Book Title: Chaud Swapnanu Rahasya
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek
Catalog link: https://jainqq.org/explore/005381/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ WATCOACUUUUAL OIL IN AT DIALOL AT MUSIC DIRECIRCULAL DAL VAC /C DTOi ચાદ સ્વમનું રહસ્ય. YOYAWAWAWAWAWAWAVOVAWAWAVAVAVAWOWYWA અર્થાત. તીર્થકર ભગવાનની માતાજીને જે ચૌદ | સ્વમ આવે છે, તેનું રહસ્ય. ચૌદ સ્વપ્રને સુંદર સાર, વિસ્તાર્યો ધરી અતિ પ્યાર; ભવિક જીવ અવધારે સહુ, આત્મા નિર્મળ થાશે બહુ પ્રકારાક, શ્રાવકે ભીમાસિંહ માણેક, જૈન પુસ્તકો પ્રસિદ્ધ કરનાર અને વેચનાર શાકગલ્લી-માંડવી, મુંબઈ મુંબઈમાં નિર્ણયસાગર છાપખાનામાં છાપ્યું. તેમાં WWWWWWWWWWWWWWWWWWWW છ, O સને ૧૯૧૫-વીર સંવત્ ૨૪૪૨, છ @ DR MI[Ti ji id ViN A LOAN UiTORIVALUPCOMIC AT ILOL K L 2007 Jain Educationa International For Personal and Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ CAURUMOURCADAVALAUMUMMUM Vilalba UMC ચૌદ સ્વમનું રહસ્ય. WWWWOWOWOWOWOWAWAYWAWWWWWWWW છેuTuછે. અર્થાત. તીર્થંકર ભગવાનની માતાજીને જે ચૌદ સ્વમ આવે છે, તેનું રહસ્ય. ચૌદ સ્વમને સુંદર સાર, વિસ્તાર્યો પરી અતિ પ્યાર; ભવિક જીવ અવધારે સહુ, આત્મા નિર્મળ થાશે બહુ. પ્રકાશક, શ્રાવક ભીમસિંહ માણેક, જૈન પુસ્તકો પ્રસિદ્ધકરનાર અને વેચનાર શાકગલ્લી-માંડવી, મુંબઈ મુંબઈમાં નિર્ણયસાગર છાપખાનામાં છાપ્યું. ) WWWWWWWWWWWWWWWWWWWWW ) સને ૧૯૧૫-વીર સંવત્ ૨૪ર. ) WMC JMMUMUMMUMU ZM ZMYM ZAUJMUMUMMUM MUNUM Jain Educationa International For Personal and Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Printed by Ramchandra Yesu Shedge, at the Nirnaya sagar Press, 23, Kolbhat Lane, Bombay. Published by Bhanji Maya for Bhimei Maneck, 225-231, Sackgalli, Mandvi, Bombay. Jain Educationa International For Personal and Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ चौद स्वप्ननुं चित्र.14337 मारवता पद्म सरोवर स्वावा चौरमा स्वनमा निर्धू ने अग्मिनीशिरवा CATO तेरमा स्वप्रमा रिलनी राशि खते सिंह अजानु स्वप्नाठम. देबविमानः श्री सात मे स्वप्रे सूर्य बीजे स्वप्ने वृषभ AHE कीरसमुद्रनु खप्न. SHERE RECORRORE LORD ATI पहिले स्वप्रे पांत्र स्वरे में कृपनी मासा Persia प्रकाशक:-श्रावक भीमसिंह माणेक, जैन ग्रंथो प्रसिद्ध करनार, For Personal anमांडवी, शाकगल्ली, मुंबइ. लक्ष्मी आर्ट, भायखळा, मुंबई. Jain Educationa International भादवा. शा For Personal and Private Use Only Aww.jainelibrary.org Page #5 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ || ill. In th: " હું ચૌદ સ્વમ-રહસ્ય. (આમુખ) સારાં યા ખોટાં સ્વમાં એ ભાવીનાં સુંદર અથવા અસુંદર પરિણામ સૂચવનારાં ચિહ્ન ગણાય છે. આપણાં શાસ્ત્રોમાં