________________
* કીડીને ઓળખો) 38 (૧) કીડીને કોણ ન ઓળખે ? તે નાની પણ હોય, મોટી પણ હોય. તે કાળા રંગની પણ
હોય, લાલ રંગની પણ હોય. તે છૂટી-છવાઈ પણ હોય અને જથ્થાબંધ પણ હોય. કીડી તેઈન્દ્રિય ત્રસ જીવે છે. તેની કાયા ઘણી કોમળ હોય છે. સહેજ દબાણમાં આવતાં તે મરી જાય છે. તેની ધ્રાણેન્દ્રિય ખૂબ તેજ હોય છે. મીઠા અને ચીકણા પદાર્થોથી તે ખૂબ આકર્ષાય છે. ખાદ્યપદાર્થો વેરાયકે ઢોળાય ત્યાં અચાનક જથ્થાબંધ
કીડીઓ ભેગી થઈ જાય છે. (૩) કીડીનું શરીર ઘણું બારીક છે. ધ્યાનથી જોવાથી ચાલતી વખતે રસ્તા પર કીડી દેખી
શકાય છે. (૪) લાલ કીડી વધારે બારીક હોય છે. તેનો ડંખ પણ તીવ્ર હોય છે. તે ઘણીવાર ચામડી
પર ચોંટી જાય છે અને ઘણા પ્રયત્ન છતાં ઉખડતી નથી ત્યારે તેને બચાવવા ખૂબ ધીરજ અને સાવધાની રાખવી પડે છે.
* કીડીની રક્ષા કરો. આ ખાદ્યપદાર્થ નીચે પડે તો તરત લઈ લો. દૂધ-ઘી વગેરે ઢોળાયા હોય તો તરત સાફ કરી નાખો. ઘરમાં કીડી તરત દેખાય તેવું ફ્લોરીંગ જોઈએ. ચાલતી વખતે બરાબર નીચે જોઈને ચાલો. જે પદાર્થથી કીડીઓ આકર્ષાઈ હોય તે પદાર્થ સંભાળીને લઈ લેવાથી કીડીઓ
પોતાના સ્થાને ચાલી જશે. ૫) કોઈ ખૂણામાં મધુર ખાદ્યપદાર્થનો કણીયો મૂકી દેવાથી બધી કીડીઓ એક સ્થાને
ભેગી થઈ જશે.
દીવેલ અને લોટની ગોળી બનાવીને મૂકો. ૭) આજુબાજુ કંકુ, હળદર કે રાખ ભભરાવો.
ખાદ્યપદાર્થોમાં કીડીઓ થઈ ગઈ હોય તો ખૂબ સાવધાનીથી યોગ્ય ઉપાય કરીને
રક્ષા કરવી જોઈએ. ૯) ડોમોસની ગંધવાળું કપડું ઢાંકવાથી પણ ડબ્બા વગેરેમાં થયેલી કીડીઓ
ચાલી જાય છે. ૧૦) પાણીમાં પડેલી કીડી નિશ્ચેતન લાગે પણ તેને હળવે હાથે સૂકા કપડા પર
મૂકવાથી ૫-૭ મિનિટમાં ચાલવા લાગશે. ૧૧) કીડીના પાવડર ખૂબ જલદ હોય છે. તે વાપરવા નહિ.
૩ ૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org