________________
૧૪]
દર્શન અને ચિંતન વાચન અને પ્રત્યક્ષ અવલેન અતિ વિશાળ છે. એમની કલ્પનાશક્તિ કવિ કે નવલકથાકારને અદેખાઈ આવે એવી છે, જેની સાથે એમની વિલક્ષણ વિનોદક શૈલી પણ ઓતપ્રેત છે. એમનું નીડરપણું એ એમનું જ છે. જે તેઓ કાંઈ કહેવા માગતા હોય તે પછી સામે ગમે તે હોય, જરા પણ અનુસરણ કર્યા સિવાય કે દબાયા સિવાય, પ્રિયભાવિત્વને ભેગે પણ, તેઓ કહી જ દે છે. એમના આ ચાર ગુણે વાચક જાણી લે તે પછી આ પુસ્તક વાંચતી વખતે તેના મનમાં ઊડતા ઘણા સવાલનું સમાધાન એક યા બીજી રીતે કોઈકે તે થઈ જ જશે.
આજકાલ લખાતાં શાસ્ત્રીય પુસ્તક ઘણુંખરું અતિહાસિક અથવા વૈજ્ઞાનિક એ બે દૃષ્ટિઓને અગર તેમાંની એક દૃષ્ટિને અવલંબી લખાય છે, કારણ, આ બે દષ્ટિએ એના ગુણ ને યથાર્થતાને બળ પ્રતિષ્ઠા પામી છે. કેશાબીજીએ પ્રસ્તુત પુસ્તકના લેખનમાં શરૂઆતથી જ અતિહાસિક દષ્ટિને આશ્રમ લીધું છે. એ દૃષ્ટિથી તેમણે પિતાનું વક્તવ્ય કે મંતવ્ય સિદ્ધ તેમ જ સબળ બનાવવા પિતાની ઉક્ત ચારે શક્તિઓને વધારેમાં વધારે ઉપયોગ કર્યો છે, પણ ઐતિહાસિક દષ્ટિને આશ્રય લઈ પ્રવૃત્ત થવું અને સાચે ઈતિહાસ શોધી તે રજૂ કરે એ બે વચ્ચે મહદન્તર છે. અતિહાસિક યુગની સર્વવિદિત સેંકડો હકીકતને નિર્વિવાદ એતિહાસિક ખુલાસે કરે એ કામ પણ ભારેમાં ભારે અધરું અને દુઃસાધ્ય જેવું હોય તો અતિહાસિક યુગ પહેલાંનાં સેંકડો નહિ, પણ હજારો વર્ષોની ઊંડી અને અંધારી કાળગુફામાંથી ઈતિહાસ કહી શકાય એવાં વિધાન કરવાનું કામ તે લગભગ અસંભવિત જ છે. તેથી જ એટલા જૂના કાળ વિશે લખતાં કેશાંબીજી આમ હશે, આમ હોવું જોઈએ, આ સંભવ છે, ઈત્યાદિ શબ્દમાં માત્ર કલ્પનાત્મક જ વિધાન કરે છે. એને કોઈ ઇતિહાસ લેખી ન શકે. તેઓ પણ એવી હકીકતને ઈતિહાસ મનાવવાનો આગ્રહ સેવતા નથી. મનુષ્ય એ જિજ્ઞાસાની મૂર્તિ છે. કામનું હોય કે નકામું વર્તમાન હય, ગયુંગુજર્યું હોય કે ભાવિ હેય; નજીકનું હોય કે દૂરનું હોય, મનુષ્ય-જાગ્રત મનુષ્ય-બધા વિશે સાચું જાણવા ઉદ્યત રહે જ છે. તે માત્ર કલ્પનાઓમાં અંતિમ સંતોષ મેળવી નથી શકતે. તેમ જ ખરી હકીકત નથી જણાતી કે તે જાણવી બાકી છે તેટલા માટે મનુષ્ય કલ્પના કરવાનું કામ પણ છેડી શકતા નથી. તે શરૂઆતમાં સાધત અને શક્તિ પ્રમાણે સ્પષ્ટ-અસ્પષ્ટ, સાચી-ખોટી અને મિશ્રિત કપનાઓ કર્યું જ જાય છે, અને સત્યજિજ્ઞાસાના ટેકાથી ક્યારેક તે સત્યની કોઈ ભૂમિકા ઉપર કે તેની નજીક પહોંચે છે. મનુષ્ય સ્વભાવનું આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org