સ્વમ સંબંધી બહુ વિગતવાર અને યુક્તિપૂર્ણ વિવેચનો કરવામાં આવ્યાં છે. વર્તમાનકાળે પાશ્ચાત્ય શિક્ષણના સંસ્કારોએ સ્વપ્રશાસ્ત્રની માન્યતાઓ પ્રત્યે નવયુવકોને અશ્રદ્ધાવાળા બનાવી દીધા છે એ સત્ય છે, તથાપિ વિવેકદ્રષ્ટિથી અને બુદ્ધિગમ્ય દલીલોથી જે એ વિષય તેમની સમક્ષ રજુ કરવામાં આવે તો સ્વપ્રશાસ્ત્ર પણ ઉપયોગી અને સૂચક શાસ્ત્ર છે એ વાતનો સ્વીકાર થયા વિના રહે નહીં. આપણા પરમ પૂજ્ય તીર્થંકર ભગવાન જ્યારે માતાના ગર્ભમાં આવે છે, અર્થાત્ એવે છે, ત્યારે તેમની માતાને નિયમિતરૂપે ચૌદ સ્વમાં આવે છે. આ વાત સૌ કોઈ જૈનપુત્ર જાણે છે, પરંતુ એ સ્વપ્ર સૂચવે છે, એ સંબંધી ભાગ્યે જ કોઈએ વિચારો કર્યા હશે. એ ચૌદ સ્વમમાં કેટલો ગંભીર આશય રહેલો છે, તેનો સંક્ષિપ્ત સાર નીચેના કાવ્યમાં આપવામાં આવ્યો છે. આ કાવ્ય કોઈ ડુંગરશીભાઈ નામના વિચારક વિદ્વાને લખ્યું હોય તેમ તે કાવ્યની છેલ્લી લીટી વાંચતાં સ્પષ્ટ થાય છે. અમે તે કાવ્યના સ્પષ્ટીકરણપૂર્વક એ મૂળ કાવ્ય વાચકોના કરકમળમાં મૂકવાની ભાવના રાખીએ છીએ. શુભ ભવતુ ! S કલાક Jain Educationa International For Personal and Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ ચૌદ સ્વમનું રહસ્ય. પહેલે સ્વએ ગજવર દીઠે, ચાર તે મને હારેજી, ચાર પ્રકારે ધર્મ પ્રકા, ભવિ જીવને હિતકારે; સુણે ભવિ પ્રાણુજી રે. (૧) છે ર્થા–ભાગ્યશાળી માતાને પ્રથમ સ્વમમાં એક B esી હાથી દષ્ટિએ પડે છે. આ હાથી સામાન્ય હાથી નથી A gી હોતો, પણ હાથીઓના રાજા તરીકે જેને ગજપતિ D B કહી શકાય તેવો ગજવર હોય છે. તેના ચાર મનોહર દાંતો પણ સ્પષ્ટ નજરે પડે છે. આ ચાર દાંતો ખાસ કરીને ધ્યાન ખેંચનારા થઈ પડે છે. તો હવે પ્રશ્ન એ છે કે એ ચાર દાંતોનો રહસ્યાર્થ શું? તેના ઉત્તરમાં આપણને કહેવામાં આવ્યું છે કે એ ચાર દાંતો જણાય છે, તે ચાર પ્રકારના ધર્મોનું અર્થાત્ દાન, શીલ, તપ, ભાવનું સૂચન કરે છે. ઈંદ્ર માતાજીને કહે છે કે આ ચાર દાંતો જેમ હાથીના મુખમાંથી બહાર નીકળ્યા છે અને જગતને આશ્ચર્યમુગ્ધ કર્યું છે, તેમ તમારા મહા પુરૂષાથી અને ઉન્નત પુત્રના મુખમાંથી પણ ધમપદેશનું દિવ્ય કુરણ થશે, અને એ ઉપદેશને અવધારી ભવિ જીવો પરમ કલ્યાણને સાધશે. ચાર પ્રકારનો ધર્મ કહેવાથી તેમાં સર્વ પ્રકારની ક્રિયાઓ, સિદ્ધાંતો તથા વિધિ-નિષેધો સમાઈ જાય છે, એમ કહેવાની જરૂર નથી. દાનથી માણસનું હૃદય ઉન્નત અય છે, અભિમાન, મોહ આદિ આંતરિક શત્રુઓ દાનગુણથી પરાજિત થાય છે, શીલથી મનુષ્યનું ચારિત્ર Jain Educationa International For Personal and Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ ( ૨ ) દેદીપ્યમાન બને છે, તપથી અંતર-બાહ્યની વિશુદ્ધિ થાય છે અને ભાવનાથી આત્માનું-હદયનું–મનનું અને શરીરનું બળ સવિશેષ સ્કૃતિપ્રાપ્ત થવાની સાથે પરમ કલ્યાણુ–મોક્ષને સાધી શકે છે. ત્રિપદીના ઈસારા માત્રથી કેવલી ભગવાન જેમ સંસારનું આબેહુબ ચિત્ર દર્શાવી આપે છે, તેમ ચાર પ્રકારના ધર્મથી સર્વજ્ઞ ભગવાન ધર્મનાં સર્વ રહસ્યોનું ટૂંકામાં સૂચન કરી દે છે. દાન, શીલ, તપ, ભાવથી અતિરિક્ત એવો કોઈ ધર્મ ઉદ્દભવ્યો નથી, તેમ ઉદ્દભવે એવો સંભવ પણ નથી. એ ચાર પ્રકારના ધમોંમાંથી એકેક પ્રકારનો આશ્રય લઈ અનેક ધમાં આજ સુધીમાં પ્રવર્યા છે, પણ આપણે તે સંબંધી ચર્ચામાં ઉતરવાની અત્યારે જરૂર નથી. બીજા સ્વપ્રમાં ગગનમંડળમાંથી ઉજજવળ વૃષભ આવતો જણાય છે, તેનો આશય સ્પષ્ટ કરતાં કવિ બીજી કડીમાં કહે છે – રૂષભ સ્વમથી ભરતક્ષેત્રમાં, બેધિબીજને વાવેજી, બીજે સ્વમે ઘેરી ઉજવલ, ગગનમંડળથી આવે; સુણે ભવિ પ્રાણું જી રે. (૨) Mા વ્યવહારમાં સાધારણ રીતે રૂષભ-અળદને બહુ ઉપના જ યોગી પ્રાણ લેખવામાં આવે છે, કારણ કે તેથી ની જમીન ખેડાય છે, અને ક્ષેત્ર રસયુક્ત બને છે. A NY ખેડીને તૈયાર કરેલી જમીનમાં જે બીજનો નિક્ષેપ કરવામાં આવે તો તે બીજ ફળ-કુલયુક્ત બન્યા વિના રહે નહીં. ઈંદ્ર મહારાજ તીર્થંકરની માતાજીને કહે છે કે તમારો આ ભાવી પુત્ર રૂષભ સમાન બનશે અને ભરતક્ષેત્રને ખેડીને તેમાં બોધિબીજનો નિક્ષેપ કરશે. ભરતક્ષેત્ર એમ કહેવાનું. કારણ એટલું જ છે કે એ ક્ષેત્ર સર્વ અનાર્ય ક્ષેત્રની અપેક્ષાએ સર્વોત્તમ મનાય છે. ભારત Jain Educationa International For Personal and Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલાં મનુષ્યોનાં અંતઃકરણો એવાં નિર્મળ અને રસયુક્ત હોય છે કે જે તેમાં બીજનું વાવેતર કરવામાં આવે તો તે ફળીભૂત થયા વિના રહે નહીં. એટલા માટે ભરતક્ષેત્રમાં જન્મ હોવો એને આપણાં શાસ્ત્રોમાં પરમ સૌભાગ્યનું ચિહ્ન લેખવામાં આવ્યું છે. તેનું કારણ આથી સ્પષ્ટ થવા યોગ્ય છે. તીર્થકર જેવા ભગવાનો ખાસ કરીને આવા આર્યક્ષેત્રમાં જ જન્મ લે છે, અને પોતાની વાણનો તથા ચારિત્રનો છુટથી ભવિ જીવોને લાભ આપે છે. આજે આ ક્ષેત્રમાં તીર્થકર ભગવાન પોતે સશરીરે વિદ્યમાન નથી એ આપણું કમનશીબ છે, છતાં તેમની વાણના જે દિવ્ય અંશો આ કાળે પણ રહી ગયા છે, તેનાથી જે ભવિ જી ધારે તો પોતાનું ઈષ્ટ-સાધ્ય બિંદુ બહુ સહેલાઈથી સાધી શકે તેમ છે. આપણે સર્વેએ શ્રી તીર્થકર ભગવાન જે બોધિબીજે આ ક્ષેત્રમાં વાવતા ગયા છે, તેનો લાભ લઈ મુક્તિના માર્ગે ચાલીએ તો આપણે નરજન્મ, ભરતક્ષેત્રની પ્રાપ્તિ તથા શ્રાવકકુલમાંનો જન્મ એ સર્વ અવશ્ય સફળ થાય એમાં શક નથી. ત્રીજા સ્વમમાં માતાજી સિંહ-કેસરીનું દર્શન કરે છે. આ સિંહદર્શનનું રહસ્ય સમજાવતાં કવિવર ત્રીજી કડીમાં કહે છે ત્રીજે સ્વમે સિંહ વિકી, મદનાદિક જે હાથીજી, તેનું મન મેડીને તુજ સુત, થાશે ધરમને સાથીજી; ભવિ પ્રાણુંજી રે. (૩) થતું તીર્થકર ભગવાન મદનાદિ અરિને હણવામાં સિંહ સમાન થશે. જેવી રીતે અરણ્યમાં સ્વછંદતાથી વિચરતા મદોન્મત્ત હાથીઓના કુંભસ્થળને કેસરી સિહ એક પલકમાં અનાયાસે ભેદી શકે છે, છે તેવી રીતે તમારો આ પુત્ર મદનરૂપી હસ્તીને પરાસ્ત Jain Educationa International For Personal and Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ કરવામાં સિહ સમાન થશે. મદન પાસે આદિ શબ્દ મૂક્યો છે, તે ઉપરથી ક્રોધ, માન, મદ, મોહ, લોભ આદિ અંતરંગ વૈરીઓનો પણ પરાભવ કરશે એમ સમજી લેવાનું છે. વસ્તુતઃ જ્યાંસુધી કોઈ પણ મનુષ્ય પોતાના અંતરંગ શત્રુઓ ઉપર અધિકાર જમાવી શકે નહીં, ત્યાંસુધી તે સાચો ધર્મ પામી શકે નહીં. સારાંશ કે જેઓ અંતરંગ શત્રુઓરૂપી ગજવર પ્રતિ કેસરીસિંહ સમાન થઈ શકે છે અને અંતર-બાહ્ય શત્રુઓના બળને નિર્મળ કરી શકે છે તે જ પુરૂષવરો યથાર્થ ધર્મને સાથી બની શકે છે, એમ કહેવાનો પણ આ કાવ્યકર્તાને આશય છે. સિંહ એ જંગલનો રાજા કહેવાય છે. તે વનોમાં અને ઉપવનોમાં નિર્ભય રીતે વિહરી શકે છે, કારણ કે તેને કોઈ પણ પ્રકારનો ભય હોતો નથી. મનુષ્યોએ પણ ધર્મના માર્ગમાં નિરંતર સિંહની માફક નિર્ભયતાથી અને અડગતાથી વિચરવું જોઈએ, પણ આમ ક્યારે બની શકે? જે આપણે આપણા અંતરના તથા બહારના અરિઓને જીતી લઈ શકીએ, તો જ આપણે શાંતિ તથા નિર્ભયતાપૂર્વક ધર્મના માર્ગમાં આગળ વધી શકીએ. કામ, ક્રોધાદિ શત્રુઓનું પ્રાબલ્ય જ્યાં સુધી અંતરમાં વત્ય કરે છે, ત્યાં સુધી મનુષ્ય સર્વદા પરાધીન રહે છે. વંદન છે તે પરમાત્મસ્વરૂપ તીર્થકર ભગવાનને, કે જેઓએ પરિપુઓને હણવામાં કેસરી સમાન વિર્ય ફોરવી જગતના ઈતિહાસમાં દષ્ટાંત બેસાર્યું છે, અને જેમના પગલે ચાલી અનેક ભવ્ય જીવો મુક્તિનો માર્ગ પામ્યા છે, તથા ભવિષ્યમાં પણ પામશે. હે પ્રભુ! હે અનંત દયામય ભગવાન! અમે પણ આપની માફક અમારા શત્રુઓરૂપી હાથીઓને હણવામાં ક્યારે સિંહ સમાન બની શકીશું? અને આપની માતાજીને આવેલ સ્વમ અમે ક્યારે સાર્થક કરી શકીશું? Jain Educationa International For Personal and Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ ( ૫ ) હવે ચોથા સ્વમનું રહસ્ય દર્શાવતાં કવિશ્રી નીચે પ્રમાણે કહે છેઃ—— ચેાથે સ્વસે લક્ષ્મી દીઠી, વરસીદાનને દેશેજી, તીર્થંકર એ લક્ષ્મી ભાગી, શિવવધ કમળા વરશેજી; સુણા ભવિ પ્રાણીજી રે. (૪) તી ર્થંકરની માતુશ્રી ચોથા સ્વપ્તમાં લક્ષ્મીના દર્શન કરે છે. આ લક્ષ્મી આપણા જેવા પામર મનુષ્યોને જેવી રીતે બંધનકર્તા થાય છે અને સંસારના ઉંડા કીચડમાં ઉતારી દેનારી થાય છે, તેવી રીતે તીર્થંકર પ્રભુને બંધનકર્તા તથા લિકર્તા થવા માટે નથી હોતી, પરંતુ વરસીદાનને દિવસે પ્રાણીઓને મુક્ત હસ્તે દાન આપવામાં એનો સદુપયોગ થાય તે માટે એ લક્ષ્મી સદા તીર્થંકર ભગવાન પાસે બે હાથ જોડીને ઉભી રહે છે. લક્ષ્મીનો સાચો ઉપયોગ શું હોઈ શકે, એ વાત ઉપર આ સ્વસ બહુ ગંભીરતાથી પ્રકાશ નાખે છે. લક્ષ્મીની પ્રાપ્તિ માટે જે મનુષ્યો પાપકર્મો કરતાં આંચકો ખાતા નથી અને એક પાઈ પ્રાપ્ત થતી હોય તો અઢાર પાપસ્થાનકો સેવતાં જેમને લેશ પણ સંકોચ થતો નથી, તેમણે આ સ્વમ ઉપરથી ખાસ બોધ ગ્રહણુ કરવાની જરૂર છે. લક્ષ્મીનો જો તમારે ખરેખરો ઉપભોગ લેવો હોય તો તેના દાસ ન ખનો, કારણ કે લક્ષ્મીના ગુલામો કદાપિ આત્મ ક્લ્યાણ કરવાને શક્તિમાન થઈ શકતા નથી. લક્ષ્મીનું દાન કરવું અને અહંકાર વડે જે સંપત્તિ પ્રાપ્ત કરી હોય