Book Title: Hindi Sanskruti ane Ahimsa
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Catalog link: https://jainqq.org/explore/249226/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ હિન્દી સંસ્કૃતિ અને અહિંસા હિન્દી સંસ્કૃતિ અને અહિંસા” નામનું પ્રસ્તુત પુસ્તક મૂળમાં મરાઠી ભાષામાં લખાયેલું છે. એના લેખક વાચનશીલ ગુજરાતીથી ભાગ્યે જ અજાણ્યા એવા અધ્યાપક ધર્માનંદ કેશાંબી છે. પ્રસ્તુત ગુજરાતી અનુવાદના પ્રકાશક શ્રીયુત જીવણલાલભાઈને આ પુસ્તકના પ્રારંભમાં કાંઈક લખી દેવા વિશે જ્યારે મારા ઉપર કાગળ આવ્યો ત્યારે સાથે જ કોસાંબીજીને પણ મારા ઉપર પત્ર હતો કે મારે કાંઈક લખવું. કેશાબીજના પરિચિત જ નહિ પણ અતિ પરિચિત અને તેમના પ્રત્યે આદરશીલ અનેક વિદ્વાન હોવા છતાં કેશબીએ મારા જેવા અનધિકારી મિત્રની પસંદગી કરી, તેથી મને અંતરમાં સાચે જ નવાઈ લાગી. તબિયત અને બીજા કાર્યભારને લીધે, તેમ જ ધાર્મિક મનાતા અને તે જ કારણે અતિ આળા વિષય ઉપર લખાયેલ આવા ગંભીર પુસ્તક વિશે કાંઈ પણ લખવાના અધિકારના સ્પષ્ટ ભાનને લીધે, મેં જવાબમાં શ્રીયુત જીવણલાલભાઈને કાંઈક લખવા વિશે ના જ લખી હેત, પણ તેમ કરી ન શક્યો. કેશાબીજી સાથેના મારા વિવિધ મધુર સંબધેમાં એક મહત્વનો મધુર સંબંધ પહેલેથી લાંબા કાળ લગી અવ્યાહત ચાલ્યો આવેલો. તે સંબંધ છે વિદ્યાને. બૌદ્ધ પાલિ વાડ્મયની મારી અસલી ઉપાસના ગૂજરાત વિદ્યાપીઠમાં કેશબીઝના જોડાણ સાથે જ તેમની પાસે શરૂ થઈ ને ઠેઠ પ્રસ્તુત પુસ્તક લખવાના ઉદ્દેશથી તેઓ જ્યારે હિન્દુ યુનિવર્સિટીમાં આવી રહ્યા ત્યાં લગી અને છેવટે તેમણે જ્યારે સરયૂતટે જઈ અનશન આદર્યું, ત્યાંથી કાશીમાં પાછી ફર્યો ત્યાં લગી અર્થાત્ ૧૯૪૪ ના શિયાળા લગી મળતી બધી તકેમાં ચાલુ રહી. આવા ઈષ્ટ અને જીવનમાં રસપૂરક વિદ્યાસંબંધને લીધે જ મારાથી, કિશોબીજીને શ્રમસિદ્ધ અતિપ્રિય પુસ્તક વિશે, કાંઈ પણ લખી આપવાની ના લખવાનું કામ કઠણ જેવું થઈ પડયું. લગભગ બે માસ લગી પ્રસ્તુત પુસ્તકના બધા ફરમા પાસે રાખ્યા. હવે વધારે વખત સુધી એને એમ ને એમ રાખવાં એ પ્રકાશકની દષ્ટિએ અને મારા પિતાના ભાવી કામની દષ્ટિએ એગ્ય ન લાગ્યું, તેથી પ્રસ્તુત પુસ્તક વાંચતાં જે સામાન્ય ને ઉપરછલ્લા વિચારે આવ્યા તેમાંનો થોડે પણ ભાગ લખી, સવીકારેલ બંધનમાંથી મુક્ત થવા પ્રયત્ન કરે છે. Page #2 -------------------------------------------------------------------------- ________________ હિન્દી સંસ્કૃતિ અને અહિંસા [ ૬૦૧ ઐતિહાસિક યુગ પહેલાંનાં હજારો વર્ષથી આજ લગીના દીર્ઘતમ કાળયટ ઉપર સતત વહેલી અને વહેતી હિન્દી સંસ્કૃતિને અનેક પાસાઓને સ્પર્શતા વિવિધ અભ્યાસ અને ચિંતનથી ભરપૂર એવા આ મધ્યમ કદના છતાં ગંભીરતમ પુસ્તક વિશે સાધિકાર લખવાનું કામ મૂળ લેખકના અભ્યાસ અને અવલોકન કરતાં વધારે નહિ તે ઓછામાં ઓછું તેમના જેટલા અભ્યાસ, અવલોકન અને ચિંતનની અપેક્ષા રાખે જ છે. પણ અત્યારે તે મારી પાસે જે કાંઈ સ્વલ્પ સાધનસંપત્તિ છે તેથી જ આ કામ પતાવવું રહ્યું. પુસ્તકના લેખકને, તેમ જ પુસ્તકમાં પ્રતિપાદન કરેલ વિષય સાથે સીધો સંબંધ ધરાવનાર કરેડ વૈદિક, બૌદ્ધો ને લાખે જેનેને, પરિમિત સમય અને અતિપરિમિત શક્તિની સ્થિતિમાં હું ઘટતે ને પૂરે ન્યાય આપી શકું એ સંભવિત જ નથી. એ કામ તે બીજા અનેકાએ તેમ જ કોઈ એક સમર્થતમે કરવું રહ્યું. મારું કાર્ય તે આ દિશામાં એક પ્રાથમિક અને અધૂરું પગલું ભરવા જેવું ગણવું જોઈએ. નામ પ્રમાણે પુસ્તકને પ્રતિવાદ્ય વિષય હિન્દી સંસ્કૃતિ અને અહિંસા એ જ છે. આ મુખ્ય વિષયના લેખકે મુખ્ય પાંચ વિભાગ કર્યા છે. દરેક વિભાગમાં ગૌણ અને અવાન્તર બીજા અનેક મથાળાંઓ નીચે અનેક વિશેની ચર્ચા કરવામાં આવી છે, પણ તે દરેક ચચી તે તે મુખ્ય વિભાગ સાથે અને છેવટે પુસ્તકના મુખ્ય પ્રતિવાદ્ય વિષય સાથે સંકળાઈ જાય એની કાળજી રાખવામાં આવી છે; વૈદિક સંસ્કૃતિ, શ્રમણ સંસ્કૃતિ, પૌરાણિક સંસ્કૃતિ, પાશ્ચાત્ય સંસ્કૃતિ તેમ જ સંસ્કૃતિ અને અહિંસા એ પાંચ વિભાગો મુખ્ય છે. ‘હિન્દી સંસ્કૃતિ એ શબ્દથી લેખકને વસ્તુતઃ બ્રાહ્મણ અને શ્રમણ એ બે સંસ્કૃતિ વિવક્ષિત છે. બ્રાહ્મણ સંસ્કૃતિમાં વૈદિક અને પૌરાણિક સંસ્કૃતિને સમાવેશ થઈ જાય છે. શ્રમણ સંસ્કૃતિમાં જૈન અને બૌદ્ધ બે સંસ્કૃતિઓ ગણતાં એકંદર હિન્દી સંસ્કૃતિ શબ્દથી વિશાળ અર્થમાં વૈદિક સંસ્કૃતિ તેમ જ બૌદ્ધ અને જૈન સંસ્કૃતિ એ હિન્દુસ્તાનની મુખ્ય ત્રણે સંસ્કૃતિઓ આવી જાય છે. લેખકના મત મુજબ બાબિલેનિયામાંથી સખ્તસિબ્ધ પ્રદેશમાં આવેલ આર્યો અને એ જ પ્રદેશમાં પ્રથમથી વસતા અને પછીથી આર્યો દ્વારા જિતાયેલા દાસે, એમ આર્ય અને દાસેના મિશ્રણથી જે એક પ્રકારની વિશિષ્ટ સંસ્કૃતિ ઉદ્ભવી તે જ મૂળ વૈદિક સંસ્કૃતિ. આ સંસ્કૃતિમાં દાસેના પ્રાધાન્યને લાગેવળગે છે ત્યાં લગી તેમાં ગોપાલન અને ગદયા