચાળવો પડે. ૮૬) છુંદા-મુરબ્બા પાકી ચાસણીમાં કરેલા હોવા જોઈએ. ૮૭) અનાજ-લોટ વગેરે ચાળવા માટે અલગ અલગ ચારણા ચારણી ઘરમાં હોવા જોઈએ અને તેની નીચે પ્રમાણે ઉપયોગ કરી શકાય : (૧) ઘઉનો ચારણો : ઘઉં, પૌંઆ, મમરા, દાળીયા, શીંગ, આખી સૂંઠ, ગંઠોડા, મોટા કઠોળ વગેરે ચાળવા માટે (૨) ચોખાનો ચારણો : મગ, ચોખા, જીરુ, મેથી વગેરે નાના દાણા માટે (૩) લોટની ચારણી : મસાલાના પાવડર તથા લોટ ચાળી શકાય. (૪) મેંદાની ચારણી : આમચુર વગેરે બારીક મસાલા તથા મેંદો ચાળવા માટે. (અલગ અલગ ચારણા રાખવાની કડાકૂટમાંથી બચવા અલગ અલગ જાળીવાળો ચારણો પણ બજારમાં મળે છે.) ૮૮) છંદ-મુરબ્બની બરણીના મોંઢા ઉપર એરંડીયું લગાવવાથી કીડીઓ થતી નથી. ૮૯) સચિત્ત મીઠું કોઈ પણ ખાદ્યપદાર્થમાં ઉપરથી નાંખીને વાપરવું નહિ. == ૨૨E For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ ૯૦) બહારના પાઉં, બિસ્કીટ વગેરે અભક્ષ્ય હોય છે. વાપરવા નહિ. આજની બનાવેલી ભાખરી બીજે દિવસે ન વપરાય, તો પછી અનેક દિવસો પહેલા બનેલા પાંઉ, બ્રેડ વગેરે કઈ રીતે વપરાય ? ૯૧) આઈસ્ક્રીમ, ચોકલેટ, કેડબરી, ચીઝ વગેરેમાં પ્રાણીજ દ્રવ્યો હોવાની સંભાવના છે, અભક્ષ્ય છે માટે વાપરવા નહિ. ૯૨) દૂધમાં નાંખીને વાપરવાના જાત જાતના પાવડરો બજારમાં મળે છે. તેમાં તે જ વર્ણની ઝીણી ઈયળો થઈ જવાની સંભાવના છે. બીજી રીતે પણ આ પાવડરો અભક્ષ્ય હોવાની શક્યતા છે. અભક્ષ્ય ન હોય તેવા ખાત્રીવાળા પાવડર પણ વાપરતા પહેલા ઈયળ ન હોય તેની બરાબર તપાસ કરવી. * જિનાલય સંબંધી જયણા કરી ૧) જિનાલયમાં ઈલેક્ટ્રીક સીટી ન જ જોઈએ, હોય તો દૂર કરવી. ૨) જિનાલય અંધારામાં ખોલાય નહિ, અંધારામાં પ્રક્ષાલ વગેરે થાય નહિ. ૩) જિનાલય ખોલીને તુરત જયણાપૂર્વક કાજો લેવો. ૪) ડેરીનું દૂધ વાસી છે. બેઈન્દ્રિય જીવ થઈ જાય. તેનાથી પ્રક્ષાલ ન જ થાય. ૫) પાણી પણ તે જ દિવસનું ગાળેલું વપરાય. બેફામ ઉપયોગ ન જ થાય. ૬) આગલા દિવસના ફૂલ વગેરે નિર્માલય મોરપીંછીથી ઉતારીને આજુબાજુનો પબાસણનો ભાગ પુંજણીથી જયણાપૂર્વક પુંજીને પછી જ પ્રક્ષાલ કરાય. ૭) ફલ વગેરે નિર્માલ્ય પ્રક્ષાલની ડોલમાં નંખાય નહિ. અલગ સ્થાને ધીમેથી મૂકાય. ૮) કેસર ઘસવાના ઓરસીયાને દરરોજ સાફ કરવો જોઈએ. તેની આસપાસ નિગોદ ન થાય તેની કાળજી રાખવી. ૯) પગ ધોવાના સ્થાને, પાણી ઢોળાવવાના સ્થાને તથા નમણ જ્યાં નંખાય તે કુંડીમાં લીલ ન થાય તેની કાળજી રાખવી. ૧૦) ધૂપસળી પ્રગટેલી હોય તો નવી ન પ્રગટાવાય. ૧૧) ઘીના દીવામાં ઘી પૂરતાં ઢોળાય નહિ તેમજ ઘીની બરણી મૂકવાના સ્થાને કીડી ન થાય તેની કાળજી રાખવી. ૧૨) ફળ નૈવેદ્ય એક જુદા ડબામાં મૂકવા, કીડીઓ ન ચડે તેની કાળજી રાખવી. ૧૩) દેરાસરમાં પ્રાયઃ કીડી મંકોડા હોય છે તેથી વારંવાર જોઈને ચાલવું જોઈએ. ૧૪) સ્નાત્ર વખતે નમણ માટે પ્લાસ્ટીકની પાઈપ રાખવી નહિ. તેમાં પાણી રહી જવાથી લીલ થાય છે. ૧૫) દહેરાસરજીમાં જવા આવવાના તથા આજુબાજુના રસ્તામાં લીલ ન થાય તેની ચોમાસા પહેલાં કાળજી લેવી જોઈએ. ૧૬) બીજાની આરાધનામાં વિક્ષેપ પડે તે રીતે મોટેથી ઘંટ ન વગાડાય. ૧૭) માઈના ભુંગળા, મોટેથી મૂકીને આજુબાજુના રહીશોને પણ માનસીક ત્રાસ ન અપાય. === ૨૩E