________________
# વાંદાને ઓળખો) 28 (૧) રસોડામાં, કબાટમાં, બાથરૂમમાં કે ખાળ અને ગટરમાં વારંવાર જોવા મળતા
વાંદાનો પરિચય કોને ન હોય ? અચાનક કબાટના ખૂણામાંથી બહાર ધસી
આવતા આ જંતુને જોઈને ઘણા ગભરાઈ જાય છે. (૨) આ જંતુ ખાસ કરીને ગંદકીમાંથી ઉત્પન્ન થાય છે. રસોડામાં સાફસૂફી બરાબર
થતી ન હોય, એંઠવાડ પડ્યો રહેતો હોય, મોરી બરાબર સાફ થતી ન હોય કે
અન્ય કચરો જમા થયા કરતો હોય ત્યાં વાંદા જલ્દી ઉત્પન્ન થઈ જાય છે. (૩) વાંદા ઉત્પન્ન થી ગયા પછી તેના ઉપદ્રવથી બચવા ઘણા વાંદાની દવા છોટે
છે. આ દવાની સુગંધથી ખેંચાઈને ખૂણે ખાંચરે ભરાયેલા વાંદા બહાર આવી જાય છે અને દવાની નજીક આવવાની સાથે જ તેના ઝેરથી ટપોટપ મરી જાય છે. આવી દવા છાંટવી તે ભયંકર ક્રૂરતા છે. નિર્દોષ ઉપાયો કરવાને બદલે
આવા હિંસક ઉપાય કરવા તે નિષ્ફર હૃદયનું પ્રદર્શન છે. (૪) લક્ષ્મણ રેખા” ના નામથી બજારમાં વેચાતા ચોકના ઉપયોગથી વાંદા તુરંત મરી જાય છે તેથી તેનો ઉપયોગ ક્યારેય કરવો નહિ.
8 વાંદાની રક્ષા કરો આ ૧) વોશ-બેશીનમાં, મોરીમાં કે બાથરૂમ-સંડાસમાં સતત ભીનાશ રહેવા ન દો. ૨) સાંજે વાસણ સાફ કર્યા બાદ મોરી બરાબર સાફ કરવી, પાણી લૂંછી નાંખવું
અને ખાળની જાળી ઉપર તથા આજુબાજુ કેરોસીનનું પોતું કરી દો. ૩) ગટરનાં ઢાંકણાં પેક બંધ રાખો. જ્યારે ખોલવું પડે ત્યારે ધ્યાન રાખો. ઢાંકણ
ખુલતાં જ વાંદા બહાર ધસી આવશે, પગ નીચે દબાઈ ન જાય તેનું ધ્યાન રાખો. એક મોટા ચોરસ ડબ્બામાં નાળિયેરનાં છાલાં, જૂનાં કપડાં, થોડાં કોલસા વગેરે ભરીને ઉપર ખાખરા કે કડક પૂરીના ટૂકડા મૂકો. જ્યાં વાંદા ખૂબ થયા હોય ત્યાં આ ડબ્બો મૂકો. વાંદાઓ આ ડબ્બાના પોલાણમાં આવીને ભરાઈ જશે. ૪-૫ દિવસ બાદ સંધ્યા સમયે ડબ્બો કોઈ અવાવરૂ સુરક્ષિત સ્થાનમાં લઈ જઈ ખાલી કરી દો. વાંદા બહાર નીકળી જાય પછી ફરી છાલાં અને ટુકડા તેમાં ભરી ડબ્બો પાછો ઘરમાં મૂકો. આ રીતે વારંવાર કરવાથી વાંદા બિલકુલ નીકળી જશે. દેવીકા મહાદેવઆ પ્રોડકટ્સની વાંદા માટેની હર્બલ મેડીસીન ઘરમાં લગાવવાથી વાંદા થતા નથી.
= ૧૩.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org