તેનો ત્યાગ કરવો એજ લક્ષ્મીનો સાચો ઉપભોગ છે. આપણે પ્રથમ સ્વસદર્શને જોઈ ગયા છીએ કે તીર્થંકર ભગવાન્ ચાર પ્રકારના ધર્મોનો પ્રકાશ કરે છે, તેમાં દાનને For Personal and Private Use Only ર Jain Educationa International Page #13 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પદ આપવામાં આવ્યું છે. પ્રભુ પોતે ધર્મનો પ્રકાશ કેવળ વાણીથી જ નથી કરતા, પણ પોતાના વર્તનથી દાનધર્મની મહત્તા જગતને જાહેર કરે છે. પોતાને પ્રાપ્ત થયેલી લક્ષ્મી જેઓ નિરહંકારપણે પોતાના માનવબંધુઓના હિતાર્થે તથા જગતના સર્વ પ્રાણીઓના કલ્યાણાર્થે વાપરી શકે છે, તેઓ કેમે કમે શિવવધૂ પ્રાપ્ત કરી શાશ્વત સુખ મેળવવા ભાગ્યશાળી થાય છે. પ્રભો ! આપને પ્રાપ્ત થયેલી લમીની અપેક્ષાએ એક બિંદુના અનંતમા ભાગ જેટલી પણ લક્ષ્મી અમે પ્રાપ્ત કરી શક્યા હોઈએ તેનો સદુપયોગ કરવાનું અર્થાત્ દાન કરવાનું અમોને બળ અર્પો, કે જેથી આપની માતાને આવેલું સ્વપ્ર સાર્થક છે એટલું જ નહીં, પણ એ સ્વમનો આશય અમે સમજી શક્યા છીએ એમ છાતી ઠોકીને કહી શકવાની સ્થિતિમાં મૂકાઈએ. પાંચમા સ્વમનું સ્પષ્ટીકરણ કરતાં કવિવર કહે છે કે – પાંચમે મે કસમની માળા, સવી જન શિરપર ધારેજી, તીમ ભવિ જીવના, તુજ સુતવર પાપ-તાપ સવી ટાળે છે; સુણે ભવિ પ્રાણીજી રે. (૫) કે ( સુમાદિ સુગંધી દ્રવ્યો જેમ દુધીને દૂર કરી પો. તાની સુવાસ પ્રકટાવે છે, તેવી રીતે હે તીર્થંકર છેભગવાનની પ્રાતઃસ્મરણીય જનની ! તમારો પુત્ર પણ રામ કુસુમની માળાની પેઠે ભવિ જીવોનાં અંતઃકરણમાં GST રહેતી દુર્ગધી દૂર કરી તેમના ભક્ત હૃદયને પણ કુસુમની માફક સુગંધી ફુરાવતાં બનાવી દેશે. પ્રચંડ ગ્રીષ્મની વાળાથી સંતપ્ત થયેલા વિલાસી જીવ કુસુમમાળાઓને કંઠમાં Jain Educationa International For Personal and Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ) ધારણ કરવાથી જેવી રીતે શાંતિ અને તૃપ્તિ અનુભવે છે, તેવી રીતે તમારો પુત્ર પણ વિ જીવોના પાપ-તાપને દૂર કરનારો તથા અપૂર્વ શાંતિ આપનારો થશે એટલું જ નહીં, પણ જગતમાં પુણ્યરૂપી પુષ્પની સુગંધી પ્રસરાવનાર પણ થશે. પુષ્પોને બહુ જ પવિત્ર લેખવામાં આવે છે તેનું કારણ દર્શાવતા એક કવિએ વાજબી રીતે જણાવ્યું છે કે ફુલો, વૃક્ષો તથા મેઘ એ સર્વનો જન્મ કેવળ પરોપકારાર્થે જ હોય છે, અને તેથી જ જગત્ તેમને બહુ સન્માનથી વધાવે છે. પુષ્પો ખીલે છે, તે શું પોતાને માટે ખીલે છે ? નહીં, જગતમાં પરાગનો ફેલાવો કરવો તથા વણુ માગ્યે પથિકોનાં ચિત્તને આહાદિત કરવાં, અને વિના પ્રયત્ને પ્રેક્ષકોની દૃષ્ટિને તૃપ્ત કરવી એ ગુણો સ્વાભાવિક રીતે જ પુષ્પોમાં રહેલા હોય છે. તે જ પ્રમાણે તમારો આ પુત્ર પણ જગતને નયનાનંઢ તથા ઉપકારક થવાની સાથે જગતમાંથી પાપ-તાપ-વિગ્ન તથા દુરાચારની દુર્ગંધીને નિર્મૂલ કરવામાં સુગંધી કુસુમમાળાનું કામ કરશે. “સવી જન શિર પર ધારેજી” એમ કાવ્યમાં કહેવામાં આવ્યું છે, તેનો આશય એવો છે કે સુગંધી કુસુમમાળાને મનુષ્યો જેમ શિરે ધારણ કરે છે, તેમ તમારા પુત્રને પણ જગતના ભવ્ય જીવો શિરસા વંદ્ય માનશે. એમ ઇંદ્ર મહારાજ કુસુમમાળાના દર્શનથી સિદ્ધ કરે છે. હું વિશ્વવંદ્ય તીર્થંકર ભગવાન્ ! અમે પ્રાથીએ છીએ કે આપે પ્રસરાવેલી સુગંધ અમારા આત્માને પણ સ્પર્શ કરો અને આપના કુસુમ સમાન ચરણોમાં અમારૂં શિર સદા નમેલું જ રહો ! Jain Educationa International For Personal and Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ) છઠ્ઠા સ્વમનું રહસ્ય કવિવર આ પ્રમાણે દર્શાવે છેઃ— છઠ્ઠું સ્વમે ચંદ્ર વિલાકી નીલ કમળ વિકાસેજી, તીમ વિ જીવના હૃદયકમળમાં, તુજ સુત એમ પ્રકારોજી; સુણા ભવિ પ્રાણીજી રે. (૬) મળ-પુષ્પ જેમ ચંદ્રદર્શનથી અતિશય પ્રકૃદ્વિત થાય છે, તેમ શ્રી તીર્થંકર પ્રભુના દર્શનમાત્રથી ભવિ જીવનાં હૃદયરૂપી કમળો પ્રફુલ્લિત થશે, એમ આ ચંદ્રનું સ્વપ્ત સૂચવે છે. ચંદ્રમાં કુદરતી રીતે જ એવું સામર્થ્ય અથવા પ્રભાવ રહેલો છે કે તેનો ઉદય થતાં વાર કમળની પાંદડીઓ વિકસિત–પુલકિત તથા વિસ્તારિત થયા વિના રહેતી નથી. ચંદ્રને એ માટે કશો પ્રયત્ન કરવો પડતો નથી; તેવી જ રીતે પવિત્ર આત્માઓ અને નિર્દોષ પુરૂષસિંહોમાં કોઈ એવું સામર્થ્ય પ્રકટે છે કે તેમના દર્શન માત્રથી વિ જીવોનાં અંતઃકરણમાં કુદરતી રીતે પ્રમોદભાવ તથા ભક્તિભાવ સ્ફુર્યા વિના રહેતો નથી. પવિત્ર આત્માઓ ભલે વાણીથી કે ક્રિયાથી કાંઈ ઈસારો સરખો પણ ન કરે, તથાપિ તેમની શાંત-સૌમ્ય-પ્રભાવિ શિષ્ટ—ચંદ્રોપમ કાંતિ જ જગતના મુમુક્ષોઓને એવું અદ્ભુત આકર્ષણ કરે છે કે ભિવ જીવો એવા નિઃસ્પૃહી તથા વીતરાગ પુરૂષના ચરણુનો આશ્રય લીધા વિના રહી શકતા નથી. આજે આપણે એવા નિર્દોષ પુરૂષરૂપી ચંદ્રના અભાવે ભવાટવીના અંધાર પ્રદેશમાં ભટકીએ છીએ. ચંદ્રના પ્રકાશની રાહ જોતાં આપણાં અંત:કરણોરૂપી કમળો સંકોચાઈ જવા લાગ્યાં છે! પરંતુ એટલું સૌભાગ્ય છે કે તીર્થંકર ભગવાનની મૂર્ત્તિ તથા તેમની અમૃતમયી સૂત્રખઢવાણી જ્યાંસુધી વિદ્યમાન છે, ત્યાંસુધી હૃદયકમળો કરમાઈ જાય એવો ભય રાખવાનું કારણ નથી, હે ભગવન! હું અનંત જ્ઞાન, દર્શન તથા Jain Educationa International For Personal and Private Use Only ક EID Page #16 -------------------------------------------------------------------------- ________________ ( ૯ ) ચારિત્રના સ્વામી! અમારાં હદયકમળો આપની સાક્ષાત્ ચંદ્રોપમ કાંતિ નિહાળી જ્યારે વિકસ્વર થશે? - તીર્થકર ભગવાનના અનેક અતિશયો પૈકી ક્યા અતિશયનું સૂચન આ સાતમા સ્વમમાં થાય છે, તે સંબંધી કવિરાજ કહે છે કે – સાતમે સ્વછે સુરજમંડળ, સહસ્ર કિરણથી દીપેજી, તીમ ભામંડળના તેજ કિરણથી, નિજ અરિને તે જીતે જી; સુણે ભવિ પ્રાણજી રે. (૭) થતુ–સૂર્યમંડળનાં તેજસ્વી કિરણે જેવી રીતે જગઆ તને પ્રકાશિત કરે છે અને અંધકાર, તિમિર તથા 1 નિશાચરોનો નાશ કરે છે, તેવી રીતે તમારો પુત્ર EVED [ પણ પોતાના ભામંડળના પ્રકાશ વડે પ્રકાશશે, જગદર: તને પણ પ્રકાશિત કરશે અને ઉજજવળતાનું સામ્રાજ્ય ફેલાવશે. નિશાકાળે