Book Title: Hindi Sanskruti ane Ahimsa Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 1
________________ હિન્દી સંસ્કૃતિ અને અહિંસા હિન્દી સંસ્કૃતિ અને અહિંસા” નામનું પ્રસ્તુત પુસ્તક મૂળમાં મરાઠી ભાષામાં લખાયેલું છે. એના લેખક વાચનશીલ ગુજરાતીથી ભાગ્યે જ અજાણ્યા એવા અધ્યાપક ધર્માનંદ કેશાંબી છે. પ્રસ્તુત ગુજરાતી અનુવાદના પ્રકાશક શ્રીયુત જીવણલાલભાઈને આ પુસ્તકના પ્રારંભમાં કાંઈક લખી દેવા વિશે જ્યારે મારા ઉપર કાગળ આવ્યો ત્યારે સાથે જ કોસાંબીજીને પણ મારા ઉપર પત્ર હતો કે મારે કાંઈક લખવું. કેશાબીજના પરિચિત જ નહિ પણ અતિ પરિચિત અને તેમના પ્રત્યે આદરશીલ અનેક વિદ્વાન હોવા છતાં કેશબીએ મારા જેવા અનધિકારી મિત્રની પસંદગી કરી, તેથી મને અંતરમાં સાચે જ નવાઈ લાગી. તબિયત અને બીજા કાર્યભારને લીધે, તેમ જ ધાર્મિક મનાતા અને તે જ કારણે અતિ આળા વિષય ઉપર લખાયેલ આવા ગંભીર પુસ્તક વિશે કાંઈ પણ લખવાના અધિકારના સ્પષ્ટ ભાનને લીધે, મેં જવાબમાં શ્રીયુત જીવણલાલભાઈને કાંઈક લખવા વિશે ના જ લખી હેત, પણ તેમ કરી ન શક્યો. કેશાબીજી સાથેના મારા વિવિધ મધુર સંબધેમાં એક મહત્વનો મધુર સંબંધ પહેલેથી લાંબા કાળ લગી અવ્યાહત ચાલ્યો આવેલો. તે સંબંધ છે વિદ્યાને. બૌદ્ધ પાલિ વાડ્મયની મારી અસલી ઉપાસના ગૂજરાત વિદ્યાપીઠમાં કેશબીઝના જોડાણ સાથે જ તેમની પાસે શરૂ થઈ ને ઠેઠ પ્રસ્તુત પુસ્તક લખવાના ઉદ્દેશથી તેઓ જ્યારે હિન્દુ યુનિવર્સિટીમાં આવી રહ્યા ત્યાં લગી અને છેવટે તેમણે જ્યારે સરયૂતટે જઈ અનશન આદર્યું, ત્યાંથી કાશીમાં પાછી ફર્યો ત્યાં લગી અર્થાત્ ૧૯૪૪ ના શિયાળા લગી મળતી બધી તકેમાં ચાલુ રહી. આવા ઈષ્ટ અને જીવનમાં રસપૂરક વિદ્યાસંબંધને લીધે જ મારાથી, કિશોબીજીને શ્રમસિદ્ધ અતિપ્રિય પુસ્તક વિશે, કાંઈ પણ લખી આપવાની ના લખવાનું કામ કઠણ જેવું થઈ પડયું. લગભગ બે માસ લગી પ્રસ્તુત પુસ્તકના બધા ફરમા પાસે રાખ્યા. હવે વધારે વખત સુધી એને એમ ને એમ રાખવાં એ પ્રકાશકની દષ્ટિએ અને મારા પિતાના ભાવી કામની દષ્ટિએ એગ્ય ન લાગ્યું, તેથી પ્રસ્તુત પુસ્તક વાંચતાં જે સામાન્ય ને ઉપરછલ્લા વિચારે આવ્યા તેમાંનો થોડે પણ ભાગ લખી, સવીકારેલ બંધનમાંથી મુક્ત થવા પ્રયત્ન કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 15