________________
Mi
*
*
ખાદ્ય પદાર્થના વાસણો ખુલ્લા ન રાખો.
ગેસ-પ્રાયમસ વગેરે પેટાવતા પહેલાં પૂંજણીથી બરાબર પૂંછ લો.
કેટલાક જયણાસૂત્રો
૩) સૂર્યોદય પહેલા ચૂલો પેટાવવો નહિ. ૪) સૂર્યાસ્ત પછી ચૂલો પેટાવવો નહિ.
લાઈટ-પંખા વગેરેનો ઓછામાં ઓછો ઉપયોગ કરો. બિનજરૂરી લાઈટ-પંખા ચાલુ ન રાખો.
૬) વેક્યુમ-ક્લીનર (ઈલેક્ટ્રીક સાવરણી) નો ઉપયોગ કરવો નહિ. ૭) કોઈપણ જગ્યા વાપરતા પહેલા જયણાપૂર્વક ઝાડુ ફેરવી લો. ૮) એંઠું મૂકો નહિ. થાળી ધોઈને પીઓ.
૯) જંતુનાશક દવા વાપરવી નહિ, તેનો વેપાર કરવો નહિ. ૧૦) ગરમ પાણીમાં ઠંડું પાણી ભેળવો નહિ.
૧૧) સાબુ પાણીના જીવો માટે અમોઘ શસ્ત્ર છે. તેથી નહાતી વખતે રોજ શક્ય ન બને તો અઠવાડીયામાં ૩-૪ દિવસ સાબુનો ઉપયોગ ટાળો.
૧૨) પ્રાણીજ દ્રવ્યોમાંથી બનેલા સાબુ-ટુથપેસ્ટ, ખાદ્યપદાર્થો-દવાઓ વાપરવા નહિ. ૧૩) ટાકડા ક્યારેય ફોડવા નહિ.
૧૪) ઘાસ ઉપર ચાલવું નહિ-ફરવું નહિ.
૧૫) વનસ્પતિનાં પાંદડા તોડવા નહિ.
૧૬) ગર્ભપાત કરાવવો નહિ, કોઈને તેની સલાહ આપવી નહિ. એવા દવાખાના ચલાવવા નહિ.
૧૭) કાચા દૂધ-દહીં-છાશ કે તેની વાનગી સાથે કઠોળનો અંશ પણ આવતો હોય તેવી વાનગી ખાવી નહિ.
૧૮) પર્વતિથિઓમાં તથા પર્યુષણ-ઓળી વગેરે પર્વોમાં લીલોતરી વાપરવી નહિ. ૧૯) રસોઈ બનાવતા પહેલાં લોટ-ધાન્ય ચાળી લો, બરાબર જોઈ લો.
૨૦) પર્વતિથિ અને ૬ અઠ્ઠાઈઓમાં અનાજ દળવું નહિ.
૨૧) ખાલી વાસણો ઊંધા કે આડા મૂકી રાખો, જેથી જીવાત તેમાં પડીને ગુંગળાઈ ન
જાય.
૨૨) ઠારેલા પાણી પર જાળીઓ ઢાંકો.
૨૩) ટેબલ, પલંગ વગેરે કોઈપણ સામાન જમીનથી ઘસીને ન ખેંચો, ઉંચકીને ફેરવો. ૨૪) કબાટ, બેગ, ડબ્બી વગેરે ચુસ્ત બંધ કરીને રાખો, અધખુલ્લા ન રાખો. ૨૫) ખાદ્યપદાર્થો નીચે ઢોળાય કે વેરાય નહિ તેની કાળજી રાખો, ઢોળાય તો તરત સાફ કરો, વારંવાર પોતું કરવાનો ઉપયોગ રાખો.
૨૬) ઘરના ઓરડાની દિવાલો, છત વગેરે પણ ૨-૩ દિવસે જયણાપૂર્વક સાફ કરો.
Jain Education International
૧૭
For Personal & Private Use Only
www.jainelibrary.org