________________
હિન્દી સસ્કૃતિ અને અહિંસા
[ ૬૯
અસાંપ્રદાયિક ભાવે લખવા કંછ્યુ હોય, છતાં તેનું વાચન ઊલટી જ અસર કરે છે. કાઈ પણ વાચક ઉપર એ છાપ પડવી લગભગ અનિવાય છે કે લેખક મુખ્યપણે બ્રાહ્મવર્ગ અને બ્રાહ્મણ સંસ્કૃતિને જ કડકમાં કડક વિધી છે. વાચકને અનેક વાર મનમાં એમ થઈ આવે છે કે જે બ્રાહ્મણવર્ગો ઉપર અને જે બ્રાહ્મણુ જાતિ ઉપર લેખકે આટલા બધા હુમલા કર્યાં છે તે વગ અને તે જાતિમાં સાત્વિક પ્રકૃતિવાળા, ઉદાત્ત ચારિત્રવાળા અને સમસ્ત જનતાનું ભલું ઈચ્છનારા તેમ જ તે માટે કાંઈક કરનારા કાઈ મહાપુરુષો કે તે થયા જ નથી શું ? જો બૌદ્ધ સાહિત્યમાંથી સંખ્યાબંધ
અવતરણ સદ્ગુણ અને ઉચ્ચ ભાવનાના પેાષક મેળવી શકાય તો ખંડનીય બ્રાહ્મણ સાહિત્યમાં શું એને છેક જ અભાવ છે? બ્રાહ્મણ સાહિત્ય બૌદ્ધ સાહિત્ય કરતાં પ્રમાણમાં અતિવિશાળ છે. એમાં રાજમૂ અને તામસ અ’શે હાય એ સ્વાભાવિક છે, કારણ એ સાહિત્ય જૂના વખતથી ચાલુ થયેલુ અને સમગ્ર પ્રકારની જનપ્રકૃતિને ઉદ્દેશી રચાયેલું છે, જ્યારે બૌદ્ધ અને જૈન સાહિત્ય તા બ્રાહ્મણ સાહિત્યના એક સુધારારૂપે હાઈ માત્ર સાત્ત્વિક પ્રકૃતિને ઉદ્દેશી લખાયેલું છે; અને તેમ છતાંય તેમાં આગળ જતાં સાધારણ જતસ્વભાવના રાજમ તામસ ! થોડા પણ આવી ગયા છે. એવી સ્થિતિમાં બ્રાહ્મણ સાહિત્યમાંથી સાત્ત્વિક પ્રકૃતિવાળા ભાગને છેક જ સ્પર્શી સિવાય રાજસ કે તામસ જેવા ભાગની ટીકા કરવી તે કૈાશાથીજી જેવાની લેખિનીને પૂરું શોભતું નથી. કાશાંખીજી સત્સંગતિ જેવા કેટલાક સાત્ત્વિક ગુણે વિશે લખતાં જ્યારે એમ લખે છે કે એ ગુણો રામાનંદ જેવા સતેમાં કે વારકરીપથના ત્યાગીઓમાં દેખાયા તે તે! બૌદ્ધ જાહોજલાલીના સમય દરમિયાન પ્રજામાં ઊતરી ગયેલ એ સદ્ગુણાની ઊંડી અસરનું પરિણામ જ હતું, પુરાણુ અને તેના પુરસ્કર્તા બ્રાહ્મણોએ તા એવા સદ્ગુણો ભૂંસવા ખૂબ પ્રયત્ન કર્યાં, પણ ઔદ્ધ ઉપદેશને પ્રભાવે પ્રજામાં આઁડા ઊતરી ગયેલ એ ગુણા છેક ભૂંસાયટ નહિ અને કાળ જતાં કયારેક બ્રાહ્મણપથીય સતામાં એ પ્રગટ્યા, ત્યારે તા કાાંખીજીના વિધાનની અસંગતિની હદ વાચકના મન ઉપર અકાઈ જાય છે. જો કાશાંબીજી ધારત તો મહાભારત, રામાયણ અને અનેક પુરાણેમાંથી તેમ જ નીતિ, આચાર અને તત્ત્વજ્ઞાન વિષયક અનેક બ્રાહ્મણ ગ્રન્થામાંથી સત્સંગતિ અને તેના જેવા બીજા અનેક સદ્ગુણના સમયક ભાગે બૌદ્ધ સાહિત્યના અવતરણની પેઠે જ ઉતારી શકત. એમાં જરાય શક નથી કે મહાભારત અને પુરાણ આદિ બ્રાહ્મણ સાહિત્યમાંથી તેમણે ગાંધારીના પુત્રાની તેમ જ અગ્નિએ ખાંડવ વન ખાલ્યાની જે અસંગત વાતે તે સાહિત્યની
૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org