Book Title: Hindi Sanskruti ane Ahimsa
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 14
________________ હિન્દી સંસ્કૃતિ અને અહિંસા [ ૬૧૩ અને બીજી અનેક પ્રકારની મદદ મેળવવાની લાલચથી જ જેનોને ખુલ્લંખુલા ચીડવતાં ડરે છે. તેવા બૌદ્ધો આ દેશમાં નથી અને ક્યાંઈક હોય તેમ હિન્દુ મહાસભાને આર્થિક અને બીજી મદદ જેને પેઠે કરવાની આશા નથી. તેથી જ મુંજે અહિંસા અને બદ્ધોનું નામ લઈ મુસલમાન વગેરે પરદેશી જાતિઓથી થયેલ હિંદુ પરાજયનો રોષ અહિંસા પ્રત્યે ઠાલવે છે. એ જ વખતે મનમાં એમ પણ થઈ આવ્યું કે કેશાબીજી ઘણું વાર બ્રાહ્મણવર્ગ અને બ્રાહ્મણ સંસ્કૃતિ ઉપર પુણ્યપ્રકોપ ઠાલવે છે તે મુજે જેવા મતાધિ અને મિથ્યા અભિમાની વાતે યોગ્ય બદલે હશે શું? છેવટે કોસાંબીજીએ ગાંધીજીના વલણ વિશે ટીકા કરતાં જે કહ્યું છે તે બાબત કાંઈક કહેવું પ્રાપ્ત થાય છે. ગાંધીજી જમીનદારને જનતા પાલક થવાનું અને રાજાઓને રામરાજ્ય કરવાનું કહે છે. ગાંધીજીના જનતા પાલક અને રામરાજ્ય એ બે શબ્દને અર્થ કે હવે જોઈએ ને ગાંધીજીના મુખમાં કે શોભે તેને ખુલાસે કેશબાજીએ કરેલું છે. ગાંધીજીના પ્રથમથી આજ લગીનાં લખાણો ધ્યાનપૂર્વક સાંભળી લેવાની મારી વૃતિ રહી છે. કાશીજીએ ઉક્ત બે શબ્દોને અર્થ જે પ્રકારને ગાંધીજીના મુખમાં ભવાની વાત કહી છે તે જ પ્રકારના અર્થવાળો ખુલાસો તો ગાંધીજીનાં લખાણમાં જેનારને અનેક સ્થળે મળી આવે તેમ છે. ગાંધીજીમાં પ્રજ્ઞાની ઊણપ હોવાની વાત તે, હું ધારું છું, ભાગ્યે જ કેાઈ સ્વીકારશે. સત્ય અને તજજન્ય પ્રજ્ઞા ગાંધીજીમાં સહજ છે. એ ન હેત તે તેમનામાં અહિંસા જ ન હોત, અને હેત તેય તે અહિંસા જગતનું ધ્યાન ન ખેંચત, વિશ્વવ્યાપી અસર પેદા ન કરત. એ સ્વતઃસિદ્ધ પ્રજ્ઞા સામે બીજી કહેવાતી પ્રજ્ઞાઓ કેવી હતપ્રભ થઈ જાય છે એ તે ગાંધીજીના જીવનને હરેક અભ્યાસી જોઈ શકશે. કેશબો પ્રત્યેના બહુમાનને લીધે અને તેમના ઉદાર નિખાલસપણું પ્રત્યેના વિશ્વાસને લીધે મેં કેટલેક સ્થળે તેમના લખાણ વિરુદ્ધ મારું મન્તવ્ય નિસંકોચ જણાવ્યું છે, છતાં એથી આ પુસ્તકની કિંમતમાં કે ઉપયોગિતામાં જરાય ધટાડે થતું નથી. કેશાબીજીએ આ પુસ્તક લખી વિદ્વાનો અને સંશોધકે સામે એટલો બધો મોટો વિચાર અને દૃષ્ટિબિન્દુઓને પ્રજાને ખુલ્લો મૂક્યો છે કે વિરોધી પક્ષના સાચા અભ્યાસીઓ પણું એ બદલ તેમને આભાર કદી ભૂલશે નહિ. અંધશ્રદ્ધા અને બીકણવૃત્તિને લીધે ઘણું વહેમો જાહેરાતમાં આવતા જ નથી. મિત્રમંડળમાં ખાનગી રીતે થનાર ચર્ચાઓ જેવી છૂટ અને નિર્ભયતાથી થાય છે તે ચર્ચાઓ ઘણીવાર અગત્યની હેવા છતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15