પૂરતી અહિંસા પ્રથમ જ હતી. દાન, રાજકીય પરાજય સાથે, જ્યારે નૈતિક પરાજય પણ થયે અને Page #3 -------------------------------------------------------------------------- ________________ ૬૦૨ ] દર્શન અને ચિંતન આર્યોનાં બળ તેમ જ પ્રાધાન્ય જેમ જેમ વધતાં ગયાં તેમ તેમ ધીરે ધીરે યજ્ઞયાગાદિ કર્મની આજબાજી ધાર્મિક લેખાતી હિંસા પણ વિસ્તરવા લાગી. કાળક્રમમાં ક્યારેક અહિંસાના તર પ્રદેશવિશેષમાં પ્રાધાન્ય ભેગવ્યું તે ક્યારેક ઓછા કે વધતા પ્રદેશમાં હિંસાપ્રધાન યજ્ઞયાગાદિ ધર્મે પ્રાધાન્ય ભગવ્યું. લેખકના મન્તવ્ય મુજબ પરીક્ષિત અને જનમેજયના પહેલાંના સમય સુધીમાં હિંસાપ્રધાન યજ્ઞયાગાદિ ધર્મનું અસ્તિત્વ છતાં તેનું પ્રાધાન્ય ન હતું. પરીક્ષિત અને જનમેજય, જેમનો સમય લેખકે બુદ્ધ પહેલાં ત્રણ વર્ષને જ માન્ય છે, તેમણે હિંસાપ્રધાન યજ્ઞયાગાદિ ધર્મને વધારેમાં વધારે વેગ, અને ઉત્તેજન આપ્યાં, એમ લેખક માને છે. આ રીતે યજ્ઞયાગાદિમાં હિંસાનું પ્રાધાન્ય વધતાં જ બીજી બાજુથી જૈન તીર્થંકર પાર્શ્વનાથ દ્વારા હિંસાને વિરોધ અને અહિંસાનું પ્રતિષ્ઠાન શરૂ થયાં. એક તરફથી હિંસાપ્રધાન યજ્ઞયાગાદિ ધર્મને સબળ પ્રચાર અને બીજી તરફથી તેને વિરોધ તેમ જ અહિંસાનું બળવત્ પ્રતિપાદન બને ચાલતાં; તે દરમિયાન જૈન તીર્થકર મહાવીર અને તથાગત બુદ્ધ બને થયા, ને એ બન્ને જણે પોતપોતાની ઢબે પણ પૂરા બળ સાથે ધાર્મિક હિંસાને વિરોધ કર્યો. દાસ લેાકોમાંથી તેમના પરાજય પછી જે અહિંસા ઓસરી ગઈ હતી ને તેની જગ્યા હિંસાએ લીધી હતી તે જ અહિંસા પાછી બમણે વેગે ને વ્યાપક રીતે દાસ તેમ જ આર્ય જાતિના મિશ્રણથી જન્મેલ તેમ જ વિકસિત થયેલ વંશમાં કાળક્રમે વિકસી તેમ જ સ્થિર થઈ. અશક જેવા ધાર્મિક સમ્રાટના પૂરેપૂરા પીઠબળને લીધે અહિંસાએ ધાર્મિક હિંસાને એવી પછાડ ખવરાવી કે ત્યારબાદ ક્યારેક ક્યારેક તેણે માથું ઉચકવું, પણ છેવટે તે તે શાસ્ત્ર ને ગ્રન્થનો જ માત્ર વિષય બની રહી. લેખકે આ રીતે ધાર્મિક હિંસા અને અહિંસાના પારસ્પરિક દ્વન્દ્રનું ચિત્ર ખેંચ્યું છે. તેથી આગળ વધી છેવટે લેખક સ્થલ હિંસા અહિંસાના પ્રદેશમાંથી સૂક્ષ્મ અને સૂક્ષ્મતર હિંસા-અહિંસાના પ્રદેશને સ્પર્શ છે. એને સ્પર્શતાં તે એકવારના ધાર્મિક હિંસાના વિરોધી અને અહિંસાના સમર્થક એવા જ્ઞાતપુત્ર મહાવીરના તેમ જ શોદનપત્ર બુદ્ધના શ્રમણશિષ્યોની પૂરેપૂરી ખબર લે છે. લેખક કહે છે, ને તે સાચું જ કહે છે કે એ શ્રમણોએ યશીય હિંસાનો વિરોધ તે કર્યો ને દેખીતી રીતે તેમણે અહિંસા ધર્મનું પાલન કરવા માંડયું, પણ તે જ અહિંસક ગણાતા શ્રમણોને જીવનમાં પાછલી બાજુથી સૂક્ષ્મ હિંસા–પરિગ્રહ, આલસ્ય, પરાવલંબન ને ખુશામત– રૂપે દાખલ થઈ. એ જ હિંસાથી શ્રમણે નિવચે બન્યા અને તેમણે છેવટે ધર્મ અને રાજ્ય બન્ને સત્તા ગુમાવી. ધાર્મિક હિંસા ઓસરવા ને મળી Page #4 -------------------------------------------------------------------------- ________________ હિન્દી સંસ્કૃતિ અને અહિંસા પડવા છતાં બ્રાહ્મણવર્ગમાં પણ શ્રમણ જેટલી જ, કે કદાચ તેથી વધારે, પરિગ્રહ, ખુશામત, પરાશ્રય અને પારસ્પરિક ઈષ્યની સૂક્ષ્મ હિંસા હતી જ. અમણે પણ એ બાબતમાં પડેલા, એટલે કે અહિંસાના તત્વને બરાબર વિચારી તે દ્વારા રાષ્ટ્ર અને જાતિનું ઉત્થાન કરે એ મહાપુરુષ લાંબા વખત સુધી આ દેશમાં ન પાક્યો. પશ્ચિમની પ્રથમથી જ જડપૂજક અને હિંસાપ્રિય સંસ્કૃતિમાં અહિંસા તત્વને અપનાવી તે દ્વારા મનુષ્યજતિનો વ્યાપક ઉત્કર્ષ સાધવા સમર્થ હેય એવો પુરુષ પાકવાને સંભવ જ બહુ છે. તેટલામાં છેવટે મહાત્મા ગાંધીજી હિન્દુસ્તાનની, ખરી રીતે વિશ્વની, રંગભૂમિ ઉપર અહિંસાનું તત્વ લઈ આવે છે, અને એ તત્ત્વના સૂક્ષ્મ તેમ જ સ્થળ બને અર્થને વ્યાપક રીતે ઉપયોગ કરી તે દ્વારા માત્ર હિન્દુસ્તાનનું જ નહિ, પણ વસ્તુતઃ સમગ્ર વિશ્વનું ગૂંચવાયેલું કોકડું ઉકેલવા અને સમગ્ર માનવજાતિના પારસ્પરિક સંબંધને મધુર તેમ જ સુખદ બનાવવા જગતે કદાપિ નહિ જોયેલ એ અખતરે તેમણે શરૂ કર્યો છે. લેખકની અહિંસાતત્વ પ્રત્યે પુષ્ટ શ્રદ્ધા હોવાથી તે ગાંધીજીના અહિંસાપ્રધાન પ્રગને સરકારે અને વધાવી લે છે; પણ સાથે સાથે લેખક એમ માને છે કે આ અહિંસાતત્વ સાથે પ્રજ્ઞાનું તત્વ મળવું જોઈએ, જે તત્ત્વની કાંઈક ખોટ તે ગાંધીજીમાં જુએ છે ને જે તાવનું વિશિષ્ટ અસ્તિત્વ તે સામ્યવાદના પુરસ્કર્તાઓમાં ખાસ કરી કાર્લ માકર્સ જેવામાં–જુએ છે. સામ્યવાદીઓની પ્રજ્ઞા અને ગાંધીજીની અહિંસા એ બન્નેના મિશ્રણથી જગતના ઉદ્ધારની પૂરી આશા સાથે લેખક પુસ્તક સમાપ્ત કરે છે. ટૂંકમાં, મારી સમજ મુજબ, સમગ્ર પુસ્તકનું પ્રતિપાદ્ય વસ્તુ આટલું જ છે. અંગત પરિચયથી કોસાંબીજીની ચાર શક્તિઓની મારા ઉપર ઊંડી છાપ છે, જેને આ પુસ્તકનો કોઈ પણ વાચક પદે પદે અને પ્રસંગે પ્રસંગે જોઈ શકશે. અભ્યાસ, અવલોકન, કલ્પના-સામર્થ્ય