________________
M.C. (Monthly course) નું પાલન થવું જ જોઈએ.
ભારતીય સંસ્કૃતિમાં M.C. ના પાલનને ઘણું બધું મહત્ત્વ આપેલું છે. જૈન અજૈન ઋષિ મુનિઓએ પણ આ બાબત ઉપર ઘણો બધો ભાર મૂકેલો છે. પણ વર્તમાન પશ્ચિમની સંસ્કૃતિના ઝેરી પવનની અસરમાં આવેલી મોટા ભાગની બહેનો આ બાબતને ગણકારતી નથી. એટલું જ નહિ પણ, પોતાને મોડર્ન ગણાવતી બહેનો દ્વારા કોઈ બહેન M.C. નું પાલન કરતી હોય તો તેની ઠેકડી ઉડાડવામાં આવે છે. તેને વેદિયણ કહીને ચીડવવામાં આવે છે અને એક ચાલી આવતી પવિત્ર પરંપરાનો નાશ કરવામાં આવી રહ્યો છે. પણ એ બહેનને ખબર નથી કે, આના દ્વારા કેટલી મોટી હોનારતનો તે ભોગ બની રહી છે. M.C. ના પાલનની પાછળ એક જોરદાર સાયન્સ ગોઠવાયેલું છે. તે દિવસો દરમ્યાન છૂટતા વાયબ્રશનો એટલી હદે ઝેરી હોય છે કે, તેની અસર વડીઓ, પાપડ તથા અથાણાં ઉપર સહજ રીતે થતી હોય છે. માણસોની બુદ્ધિને ભ્રષ્ટ કરે છે. વર્તમાનમાં વધેલા પાપોના મૂળમાં M.C. નું અપાલન તે પણ એક મોટું કારણ છે. જેમના ઘરમાં આ બાબતની ઘોર ઉપેક્ષા થાય છે, તેમના ઘરમાં કોઈને કોઈ મુશ્કેલીઓ આવ્યા વિના રહેતી નથી. છેવટે સહુના મન તો અશાંત અને ઉગ બને છે. હાથે કરીને વિનાશની ઘોર ખોદતા આ પાપથી સહુએ દૂર રહેવું જોઈએ.ગમે તેટલી મુશ્કેલી આવે તો પણ તેને સહન કરીને આ બાબતનું પાલન થવું જોઈએ. વર્તમાનમાં આયર્લેન્ડ, ન્યુઝીલેન્ડ, લેબેનોન, જર્મની, ફ્રાન્સ વગેરે દેશોની કેટલીક જાતીઓમાં તો અતિ ચુસ્તપણે તેનું પાલન થઈ રહ્યું છે. જમાનાનો પ્રવાહ ગમે તે તરફ જતો હોય પણ આર્યદેશની પવિત્ર નારીઓએ આ પવિત્ર પરંપરા જાળવવી જ જોઈએ. '
અ-પાલનથી થતા નકસાનો છે (૧) ઘરમાંથી દેવતત્ત્વની વિદાય તો થાય છે પણ ઘરમાં રહેલ દેવસ્થાનની
આશાતનાથી ઘણી મોટી ખાના ખરાબી થાય છે. (૨) માનસીક + શારીરિક અસ્વસ્થતા પેદા થશે.
સતત ચિંતા, ભય, શોકથી ઘેરાતા જશો, શરીર પણ રોગગ્રસ્ત બનશે. (૪) અવાર નવાર આપત્તિઓના ભોગ બનવું પડશે. (૫) આર્થિક પાયમાલીના ભોગ બનવું પડશે.
કૌટુંબિક સંઘર્ષો અને સંકલેશોના ભોગ બનવું પડશે. (૭) પૂણ્ય જોર કરતું હશે તો બીજા બધા સુખોની વચ્ચે પણ જીવન ભયાનક
પાપમય બનશે અને ભવાંતરે દુર્ગતિ લમણે ઝીંકાશે. સાધુ-સંતોના પાત્રમાં એ દુષિત અન્ન વહોરાવવાથી કેટલો મોટો અનર્થ સર્જાય તે તમારે વિચારવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org