________________
( માતાપિતાની છત્રછાયા)
હયાત માતા-પિતાની છત્રછાયામાં વહાલપણમાં બે વેણ બોલીને, નીરખી લેજો.
હોઠ અડધા બિડાઈ ગયા પછી મોઢામાં ગંગાજળ મૂકીને શું કરશો.. ?
અંતરના આશીર્વાદ આપનારને સાચા હૃદયથી એક ક્ષણ ભેટી લેજો.
હયાતિ નહીં હોય ત્યારે નત મસ્તકે છબીને નમન કરીને શું કરશો...? કાળની થપાટ વાગશે, અલવિદા એ થઈ જશે, પ્રેમાળ હાથ પછી, તમારા ઉપર કદી નહીં ફરે. લાખ કરશો ઉપાય, તે વાત્સલ્ય લહાવો નહીં મળે પછી દિવાનખંડમાં, તસવીર મૂકીને શું કરશો ? માતા-પિતાનો ખજાનો, ભાગ્યશાળી સંતાનને મળે અડસઠ તીરથ તેના ચરણોમાં, બીજા તીરથ ના કરશો.
સ્નેહની ભરતી આવીને ચાલી જશે પલમાં પછી કિનારે છીપલા વીણીને શું કરશો ?
હયાત હોય ત્યારે, હૈયું તેનું ઠારજો, પાનખરમાં વસંત આવે, એવો વ્યવહાર રાખજો.
પંચભૂતમાં ભળી ગયા પછી, આ દેહના, અસ્થિને ગંગામાં પધરાવીને શું કરશો ? શ્રવણ બનીને ઘડપણની લાકડી તમે બનજો ? હેતથી હાથ પકડીને કયારેક, તીર્થ સાથે ફરજો. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, સનાતન સત્ય છે, પછી રામનામ સત્ય છે બોલીને શું કરશો ? પૈસા ખર્ચતાં સઘળે મળશે, મા-બાપ નહીં મળે, ગયો સમય નહીં આવે, લાખો કમાઈને શું કરશો?
પ્રેમથી હાથ ફેરવીને, “બેટા' કહેનાર નહીં મળે, પછી ઉછીનો પ્રેમ લઈને, આંસુ સારીને શું કરશો ? ભૂલો ભલે બીજુ બધું મા-બાપને ભૂલશો નહિ.
બટુકભાઈ સી. બોટાદરા
= ૨૮ For Perso
Jain Education International
v ate Use Only
www.jainelibrary.org