અને નીડરપણું-એ ચાર શક્તિઓ મુખ્ય છે. એમને મુખ્ય અને તલસ્પર્શી અભ્યાસ બૌદ્ધ પિટક કે પાલિ વાત્મયને છે, જેની દઢ પ્રતીતિ કઈ પણ વિષયની ચર્ચા વખતે જ્યારે તેઓ પાલિ વાભયમાંથી ભરંજક અને મહત્ત્વના ઉતારા છૂટથી આપે છે ને તેના અર્થ સમજાવે છે ત્યારે થઈ જાય છે. એમનું અવલેકન માત્ર ધર્મસાહિત્ય પૂરતું નથી. એમણે દુનિયામાં જાણીતા લગભગ તમામ ધર્મસંપ્રદા વિશે કોઈ ને કોઈ વાંચેલું છે જ. તે ઉપરાંત જુદી જુદી મનુષ્ય જાતિઓ, જુદા જુદા દેશના રીતરિવાજે, રાજ્ય સંસ્થાને, “સામાજિક બંધારણે, તેમની ચડતી પડતના પ્રસંગે આદિ અનેક વિષયે વિશેનું તેમનું Page #5 -------------------------------------------------------------------------- ________________ ૧૪] દર્શન અને ચિંતન વાચન અને પ્રત્યક્ષ અવલેન અતિ વિશાળ છે. એમની કલ્પનાશક્તિ કવિ કે નવલકથાકારને અદેખાઈ આવે એવી છે, જેની સાથે એમની વિલક્ષણ વિનોદક શૈલી પણ ઓતપ્રેત છે. એમનું નીડરપણું એ એમનું જ છે. જે તેઓ કાંઈ કહેવા માગતા હોય તે પછી સામે ગમે તે હોય, જરા પણ અનુસરણ કર્યા સિવાય કે દબાયા સિવાય, પ્રિયભાવિત્વને ભેગે પણ, તેઓ કહી જ દે છે. એમના આ ચાર ગુણે વાચક જાણી લે તે પછી આ પુસ્તક વાંચતી વખતે તેના મનમાં ઊડતા ઘણા સવાલનું સમાધાન એક યા બીજી રીતે કોઈકે તે થઈ જ જશે. આજકાલ લખાતાં શાસ્ત્રીય પુસ્તક ઘણુંખરું અતિહાસિક અથવા વૈજ્ઞાનિક એ બે દૃષ્ટિઓને અગર તેમાંની એક દૃષ્ટિને અવલંબી લખાય છે, કારણ, આ બે દષ્ટિએ એના ગુણ ને યથાર્થતાને બળ પ્રતિષ્ઠા પામી છે. કેશાબીજીએ પ્રસ્તુત પુસ્તકના લેખનમાં શરૂઆતથી જ અતિહાસિક દષ્ટિને આશ્રમ લીધું છે. એ દૃષ્ટિથી તેમણે પિતાનું વક્તવ્ય કે મંતવ્ય સિદ્ધ તેમ જ સબળ બનાવવા પિતાની ઉક્ત ચારે શક્તિઓને વધારેમાં વધારે ઉપયોગ કર્યો છે, પણ ઐતિહાસિક દષ્ટિને આશ્રય લઈ પ્રવૃત્ત થવું અને સાચે ઈતિહાસ શોધી તે રજૂ કરે એ બે વચ્ચે મહદન્તર છે. અતિહાસિક યુગની સર્વવિદિત સેંકડો હકીકતને નિર્વિવાદ એતિહાસિક ખુલાસે કરે એ કામ પણ ભારેમાં ભારે અધરું અને દુઃસાધ્ય જેવું હોય તો અતિહાસિક યુગ પહેલાંનાં સેંકડો નહિ, પણ હજારો વર્ષોની ઊંડી અને અંધારી કાળગુફામાંથી ઈતિહાસ કહી શકાય એવાં વિધાન કરવાનું કામ તે લગભગ અસંભવિત જ છે. તેથી જ એટલા જૂના કાળ વિશે લખતાં કેશાંબીજી આમ હશે, આમ હોવું જોઈએ, આ સંભવ છે, ઈત્યાદિ શબ્દમાં માત્ર કલ્પનાત્મક જ વિધાન કરે છે. એને કોઈ ઇતિહાસ લેખી ન શકે. તેઓ પણ એવી હકીકતને ઈતિહાસ મનાવવાનો આગ્રહ સેવતા નથી. મનુષ્ય એ જિજ્ઞાસાની મૂર્તિ છે. કામનું હોય કે નકામું વર્તમાન હય, ગયુંગુજર્યું હોય કે ભાવિ હેય; નજીકનું હોય કે દૂરનું હોય, મનુષ્ય-જાગ્રત મનુષ્ય-બધા વિશે સાચું જાણવા ઉદ્યત રહે જ છે. તે માત્ર કલ્પનાઓમાં અંતિમ સંતોષ મેળવી નથી શકતે. તેમ જ ખરી હકીકત નથી જણાતી કે તે જાણવી બાકી છે તેટલા માટે મનુષ્ય કલ્પના કરવાનું કામ પણ છેડી શકતા નથી. તે શરૂઆતમાં સાધત અને શક્તિ પ્રમાણે સ્પષ્ટ-અસ્પષ્ટ, સાચી-ખોટી અને મિશ્રિત કપનાઓ કર્યું જ જાય છે, અને સત્યજિજ્ઞાસાના ટેકાથી ક્યારેક તે સત્યની કોઈ ભૂમિકા ઉપર કે તેની નજીક પહોંચે છે. મનુષ્ય સ્વભાવનું આ Page #6 -------------------------------------------------------------------------- ________________ હિન્દી સંસ્કૃતિ અને અહિંસા [ ૬૦૫ તવ અહીં પણ લાગુ કરી કહેવું જોઈએ કે કેશાબીજીએ પૂરી સાધનો અને પૂરી માહિતીને અભાવે ઉપલબ્ધ સાધન અને માહિતી પ્રમાણે ભૂતકાળ વિશે જે જે કલ્પના કરી છે તે બધીને અક્ષરશઃ સત્ય કે અક્ષરશઃ અસત્ય ન માનતાં તે ઉપર વિચાર ચલાવવાનું અને તેમાં સધન કરવાનું કામ અભ્યાસી વાચકનું છે. કેશાંબીઝની બધી જ કલ્પનાઓ અન્યથાસિદ્ધ થાય તેય એમને ખોટું લાગવાનું છે જ નહિ. એની પાછળનું સત્ય હોય તો તે એ જ છે કે બધી વસ્તુઓને વિચાર ખુલ્લા દિલથી અને વહેમમુક્ત માનસથી કરતા શીખવું. આ એતિહાસિક દષ્ટિનું રહસ્ય છે. એ રહસ્ય ધ્યાનમાં રાખી વેદ કે તેવાં બીજાં અતિ પ્રાચીન ધર્મશાસ્ત્રોને વિચાર થશે તિય લેખકના પ્રયત્નનું આંશિક ફળ સિદ્ધ થશે જ. કેશાંબીજીએ પોતે જ કહ્યું છે કે તેઓ બાબિલેનિયન સાહિત્ય વિશે નથી જાણતા. વૈદિક સાહિત્ય તેમણે કામ પૂરતું વાંચ્યું અને વિચાર્યું હોય, તેમ છતાં તેઓ તે સાહિત્યના મુખ્ય અભ્યાસી તે નથી જ, એટલે પ્રાચીન વૈદિક સંસ્કૃતિને બાબિલોનિયન સંસ્કૃતિ સાથે તેમણે જે સંબંધ ગઠળે છે તે હજી કલ્પનાને જ વિષય છે, અને તે વિશેના અભ્યાસનું હજી આપણે ત્યાં તે પગરણ જ મંડાયું છે. વેદને અને તેને લગતા સાહિત્યને ઈશ્વરીય કે અપૌરુષેય માનવાની હજારે વર્ષની વારસાગત શ્રદ્ધા કરે માણસોમાં રૂઢ થયેલી છે. એની વિરુદ્ધ ખુદ વેદભક્તો અને વેદાભિમાની વિચારકવર્ગનું પણ ધ્યાન ખેંચાવા લાગ્યું છે. લોકમાન્ય તિલક જેવાએ પણ વેદને અતિહાસિક દૃષ્ટિએ જ જોવાવિચારવાનું પસંદ કરેલું, એ આ ઐતિહાસિક દૃષ્ટિની પ્રતિષ્ઠાનું જ પરિણામ છે. ઈશ્વરીય વાણી અને અપૌરુષેય વાણું તરીકેની વેદની માન્યતા આ રીતે ઓસરવા લાગી છે. તેવી સ્થિતિમાં બને તેટલું ચોકસાઈથી, પણ મોકળા મનથી, વદને અતિહાસિક અભ્યાસ થવા લાગે તે એથી વેદની પ્રતિષ્ઠામાં ઘટાડે નહિ પણ વધારે જ થવાને છે. સાયણ વગેરેનાં જે વેદભાષ્યો ને બીજા એવા પ્રાચીન ટીકાપ્ર છે તે બધાને ફરી અતિચીવટથી ઐતિહાસિક દષ્ટિએ વિચારવાની અનુકૂળ તક આવી લાગી છે. કશાંબીઝની આ બાબતની કલ્પનાઓ માત્ર ક૯૫નાઓ જ હશે તેય કેટલેક સ્થળે તેમણે ફેંકેલે પ્રકાશ એતિહાસિકોને ઉપયોગી તે થવાને જ. દા. ત. એમણે જે સ્થળે (પૃ. ૫૯) વંગ, મગધ અને વજજી એ ત્રણ પ્રજાએ શ્રદ્ધાહીન થવાને અર્થ કાઢયો છે તે કોઈ પણ વિદ્વાન વાચકને સાયણે કરેલ અર્થ કરતાં વધારે સંબદ્ધ જણાયા સિવાય ભાગ્યે જ રહેવાને. કોસાંબીઓએ વેદના મંત્ર, બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ વગેરે ભાગોના સમય વિશે જે મર્યાદા Page #7 -------------------------------------------------------------------------- ________________ ૬૦૬ ] દર્શન અને ચિંતન સૂચવી છે તે મને પિતાને વ્યાજબી લાગતી નથી. વૈદિક સાહિત્યમાં ભલે કેટલાક અંશે મેડના હોય, પણ એ સાહિત્યમાં ઘણે ભાગ અપેક્ષાકૃત બહુ જ જૂને છે, એ વિશે મને શંકા નથી. ઈન્દ્ર એક સ્વર્ગીય દેવ છે, તે વેદમંત્ર અને વિધિપૂર્વકના યજ્ઞથી પ્રસન્ન થઈ વરસાદ વરસાવે છે, પશુ અને મનુષ્યજાતિનું સંવર્ધન કરે છે વગેરે ધાર્મિક માન્યતાઓ આજના વૈજ્ઞાનિકયુગીન વેદભક્ત મનુષ્યની બુદ્ધિને સંતોષી શકે તેમ નથી. જ્યાં લગી એવી માન્યતાઓને બુદ્ધિગમ્ય એતિહાસિક ખુલાસે ન થાય ત્યાં લગી એવી માન્યતાઓને સહસા ફેંકી શકાતી પણ નથી અને તે બુદ્ધિમાં ખટક્યા સિવાય રહેતી પણ નથી. કેશાં બીજીએ ઇન્દ્ર વિશે દેડાવેલ કલ્પના-તરંગે કલ્પનામાં જ રહે તેય પણ તેવા બીજા ખુલાસાએ ઇન્દ્ર આદિ દેવ વિશે કરવાના બાકી રહે છે. આવા ખુલાસાએ કરવાની કે તે દિશામાં પ્રયત્ન જાગરિત કરવાની વૃત્તિ વાચકેમાં કોસાંબીજીનું લખાણ જન્માવે તે એમને પ્રયત્ન નિષ્ફળ નહિ ગણાય. કેશાબીએ આ પુસ્તકમાં છે અને જેટલી હકીકત એકઠી કરી છે, જેટલા વિવિધ ઉતારાઓ આપ્યા છે અને તે બધાને પિતાની વિનદક અને મને રંજક શૈલીથી, છતાંય કડક સમાચના સાથે, જે રીતે ગોઠવ્યા છે તે બધું અભ્યાસી વાચકને આ પણ છે અને ચીડવે પણ છે. બ્રાહ્મણુપક્ષીય વાચક હોય કે જૈન યા બૌદ્વપક્ષીય વાચક હય, તે જે જિજ્ઞાસુ હશે તે આ પુસ્તક વાંચતાં વાંચતાં ગમે તેટલે રેપ પ્રગટ કરતે જશે છતાંય તે પુસ્તક પૂરું વાંચ્યા સિવાય છેડશે નહિ. એવી રીતે એમાં નવ નવ વિષયોની ભરચક પૂરવણી લેખકે કરી છે, અને ટીકાને કઈ પણ પ્રસંગ આવતાં તે સ્થળે તદ્દન નીડરપણે સીધે પ્રહાર પણ કર્યો છે. પ્રતિપાદ્ય વિથ સંપ્રદાય સાથે સંબંધ ધરાવતા હોઈ અને સંપ્રદાય ધર્મરૂપે સામાન્ય જનતાના મનમાં સ્થાન પામેલ હોઈ તે વિશે જ્યારે ખંડનાત્મક સમાલોચના જોવામાં આવે છે ત્યારે અસાંપ્રદાયિક જેવું માનસ પણ ક્ષણભર ઉશ્કેરાઈ જાય તે સ્વાભાવિક છે. કેશાબીજીએ પિતાની સખત ટીકાનાં તીણા બાણે માત્ર બ્રાહ્મણવર્ગ ઉપર જ નથી ચલાવ્યા, તેમણે જૈન અને બૌદ્ધ શ્રમણને પણ પિતાનાં એ બાણુને લક્ષ્ય બનાવ્યા છે. એ સામાન્ય તત્વ જોતાં કેશાબીજીની પ્રકૃતિનું એક વિશિષ્ટ તત્ત્વ વાચકના મન ઉપર આવે છે અને તે એ કે તેઓને સ્વભાવ મુખ્યપણે ખંડનશેલી પ્રધાન અગર ટીકાપ્રધાન છે. આમ હોવા છતાં તેમણે એકત્ર કરેલ અને વિલક્ષણ રીતે મનરંજકતાપૂર્વક ગેહવેલ હકીકતો અને બીજી બાબત વાચકને ઉત્તરોત્તર જિજ્ઞાસાવૃદ્ધિ સાથે કોઈ Page #8 -------------------------------------------------------------------------- ________________ હિન્દી સંસ્કૃતિ અને અહિંસા [ ૬૦૭ નવા જ પ્રદેશમાં લઈ જાય છે. આ વાતે ઇન્દ્ર, બ્રહ્મા, મહાદેવ, લિંગપૂજા, વાસુદેવ આદિની ચર્ચાવાળાં પ્રકરણો ઉદાહરણરૂપ સૂચવવા બસ છે. ઇન્દ્ર વિશે તેમણે જે માહિતી એકઠી કરી છે કે તેને જે રીતે ગોઠવી છે, બ્રહ્મા હિંસક મટી અહિંસક દેવ કેમ છે એ વિશે જે હકીકતો મૂકી છે, મહાદેવનું મૂળ શું ? તે અસલમાં કોણ હતો ? લિંગ જેવી બીભત્સ પૂજા આર્યોમાં કયાંથી અને કેમ આવી ? દેવકીપુત્ર વાસુદેવ મૂળમાં કોને દેવ હતા, ઇત્યાદિ વિશે જે લખ્યું છે તે કઈને ગળે ઊતરે કે નહિ, કોઈને ચે કે નહિ, તેમ છતાં એ ચર્ચાઓ નવનવી હકીકત, નવનવી કલ્પના અને શિલીને કારણે એક નવ પ્રકારની નવલકથા જેવી બની ગઈ છે. મધ્યયુગમાં હરિભદ્ર અને અમિતગતિ જેવા જૈન લેખકેએ સાંપ્રદાયિક બદલા તરીકે પુરાણે અને પૌરાણિક દેવની ટીકા કરેલી, તે કરતાં કોસાંબીની ટીકા અતિહાસિક દષ્ટિના આશ્રયને લીધે જુદી પડી છે. તેમ છતાં કેશાંબીજીએ કરેલી કલ્પનાઓ અને જોડેલ પૂવપર સંબંધે વિદામાં ગ્રાહ્ય થવા વિશે શંકા રહે છે. આખા પુસ્તકમાં