For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ M.C. (Monthly course) નું પાલન થવું જ જોઈએ. ભારતીય સંસ્કૃતિમાં M.C. ના પાલનને ઘણું બધું મહત્ત્વ આપેલું છે. જૈન અજૈન ઋષિ મુનિઓએ પણ આ બાબત ઉપર ઘણો બધો ભાર મૂકેલો છે. પણ વર્તમાન પશ્ચિમની સંસ્કૃતિના ઝેરી પવનની અસરમાં આવેલી મોટા ભાગની બહેનો આ બાબતને ગણકારતી નથી. એટલું જ નહિ પણ, પોતાને મોડર્ન ગણાવતી બહેનો દ્વારા કોઈ બહેન M.C. નું પાલન કરતી હોય તો તેની ઠેકડી ઉડાડવામાં આવે છે. તેને વેદિયણ કહીને ચીડવવામાં આવે છે અને એક ચાલી આવતી પવિત્ર પરંપરાનો નાશ કરવામાં આવી રહ્યો છે. પણ એ બહેનને ખબર નથી કે, આના દ્વારા કેટલી મોટી હોનારતનો તે ભોગ બની રહી છે. M.C. ના પાલનની પાછળ એક જોરદાર સાયન્સ ગોઠવાયેલું છે. તે દિવસો દરમ્યાન છૂટતા વાયબ્રશનો એટલી હદે ઝેરી હોય છે કે, તેની અસર વડીઓ, પાપડ તથા અથાણાં ઉપર સહજ રીતે થતી હોય છે. માણસોની બુદ્ધિને ભ્રષ્ટ કરે છે. વર્તમાનમાં વધેલા પાપોના મૂળમાં M.C. નું અપાલન તે પણ એક મોટું કારણ છે. જેમના ઘરમાં આ બાબતની ઘોર ઉપેક્ષા થાય છે, તેમના ઘરમાં કોઈને કોઈ મુશ્કેલીઓ આવ્યા વિના રહેતી નથી. છેવટે સહુના મન તો અશાંત અને ઉગ બને છે. હાથે કરીને વિનાશની ઘોર ખોદતા આ પાપથી સહુએ દૂર રહેવું જોઈએ.ગમે તેટલી મુશ્કેલી આવે તો પણ તેને સહન કરીને આ બાબતનું પાલન થવું જોઈએ. વર્તમાનમાં આયર્લેન્ડ, ન્યુઝીલેન્ડ, લેબેનોન, જર્મની, ફ્રાન્સ વગેરે દેશોની કેટલીક જાતીઓમાં તો અતિ ચુસ્તપણે તેનું પાલન થઈ રહ્યું છે. જમાનાનો પ્રવાહ ગમે તે તરફ જતો હોય પણ આર્યદેશની પવિત્ર નારીઓએ આ પવિત્ર પરંપરા જાળવવી જ જોઈએ. ' અ-પાલનથી થતા નકસાનો છે (૧) ઘરમાંથી દેવતત્ત્વની વિદાય તો થાય છે પણ ઘરમાં રહેલ દેવસ્થાનની આશાતનાથી ઘણી મોટી ખાના ખરાબી થાય છે. (૨) માનસીક + શારીરિક અસ્વસ્થતા પેદા થશે. સતત ચિંતા, ભય, શોકથી ઘેરાતા જશો, શરીર પણ રોગગ્રસ્ત બનશે. (૪) અવાર નવાર આપત્તિઓના ભોગ બનવું પડશે. (૫) આર્થિક પાયમાલીના ભોગ બનવું પડશે. કૌટુંબિક સંઘર્ષો અને સંકલેશોના ભોગ બનવું પડશે. (૭) પૂણ્ય જોર કરતું હશે તો બીજા બધા સુખોની વચ્ચે પણ જીવન ભયાનક પાપમય બનશે અને ભવાંતરે દુર્ગતિ લમણે ઝીંકાશે. સાધુ-સંતોના પાત્રમાં એ દુષિત અન્ન વહોરાવવાથી કેટલો મોટો અનર્થ સર્જાય તે તમારે વિચારવું. For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ * ગર્ભ હત્યા એટલે માતૃત્વનું ખૂન * ગર્ભપાત એટલે માનવ સમાજ ઉપર લાગેલું કાળું કલંક ગર્ભપાત એટલે પંચેન્દ્રિય જીવની ક્રુરતા ભરેલી હત્યા. ગર્ભપાત એટલે હૃદયમાં વહેતી કરૂણામૈયાનું ખૂન. ગર્ભપાત એટલે નરી શેતાનીયતનું ક્રૂર પ્રદર્શન. માતાના ઉદરમાં વિકસતા બાળકનું ખૂન કરે તો તેને ગર્ભપાત કહેવામાં આવે છે અને તે જ બાળકની બહાર આવ્યા પછી હત્યા કરવામાં આવે તો ખૂનનો ગુનો લાગુ પડે છે. કેવો મૂર્ખતા ભરેલો ક્રૂર કાયદો આ પાપી સરકારે બનાવ્યો છે ? આ કાયદાની ઢાલ આગળ કરીને ધનલંપટ એવા ડૉક્ટરો રૂા. ૫૦૦=૦૦ માં પાંચ લાખ બચાવો. ‘ગર્ભપાત કાયદેસર છે.’ ‘તમારી વાત ખાનગી રહેશે.’ ‘માત્ર બે કલાકમાં બહાર' વગેરે વગેરે ભ્રામક સ્લોગનો દ્વારા પ્રચાર માધ્યમોનો પુર બહારમાં ઉપયોગ કરીને ભયાનક કુરતાથી નાના કુમળા છોડવાઓ બહાર આવે તે પહેલાં જ ગર્ભમાં જ તેનો નાશ કરી રહ્યા છે. જ ક્યાંક ભૂખને લીધે તો મહદઅંશે ભોગાંધ બનેલ સમાજમાં આ ક્રુરતાની પરાકાષ્ઠાએ ઘેરો ઘાલ્યો છે. અનેક નારીઓએ (ભોગના માર્ગે જઈને) ક્રુરતાનો આ કલંકિત રાહ અપનાવ્યો છે. દર વરસે નવ કરોડ કુમળા માસુમ કુસુમો ખીલે તે પહેલાં જ માતાના ઉદરમાં ડૉ. ના ચીપીયાઓ કે ચપ્પાઓ વડે ચીરાઈ જાય છે, ચુંથાઈ જાય છે. જે ધરતી પર કીડીયારા પૂરાતાં હતાં, પારેવાને ચણ અને પાંજરાપોળોએ ચારો નંખાતો હતો અને મહોલ્લામાં વિયાયેલી કુતરીને પણ શીરો ખવડાવવામાં આવતો હતો એ કરૂણાન ભારતની ભૂમિ ઉપર ભયાનક હિંસાનું તાંડવ શરૂ થયું છે. લાખો પશુઓની કતલ તો સવાર પડે અને થતી હતી. પણ હવે તો રોજે રોજ હજારો બાળકોને ગર્ભમાં રહેંસી નાખવામાં આવે છે. માનવ સમાજ માટે આનાથી બીજું મોટું કલંક શું હોઈ શકે ? દીકરી આવી એટલે તો પતી જ ગયું. દીકરીને દૂધ પીતી કરવાના ક્રૂર રિવાજે ફરી પાછો આ સમાજનો ભરડો લીધો છે. સોનોગ્રાફીના સાધને તો દાટ વાળી દીધો છે. પણ માતા પોતે જ ડાકણ બને પચી કોને કહેવું ? માતા જ પોતાના માતૃત્વને હણવા તૈયાર થઈ છે, ગર્ભમાં આવેલી દીકરીને હણનારી નારી જ જ્યાં નારીતેવનું ઘોર અપમાન કરવા તૈયાર થઈ હોય ત્યાં કોને કહેવું ? બેન ! તું પણ દીકરી તરીકે ગર્ભમાં આવી તે વખતે તેરી માતાએ કુરતા આચરી હોત તો તારું આજે અસ્તિત્વ આ ધરતી પર રહેત ? સરકાર કે ડૉક્ટરની ભ્રામક વાતો અને પ્રચારોથી કોઈ અંજાશો નહિ, જે ક્ષણે સ્ત્રી ગર્ભધારણ કરે છે તે ક્ષણથી જ તેમાં જીવ આવી જાય છે અને વિકાસ પામતો જાય છે. “હજુ તો માત્ર માંસનો લોચો છે. તેને કાઢી નાખવામાં શું પાપ છે ? બે ત્રણ અઠવાડિયા પછી જીવ આવે છે” તેવી ભ્રામક વાતો કરીને ડૉક્ટરો ભોળી સ્ત્રીઓને ૨૫ For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ભ્રમણામાં નાંખીને ધનની કારમી લાલસાના પાપે પોતાના જીવનકાળ દરમ્યાન અનેક પંચેન્દ્રિય જીવોની દૂર કતલ કરે છે. પોતે તો અનંતકાળ સુધી નારક, પશુ વગેરે દુર્ગતિઓમાં ભમે છે, પણ આ ગોઝારી હત્યા કરાવનારી બહેનો પણ અનંતકાળ સુધી દુર્ગતિઓમાં રખડી રખડીને તેમનો સંસાર વધારે છે. 'ધ સાયલન્ટ ક્રીમ - મુંગી ચીસ' નામની વિડીયો કેસેટમાં ગર્ભપાત્ સમયે થતી બાળકની ભયાનક યાતનાઓ ભરી સ્થિતિ જોઈને અમેરિકાના પ્રમુખ ડૉ. રેગન પણ ધ્રુજી ઉઠ્યા હતા. આ મહાપાપથી આજ ભવમાં મનની ભારે અશાંતિ, શારીરિક રોગો, ઉદ્વેગો વગેરે અનેકવિધ યાતનાઓના ભોગ એક બાળકના અંતિમ નિઃસાસાઓથી બનવું પડે છે. તુલસી હાય ગરીબકી કભી ન ખાલી જાય. તો પછી આવા નાનકડા કુસુમોને જે કુમળી વયે કચડી નાખે છે, રહેંસી નાંખે છે તેની શી હાલત થાય ? વિચારજે. | યાદ રાખો : આ અતિ ઘોર પાપ છે. જે તમારા જીવનને ભરખી નાખશે. જીવનની શાંતિ હણી લેશે. (૧) દરેક બહેનો દઢ સંકલ્પ કરે કે, આ મહાપાપ તો ક્યારેય કોઈપણ સંજોગોમાં નહિ કરીએ. (૨) જમાનાવાદના રવાડે ચડવું નહિ. (૩) જીવનને શીલ અને સદાચારની સુવાસથી મઘમઘાયમાન બનાવવું. (૪) પુરૂષો તરફના કોઈપણ પ્રલોભનોના ભોગ બનવું નહિ. (૫) દરેક માતા-પિતાઓ સ્કુલ, કોલેજોમાં જતી પોતાની વ્હાલસોયી દીકરીની પૂરેપૂરી કાળજી રાખે. [ પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોને. વહોરાવતી વખતે લેવાની કાળજી ) સ્પે. આધાકર્મી ગૌચરી મ. સાહેબને ઉદ્દેશીને નિષ્કારણ બનાવવી નહિ. રસોઈ બનાવતી વખતે મ. સાહેબને નજરમાં રાખીને વધુ ન બનાવાય. કોઈ મહારાજ સાહેબ કારણે બનાવવાનું કહે તો તેમની જરૂર પૂરતું જ બનાવાય, વધારે ન બનાવવું. ૩) રોટલી ખાખરા વગેરે ચોપડવા માટે ઘી ગરમ ન કરાય, ચોપડતી વખતે છાંટા ન ઉડ તેની કાળજી રાખવી. પૂ. મ. સાહેબ પધારે ત્યારે લાઈટ, પંખા, ટી.વી. જે સ્થિતિમાં હોય તે સ્થિતિમાં રાખવા, બંધ ચાલુ ન કરાય. ૫) શાકભાજી, ફુટ વગેરે વનસ્પતિ, કાચુ પાણી, અગ્નિ વગેરેને અડીને હોરાવાય નહિ. ૬) બજારની મિઠાઈ, ફરસાણ, બિસ્કીટ, ચોકલેટ વગેરે ક્યારેય હોરાવાય નહિ. ૭) ફ્રીજમાં પડેલી વસ્તુ બિલકુલ હોરાવાય નહિ. For Persbe date Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ ટાઈમના ટંક પૂરા ન થયા હોય તો વ્હોરાવાય નહિ. ૯) દુધ-ઘી વગેરે ઢોળાય નહિ તેની ચોક્કસપણે પુરતી કાળજી લેવી. ૧૦) મ. સાહેબ પધારે ત્યારે ઉતાવળા થી દોડાદોડી ન કરવી. ૧૧) ગરમ દૂધ વગેરે ફૂંક મારીને વ્હોરાવાય નહિ. ૧૨) ગર્ભવતી સ્ત્રીએ ૭ માસ પછી વ્હોરાવવા ઊભા થવાય નહિ. ૧૩) ધાવતા બાળકને બાજુ ઉપર મુકીને વ્હોરાવાય નહિ. ૧૪) વ્હોરાવતાં પહેલાં હાથ ધોવાય નહિ. ૧૫) એંઠા હાથે વ્હોરાવાય નહિ. ૧૬) મ. સાહેબ માટે ટામેટા, કોથમીર વગરનું સ્પે. અલગ બનાવવું નહિ. પણ ટામેટા વગેરે નાંખતા પહેલાં અલગ કાઢી લેવાય. વર્તમાન દેશકાળ અનુસારે ધાર્મિકતાની સાથે ને સાથે માનવતાને પણ પ્રાથમિકતા આપો. મહાવીર ખીચડીઘર લક દેશનું અર્થતંત્ર એવા પ્રકારે ગોઠવાયેલું છે કે શ્રીમંતો વધુ શ્રીમંતો બનતા જાય છે અને ગરીબો દિન-પ્રતિદિન વધુને વધુ ગરીબ બનતા જાય. વધારામાં મલ્ટીનેશનલ કંપનીઓનું આગમન અને કોમ્પ્યુટર વગેરેની ટેકનોલોજીએ અતિ ભારે બેકારીનું સર્જન કર્યું. ખંધા અને સ્વાર્થાંધ રાજકારણીઓ અને વેપારીઓની સાંઠગાંઠે ઉપરા ઉપર ભાવ વધારો ઝીંકે રાખ્યો. આવી ગરીબી, બેકારી અને મોંઘવારીના ખપ્પરમાં જો મધ્યમ વર્ગ હોમાઈ ગયો હોય, ‘ત્રણ સાંધે ને તેર તૂટે’ તેવી પરિસ્થિતિ સર્જાઈ હોય, તો પછી જે લોકો કાળઝાળ ગરીબીની આગમાં શેકાઈ રહ્યાં છે. જેમને ઉપર આભ અને નીચે ધરતી સિવાય કોઈ આસરો નથી. જેમના પેટ પાતાળે ગયા છે, આંખો ઉડી ગઈ છે, હાડપિંજરો ચામડી ભેદીને જાણે બહાર આવી રહ્યા છે, અપોષણને લીધે જેઓ અનેક રોગોના ભોગ બન્યા છે. ટેન્શનોને લીધે જેઓ અનેકવિધ મનોયાતના ભોગવી રહ્યા છે. આ પરિસ્થિતિમાં માનસેવા એ પ્રથમ કર્તવ્ય છે. ઠેર ઠેર અન્નક્ષેત્રો ખોલવાની અત્યારે તાતી જરૂર છે. પૂજ્યપાદ પંન્યાસપ્રવર શ્રી ચન્દ્રશેખરવિજયજી મ. સાહેબની શુભ પ્રેરણાથી મુંબઈ, સુરત, અમદાવાદના અનેક વિસ્તારોમાં શ્રી મહાવીર ખીચડીઘરો શરૂ થયેલ છે. જે દ્વારા દર રવિવારે ઝુંપડપટ્ટી વિસ્તારોમાં તેનું વિતરણ થાય છે. ભગવાન મહાવીર સ્વામીનો જયઘોષ કરાવતાં કરાવતાં આ વિતરણ થાય છે. ગામે ગામ આવા ખીચડીઘરો શરૂ કરવાનો સમય પાકી ગયો છે. પ્રચંડ પુણ્યકર્મનો બંધ કરાવી આપનાર આ આયોજન