________________
૨૧૦ ]
દર્શન અને ચિંતા અસંબદ્ધતા બતાવવા રજૂ કરી છે તે જ વખતે બ્રાહ્મણ સાહિત્યના ભક્તને પણ આજે અસંગત જ લાગવાની. પણ કેશબીઝનું કર્તવ્ય આથી કાંઈક વધારે હતું અને તે મારી દષ્ટિએ એ હતું કે તેમણે બ્રાહ્મણ સાહિત્યમાંથી સારા અને સાત્વિક ભાગો પણ તારવી દેખાડવા જોઈતા હતા. પાછળથી બૌદ્ધ સાહિત્યમાં કેટલીયે અસંબદ્ધતા દાખલ થઈ છતાં જેમ તેમને મૂળ પિટકમાંથી સરસ ભાગ મળી આવ્યા તેમ એવા સરસ ભાગેને એક મોટા ખજાન બ્રાહ્મણ સાહિત્યમાં પણ તેમની નજરે ચડત. ખુદ એકલા મહાભારતમાં અહિંસા, સત્ય, અત્રી, સત્સંગતિ આદિ સશુ ઉપર બીજા કોઈ શાસ્ત્રથી ન ઊતરે એવું હદયગ્રાહી વર્ણન છે. વળી જેની ટીકા કરવાની હોય તેના ગુણે તે વધારેમાં વધારે સાવધાનીથી જોવા ને દોની પણ સખત ટીકા કરવી એ મારી સમજ મુજબ અહિંસક રીત છે. એવી સ્થિતિ છતાં બ્રાહ્મણ વર્ગની ટીકા કરતાં કેશાબીજની શૈલી વાચક ઉપર એવી છાપ પાડે છે કે જાણે તે બ્રાહ્મણવર્ગ અને બ્રાહ્મણ જાતિને કટ્ટા વિરોધી હોય–જે કે અને બીજા જાણીએ છે કે કોશીજી પોતે જ મૂળમાં બ્રાહાણ છે ને તેમના મનમાં એવો દેશ છે જ નહિ.
ભગવદ્ગીતા વિશે કશાંબીજી જ્યારે લખે છે ત્યારે તેમની કલ્પનાચાતુરી અને કાવ્યશક્તિ વિશે માન ઊપજ્યા વિના રહેતું નથી. એ છતાંય કેશાં બીજી ગીતા વિરુદ્ધ કહે છે, તે જરાય ગળે ઊતરતું નથી. ગીતામાં જે કાંઈ સુંદર અને સાત્વિક ભાગ છે તે બૌદ્ધ પરંપરાને પ્રભાવ છે, તેમ જ ગીતાની રચનાના સમય વિશે તેમણે બાંધેલ કલ્પનાઓને પુલ એ બધું તર્કથી વેગળું લાગે છે. એમ તે હરડેઈ માણસ પિતાના માનીતા ને પ્રિય સંપ્રદાય કે સાહિત્ય વિશે એમ કહી શકે કે એની જ છાપ બીજા સંપ્રદાય ને બીજા સાહિત્ય ઉપર છે. જૈન લેકે પણ એ જ રીતે ગીતાની બાબતમાં પોતાની કલ્પના દેડાવી કહી શકે કે તેમાં પ્રતિપાદેલી અહિંસા, ભૂતદયા અને બીજા સાત્ત્વિક ગુણે એ તે જૈન અસરને લીધે છે. ખરી રીતે ગીતામાં જે ગૌરવ અને જે ગાંભીર્ય છે તે માત્ર કોઈ એક કવિ કે વિદ્વાન અનુભવ સિવાય આણી શકે નહિ. વળી કેશાં બીજીએ ગીતાનું સ્થાન આંકતાં જે સારાનરસા ભાગનું પૃથક્કરણું કરી એમાં મૌલિકતાને અભાવ બતાવ્યો છે તે તે તર્કની દષ્ટિએ ઉપહાસનીય લાગે છે. જેમ ભદંત નાગસેને રાજા મિલિન્દ સામે એક રથને દાખલો લઈ પૃથક્કરણ કરતાં બતાવ્યું કે પૈડાં, સુરા, ધરી આદિ અવયવ સિવાય રથ જેવી કોઈ એક વસ્તુ નથી, એ જ રીતે એ અવય પણ પરમાણુ-પંજસિવાય બીજું કાંઈ નથી, મતલબ કે છેવટે એક એક અંશને અલગ અલગ તપાસતાં સમૂહ કે અખંડ સૌન્દર્ય જેવી વસ્તુ જ નથી રહેતી. તે જ પ્રમાણે કોસાંબીજી બારીક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org