બ્રાહ્મણ અને બૌદ્ધ સાહિત્યને જેટલા પ્રમાણમાં સ્પર્શાવ્યું છે તેમ જ બ્રાહ્મણ અને બૌદ્ધ પરંપરા વિશે અનુકૂળ કે પ્રતિકૂળ જેટલું કહેવાયું છે તેના પ્રમાણમાં જૈન સાહિત્ય અને જૈન પરંપરાને સ્પર્શ સકારણ જ બહુ ઓછો છે. તેમ છતાં કશાંબીજીને ભગવાન પાર્શ્વનાથ પ્રત્યે, અહિંસાના પ્રથમ અને પ્રબળ સ્થાપક તરીકે, અતિ આદર જોવામાં આવે છે. કેશાબીજી ઘેર અંગીરસ અને બાવીસમાં જૈન તીર્થંકર નેમિનાથના એકીકરણની કલ્પના કરે છે, પણ તે માત્ર કલ્પના જ હૈવાને સંભવ છે. ભગવાન પાર્શ્વનાથની અહિંસાને તેઓ માત્ર નિષેધાત્મક અને બુદ્ધના અહિંસાના ઉપદેશને વિધાયક પણ કહે છે, તે મને બરાબર લાગતું નથી. પાર્શ્વનાથના ચતુર્યામે ત્રિવિધ ત્રિવિધ હતાં, અને એમાં જૈન પરિભાષા પ્રમાણે સમિતિ–સત્રવૃત્તિનું તત્ત્વ પણ હતું. વળી તેમને એક વિશિષ્ટ સંધ હોવાનું કેશાંબીજી પોતે પણ કબૂલે છે. આખો ત્યાગી સંધ માત્ર નિષ્ક્રિય રૂપે બેસી રહે ને કાંઈ વિધાયક કાર્ય કરે જ નહિ તે હિંસાપ્રધાન યજ્ઞોની સંસ્થાને કેવી રીતે જનતામાંથી ખસેડી કે નબળી કરી શકે ? એ જુદી વાત છે કે પાર્થ અને તેમના સંધને વિધાયક કાર્યક્રમ કે હતો તે જાણવાનું સ્પષ્ટ સાધન નથી. તેમણે પાર્શ્વની પરંપરા વિશે માત્ર દેહદમન પૂરતા તપનું વિધાન કર્યું છે તે તે અસંગત લાગે છે. બૌદ્ધ પરંપરા કરતાં જૈન પરંપરામાં દેહદમન ઉપર વધારે ભાર અપાયો છે એ વિશે શંકા નથી, પણ સામાન્ય લોકોનાં મનમાં એવી છાપ છે કે જૈન ભિક્ષુકે માત્ર દેહદમનને જ Page #9 -------------------------------------------------------------------------- ________________ ૬૦૮ ] દર્શન અને ચિંતન તષ કહે છે તે તદ્દન ભ્રાંતિ છે. ભગવાન મહાવીર કઠોર તપને કારણે જ દીર્ધ તપસ્વી કહેવાયા, પણ એ કોઈ એ ભૂલવું ન જોઈએ કે એમના તપમાં દેહદમન એ તે માત્ર સાધન તરીકે જ હતું. તેમનું મુખ્ય અને સાધ્ય તપ તો ધ્યાન, ચિત્તશુદ્ધિ આદિ આવ્યંતર તપ જ હતું. ભગવાન મહાવીરના આખા જીવનનો ઝેક આવ્યંતર તપ, માનસિક તપ કે આધ્યાત્મિક તપ તરફ જ હતો. બાહ્ય તપની કિંમત એમને મન આત્યંતર તપમાં ઉપયોગી થવા પૂરતી જ હતી. કેવળ દેહદમન જેવા બાહ્ય તપને તે એમણે વિરોધ કરેલો, તે ભગવતી જેવા પ્રામાણિક ગ્રન્થમાં દેખાય છે. તેથી સિદ્ધ થાય છે કે મહાવીરની તપસ્યા મુખ્યત્વે આત્મશુદ્ધિલક્ષી હતી, જેને જેને આત્યંતર તપ કહે છે. હવે જે પાર્શ્વની પરંપરામાં માત્ર દેહદમન કે બાહ્ય તપને જ સ્થાન હોત અને ભગવાન મહાવીરે એમાં સુધારો કરી પાછળથી આવ્યંતર તપને સ્થાન આપ્યું હોત તે જૈન શાસ્ત્રોમાં એ સુધારાની નોંધ જરૂર હોત; કારણ, પાર્શ્વની પરંપરામાં પ્રચલિત ચાતુર્યામના સ્થાનમાં પંચયામની અને બીજી નિત્ય પ્રતિક્રમણ જેવી સામાન્ય બાબતોની મહાવીરે જે સુધારણ કરી તેની ધ અતિ આદર અને અતિ કાળજીપૂર્વક જે જૈન પરંપરા આજ સુધી રખાતી આવી છે તે પાર્શ્વની પરંપરાના માત્ર દેહદમન પૂરતા તપમાં મહાવીરે સુધારે કર્યાની વાત જૈનો કદી ભૂલત જ નહિ. ભગવાન મહાવીર પહેલાં જૈન પરંપરામાં પૂર્વ શ્રતના અસ્તિત્વની અને કર્મતત્ત્વ વિશે કાંઈક વિશિષ્ટ સાહિત્ય હોવાની સાબિતી મળે છે, જે પાર્શ્વના સંધની માત્ર નિષ્કિયતાની વિરુદ્ધ પુરાવો છે. લિંગપૂજાનાં મૂળ અને તેના પ્રચારમાં જૈન શ્રમણોનો પણ કાંઈક હિસે હેવાની કૌશાંબીજીની કલ્પના છે. મને એ બરાબર લાગતું નથી. જૈન પરંપરામાં સમયે સમયે શિથિલાચાર દાખલ થયાના પુરાવાઓ મળે છે, પણ લિંગ જેવી બીભત્સ અને ખુલ્લી અનાચારપ્રધાન પદ્ધતિમાં ક્યારે પણ એ ઘસડાયા હોય એમ જણાતું નથી. ઊલટું, ઘણે સ્થળે પ્રાચીન. ગ્રન્થમાં જૈન લેકાએ મહાદેવ અને લિંગપૂજાને પ્રબળ પરિહાસ કર્યો છે. ' કેશબાજી પ્રત્યે પૂરો આદર હોવા છતાં સમગ્ર ભાવે પુસ્તકની શૈલી. વિશે જે છાપ પડે છે તે જણાવી દેવી યોગ્ય છે. મારા ઉપર એકબે વાર પુસ્તક વાચનથી જે છાપ પડી તેની એકસાઈ કરવા મેં બે-ચાર અસાંપ્રદાયિક માનસવાળા અને પૂરા કેળવાયેલ, કે જેમણે આ પુસ્તક વાંચ્યું હતું અગર મારા કહેવાથી વાંચ્યું, તેમની સાથે ચર્ચા કરી. એ બાબતમાં સૌને અભિપ્રાય એક જ પ્રકારને જણા કે કેશાં બીજીએ ભલે ઉદાર મન અને Page #10 -------------------------------------------------------------------------- ________________ હિન્દી સસ્કૃતિ અને અહિંસા [ ૬૯ અસાંપ્રદાયિક ભાવે લખવા કંછ્યુ હોય, છતાં તેનું વાચન ઊલટી જ અસર કરે છે. કાઈ પણ વાચક ઉપર એ છાપ પડવી લગભગ અનિવાય છે કે લેખક મુખ્યપણે બ્રાહ્મવર્ગ અને બ્રાહ્મણ સંસ્કૃતિને જ કડકમાં કડક વિધી છે. વાચકને અનેક વાર મનમાં એમ થઈ આવે છે કે જે બ્રાહ્મણવર્ગો ઉપર અને જે બ્રાહ્મણુ જાતિ ઉપર લેખકે આટલા બધા હુમલા કર્યાં છે તે વગ અને તે જાતિમાં સાત્વિક પ્રકૃતિવાળા, ઉદાત્ત ચારિત્રવાળા અને સમસ્ત જનતાનું ભલું ઈચ્છનારા તેમ જ તે માટે કાંઈક કરનારા કાઈ મહાપુરુષો કે તે થયા જ નથી