સહુ સંઘો શરૂ કરે તો ખુબ સુંદર પ્રભુના શાસનની પ્રભાવના થાય. તે દરિદ્રનારાયણો પણ જિનધર્મની અનુમોદના દ્વારા આગામી સમયમાં જિનધર્મનું રીઝર્વેશન કરાવી શકે. ગરીબોની દુવા તમારા જીવનને પણ સુખ-શાંતિ અને સમાધિથી ભરી દેશે. બસ તું મને એટલું પરવર દિગાર દે, જે મળે, જયાં મળે, બીજાનો વિચાર દે. અમદાવાદ સમ્પર્કઃ કિરીટભાઈ શાહ (રેવા સંઘ-વાસણા) ૯૨૨૭૪૨૭૫૭૩ ૨૭ For Persona Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ( માતાપિતાની છત્રછાયા) હયાત માતા-પિતાની છત્રછાયામાં વહાલપણમાં બે વેણ બોલીને, નીરખી લેજો. હોઠ અડધા બિડાઈ ગયા પછી મોઢામાં ગંગાજળ મૂકીને શું કરશો.. ? અંતરના આશીર્વાદ આપનારને સાચા હૃદયથી એક ક્ષણ ભેટી લેજો. હયાતિ નહીં હોય ત્યારે નત મસ્તકે છબીને નમન કરીને શું કરશો...? કાળની થપાટ વાગશે, અલવિદા એ થઈ જશે, પ્રેમાળ હાથ પછી, તમારા ઉપર કદી નહીં ફરે. લાખ કરશો ઉપાય, તે વાત્સલ્ય લહાવો નહીં મળે પછી દિવાનખંડમાં, તસવીર મૂકીને શું કરશો ? માતા-પિતાનો ખજાનો, ભાગ્યશાળી સંતાનને મળે અડસઠ તીરથ તેના ચરણોમાં, બીજા તીરથ ના કરશો. સ્નેહની ભરતી આવીને ચાલી જશે પલમાં પછી કિનારે છીપલા વીણીને શું કરશો ? હયાત હોય ત્યારે, હૈયું તેનું ઠારજો, પાનખરમાં વસંત આવે, એવો વ્યવહાર રાખજો. પંચભૂતમાં ભળી ગયા પછી, આ દેહના, અસ્થિને ગંગામાં પધરાવીને શું કરશો ? શ્રવણ બનીને ઘડપણની લાકડી તમે બનજો ? હેતથી હાથ પકડીને કયારેક, તીર્થ સાથે ફરજો. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, સનાતન સત્ય છે, પછી રામનામ સત્ય છે બોલીને શું કરશો ? પૈસા ખર્ચતાં સઘળે મળશે, મા-બાપ નહીં મળે, ગયો સમય નહીં આવે, લાખો કમાઈને શું કરશો? પ્રેમથી હાથ ફેરવીને, “બેટા' કહેનાર નહીં મળે, પછી ઉછીનો પ્રેમ લઈને, આંસુ સારીને શું કરશો ? ભૂલો ભલે બીજુ બધું મા-બાપને ભૂલશો નહિ. બટુકભાઈ સી. બોટાદરા = ૨૮ For Perso v ate Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ જીવનવૃત્ર | ૧. સુખ નામનો પદાર્થ પારા (Mercury) જેવો લીસ્સો, સુંવાલો અને ચંચળ છે. સ્પર્શાય તે પહેલાં છટકી જાય છે. | ૨. સુખ પતંગીયા જેવું છે. પાછળ પડશો તો છટકી જશે અને શાંતિથી બેસશો તો ક્યાંકથી આવીને તમારા ઉપર બેસશે. ૩. અમૃતના આચમનની એક ચમચી મળે ત્યાં ચાર ઘડા દરિયાના ખારા પાણી પીવા મળે તેનું નામ સંસાર. ૪. એકનું એક દુઃખ સંવેદનશીલ માણસને વધુ લાગે, સમજશીલ માણસને ઓછું લાગે છે. ૫. દુઃખ અનિવાર્ય હોઈ શકે, પણ દુઃખી થવું અનિવાર્ય નથી. ૬. સુખ જ્યારથી સરખામણીની સીડી ચડે ત્યારથી ઓછું લાગે છે. ૭. મુશ્કેલીનું જે કેલી (આનંદ) માં અને પીડાનું જે ક્રિડામાં રૂપાંતર કરે તે મરદ માણસ. ૮. જે ગમે છે તે ન હોય, ત્યારે જે છે તેને ગમાડી લેશો. સુખાનુભુતિ થશે. ૯. જીવનને માપવું જ હોય તો શક્તિ અને સમ્પત્તિથી નહિ શાંતિથી માપજો. ૧૦. જીવનની સાધના કરનારે ફરીયાદો ક્યારેય ન કરવી. સહન કરવું એ તપ છે, સાધના છે. ૧૧. સમયને ભલે ગોઠવો, પણ પછી સમયમાં ગોઠવાઈ જશો. ૧૨. એટેકના દર્દી જેમ સોર્બટટ સાથે લઈને ફરે, તેમ પાપના એટેકથી બચવા વિવેક સાથે જોઈએ. ૧૩. પુસ્તકની ધૂળ ખંખેરવામાં