________________
હિન્દી સંસ્કૃતિ અને અહિંસા
[ ૬૦૭ નવા જ પ્રદેશમાં લઈ જાય છે. આ વાતે ઇન્દ્ર, બ્રહ્મા, મહાદેવ, લિંગપૂજા, વાસુદેવ આદિની ચર્ચાવાળાં પ્રકરણો ઉદાહરણરૂપ સૂચવવા બસ છે. ઇન્દ્ર વિશે તેમણે જે માહિતી એકઠી કરી છે કે તેને જે રીતે ગોઠવી છે, બ્રહ્મા હિંસક મટી અહિંસક દેવ કેમ છે એ વિશે જે હકીકતો મૂકી છે, મહાદેવનું મૂળ શું ? તે અસલમાં કોણ હતો ? લિંગ જેવી બીભત્સ પૂજા આર્યોમાં કયાંથી અને કેમ આવી ? દેવકીપુત્ર વાસુદેવ મૂળમાં કોને દેવ હતા, ઇત્યાદિ વિશે જે લખ્યું છે તે કઈને ગળે ઊતરે કે નહિ, કોઈને ચે કે નહિ, તેમ છતાં એ ચર્ચાઓ નવનવી હકીકત, નવનવી કલ્પના અને શિલીને કારણે એક નવ પ્રકારની નવલકથા જેવી બની ગઈ છે. મધ્યયુગમાં હરિભદ્ર અને અમિતગતિ જેવા જૈન લેખકેએ સાંપ્રદાયિક બદલા તરીકે પુરાણે અને પૌરાણિક દેવની ટીકા કરેલી, તે કરતાં કોસાંબીની ટીકા અતિહાસિક દષ્ટિના આશ્રયને લીધે જુદી પડી છે. તેમ છતાં કેશાંબીજીએ કરેલી કલ્પનાઓ અને જોડેલ પૂવપર સંબંધે વિદામાં ગ્રાહ્ય થવા વિશે શંકા રહે છે.
આખા પુસ્તકમાં બ્રાહ્મણ અને બૌદ્ધ સાહિત્યને જેટલા પ્રમાણમાં સ્પર્શાવ્યું છે તેમ જ બ્રાહ્મણ અને બૌદ્ધ પરંપરા વિશે અનુકૂળ કે પ્રતિકૂળ જેટલું કહેવાયું છે તેના પ્રમાણમાં જૈન સાહિત્ય અને જૈન પરંપરાને સ્પર્શ સકારણ જ બહુ ઓછો છે. તેમ છતાં કશાંબીજીને ભગવાન પાર્શ્વનાથ પ્રત્યે, અહિંસાના પ્રથમ અને પ્રબળ સ્થાપક તરીકે, અતિ આદર જોવામાં આવે છે. કેશાબીજી ઘેર અંગીરસ અને બાવીસમાં જૈન તીર્થંકર નેમિનાથના એકીકરણની કલ્પના કરે છે, પણ તે માત્ર કલ્પના જ હૈવાને સંભવ છે. ભગવાન પાર્શ્વનાથની અહિંસાને તેઓ માત્ર નિષેધાત્મક અને બુદ્ધના અહિંસાના ઉપદેશને વિધાયક પણ કહે છે, તે મને બરાબર લાગતું નથી. પાર્શ્વનાથના ચતુર્યામે ત્રિવિધ ત્રિવિધ હતાં, અને એમાં જૈન પરિભાષા પ્રમાણે સમિતિ–સત્રવૃત્તિનું તત્ત્વ પણ હતું. વળી તેમને એક વિશિષ્ટ સંધ હોવાનું કેશાંબીજી પોતે પણ કબૂલે છે. આખો ત્યાગી સંધ માત્ર નિષ્ક્રિય રૂપે બેસી રહે ને કાંઈ વિધાયક કાર્ય કરે જ નહિ તે હિંસાપ્રધાન યજ્ઞોની સંસ્થાને કેવી રીતે જનતામાંથી ખસેડી કે નબળી કરી શકે ? એ જુદી વાત છે કે પાર્થ અને તેમના સંધને વિધાયક કાર્યક્રમ કે હતો તે જાણવાનું સ્પષ્ટ સાધન નથી. તેમણે પાર્શ્વની પરંપરા વિશે માત્ર દેહદમન પૂરતા તપનું વિધાન કર્યું છે તે તે અસંગત લાગે છે. બૌદ્ધ પરંપરા કરતાં જૈન પરંપરામાં દેહદમન ઉપર વધારે ભાર અપાયો છે એ વિશે શંકા નથી, પણ સામાન્ય લોકોનાં મનમાં એવી છાપ છે કે જૈન ભિક્ષુકે માત્ર દેહદમનને જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org