તિમિરપ્રિય પ્રાણીઓ અંધકારનો લાભ લઈ અનેક જીવોને હેરાન કરે છે, પણ સૂર્યને પ્રકાશ થતાંની સાથે જ તેઓ એકાંત ખૂણામાં ભરાઈ પેસે છે. તીર્થંકર મહારાજના પ્રતાપે સંસારમાંથી મિથ્યાત્વરૂપી અંધકાર પલાઈ જાય છે અને સમ્યકત્વનો સૂર્ય સોળે કળાથી પ્રકાશવા લાગે છે. આ વખતે, પછી મિથ્યાત્વીઓનું તથા સંસારાટવીમાં હેરાન અને પાયમાલ કરનારા દુશ્મનોનું બળ ચાલી શકતું નથી. ઇંદ્ર મહારાજ કહે છે કે તમારા આ ભાવી પુત્રના મુખ ઉપર ભામંડળની દીપ્તિ એટલા બધા બળથી જાજવલ્યમાન રહેશે કે તે ભામંડળના પ્રચંડ પ્રતાપ આગળ કોઈ અરિનું–બાહ્ય કે અંતરંગ અરિનું બળ નભી શકશે નહીં. મામંડરું હુંમિતિપત્રમ્ વિગેરે જે અતિશયોનું શાસ્ત્રમાં વર્ણન કરવામાં આવ્યું છે, તેવા અતિશયોવાળે આપને પુત્ર થશે, એમ આ સૂર્યનું Jain Educationa International For Personal and Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ). સ્વમ આગળથી સૂચવે છે. ભામંડળને અંગ્રેજી ભાષામાં “હેલો” (halo) કહેવામાં આવે છે, અને એક મનુષ્ય જેમ જેમ વિશુદ્ધિમાં તથા નિર્દોષતામાં આગળ વધતો જાય છે તેમ તેમ તેના મુખની આસપાસ પ્રવર્તતો પ્રકાશ-ભામંડળ વધારે ઉગ્ર-પ્રખર રૂપે પ્રકાશવા લાગે છે. તીર્થકર ભગવાનની સૌમ્ય અને શાંત મુખકાંતિની ચોતરફ સૂર્યનાં કિરણો જેવું પ્રભાસ્યમાન તથા પ્રબળ પ્રતાપાન્વિત ભામંડળ ફેલાયેલું હોય છે, જેથી કરીને તેમનો પ્રતાપ અખંડિત રહે છે, તેમનું શાસન સર્વોપરિ રહે છે અને તેમના વિરોધીઓનું બળ નિષ્ફળ જાય છે. પ્રભો ! આપના ભામંડળ સરખો સમ્યકત્વનો પ્રકાશ ચોતરફ પ્રસાર પામો અને આપનાં તેજસ્વી સહસ્ત્ર કિરણે વડે મિથ્યાત્વરૂપી તિમિરનો નાશ થાઓ, એ જ અમારી પુનઃ પુનઃ પ્રાર્થના છે. NO આઠમા સ્વમની ધ્વજા શું સૂચવે છે, તે સંબંધી કવિ બહુ સરળ રીતે કરે છે કે – ધરમધજાનો ભોગી થાશે, મુજ દરશન તુજ નંદજી, આઠમે સ્વમે વજ એમ વિનવે, ધરતી રાગ ઉમંદાજી; સુણે ભવિ પ્રાણુજી રે. (૮) રક દવા જાને પવનમાં ઉડતી અનેકોએ જોઈ હશે. આવી ધ્વજા તીર્થંકર મહારાજના માતાજીના સ્વપ્રમાં આક વીને ભવિષ્યવાણીરૂપે અત્યંત હર્ષપૂર્વક–પ્રસન્નતા આ પૂર્વક કહે છે કે “મારા દર્શન તમને થયા છે, તે . . એમ સૂચવવા માટે કે તમારો નંદ અર્થાત્ પુત્ર ધર્મધ્વજા ભોગી થશે અને વિશ્વમાં અનેકાંત ધર્મનો વિજય વાવટો ફરકાવશે. તીર્થંકર મહારાજની સાથે ધર્મદેવજા હમેશાં ફર Jain Educationa International For Personal and Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ ) કતી રહે છે, કારણ કે એમનો અતિશય જ એવા પ્રકારનો હોય છે કે એ ધ્વજા તેમને નિત્ય અનુસર્યા વિના રહેતી નથી. આ ધર્મધ્વજા તીર્થંકર મહારાજની વાણીનું, હૃદયનું તથા આત્માનું અપૂર્વ મળ સૂચવી આપે છે. તીર્થંકર પ્રભુની વાણી એવી નિર્દોષ-નિર્મળ અને મધુર હોય છે, તેમનું હૃદય રાગ-દ્વેષ રહિત હોવાના કારણે એવું તો શુદ્ધ તેમજ સ્ફટિક સરખું ઉજજવળ હોય છે અને તેમનો આત્મા એવો તો નિરાવરણ અને વિમળ હોય છે કે સમસ્ત