ક્યારેક જીવન પર જામેલી ધળ ખંખેરાઈ જાય છે. ૧૪. ભૂખ્યાને અન્ન આપવાની જેટલી જરૂર છે તેના કરોભરેલા પેટવાળાને સારુ મન આપવાની વધુ જરૂર છે તેવું તમને નથી લાગતું ? ૧૫. વડીલ તરીકે તમે જ્યારે બીજાને કચડો છો, નાહકના ગુસ્સાથી ચૂપ કરી દો છો, ત્યારે તમે તેમને અન્યાયનું આચરણ કરવાનું પણ સાથે સાથે શીખવી દો છો. ૧૬. ગુણવાન વ્યક્તિની નિંદાનો ઢાળ બનવું તે તિર્યંચ ગતિનું કારણ બને. ગુણવાન વ્યક્તિની નિંદાની ઢાલ બનવું તે સ્વર્ગનું કારણ બને. ૧૭. હસ્તમિલાપની ક્ષણે હૃદયમિલાપ થાય તો જ લગ્નજીવન ટકે. ૧૮. આપતા રહો. આપતા રહેશો તો મળતું રહેશે. શૂન્ય વાવશો તો હજાર ગણું શૂન્ય રહેશે. થોડો પણ ત્યાગ ન કરનારને આનંદની અનુભૂતિ કેવી રીતે થશે? એમ થવાશે ન્યાલ થોડામાંથી થોડું સૌને યાર વહેંચતો ચાલ (૨) “મારું તારું”ની મૂકી દે સાવ બધી મોકાણ મજિયારી છે સઘળી મિલક્ત સત્ય એટલું જાણ ખુદની ચિંતા જેમ હૃધ્યમાં રાખ બીજનો ખ્યાલ, એમ થવાશે ન્યાલ. કોઈનો રાજીપો દેખીને રાજી ખુદને રાખ, ઈર્ષાના અક્ષર મનમાંથી જલદી ભૂંસી નાખ. ક્યાંય ન ઉગે નફરત, તું બસ વાવ એકલું વહાલ, એમ થવાશે ન્યાલ. - કિરીટ ગોસ્વામી ૨૯ For Personeerivate Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ તપોવન સાબરમતી સંતાનો હોવાં એ કંઈ ગૌરવની વાત નથી, પણ સંતાનો સંસ્કારી હોવા એ ગૌરવની વાત છે. ગુલાબના છોડ જંગલમાં ય ઉગે છે, શહેરના બગીચામાં ઉછરે છે અને કોઈના ઘરના કૂંડામાં ય ઉછરે છે. પણ Rose-Nursery માં જે છોડ ઉછેરવામાં આવે છે તેની તો મજા કોઈ ઓર જ હોય છે કેમકે નર્સરીમાં તેની જે રીતે માવજત થાય છે એવી માવજત બીજે ક્યાંય થતી નથી. બાળકોનું પણ કાંઈક આવું જ છે, કેટલાંક બાળકો ફૂટપાથ ઉપર દુઃખના જંગલ વચ્ચે ઉછરે છે, કેટલાંક બાળકો હોસ્ટેલો, અનાથાશ્રમો વગેરે સ્થાનોમાં દૂષણોના જંગલમાં અને કેટલાંક બાળકો ઘરમાં દોષોના જંગલમાં મોટા થાય છે. કેમકે વર્તમાનમાં મોટા ભાગનાં માબાપો દ્વારા બાળકોની ઘોર ઉપેક્ષા થઈ રહી છે અને વધારામાં T.V. તથા ચેનલોના ભયંકર આક્રમણે બાળકોના જીવનને હતપ્રભ કરી નાખ્યું છે. હવે માત્ર એક જ ઉપાય છે તપોવન. જે એક Rose-Nursery જેવી Child-Nursery છે, જ્યાં મૈત્રીનું પાણી અને ભક્તિનું ખાતર નાંખીને તેના જીવનને પવિત્રતાના પુષ્પોથી મઘમઘાયમાન કરવામાં આવે છે. તો તમારા બાળકોને સત્વરે તમો દાખલ કરો. બાળકોની વ્હાલી ગુરુમા પ.પૂ. પંન્યાસપ્રવર શ્રી ચન્દ્રશેખરવિજયજી મ. સાહેબ ના સમર્પિત શિષ્યરત્નો મનિશ્રી હંસદીતિવિજયજી મ. સાહેબ અને મનિશ્રી ભવ્યકીર્તિવિજયજી મ. સાહેબ દ્વારા સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે. મુનિ હંસબોધિવિજયજી * * ક્યાં મળે છે ઉંચા સંસ્કારોની સાથે ઉચું શિક્ષણ ઈ.સ. ૧૯૯૮માં કિંજલ શાહ ધો. ૧૦ માં બોર્ડમાં છઠ્ઠા ક્રમે આવેલ. ઈ.