શું ? જો બૌદ્ધ સાહિત્યમાંથી સંખ્યાબંધ અવતરણ સદ્ગુણ અને ઉચ્ચ ભાવનાના પેાષક મેળવી શકાય તો ખંડનીય બ્રાહ્મણ સાહિત્યમાં શું એને છેક જ અભાવ છે? બ્રાહ્મણ સાહિત્ય બૌદ્ધ સાહિત્ય કરતાં પ્રમાણમાં અતિવિશાળ છે. એમાં રાજમૂ અને તામસ અ’શે હાય એ સ્વાભાવિક છે, કારણ એ સાહિત્ય જૂના વખતથી ચાલુ થયેલુ અને સમગ્ર પ્રકારની જનપ્રકૃતિને ઉદ્દેશી રચાયેલું છે, જ્યારે બૌદ્ધ અને જૈન સાહિત્ય તા બ્રાહ્મણ સાહિત્યના એક સુધારારૂપે હાઈ માત્ર સાત્ત્વિક પ્રકૃતિને ઉદ્દેશી લખાયેલું છે; અને તેમ છતાંય તેમાં આગળ જતાં સાધારણ જતસ્વભાવના રાજમ તામસ ! થોડા પણ આવી ગયા છે. એવી સ્થિતિમાં બ્રાહ્મણ સાહિત્યમાંથી સાત્ત્વિક પ્રકૃતિવાળા ભાગને છેક જ સ્પર્શી સિવાય રાજસ કે તામસ જેવા ભાગની ટીકા કરવી તે કૈાશાથીજી જેવાની લેખિનીને પૂરું શોભતું નથી. કાશાંખીજી સત્સંગતિ જેવા કેટલાક સાત્ત્વિક ગુણે વિશે લખતાં જ્યારે એમ લખે છે કે એ ગુણો રામાનંદ જેવા સતેમાં કે વારકરીપથના ત્યાગીઓમાં દેખાયા તે તે! બૌદ્ધ જાહોજલાલીના સમય દરમિયાન પ્રજામાં ઊતરી ગયેલ એ સદ્ગુણાની ઊંડી અસરનું પરિણામ જ હતું, પુરાણુ અને તેના પુરસ્કર્તા બ્રાહ્મણોએ તા એવા સદ્ગુણો ભૂંસવા ખૂબ પ્રયત્ન કર્યાં, પણ ઔદ્ધ ઉપદેશને પ્રભાવે પ્રજામાં આઁડા ઊતરી ગયેલ એ ગુણા છેક ભૂંસાયટ નહિ અને કાળ જતાં કયારેક બ્રાહ્મણપથીય સતામાં એ પ્રગટ્યા, ત્યારે તા કાાંખીજીના વિધાનની અસંગતિની હદ વાચકના મન ઉપર અકાઈ જાય છે. જો કાશાંબીજી ધારત તો મહાભારત, રામાયણ અને અનેક પુરાણેમાંથી તેમ જ નીતિ, આચાર અને તત્ત્વજ્ઞાન વિષયક અનેક બ્રાહ્મણ ગ્રન્થામાંથી સત્સંગતિ અને તેના જેવા બીજા અનેક સદ્ગુણના સમયક ભાગે બૌદ્ધ સાહિત્યના અવતરણની પેઠે જ ઉતારી શકત. એમાં જરાય શક નથી કે મહાભારત અને પુરાણ આદિ બ્રાહ્મણ સાહિત્યમાંથી તેમણે ગાંધારીના પુત્રાની તેમ જ અગ્નિએ ખાંડવ વન ખાલ્યાની જે અસંગત વાતે તે સાહિત્યની ૩૮ Page #11 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ] દર્શન અને ચિંતા અસંબદ્ધતા બતાવવા રજૂ કરી છે તે જ વખતે બ્રાહ્મણ સાહિત્યના ભક્તને પણ આજે અસંગત જ લાગવાની. પણ કેશબીઝનું કર્તવ્ય આથી કાંઈક વધારે હતું અને તે મારી દષ્ટિએ એ હતું કે તેમણે બ્રાહ્મણ સાહિત્યમાંથી સારા અને સાત્વિક ભાગો પણ તારવી દેખાડવા જોઈતા હતા. પાછળથી બૌદ્ધ સાહિત્યમાં કેટલીયે અસંબદ્ધતા દાખલ થઈ છતાં જેમ તેમને મૂળ પિટકમાંથી સરસ ભાગ મળી આવ્યા તેમ એવા સરસ ભાગેને એક મોટા ખજાન બ્રાહ્મણ સાહિત્યમાં પણ તેમની નજરે ચડત. ખુદ એકલા મહાભારતમાં અહિંસા, સત્ય, અત્રી, સત્સંગતિ આદિ સશુ ઉપર બીજા કોઈ શાસ્ત્રથી ન ઊતરે એવું હદયગ્રાહી વર્ણન છે. વળી જેની ટીકા કરવાની હોય તેના ગુણે તે વધારેમાં વધારે સાવધાનીથી જોવા ને દોની પણ સખત ટીકા કરવી એ મારી સમજ મુજબ અહિંસક રીત છે. એવી સ્થિતિ છતાં બ્રાહ્મણ વર્ગની ટીકા કરતાં કેશાબીજની શૈલી વાચક ઉપર એવી છાપ પાડે છે કે જાણે તે બ્રાહ્મણવર્ગ અને બ્રાહ્મણ જાતિને કટ્ટા વિરોધી હોય–જે કે અને બીજા જાણીએ છે કે કોશીજી પોતે જ મૂળમાં બ્રાહાણ છે ને તેમના મનમાં એવો દેશ છે જ નહિ. ભગવદ્ગીતા વિશે કશાંબીજી જ્યારે લખે છે ત્યારે તેમની કલ્પનાચાતુરી અને કાવ્યશક્તિ વિશે માન ઊપજ્યા વિના રહેતું નથી. એ છતાંય કેશાં બીજી ગીતા વિરુદ્ધ કહે છે, તે જરાય ગળે ઊતરતું નથી. ગીતામાં જે કાંઈ સુંદર અને સાત્વિક ભાગ છે તે બૌદ્ધ પરંપરાને પ્રભાવ છે, તેમ જ ગીતાની રચનાના સમય વિશે તેમણે બાંધેલ કલ્પનાઓને પુલ એ બધું તર્કથી વેગળું લાગે છે. એમ તે હરડેઈ માણસ પિતાના માનીતા ને પ્રિય સંપ્રદાય કે સાહિત્ય વિશે એમ કહી શકે કે એની જ છાપ બીજા સંપ્રદાય ને બીજા સાહિત્ય ઉપર છે. જૈન લેકે પણ એ જ રીતે ગીતાની બાબતમાં પોતાની કલ્પના દેડાવી કહી શકે કે તેમાં પ્રતિપાદેલી અહિંસા, ભૂતદયા અને બીજા સાત્ત્વિક ગુણે એ તે જૈન અસરને લીધે છે. ખરી રીતે ગીતામાં જે ગૌરવ અને જે ગાંભીર્ય છે તે માત્ર કોઈ એક કવિ કે વિદ્વાન અનુભવ સિવાય આણી શકે નહિ. વળી કેશાં બીજીએ ગીતાનું સ્થાન આંકતાં જે સારાનરસા ભાગનું પૃથક્કરણું કરી એમાં મૌલિકતાને અભાવ બતાવ્યો છે તે તે તર્કની દષ્ટિએ ઉપહાસનીય લાગે છે. જેમ ભદંત નાગસેને રાજા મિલિન્દ સામે એક રથને દાખલો લઈ પૃથક્કરણ કરતાં બતાવ્યું કે પૈડાં, સુરા, ધરી આદિ અવયવ સિવાય રથ જેવી કોઈ એક વસ્તુ નથી, એ જ રીતે એ અવય પણ પરમાણુ-પંજસિવાય બીજું કાંઈ નથી, મતલબ કે છેવટે એક એક અંશને અલગ અલગ તપાસતાં સમૂહ કે અખંડ સૌન્દર્ય જેવી વસ્તુ જ નથી રહેતી. તે જ પ્રમાણે કોસાંબીજી બારીક Page #12 -------------------------------------------------------------------------- ________________ હિન્દી સંસ્કૃતિ અને અહિંસા [ ૬૧૧ પૃથક્કરણ કરી ગીતાના એક એક ભાગને છૂટો પાડી તેનું અખંડત્વ અને