SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૮ ] દર્શન અને ચિંતન તષ કહે છે તે તદ્દન ભ્રાંતિ છે. ભગવાન મહાવીર કઠોર તપને કારણે જ દીર્ધ તપસ્વી કહેવાયા, પણ એ કોઈ એ ભૂલવું ન જોઈએ કે એમના તપમાં દેહદમન એ તે માત્ર સાધન તરીકે જ હતું. તેમનું મુખ્ય અને સાધ્ય તપ તો ધ્યાન, ચિત્તશુદ્ધિ આદિ આવ્યંતર તપ જ હતું. ભગવાન મહાવીરના આખા જીવનનો ઝેક આવ્યંતર તપ, માનસિક તપ કે આધ્યાત્મિક તપ તરફ જ હતો. બાહ્ય તપની કિંમત એમને મન આત્યંતર તપમાં ઉપયોગી થવા પૂરતી જ હતી. કેવળ દેહદમન જેવા બાહ્ય તપને તે એમણે વિરોધ કરેલો, તે ભગવતી જેવા પ્રામાણિક ગ્રન્થમાં દેખાય છે. તેથી સિદ્ધ થાય છે કે મહાવીરની તપસ્યા મુખ્યત્વે આત્મશુદ્ધિલક્ષી હતી, જેને જેને આત્યંતર તપ કહે છે. હવે જે પાર્શ્વની પરંપરામાં માત્ર દેહદમન કે બાહ્ય તપને જ સ્થાન હોત અને ભગવાન મહાવીરે એમાં સુધારો કરી પાછળથી આવ્યંતર તપને સ્થાન આપ્યું હોત તે જૈન શાસ્ત્રોમાં એ સુધારાની નોંધ જરૂર હોત; કારણ, પાર્શ્વની પરંપરામાં પ્રચલિત ચાતુર્યામના સ્થાનમાં પંચયામની અને બીજી નિત્ય પ્રતિક્રમણ જેવી સામાન્ય બાબતોની મહાવીરે જે સુધારણ કરી તેની ધ અતિ આદર અને અતિ કાળજીપૂર્વક જે જૈન પરંપરા આજ સુધી રખાતી આવી છે તે પાર્શ્વની પરંપરાના માત્ર દેહદમન પૂરતા તપમાં મહાવીરે સુધારે કર્યાની વાત જૈનો કદી ભૂલત જ નહિ. ભગવાન મહાવીર પહેલાં જૈન પરંપરામાં પૂર્વ શ્રતના અસ્તિત્વની અને કર્મતત્ત્વ વિશે કાંઈક વિશિષ્ટ સાહિત્ય હોવાની સાબિતી મળે છે, જે પાર્શ્વના સંધની માત્ર નિષ્કિયતાની વિરુદ્ધ પુરાવો છે. લિંગપૂજાનાં મૂળ અને તેના પ્રચારમાં જૈન શ્રમણોનો પણ કાંઈક હિસે હેવાની કૌશાંબીજીની કલ્પના છે. મને એ બરાબર લાગતું નથી. જૈન પરંપરામાં સમયે સમયે શિથિલાચાર દાખલ થયાના પુરાવાઓ મળે છે, પણ લિંગ જેવી બીભત્સ અને ખુલ્લી અનાચારપ્રધાન પદ્ધતિમાં ક્યારે પણ એ ઘસડાયા હોય એમ જણાતું નથી. ઊલટું, ઘણે સ્થળે પ્રાચીન. ગ્રન્થમાં જૈન લેકાએ મહાદેવ અને લિંગપૂજાને પ્રબળ પરિહાસ કર્યો છે. ' કેશબાજી પ્રત્યે પૂરો આદર હોવા છતાં સમગ્ર ભાવે પુસ્તકની શૈલી. વિશે જે છાપ પડે છે તે જણાવી દેવી યોગ્ય છે. મારા ઉપર એકબે વાર પુસ્તક વાચનથી જે છાપ પડી તેની એકસાઈ કરવા મેં બે-ચાર અસાંપ્રદાયિક માનસવાળા અને પૂરા કેળવાયેલ, કે જેમણે આ પુસ્તક વાંચ્યું હતું અગર મારા કહેવાથી વાંચ્યું, તેમની સાથે ચર્ચા કરી. એ બાબતમાં સૌને અભિપ્રાય એક જ પ્રકારને જણા કે કેશાં બીજીએ ભલે ઉદાર મન અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249226
Book TitleHindi Sanskruti ane Ahimsa
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages15
LanguageGujarati
ClassificationArticle & Ahimsa
File Size411 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy