________________
ભ્રમણામાં નાંખીને ધનની કારમી લાલસાના પાપે પોતાના જીવનકાળ દરમ્યાન અનેક પંચેન્દ્રિય જીવોની દૂર કતલ કરે છે. પોતે તો અનંતકાળ સુધી નારક, પશુ વગેરે દુર્ગતિઓમાં ભમે છે, પણ આ ગોઝારી હત્યા કરાવનારી બહેનો પણ અનંતકાળ સુધી દુર્ગતિઓમાં રખડી રખડીને તેમનો સંસાર વધારે છે.
'ધ સાયલન્ટ ક્રીમ - મુંગી ચીસ' નામની વિડીયો કેસેટમાં ગર્ભપાત્ સમયે થતી બાળકની ભયાનક યાતનાઓ ભરી સ્થિતિ જોઈને અમેરિકાના પ્રમુખ ડૉ. રેગન પણ ધ્રુજી ઉઠ્યા હતા.
આ મહાપાપથી આજ ભવમાં મનની ભારે અશાંતિ, શારીરિક રોગો, ઉદ્વેગો વગેરે અનેકવિધ યાતનાઓના ભોગ એક બાળકના અંતિમ નિઃસાસાઓથી બનવું પડે છે.
તુલસી હાય ગરીબકી કભી ન ખાલી જાય. તો પછી આવા નાનકડા કુસુમોને જે કુમળી વયે કચડી નાખે છે, રહેંસી નાંખે છે તેની શી હાલત થાય ? વિચારજે.
| યાદ રાખો : આ અતિ ઘોર પાપ છે. જે તમારા જીવનને ભરખી નાખશે. જીવનની શાંતિ હણી લેશે. (૧) દરેક બહેનો દઢ સંકલ્પ કરે કે, આ મહાપાપ તો ક્યારેય કોઈપણ સંજોગોમાં નહિ કરીએ. (૨) જમાનાવાદના રવાડે ચડવું નહિ. (૩) જીવનને શીલ અને સદાચારની સુવાસથી મઘમઘાયમાન બનાવવું. (૪) પુરૂષો તરફના કોઈપણ પ્રલોભનોના ભોગ બનવું નહિ. (૫) દરેક માતા-પિતાઓ સ્કુલ, કોલેજોમાં જતી પોતાની વ્હાલસોયી દીકરીની પૂરેપૂરી કાળજી રાખે.
[ પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોને.
વહોરાવતી વખતે લેવાની કાળજી ) સ્પે. આધાકર્મી ગૌચરી મ. સાહેબને ઉદ્દેશીને નિષ્કારણ બનાવવી નહિ. રસોઈ બનાવતી વખતે મ. સાહેબને નજરમાં રાખીને વધુ ન બનાવાય. કોઈ મહારાજ સાહેબ કારણે બનાવવાનું કહે તો તેમની જરૂર પૂરતું જ બનાવાય,
વધારે ન બનાવવું. ૩) રોટલી ખાખરા વગેરે ચોપડવા માટે ઘી ગરમ ન કરાય, ચોપડતી વખતે છાંટા ન ઉડ
તેની કાળજી રાખવી. પૂ. મ. સાહેબ પધારે ત્યારે લાઈટ, પંખા, ટી.વી. જે સ્થિતિમાં હોય તે સ્થિતિમાં
રાખવા, બંધ ચાલુ ન કરાય. ૫) શાકભાજી, ફુટ વગેરે વનસ્પતિ, કાચુ પાણી, અગ્નિ વગેરેને અડીને હોરાવાય નહિ. ૬) બજારની મિઠાઈ, ફરસાણ, બિસ્કીટ, ચોકલેટ વગેરે ક્યારેય હોરાવાય નહિ. ૭) ફ્રીજમાં પડેલી વસ્તુ બિલકુલ હોરાવાય નહિ.
Jain Education International
For Persbe
date Use Only
www.jainelibrary.org