સામૂહિક સૌન્દર્ય જેવા વિરુદ્ધ દલીલ કરે તો એ જ તકે ભગવાન બુદ્ધના પ્રત્યેક ઉપદેશમાં લાગુ પાડતાં તેમાં મૌલિકત્વ જેવું શું બતાવી શકાય? આર્ય-અષ્ટગિક માર્ગ લે, તે એના એકએક ક્ટા ક્ટા અંશે પ્રથમથી જ પ્રજાજીવનમાં અને શાસ્ત્રોપદેશોમાં હતા એમ કહી શકાય. ચાર આર્ય સત્ય પણ નવાં તો નથી જ. જે એવી દલીલ કરવામાં આવે કે પ્રથમથી કે સમાન કાળમાં એ તર હોવા છતાં બુદ્દે પિતાની ઢબે જીવનમાં એ તો. પચાવી લેકે પોગી થાય એવી રીતે એને ઉપદેશ કર્યો એ જ બુદ્ધનું વૈશિષ્ટ, તે ગીતાની બાબતમાં પણ એમ કાં ન કહી શકાય? અહિંસા અને હિંસા એ બે વિરોધી તત્ત્વો મેળ એમાં કેવી રીતે બેસે એ પ્રશ્ન ખરે, પણ એનું સમાધાન તે બ્રાહ્મણ સાહિત્યની સર્વપ્રકૃતિમૂલક ઔત્સર્ગિકતામાં છે, એમ મને લાગે છે. એટલે કે ગુણકર્મમૂલક વર્ણ ધર્મ એ બ્રાહ્મણ ધર્મનું એક મહત્વનું અંગ રહેલું છે. શસ્ત્રયુદ્ધ એ ક્ષત્રિયવર્ગને એક ધર્મ મનાતે આવ્યો છે. અજ્ઞાન, સ્વાર્થ આદિ અનેક દેવોને કારણે એ ધર્મનાં હાનિકારક પરિણામો પણ ઇતિહાસમાં જોધાયાં છે એ વાત ખરી, છતાં શાસ્ત્રયુદ્ધ સિવાય અનેક પ્રસંગોએ કૌટુંબિક, સામાજિક કે રાષ્ટ્રીય રક્ષણ કદી પણ કોઈએ શકય સિદ્ધ કર્યું નથી. ખુદ બૌદ્ધ અને જૈન રાજ્યકર્તાઓએ, અહિંસાને આત્યંતિક પક્ષપાત ધરાવવા છતાં પણ, સમૂળગે શસ્ત્રત્યાગ કરી કૌટુંબિક સામાજિક અને રાષ્ટ્રીય રક્ષણ પદાર્થપાઠ સમભાવે શીખવ્યો નથી. અહિંસાને ઉદાત્ત ધર્મ માનનાર જૈન અને બૌદ્ધ પરંપરાના અનુગામી રાજ્યકર્તાઓએ અહિંસા દ્વારા વ્યાપક રીતે સમાજરક્ષણને દખલે બેસાડ્યો ન હોય ને તેમણે પિતે પણ રાજ્યરક્ષણમાં શસ્મયુદ્ધનો આશ્રય લીધો હોય, એવી સ્થિતિમાં વર્ણન ધર્મ તરીકે શસ્ત્રયુદ્ધને આશ્રય લેનાર બ્રાહ્મણ પરંપરા, એક અથવા બીજે કારણે એનાં અનિષ્ટ પરિણામે આવ્યા છે એટલા જ કારણસર, ધર્મપરમુખ છે એમ તે ન કહી શકાય. સમાજ અને રાષ્ટ્રરક્ષણને અહિંસા દ્વારા કોયડા ઉકેલવાનો વ્યાપક પ્રયોગ તો આ ચાલુ શતાબ્દીમાં મહાત્માજીએ આદર્યો છે અને તે ગમે તેટલે આદર્શ હોય તોપણ હજી પૂર્ણ રીતે સિદ્ધ થવાને બાકી છે. એટલે અત્યારની અહિંસાપ્રધાન યુદ્ધની દૃષ્ટિએ શસ્ત્રયુદ્ધની ઐતિહાસિક પરંપરાનું નિરર્થકપણું બતાવી શકાય નહિ. ગીતા એ તે બ્રાહ્મણધર્મની સુનિયત અને બુદ્ધિસિદ્ધ અતિહાસિક વર્ણવ્યવસ્થાનું પ્રતિપાદન કરે છે, એટલે તેમાં સિદ્ધ થયેલ તેમ જ વિકાસને અવકાશ હેય એવા બધા વર્ણન ધર્મોને સ્થાન છે. તેથી પ્રાચીન શસ્ત્રયુદ્ધની ક્ષત્રિય ધર્મની પરંપરા એમાં Page #13 -------------------------------------------------------------------------- ________________ ૬૧૨]. દર્શન અને ચિંતન આલેખાય અને સાથે સાથે ત્યાર લગીમાં ઉદાર ધર્મ તરીકે સમજાયેલ અને અંશતઃ વ્યક્તિગતપણે આચરાયેલ આધ્યાત્મિક અહિંસા પણ આલેખાય, એમાંય કશો વિરોધ મને દેખાતો નથી. આપણે સ્પષ્ટ જોઈએ છીએ કે જ્યારે ગાંધીજી અહિંસાના ઉદાત્ત તત્વના વ્યાપક ઉપયોગની શક્યતા પિતાના પ્રયોગથી કરી બતાવવા પ્રયત્ન કરે છે ત્યારે તેઓ એ જ ગીતાને સર્વશ્રેષ્ઠ પુસ્તક માનવા છતાં તેમાંની શસ્ત્રયુહની પરંપરાને સર્ષની કાંચળીની પેઠે ફેંકી દેવા. જેવી લેખી તેના પર જરાયે ભાર ન આપતાં ગીતામાંથી જ સર્વ રીતે અહિંસા ફલિત કરે છે. મને લાગે છે કે અસલ વાત તે ગુણદષ્ટિ અને ભક્તિની જ છે. ગાંધીજીએ એ દૃષ્ટિથી ગીતાને અવલંબી પિતાને પુરુષાર્થ સિદ્ધ કર્યાનું ઉદાહરણ આપણી સામે જ છે. ધમ્મપદ અને ઉત્તરાધ્યયન જેવા માત્ર અહિંસા પ્રતિપાદક ગ્રન્થોને પણ વાર્થ અને ભોગની દષ્ટિએ બૌદ્ધ તેમ જ જૈન ભિક્ષકે જ્યાં ઉપયોગ નથી કરતા ? અહિંસા, પ્રજ્ઞા, મિત્રી આદિ સાત્વિક ગુણોનો પક્ષપાત એ જ કેશબીજીનું મુખ્ય બળ છે, એવી મારી ધારણાને લીધે જ મેં ટીકા કરવામાં તેમણે અખત્યાર કરવા જોઈતા વલણ વિશે સૂચન કર્યું છે. બાકી ક્યારેક જેવાના પ્રત્યે તેવા” થવાની અપરિશોધિત વાસના મારા મનમાં ઉદય પામે છે ત્યારે સી. વી. વૈદ્ય કે ડૉકટર મુંજે જેવાને મુંહતોડ ઉત્તર આપવા કેશાબીજની સમર્થ લેખિની યાદ આવી જાય છે. ૧૯૩૬ના ચોમાસામાં પંડિત મદનમોહન માલવીયના પ્રમુખપદે હિન્દુ યુનિવર્સિટીમાં પહેલી વાર જ મુજેને સાંભળવાની તક મળી. તેમના આખા ભાષણનો ધ્વનિ એક જ હતો અને તે એક હિન્દુસ્તાનમાં હિન્દુઓને પડતી માત્ર અહિંસા અને બૌદ્ધ ધર્મને લીધે જ થયેલી છે. આવા મતલબના ખાણ અને ભાણ કરનાર કાંઈ માત્ર મુજે જ નથી, પણ વિદ્વાન અને પ્રોફેસર કહેવાતા અનેક માણસ જ્યાંત્યાં આવા પ્રલાપ કરે છે. મુજેને સાંભળતી વખતે મનમાં અનેક પ્રશ્ન ઉદ્ભવ્યા. તેમાંથી પહેલે પ્રશ્ન એ હતો કે જે આ વખતે ડૉ. ધ્રુવ જે પ્રમુખ હેત તે એ વિષપ્રચારનો કાંઈક પ્રતિકાર કરત. બીજો પ્રશ્ન મનમાં એ થયો કે મુંજે જ્યારે અહિંસાને જ હિન્દુઓની પડતીનું કારણ માની બૌદ્ધોને વગોવે છે ત્યારે તેમની સામે બૌદ્ધો તો કઈ છે નહિ અને અહિંસાના