SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ હિન્દી સંસ્કૃતિ અને અહિંસા પડવા છતાં બ્રાહ્મણવર્ગમાં પણ શ્રમણ જેટલી જ, કે કદાચ તેથી વધારે, પરિગ્રહ, ખુશામત, પરાશ્રય અને પારસ્પરિક ઈષ્યની સૂક્ષ્મ હિંસા હતી જ. અમણે પણ એ બાબતમાં પડેલા, એટલે કે અહિંસાના તત્વને બરાબર વિચારી તે દ્વારા રાષ્ટ્ર અને જાતિનું ઉત્થાન કરે એ મહાપુરુષ લાંબા વખત સુધી આ દેશમાં ન પાક્યો. પશ્ચિમની પ્રથમથી જ જડપૂજક અને હિંસાપ્રિય સંસ્કૃતિમાં અહિંસા તત્વને અપનાવી તે દ્વારા મનુષ્યજતિનો વ્યાપક ઉત્કર્ષ સાધવા સમર્થ હેય એવો પુરુષ પાકવાને સંભવ જ બહુ છે. તેટલામાં છેવટે મહાત્મા ગાંધીજી હિન્દુસ્તાનની, ખરી રીતે વિશ્વની, રંગભૂમિ ઉપર અહિંસાનું તત્વ લઈ આવે છે, અને એ તત્ત્વના સૂક્ષ્મ તેમ જ સ્થળ બને અર્થને વ્યાપક રીતે ઉપયોગ કરી તે દ્વારા માત્ર હિન્દુસ્તાનનું જ નહિ, પણ વસ્તુતઃ સમગ્ર વિશ્વનું ગૂંચવાયેલું કોકડું ઉકેલવા અને સમગ્ર માનવજાતિના પારસ્પરિક સંબંધને મધુર તેમ જ સુખદ બનાવવા જગતે કદાપિ નહિ જોયેલ એ અખતરે તેમણે શરૂ કર્યો છે. લેખકની અહિંસાતત્વ પ્રત્યે પુષ્ટ શ્રદ્ધા હોવાથી તે ગાંધીજીના અહિંસાપ્રધાન પ્રગને સરકારે અને વધાવી લે છે; પણ સાથે સાથે લેખક એમ માને છે કે આ અહિંસાતત્વ સાથે પ્રજ્ઞાનું તત્વ મળવું જોઈએ, જે તત્ત્વની કાંઈક ખોટ તે ગાંધીજીમાં જુએ છે ને જે તાવનું વિશિષ્ટ અસ્તિત્વ તે સામ્યવાદના પુરસ્કર્તાઓમાં ખાસ કરી કાર્લ માકર્સ જેવામાં–જુએ છે. સામ્યવાદીઓની પ્રજ્ઞા અને ગાંધીજીની અહિંસા એ બન્નેના મિશ્રણથી જગતના ઉદ્ધારની પૂરી આશા સાથે લેખક પુસ્તક સમાપ્ત કરે છે. ટૂંકમાં, મારી સમજ મુજબ, સમગ્ર પુસ્તકનું પ્રતિપાદ્ય વસ્તુ આટલું જ છે. અંગત પરિચયથી કોસાંબીજીની ચાર શક્તિઓની મારા ઉપર ઊંડી છાપ છે, જેને આ પુસ્તકનો કોઈ પણ વાચક પદે પદે અને પ્રસંગે પ્રસંગે જોઈ શકશે. અભ્યાસ, અવલોકન, કલ્પના-સામર્થ્ય અને નીડરપણું-એ ચાર શક્તિઓ મુખ્ય છે. એમને મુખ્ય અને તલસ્પર્શી અભ્યાસ બૌદ્ધ પિટક કે પાલિ વાત્મયને છે, જેની દઢ પ્રતીતિ કઈ પણ વિષયની ચર્ચા વખતે જ્યારે તેઓ પાલિ વાભયમાંથી ભરંજક અને મહત્ત્વના ઉતારા છૂટથી આપે છે ને તેના અર્થ સમજાવે છે ત્યારે થઈ જાય છે. એમનું અવલેકન માત્ર ધર્મસાહિત્ય પૂરતું નથી. એમણે દુનિયામાં જાણીતા લગભગ તમામ ધર્મસંપ્રદા વિશે કોઈ ને કોઈ વાંચેલું છે જ. તે ઉપરાંત જુદી જુદી મનુષ્ય જાતિઓ, જુદા જુદા દેશના રીતરિવાજે, રાજ્ય સંસ્થાને, “સામાજિક બંધારણે, તેમની ચડતી પડતના પ્રસંગે આદિ અનેક વિષયે વિશેનું તેમનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249226
Book TitleHindi Sanskruti ane Ahimsa
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages15
LanguageGujarati
ClassificationArticle & Ahimsa
File Size411 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy