________________
થી (ધાન્યના કીડાને ઓળખો 8 (૧) ઘઉં-ચોખા વગેરે ધાન્ય અને કઠોળમાં ઈયળ-ધનેરા વગેરે જાતજાતના કીડા
થઈ જાય છે. (૨) અનાજ સડી જાય તો તેમાં પુષ્કળ જીવાત પડી જાય છે. કઠોળમાં પોલાણ
કરીને તેમાં જીવાત ભરાઈ જાય છે. ચોમાસાની ઋતુમાં આખા કઠોળમાં
પુષ્કળ જીવાત થવાની સંભાવના રહે છે. (૩) અનાજ એકવાર વીણી લીધા બાદ ફરી થોડા દિવસમાં તેમાં છવોત્પત્તિ
સંભવિત છે. ભેજનાં વાતાવરણમાં જીવોત્પત્તિની સંભાવના વધારે છે. (૪) વીણ્યા વગર ધાન્યને દળી નાંખવામાં આવે તો કિલ્લોલ કરતાં અનેક નિર્દોષ
જીવો અનાજની સાથે દળાઈ જાય છે. (૫) અનાજ વીણવાનું કાર્ય નોકર-નોકરાણીને ભરોસે છોડવાથી ઘણી બેદરકારી
થવાની સંભાવના છે. અનાજના લોટમાં પણ અમુક સમય પછી જીવાતો પડવાની સંભાવના છે. બહારના તૈયાર લોટમાં તો પુષ્કળ વાતો દળાયેલી હોવાની સંભાવના છે.
ધાન્યના કીડાની રક્ષા કરી. ક8 ૧) અનાજ કાળજીપૂર્વક સાફ કરીને પછી ભરો. ૨). સાફ કરેલા ઘઉ-ચોખા વગેરેને દિવેલથી મોઈને ભરો. ૩) ધાન્યની સાથે પારાની થેપલીઓ મૂકી રાખવાથી જીવાત થતી નથી. ૪) અનાજને દળવા આપતા પહેલાં ફરી એકવાર વીણી લો. ૫) ચોમાસાની ઋતુમાં મગ સિવાયના આખા કઠોળનો ત્યાગ કરો. ૬) અનાજ વીણવાનું કામ નોકર-નોકરાણીના ભરોસે ન છોડો. ૭) તૈયાર લોટનો ઉપયોગ બિલકુલ ન કરો. ૮) લોટમાં પણ કાળમર્યાદાનું ઉલ્લંઘન ન થઈ જાય તેની કાળજી રાખો. ૯) અનાજ ભરવા માટે ચુસ્ત બંધ થાય તેવા સાધનો રાખો. ૧૦) બહારનો રો-મેંદો બિલકુલ વાપરવો નહિ. ૧૧) હોટલનાં અનાજ-લોટમાં જયણા બિલકુલ સચવાતી નથી માટે હોટલમાં
જમવું નહિ.
૧૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org