પ્રબળ સમર્થક જેને તેમની સામે છતાં તેમને ખુલ્લી રીતે કાં નહિ વગેવતા હોય ? આ પ્રશ્નનો ઉત્તર તે તે જ વખતે મનમાં મળી ગયું. તે સાચું હોય કે ખોટા એ કહી ન શકું, પણ ઉત્તર એ કું કે હિન્દુ મહાસભાના મુંજે જેવા સૂત્રધારે દેશમાં જ્યાંત્યાં થોડો પણ મેં ધરાવનાર જેને પાસેથી આર્થિક Page #14 -------------------------------------------------------------------------- ________________ હિન્દી સંસ્કૃતિ અને અહિંસા [ ૬૧૩ અને બીજી અનેક પ્રકારની મદદ મેળવવાની લાલચથી જ જેનોને ખુલ્લંખુલા ચીડવતાં ડરે છે. તેવા બૌદ્ધો આ દેશમાં નથી અને ક્યાંઈક હોય તેમ હિન્દુ મહાસભાને આર્થિક અને બીજી મદદ જેને પેઠે કરવાની આશા નથી. તેથી જ મુંજે અહિંસા અને બદ્ધોનું નામ લઈ મુસલમાન વગેરે પરદેશી જાતિઓથી થયેલ હિંદુ પરાજયનો રોષ અહિંસા પ્રત્યે ઠાલવે છે. એ જ વખતે મનમાં એમ પણ થઈ આવ્યું કે કેશાબીજી ઘણું વાર બ્રાહ્મણવર્ગ અને બ્રાહ્મણ સંસ્કૃતિ ઉપર પુણ્યપ્રકોપ ઠાલવે છે તે મુજે જેવા મતાધિ અને મિથ્યા અભિમાની વાતે યોગ્ય બદલે હશે શું? છેવટે કોસાંબીજીએ ગાંધીજીના વલણ વિશે ટીકા કરતાં જે કહ્યું છે તે બાબત કાંઈક કહેવું પ્રાપ્ત થાય છે. ગાંધીજી જમીનદારને જનતા પાલક થવાનું અને રાજાઓને રામરાજ્ય કરવાનું કહે છે. ગાંધીજીના જનતા પાલક અને રામરાજ્ય એ બે શબ્દને અર્થ કે હવે જોઈએ ને ગાંધીજીના મુખમાં કે શોભે તેને ખુલાસે કેશબાજીએ કરેલું છે. ગાંધીજીના પ્રથમથી આજ લગીનાં લખાણો ધ્યાનપૂર્વક સાંભળી લેવાની મારી વૃતિ રહી છે. કાશીજીએ ઉક્ત બે શબ્દોને અર્થ જે પ્રકારને ગાંધીજીના મુખમાં ભવાની વાત કહી છે તે જ પ્રકારના અર્થવાળો ખુલાસો તો ગાંધીજીનાં લખાણમાં જેનારને અનેક સ્થળે મળી આવે તેમ છે. ગાંધીજીમાં પ્રજ્ઞાની ઊણપ હોવાની વાત તે, હું ધારું છું, ભાગ્યે જ કેાઈ સ્વીકારશે. સત્ય અને તજજન્ય પ્રજ્ઞા ગાંધીજીમાં સહજ છે. એ ન હેત તે તેમનામાં અહિંસા જ ન હોત, અને હેત તેય તે અહિંસા જગતનું ધ્યાન ન ખેંચત, વિશ્વવ્યાપી અસર પેદા ન કરત. એ સ્વતઃસિદ્ધ પ્રજ્ઞા સામે બીજી કહેવાતી પ્રજ્ઞાઓ કેવી હતપ્રભ થઈ જાય છે એ તે ગાંધીજીના જીવનને હરેક અભ્યાસી જોઈ શકશે. કેશબો પ્રત્યેના બહુમાનને લીધે અને તેમના ઉદાર નિખાલસપણું પ્રત્યેના વિશ્વાસને લીધે મેં કેટલેક સ્થળે તેમના લખાણ વિરુદ્ધ મારું મન્તવ્ય નિસંકોચ જણાવ્યું છે, છતાં એથી આ પુસ્તકની કિંમતમાં કે ઉપયોગિતામાં જરાય ધટાડે થતું નથી. કેશાબીજીએ આ પુસ્તક લખી વિદ્વાનો અને સંશોધકે સામે એટલો બધો મોટો વિચાર અને દૃષ્ટિબિન્દુઓને પ્રજાને ખુલ્લો મૂક્યો છે કે વિરોધી પક્ષના સાચા અભ્યાસીઓ પણું એ બદલ તેમને આભાર કદી ભૂલશે નહિ. અંધશ્રદ્ધા અને બીકણવૃત્તિને લીધે ઘણું વહેમો જાહેરાતમાં આવતા જ નથી. મિત્રમંડળમાં ખાનગી રીતે થનાર ચર્ચાઓ જેવી છૂટ અને નિર્ભયતાથી થાય છે તે ચર્ચાઓ ઘણીવાર અગત્યની હેવા છતાં Page #15 -------------------------------------------------------------------------- ________________ 64 ] દર્શન અને ચિંતન તેને લેકસમક્ષ મૂકતાં વિદ્વાન લેખકે સુધ્ધાં કરે છે, સંકેચાય છે. જે વસ્તુ હું. મનમાં વિચારતો હેલું', મિત્રોને કહેતે હૈઉં ને જેના પ્રત્યે મારું વિશિષ્ટ વિલણ હોય તે જ વસ્તુ હું જે સમભાવે લેકસમક્ષ વિચાર અર્થે ન મૂકું તો વિચારની પ્રગતિશીલ ધારાઓ ઉદયમાં જ ન આવે. કેશાબીજી એવા ડરથી પર છે. એક વાર તેમને જે સત્ય લાગ્યું તે પછી તેઓ કહી જ દે છે. આ કાંઈ દેષ જ છે એમ ન કહી શકાય. તેથી એમણે પિતાનાં મંતવ્ય જે છૂટથી ચર્ચા છે, તથા પિતાના અવકન અને કલ્પનાબળને ઉપયોગ કરી પોતાના કથનનું જે સમર્થન કર્યું છે તે પુનઃ વિચારવા વાસ્તે સૌને માટે ખુલ્લું છે. વિચારકને વિચાર અને ચિંતનની, લેખકને લખવાની અને શૈધકને સંશોધનની ઘણું સામગ્રી પૂરી પાડવા બદલ ગુણ તો કેશાબીજીના સમર્થ શ્રમના આભારી જ રહેવું જોઈએ. - કાશીબીજ આ પુસ્તક મરાઠીમાં લખી રહ્યા હતા તે જ વખતે એ નિર્ણય મેં સાંભળેલ કે આનું હિન્દી ભાષાન્તર પ્રથમ જ અને જલદી પ્રગટ થશે. તે વખતે મને સંદેહ તે થયેલે કે કાશી જેવા સનાતન રૂઢિના કિલામાં વસતા ઉદારતા પ્રકાશકો પણ આવું ભાષાન્તર જલદી અને પ્રથમ પ્રગટ કરે તે એટલી વાત સાબિત થશે કે એ કિલ્લામાં હવે ગાબડાં પડવા લાગ્યાં છે. કેણ જાણે કયે કારણે હજી હિન્દી ભાષાન્તર પ્રસિદ્ધ થયું નથી. મરાઠી ઉપરથી હિન્દી લખાયું છે કે નહિ તે પણ અજ્ઞાત છે, પરંતુ ખુશીની વાત છે કે ગુજરાતી ભાષાનાર પ્રથમ જ પ્રસિદ્ધ થાય છે. ગુજરાતની વ્યાપારી પ્રકૃતિસુલભ ઉદારતા, સાહસવૃત્તિ અને રૂઢિદાસત્વની મુક્તિ આ પ્રકાશનથી સિદ્ધ થાય છે. શ્રીયુત જીવણલાલે આ ગૂજરાતી ભાષાન્તર પ્રગટ કરી ગૂજરાતી સાહિત્યમાં એક નવી ભાતના કીમતી અને ભાગ્યે જ બીજાથી લખાય એવા પુસ્તકનું ઉમેરણ કરી ગુજરાતી વાચકવર્ગ ઉપર ઉપકાર કર્યો છે.