________________
૬૧૨].
દર્શન અને ચિંતન આલેખાય અને સાથે સાથે ત્યાર લગીમાં ઉદાર ધર્મ તરીકે સમજાયેલ અને અંશતઃ વ્યક્તિગતપણે આચરાયેલ આધ્યાત્મિક અહિંસા પણ આલેખાય, એમાંય કશો વિરોધ મને દેખાતો નથી. આપણે સ્પષ્ટ જોઈએ છીએ કે જ્યારે ગાંધીજી અહિંસાના ઉદાત્ત તત્વના વ્યાપક ઉપયોગની શક્યતા પિતાના પ્રયોગથી કરી બતાવવા પ્રયત્ન કરે છે ત્યારે તેઓ એ જ ગીતાને સર્વશ્રેષ્ઠ પુસ્તક માનવા છતાં તેમાંની શસ્ત્રયુહની પરંપરાને સર્ષની કાંચળીની પેઠે ફેંકી દેવા. જેવી લેખી તેના પર જરાયે ભાર ન આપતાં ગીતામાંથી જ સર્વ રીતે અહિંસા ફલિત કરે છે. મને લાગે છે કે અસલ વાત તે ગુણદષ્ટિ અને ભક્તિની જ છે. ગાંધીજીએ એ દૃષ્ટિથી ગીતાને અવલંબી પિતાને પુરુષાર્થ સિદ્ધ કર્યાનું ઉદાહરણ આપણી સામે જ છે. ધમ્મપદ અને ઉત્તરાધ્યયન જેવા માત્ર અહિંસા પ્રતિપાદક ગ્રન્થોને પણ વાર્થ અને ભોગની દષ્ટિએ બૌદ્ધ તેમ જ જૈન ભિક્ષકે જ્યાં ઉપયોગ નથી કરતા ?
અહિંસા, પ્રજ્ઞા, મિત્રી આદિ સાત્વિક ગુણોનો પક્ષપાત એ જ કેશબીજીનું મુખ્ય બળ છે, એવી મારી ધારણાને લીધે જ મેં ટીકા કરવામાં તેમણે અખત્યાર કરવા જોઈતા વલણ વિશે સૂચન કર્યું છે. બાકી ક્યારેક જેવાના પ્રત્યે તેવા” થવાની અપરિશોધિત વાસના મારા મનમાં ઉદય પામે છે ત્યારે સી. વી. વૈદ્ય કે ડૉકટર મુંજે જેવાને મુંહતોડ ઉત્તર આપવા કેશાબીજની સમર્થ લેખિની યાદ આવી જાય છે. ૧૯૩૬ના ચોમાસામાં પંડિત મદનમોહન માલવીયના પ્રમુખપદે હિન્દુ યુનિવર્સિટીમાં પહેલી વાર જ મુજેને સાંભળવાની તક મળી. તેમના આખા ભાષણનો ધ્વનિ એક જ હતો અને તે એક હિન્દુસ્તાનમાં હિન્દુઓને પડતી માત્ર અહિંસા અને બૌદ્ધ ધર્મને લીધે જ થયેલી છે. આવા મતલબના ખાણ અને ભાણ કરનાર કાંઈ માત્ર મુજે જ નથી, પણ વિદ્વાન અને પ્રોફેસર કહેવાતા અનેક માણસ જ્યાંત્યાં આવા પ્રલાપ કરે છે. મુજેને સાંભળતી વખતે મનમાં અનેક પ્રશ્ન ઉદ્ભવ્યા. તેમાંથી પહેલે પ્રશ્ન એ હતો કે જે આ વખતે ડૉ. ધ્રુવ જે પ્રમુખ હેત તે એ વિષપ્રચારનો કાંઈક પ્રતિકાર કરત. બીજો પ્રશ્ન મનમાં એ થયો કે મુંજે જ્યારે અહિંસાને જ હિન્દુઓની પડતીનું કારણ માની બૌદ્ધોને વગોવે છે ત્યારે તેમની સામે બૌદ્ધો તો કઈ છે નહિ અને અહિંસાના પ્રબળ સમર્થક જેને તેમની સામે છતાં તેમને ખુલ્લી રીતે કાં નહિ વગેવતા હોય ? આ પ્રશ્નનો ઉત્તર તે તે જ વખતે મનમાં મળી ગયું. તે સાચું હોય કે ખોટા એ કહી ન શકું, પણ ઉત્તર એ કું કે હિન્દુ મહાસભાના મુંજે જેવા સૂત્રધારે દેશમાં જ્યાંત્યાં થોડો પણ મેં ધરાવનાર જેને પાસેથી આર્થિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org