Book Title: Hindi Sanskruti ane Ahimsa Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 6
________________ હિન્દી સંસ્કૃતિ અને અહિંસા [ ૬૦૫ તવ અહીં પણ લાગુ કરી કહેવું જોઈએ કે કેશાબીજીએ પૂરી સાધનો અને પૂરી માહિતીને અભાવે ઉપલબ્ધ સાધન અને માહિતી પ્રમાણે ભૂતકાળ વિશે જે જે કલ્પના કરી છે તે બધીને અક્ષરશઃ સત્ય કે અક્ષરશઃ અસત્ય ન માનતાં તે ઉપર વિચાર ચલાવવાનું અને તેમાં સધન કરવાનું કામ અભ્યાસી વાચકનું છે. કેશાંબીઝની બધી જ કલ્પનાઓ અન્યથાસિદ્ધ થાય તેય એમને ખોટું લાગવાનું છે જ નહિ. એની પાછળનું સત્ય હોય તો તે એ જ છે કે બધી વસ્તુઓને વિચાર ખુલ્લા દિલથી અને વહેમમુક્ત માનસથી કરતા શીખવું. આ એતિહાસિક દષ્ટિનું રહસ્ય છે. એ રહસ્ય ધ્યાનમાં રાખી વેદ કે તેવાં બીજાં અતિ પ્રાચીન ધર્મશાસ્ત્રોને વિચાર થશે તિય લેખકના પ્રયત્નનું આંશિક ફળ સિદ્ધ થશે જ. કેશાંબીજીએ પોતે જ કહ્યું છે કે તેઓ બાબિલેનિયન સાહિત્ય વિશે નથી જાણતા. વૈદિક સાહિત્ય તેમણે કામ પૂરતું વાંચ્યું અને વિચાર્યું હોય, તેમ છતાં તેઓ તે સાહિત્યના મુખ્ય અભ્યાસી તે નથી જ, એટલે પ્રાચીન વૈદિક સંસ્કૃતિને બાબિલોનિયન સંસ્કૃતિ સાથે તેમણે જે સંબંધ ગઠળે છે તે હજી કલ્પનાને જ વિષય છે, અને તે વિશેના અભ્યાસનું હજી આપણે ત્યાં તે પગરણ જ મંડાયું છે. વેદને અને તેને લગતા સાહિત્યને ઈશ્વરીય કે અપૌરુષેય માનવાની હજારે વર્ષની વારસાગત શ્રદ્ધા કરે માણસોમાં રૂઢ થયેલી છે. એની વિરુદ્ધ ખુદ વેદભક્તો અને વેદાભિમાની વિચારકવર્ગનું પણ ધ્યાન ખેંચાવા લાગ્યું છે. લોકમાન્ય તિલક જેવાએ પણ વેદને અતિહાસિક દૃષ્ટિએ જ જોવાવિચારવાનું પસંદ કરેલું, એ આ ઐતિહાસિક દૃષ્ટિની પ્રતિષ્ઠાનું જ પરિણામ છે. ઈશ્વરીય વાણી અને અપૌરુષેય વાણું તરીકેની વેદની માન્યતા આ રીતે ઓસરવા લાગી છે. તેવી સ્થિતિમાં બને તેટલું ચોકસાઈથી, પણ મોકળા મનથી, વદને અતિહાસિક અભ્યાસ થવા લાગે તે એથી વેદની પ્રતિષ્ઠામાં ઘટાડે નહિ પણ વધારે જ થવાને છે. સાયણ વગેરેનાં જે વેદભાષ્યો ને બીજા એવા પ્રાચીન ટીકાપ્ર છે તે બધાને ફરી અતિચીવટથી ઐતિહાસિક દષ્ટિએ વિચારવાની અનુકૂળ તક આવી લાગી છે. કશાંબીઝની આ બાબતની કલ્પનાઓ માત્ર ક૯૫નાઓ જ હશે તેય કેટલેક સ્થળે તેમણે ફેંકેલે પ્રકાશ એતિહાસિકોને ઉપયોગી તે થવાને જ. દા. ત. એમણે જે સ્થળે (પૃ. ૫૯) વંગ, મગધ અને વજજી એ ત્રણ પ્રજાએ શ્રદ્ધાહીન થવાને અર્થ કાઢયો છે તે કોઈ પણ વિદ્વાન વાચકને સાયણે કરેલ અર્થ કરતાં વધારે સંબદ્ધ જણાયા સિવાય ભાગ્યે જ રહેવાને. કોસાંબીઓએ વેદના મંત્ર, બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ વગેરે ભાગોના સમય વિશે જે મર્યાદા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15