________________
*
ગર્ભ હત્યા એટલે માતૃત્વનું ખૂન
*
ગર્ભપાત એટલે માનવ સમાજ ઉપર લાગેલું કાળું કલંક ગર્ભપાત એટલે પંચેન્દ્રિય જીવની ક્રુરતા ભરેલી હત્યા. ગર્ભપાત એટલે હૃદયમાં વહેતી કરૂણામૈયાનું ખૂન.
ગર્ભપાત એટલે નરી શેતાનીયતનું ક્રૂર પ્રદર્શન. માતાના ઉદરમાં વિકસતા બાળકનું ખૂન કરે તો તેને ગર્ભપાત કહેવામાં આવે છે અને તે જ બાળકની બહાર આવ્યા પછી હત્યા કરવામાં આવે તો ખૂનનો ગુનો લાગુ પડે છે. કેવો મૂર્ખતા ભરેલો ક્રૂર કાયદો આ પાપી સરકારે બનાવ્યો છે ? આ કાયદાની ઢાલ આગળ કરીને ધનલંપટ એવા ડૉક્ટરો રૂા. ૫૦૦=૦૦ માં પાંચ લાખ બચાવો. ‘ગર્ભપાત કાયદેસર છે.’ ‘તમારી વાત ખાનગી રહેશે.’ ‘માત્ર બે કલાકમાં બહાર' વગેરે વગેરે ભ્રામક સ્લોગનો દ્વારા પ્રચાર માધ્યમોનો પુર બહારમાં ઉપયોગ કરીને ભયાનક કુરતાથી નાના કુમળા છોડવાઓ બહાર આવે તે પહેલાં જ ગર્ભમાં જ તેનો નાશ કરી રહ્યા છે.
જ
ક્યાંક ભૂખને લીધે તો મહદઅંશે ભોગાંધ બનેલ સમાજમાં આ ક્રુરતાની પરાકાષ્ઠાએ ઘેરો ઘાલ્યો છે. અનેક નારીઓએ (ભોગના માર્ગે જઈને) ક્રુરતાનો આ કલંકિત રાહ અપનાવ્યો છે. દર વરસે નવ કરોડ કુમળા માસુમ કુસુમો ખીલે તે પહેલાં જ માતાના ઉદરમાં ડૉ. ના ચીપીયાઓ કે ચપ્પાઓ વડે ચીરાઈ જાય છે, ચુંથાઈ જાય છે. જે ધરતી પર કીડીયારા પૂરાતાં હતાં, પારેવાને ચણ અને પાંજરાપોળોએ ચારો નંખાતો હતો અને મહોલ્લામાં વિયાયેલી કુતરીને પણ શીરો ખવડાવવામાં આવતો હતો એ કરૂણાન ભારતની ભૂમિ ઉપર ભયાનક હિંસાનું તાંડવ શરૂ થયું છે. લાખો પશુઓની કતલ તો સવાર પડે અને થતી હતી. પણ હવે તો રોજે રોજ હજારો બાળકોને ગર્ભમાં રહેંસી નાખવામાં આવે છે. માનવ સમાજ માટે આનાથી બીજું મોટું કલંક શું હોઈ શકે ? દીકરી આવી એટલે તો પતી જ ગયું. દીકરીને દૂધ પીતી કરવાના ક્રૂર રિવાજે ફરી પાછો આ સમાજનો ભરડો લીધો છે. સોનોગ્રાફીના સાધને તો દાટ વાળી દીધો છે. પણ માતા પોતે જ ડાકણ બને પચી કોને કહેવું ? માતા જ પોતાના માતૃત્વને હણવા તૈયાર થઈ છે, ગર્ભમાં આવેલી દીકરીને હણનારી નારી જ જ્યાં નારીતેવનું ઘોર અપમાન કરવા તૈયાર થઈ હોય ત્યાં કોને કહેવું ? બેન ! તું પણ દીકરી તરીકે ગર્ભમાં આવી તે વખતે તેરી માતાએ કુરતા આચરી હોત તો તારું આજે અસ્તિત્વ આ ધરતી પર રહેત ?
સરકાર કે ડૉક્ટરની ભ્રામક વાતો અને પ્રચારોથી કોઈ અંજાશો નહિ, જે ક્ષણે સ્ત્રી ગર્ભધારણ કરે છે તે ક્ષણથી જ તેમાં જીવ આવી જાય છે અને વિકાસ પામતો જાય છે. “હજુ તો માત્ર માંસનો લોચો છે. તેને કાઢી નાખવામાં શું પાપ છે ? બે ત્રણ અઠવાડિયા પછી જીવ આવે છે” તેવી ભ્રામક વાતો કરીને ડૉક્ટરો ભોળી સ્ત્રીઓને
Jain Education International
૨૫ For Personal & Private Use Only
www.jainelibrary.org