સ. ૨૦૦૧ માં ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં રિકેન શાહ રાજ્યમાં દશમા ક્રમે અને ગાંધીનગર જિલ્લામાં પ્રથમ ક્રમે પાસ થયેલ છે. સાથે સાથે દર્શન, પ્રિયંકા અને પ્રતિક શાહે જિલ્લામાં પ્રથમ દશ (Top Ten) માં નંબર લાવી ચારેય બાળકોએ સંસ્થાને ચાર ચાંદ લગાવ્યા છે. છેલ્લા દસ વર્ષથી બોર્ડમાં ૧૦૦ % રીઝલ્ટ આવે છે. આ સંસ્થા ડોનેશન વગેરેના ભ્રષ્ટાચારથી એકદમ પર છે. અહીં તો ઈન્ટરવ્યુમાં પાસ થાય તેને પ્રવેશ અપાય છે. નીતિનિયમો તથા ફી માટે સંસ્થાના એડ્રેસ ઉપર સંપર્ક સાધી શકાશે. તમારા લાડલાના આ સેઈફ ડીપોઝીટ વોલ્ટ સ્વરૂપ તપોવનમાં દાખલ કરો અને તેના ભાવિને સુરક્ષિત કરો. ૩૦. For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ પરમ શાસનપ્રભાવક પૂજયપાદ પંન્યાસપ્રવર શ્રી ચન્દ્રશેખર વિજયજી મ. સાહેબ પ્રેરિત અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષક દળના માધ્યમથી મુનિશ્રી હંસબોધિ વિજયજી મ. સા. ના માર્ગદર્શન હેઠળ 'વર્ધમાન સાઘર્મિક ભક્તિ કેન્દ્ર સં. ૨૦૧૭થી શરૂ થયેલ છે. આ કેન્દ્ર અન્વયે સમગ્ર અમદાવાદના તમામ જરૂરિયાતમંદ સાધર્મિકોના બાળકોની એજ્યુકેશન ફીની વ્યવસ્થા સાધર્મિક ભક્તિ સ્વરૂપે ચાલુ થયેલ છે. દર વરસે પર્યુષણ પછી ફોર્મ બહાર પડે છે. ત્યાર બાદ સર્વે કરીને - ભક્તિ કરવામાં આવે છે. ઉદારદિલ દાતાઓ આ કાર્યમાં વિશેષ દાનનો લાભ લેશે તો મેડીકલ સહાય અને અનાજ વગેરેની ભક્તિ કરવામાં આવશે. સંપર્ક : મુકેશભાઈ પટેલ-૯૭૨૭૨૩૫૦૩૫ આ અખીલ ભારતીય સંસ્કૃતિ રક્ષક દળ પેઢી-પાલડી : (૦૭૯) ૨૬૬૪૧પપ૮ આચાર્યદેવ શ્રીમવિજય પ્રેમસૂરીશ્વરજી ૨મદત પાડી પ્રેરણાદાતા-પૂ. પાદ પં. પ્રવર શ્રી ચન્દ્રશેખરવિજયજી મ. સા. તથા પૂ. મહાનંદાશ્રીજી મ. સા. સૌજન્યઃ સ્વ. સુભદ્રાબેન કાંતિલાલ પ્રતાપસી. * સંયોજક મુનિશ્રી જિતરક્ષિતવિજયજી સંસ્કૃત પાઠશાળા (સાબરમતી પાસે) ની આ છે કેટલીક વિશેષતાઓ હંમેશ વિદ્વાન ગર ભગવંતોનો સત્સંગ વિદ્વાન પંડિતો અને સાધુભગવંતો દ્વારા પંચપ્રતિકમણ, નવસ્મરણ, પ્રકરણ, ભાષ્ય, કર્મગ્રંથ, સંસ્કૃત, પ્રાકૃતબક, વ્યાકરણ, ન્યાયદર્શન વગેરેનો અભ્યાસ • માસિક વિશિષ્ટ સ્પર્ધાઓ તથા અભ્યાસ ઉપર આકર્ષક પુરસ્કારો (સ્કોલરશીપ) • કપ્યુટર કલાસીસ • અંગ્રેજી, નામ, વિવિધ સ્પર્ધાઓ, પૂજનો, સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે તથા ૭ ક્ષેત્રોની વ્યવસ્થા શિખવાડાશે. • રહેવાજમવાનું સંપૂર્ણ જી. પાઠશાળાનો શિક્ષક બધા ક્ષેત્રમાં હોંશિયાર બનાવીને સારો સંઘનો કાર્યકર બનશે. ખૂબ જ મર્યાદિત સંખ્યામાં પ્રવેશ આપવાનો છે. : ફોર્મ મેળવવાનું સ્થળ ) તપોવન સંસ્કાર પીઠ- મુ. અમિયાપુર, પો. : સુઘડ, તા. જિ. ગાંધીનગર - ૩૮ર ૪૨૪. અ.ભા. સંસ્કૃતિ રક્ષક દળ - ર૭૭૭, નીશાપોળ, રિલીફ રોડ, અમદાવાદ. ફોન : ર૫૩૫૬૦૩૩, ૨૫૩૫૫૮ર૩ પાઠશાળાનું સ્થળ તપોવન સંસ્કાર પીઠ ફોન : ર૩ર૭૬૯૦૧, ર૩ર૭૬૯૦ર મોબાઈલ : ૯૪૨૬૦૬૦૦૯૩ ( ૩૧ For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ પરમ શાસનપ્રભાવક પૂજયપાદ પંન્યાસપ્રવર શ્રી ચન્દ્રશેખર વિજયજી મ. સાહેબા પ્રેરિત અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષક દળના માધ્યમથી મુનિશ્રી હંસબોધિ વિજયજી મ. સા. ના માર્ગદર્શન હેઠળ (વર્ધમાન સાહસિઁક ભક્તિ કેન્દ્ર સં. ૨૦૬૭થી શરૂ થયેલ છે. આ કેન્દ્ર અન્વયે સમગ્ર અમદાવાદના તમામ જરૂરિયાતમંદ સાધર્મિકોના બાળકોની એજ્યુકેશન ફીની વ્યવસ્થા સાધર્મિક ભક્તિ સ્વરૂપે ચાલુ થયેલ છે. દર વરસે પર્યુષણ પછી ફોર્મ બહાર પડે છે. ત્યાર બાદ સર્વે કરીને ભક્તિ કરવામાં આવે છે. ઉદારદિલ દાતાઓ આ કાર્યમાં વિશેષ દાનનો લાભ લેશે તો મેડીકલ સહાય અને અનાજ વગેરેની ભક્તિ કરવામાં આવશે. સંપર્ક : મુકેશભાઈ પટેલ-૭૨૭૨૩૫૦૩૫ અખીલ ભારતીય સંસ્કૃતિ રક્ષક દળ, પેઢી-પાલડી ઃ (૦૭૯) ૨૬૬૪૧૫૫૮ આચાર્યદેવ શ્રીમદવિજય પ્રેમસૂરીશ્વરજી 'સીક્કત પાઠશાળા પ્રેરણાદાતા-પૂ. પાદ પં. પ્રવર શ્રી ચન્દ્રશેખરવિજયજી મ. સા. તથા પૂ. મહાનંદાશ્રીજી મ. સા. સૌજન્યઃ સ્વ. સુભદ્રાબેન કાંતિલાલ પ્રતાપસી. * સંયોજક મુનિશ્રી જિતરક્ષિતવિજયજી સંસ્કૃત પાઠશાળા(સાબરમતી પાસે) ની આ છે કેટલીક વિશેષતાઓ • હંમેશવિદ્વાન ગુરુ ભગવંતોનો સત્સંગ વિદ્વાન પંડિતો અને સાધુભગવંતો દ્વારા પંચપ્રતિકમણ, નવસ્મરણ, પ્રકરણ, ભાષ્ય, કર્મગ્રંથ, સંસ્કૃત, પ્રાકૃતબક, વ્યાકરણ, ન્યાયદર્શન વગેરેનો અભ્યાસ • માસિક વિશિષ્ટ સ્પર્ધાઓ તથા અભ્યાસ ઉપર આકર્ષક પુરસ્કારો (સ્કોલરશીપ) • કપ્યુટર ક્લાસીસ • અંગ્રેજી, નામું, વિવિધ સ્પર્ધાઓ, પૂજનો, સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે તથા ૭ ક્ષેત્રોની વ્યવસ્થા શિખવાડાશે. • હેવાજમવાનું સંપૂર્ણ જી. • પાઠશાળાનો શિક્ષક બધા ક્ષેત્રમાં હોંશિયાર બનાવીને સારો સંઘનો કાર્યકર બનશે. ખૂબ જ મર્યાદિત સંખ્યામાં પ્રવેશ આપવાનો છે. : ફોર્મ મેળવવાનું સ્થળ તપોવન સંસ્કાર પીઠ- મુ અમિયાપુર, પો. સુઘડ, તા. જિ. ગાંધીનગર - ૩૮ર ૪૨૪. અ. ભા. સંસ્કૃતિ રક્ષકદળ - ર૭૭૭, નીશાપોળ, રિલીફ રોડ, અમદાવાદ. ફોન : ૨૫૩૫૬૦૩૩, ૨૫૩૫૫૮ર૩ પાઠશાળાનું સ્થળ તપોવન સંસ્કાર પીઠ ફોન : ર૩ર૭૬૯૦૧, ર૩ર૭૬૯૦ર મોબાઈલ : ૯૪ર૬૦૬૦૦૯૩ For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ ‘સાંભળો પશુતણો પોકાર - થશે અવશ્ય આપણો ઉદ્ધાર', સાંભળજો, કરમકહાણી, પશુઓના હૈયાની વાણી, પાપ કર્યા અને પૂર્વજનમમાં, પામ્યા પશુનો અવતાર, હાલ અમારા હડધુત જેવા, દુખતણો નહિ પાર, જગ્યાથી મરતાં સુધી, પીડા અમે કારમી વેઠી (1) સાંભળજો... જનમિએ જો અમે બોકડા રૂપે, થઈએ પાડા કે ઘેટાં, માલિક અમને વેચી મારે, યા મોકલે ઘરથી છેટાં, માતાથી વિખુટા પડીએ, મનમાંને મનમાં રડીએ (2) સાંભળજો... પોષણ પૂરુ મળે નહિને તેથી પડીએ અમે બિમાર, રોતા રોતા પીડા સહીયે કેવી રીતે તમને કહીએ, મર્યા પછી પણ કામ આવે એવી છે કાયા અમારી, સેવા અમે ખુબ કરીએ, જીંદગી આ તમને ધરી છે... (3) સાંભળજો... કામઆપે એવાં હોઈએ તો સૌ ઘેર અમને રાખે, થોડુ ખવરાવે ને કામ લે ઝાઝું, અમને નીચોવી નાખે, ઘરડા અમે થઈએ જ્યારે, ગોટલા જેમફેંકી દે ત્યારે (4) સાંભળજો... માનવતા, જો હોય હૃદયમાં, ભાળ અમારી લેજો, માંદા, મૂંગા ને ખોડા જીવોને, ખુબ કરૂણા દેજો, ઝાઝામાંથી થોડું દઈને, અમારી સહાયમાં રહેજો (5) સાંભળજો... ઠરશે અમારી આંતરડીને, આશિષ તમને મળશે, સારી સારી જે ઈચ્છા તમારી, બધી બરાબર ફળશે, જીવનમાં શાંતિ છવાશે, લોકમાં ગુણ ગવાશે. એ પ.પૂ.પં.શ્રી જિનસુંદરવિજયજી મ.સા.ની પ્રેરણાથી -: સ્નેહભર્યુ સૌજન્ય :ઠડ્યાણમિત્ર પરિવાર આંબાવાડી - અમદાવાદ. Kalp : 079-2214 9664 Jain Education heational For Personal & Private Use Only ww.eribellorary.org