________________
૬૦૨ ]
દર્શન અને ચિંતન
આર્યોનાં બળ તેમ જ પ્રાધાન્ય જેમ જેમ વધતાં ગયાં તેમ તેમ ધીરે ધીરે યજ્ઞયાગાદિ કર્મની આજબાજી ધાર્મિક લેખાતી હિંસા પણ વિસ્તરવા લાગી. કાળક્રમમાં ક્યારેક અહિંસાના તર પ્રદેશવિશેષમાં પ્રાધાન્ય ભેગવ્યું તે ક્યારેક ઓછા કે વધતા પ્રદેશમાં હિંસાપ્રધાન યજ્ઞયાગાદિ ધર્મે પ્રાધાન્ય ભગવ્યું. લેખકના મન્તવ્ય મુજબ પરીક્ષિત અને જનમેજયના પહેલાંના સમય સુધીમાં હિંસાપ્રધાન યજ્ઞયાગાદિ ધર્મનું અસ્તિત્વ છતાં તેનું પ્રાધાન્ય ન હતું. પરીક્ષિત અને જનમેજય, જેમનો સમય લેખકે બુદ્ધ પહેલાં ત્રણ વર્ષને જ માન્ય છે, તેમણે હિંસાપ્રધાન યજ્ઞયાગાદિ ધર્મને વધારેમાં વધારે વેગ, અને ઉત્તેજન આપ્યાં, એમ લેખક માને છે. આ રીતે યજ્ઞયાગાદિમાં હિંસાનું પ્રાધાન્ય વધતાં જ બીજી બાજુથી જૈન તીર્થંકર પાર્શ્વનાથ દ્વારા હિંસાને વિરોધ અને અહિંસાનું પ્રતિષ્ઠાન શરૂ થયાં. એક તરફથી હિંસાપ્રધાન યજ્ઞયાગાદિ ધર્મને સબળ પ્રચાર અને બીજી તરફથી તેને વિરોધ તેમ જ અહિંસાનું બળવત્ પ્રતિપાદન બને ચાલતાં; તે દરમિયાન જૈન તીર્થકર મહાવીર અને તથાગત બુદ્ધ બને થયા, ને એ બન્ને જણે પોતપોતાની ઢબે પણ પૂરા બળ સાથે ધાર્મિક હિંસાને વિરોધ કર્યો. દાસ લેાકોમાંથી તેમના પરાજય પછી જે અહિંસા ઓસરી ગઈ હતી ને તેની જગ્યા હિંસાએ લીધી હતી તે જ અહિંસા પાછી બમણે વેગે ને વ્યાપક રીતે દાસ તેમ જ આર્ય જાતિના મિશ્રણથી જન્મેલ તેમ જ વિકસિત થયેલ વંશમાં કાળક્રમે વિકસી તેમ જ સ્થિર થઈ. અશક જેવા ધાર્મિક સમ્રાટના પૂરેપૂરા પીઠબળને લીધે અહિંસાએ ધાર્મિક હિંસાને એવી પછાડ ખવરાવી કે ત્યારબાદ ક્યારેક ક્યારેક તેણે માથું ઉચકવું, પણ છેવટે તે તે શાસ્ત્ર ને ગ્રન્થનો જ માત્ર વિષય બની રહી. લેખકે આ રીતે ધાર્મિક હિંસા અને અહિંસાના પારસ્પરિક દ્વન્દ્રનું ચિત્ર ખેંચ્યું છે. તેથી આગળ વધી છેવટે લેખક સ્થલ હિંસા
અહિંસાના પ્રદેશમાંથી સૂક્ષ્મ અને સૂક્ષ્મતર હિંસા-અહિંસાના પ્રદેશને સ્પર્શ છે. એને સ્પર્શતાં તે એકવારના ધાર્મિક હિંસાના વિરોધી અને અહિંસાના સમર્થક એવા જ્ઞાતપુત્ર મહાવીરના તેમ જ શોદનપત્ર બુદ્ધના શ્રમણશિષ્યોની પૂરેપૂરી ખબર લે છે. લેખક કહે છે, ને તે સાચું જ કહે છે કે એ શ્રમણોએ યશીય હિંસાનો વિરોધ તે કર્યો ને દેખીતી રીતે તેમણે અહિંસા ધર્મનું પાલન કરવા માંડયું, પણ તે જ અહિંસક ગણાતા શ્રમણોને જીવનમાં પાછલી બાજુથી સૂક્ષ્મ હિંસા–પરિગ્રહ, આલસ્ય, પરાવલંબન ને ખુશામત– રૂપે દાખલ થઈ. એ જ હિંસાથી શ્રમણે નિવચે બન્યા અને તેમણે છેવટે ધર્મ અને રાજ્ય બન્ને સત્તા ગુમાવી. ધાર્મિક હિંસા ઓસરવા ને મળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org