Book Title: Hindi Sanskruti ane Ahimsa Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 7
________________ ૬૦૬ ] દર્શન અને ચિંતન સૂચવી છે તે મને પિતાને વ્યાજબી લાગતી નથી. વૈદિક સાહિત્યમાં ભલે કેટલાક અંશે મેડના હોય, પણ એ સાહિત્યમાં ઘણે ભાગ અપેક્ષાકૃત બહુ જ જૂને છે, એ વિશે મને શંકા નથી. ઈન્દ્ર એક સ્વર્ગીય દેવ છે, તે વેદમંત્ર અને વિધિપૂર્વકના યજ્ઞથી પ્રસન્ન થઈ વરસાદ વરસાવે છે, પશુ અને મનુષ્યજાતિનું સંવર્ધન કરે છે વગેરે ધાર્મિક માન્યતાઓ આજના વૈજ્ઞાનિકયુગીન વેદભક્ત મનુષ્યની બુદ્ધિને સંતોષી શકે તેમ નથી. જ્યાં લગી એવી માન્યતાઓને બુદ્ધિગમ્ય એતિહાસિક ખુલાસે ન થાય ત્યાં લગી એવી માન્યતાઓને સહસા ફેંકી શકાતી પણ નથી અને તે બુદ્ધિમાં ખટક્યા સિવાય રહેતી પણ નથી. કેશાં બીજીએ ઇન્દ્ર વિશે દેડાવેલ કલ્પના-તરંગે કલ્પનામાં જ રહે તેય પણ તેવા બીજા ખુલાસાએ ઇન્દ્ર આદિ દેવ વિશે કરવાના બાકી રહે છે. આવા ખુલાસાએ કરવાની કે તે દિશામાં પ્રયત્ન જાગરિત કરવાની વૃત્તિ વાચકેમાં કોસાંબીજીનું લખાણ જન્માવે તે એમને પ્રયત્ન નિષ્ફળ નહિ ગણાય. કેશાબીએ આ પુસ્તકમાં છે અને જેટલી હકીકત એકઠી કરી છે, જેટલા વિવિધ ઉતારાઓ આપ્યા છે અને તે બધાને પિતાની વિનદક અને મને રંજક શૈલીથી, છતાંય કડક સમાચના સાથે, જે રીતે ગોઠવ્યા છે તે બધું અભ્યાસી વાચકને આ પણ છે અને ચીડવે પણ છે. બ્રાહ્મણુપક્ષીય વાચક હોય કે જૈન યા બૌદ્વપક્ષીય વાચક હય, તે જે જિજ્ઞાસુ હશે તે આ પુસ્તક વાંચતાં વાંચતાં ગમે તેટલે રેપ પ્રગટ કરતે જશે છતાંય તે પુસ્તક પૂરું વાંચ્યા સિવાય છેડશે નહિ. એવી રીતે એમાં નવ નવ વિષયોની ભરચક પૂરવણી લેખકે કરી છે, અને ટીકાને કઈ પણ પ્રસંગ આવતાં તે સ્થળે તદ્દન નીડરપણે સીધે પ્રહાર પણ કર્યો છે. પ્રતિપાદ્ય વિથ સંપ્રદાય સાથે સંબંધ ધરાવતા હોઈ અને સંપ્રદાય ધર્મરૂપે સામાન્ય જનતાના મનમાં સ્થાન પામેલ હોઈ તે વિશે જ્યારે ખંડનાત્મક સમાલોચના જોવામાં આવે છે ત્યારે અસાંપ્રદાયિક જેવું માનસ પણ ક્ષણભર ઉશ્કેરાઈ જાય તે સ્વાભાવિક છે. કેશાબીજીએ પિતાની સખત ટીકાનાં તીણા બાણે માત્ર બ્રાહ્મણવર્ગ ઉપર જ નથી ચલાવ્યા, તેમણે જૈન અને બૌદ્ધ શ્રમણને પણ પિતાનાં એ બાણુને લક્ષ્ય બનાવ્યા છે. એ સામાન્ય તત્વ જોતાં કેશાબીજીની પ્રકૃતિનું એક વિશિષ્ટ તત્ત્વ વાચકના મન ઉપર આવે છે અને તે એ કે તેઓને સ્વભાવ મુખ્યપણે ખંડનશેલી પ્રધાન અગર ટીકાપ્રધાન છે. આમ હોવા છતાં તેમણે એકત્ર કરેલ અને વિલક્ષણ રીતે મનરંજકતાપૂર્વક ગેહવેલ હકીકતો અને બીજી બાબત વાચકને ઉત્તરોત્તર જિજ્ઞાસાવૃદ્ધિ સાથે કોઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15