વિશ્વના પ્રાણીઓ તેમની વિજયવતી ધર્મધ્વજા નીચે આવીને આશ્રય લે છે અને પોતાનું કલ્યાણ કરે છે. શ્રીમંતોની, ધનવાનોની તથા રાજા મહારાજાઓની ધ્વજા ગમે તેટલા અભિમાનપૂર્વક હવામાં ફફડાટ કરે, પરંતુ તીર્થંકર ભગવાનની ધર્મધ્વજા પાસે તેનું લેશ પણ મહત્ત્વ રહેતું નથી. ધ્વજાને પ્રતાપનું ગૌરવનું-શક્તિનું એક ચિહ્ન લેખવામાં આવે છે. તીર્થંકર પ્રભુની ધર્મધ્વજા જેમ તેમની સાથે િિવજ્ઞપણે ફરકયા કરે છે, તેવી રીતે તેમની કૈવલ્યપ્રાપ્તિ પછી પણ એ ધર્મધ્વજા–જો કે અદૃશ્ય-આધ્યાત્મિક ધર્મધ્વજા સર્વે દર્શનો તથા ધર્મોની ઉપર ચિરકાળ પર્યંત ફયા કરે છે. આપણે સર્વે એ પ્રભુની ધર્મધ્વજાના આશ્રય તળે ભાગ્યયોગે આવી વિરમ્યા છીએ, તે માટે આપણે આપણી જાતને પરમ ભાગ્યશાળી માનવી જોઇએ. પરાપૂર્વના પ્રખળ પુણ્યપ્રતાપે જ તીર્થંકર મહારાજનું શાસન તથા તેમની ધર્મધ્વજાનો જીવોને આશ્રય મળે છે, એ વાત સૌ કોઈ જાણે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) નવમા સ્વમમાં પવિત્ર કળશ પ્રત્યક્ષ થાય છે અને પોતાના દર્શનનું ફળ દર્શાવતાં કહે છે કેઃ— શાંતાદિક ગુણરતના દરીઆ, મેં પૂજું તુજ પુત્રજી, નવમે સ્વમે માજી જાણેા, એમ કહે કળશ પવિત્રજી; સુણા ભવિ પ્રાણીજી રે. (૯) ર્થાત્ કળશ કહે છે કે હે પરમ ભાગ્યવતી જનની ! તમારે પેટે એક એવો પુત્ર જન્મશે કે જે સર્વ પ્રકારે મારા જેવો જ સંપૂર્ણ અને ગુણરતધારી થશે, અને હું પણ જેની પૂજા કરવાને સદા તત્પર રહીશ.” અધુરો ઘડો હોય તે જ છલકાય છે, એવી આપણામાં એક સાધારણ કહેવત છે. તે બહુ અર્થસૂચક છે. જેમના આત્મામાં શાંતિનો કિંવા ક્ષમાનો અથવા ધૈર્યનો ગુણ નથી ખીલ્યો હોતો અને લોકોની પાસેથી કેવળ માન કે ભિક્ષા મેળવવા માટે જ દંભ રાખતા હોય છે તેઓ સંપૂર્ણ શાંતિ રાખી શકતા નથી અને ક્વચિત્ ક્રોધથી એવા ધમધમી નીકળે છે કે તેમને માટે આપણને દયા સ્ફુર્યા વિના રહેતી નથી. તીર્થંકર મહારાજ જેવા મહા પુરૂષોનાં હૃદયમાં શાંતિ તેમજ તેના સહચારી ખીજા ગુણો એકરસ થઈને રહ્યા હોય છે, તેથી તેઓ હમેશાં ભરેલા કળશની માફક જ ગંભીર રહે છે. અર્થાત્ અધુરા કળશની માફક છલકાતા નથી. અધુરાશ અથવા અપૂર્ણતા હોય છે ત્યાં જ છલકાવાપણું હોય છે. વસ્તુતઃ અગંભીરતા હોવી એ આત્માની એક પ્રકારની નિર્મળતા છે, અને નિર્મળતા એજ પાપનું પ્રભવસ્થાન છે. સંપૂર્ણ કળશના જેવી ગંભીરતા તથા શાંતિ આપણા હૃદયને પણ સ્પર્શે, એવી પ્રાર્થના આપણે આ સ્વઝના દર્શન વખતે કરીશું તો તે અયોગ્ય કિંવા અસ્થાને નહીં ગણાય. Jain Educationa International For Personal and Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ (૧૩) દશમ સ્વસમાં પદ્ધ સરોવર પોતાનો પ્રભાવ દર્શાવતાં કહે છે કેપન્ન સરોવર આવી દસમે, માતા સુણે મારી વાત છે, સુરરચિત કમળના ઉપર ઠવશે, કેમળ પદ તુજ પુત; સુણે ભવિ પ્રાણુજી રે. (૧૦) DIELD TRI][][]ડાવIL-11-4T4 1 ht Hખ્યા 1પ3 IT - |[H 1-1||Fનીતિ||HIFTE]IlId=11-11]\DI | HI[YI[, till 15THilli I શમા સ્વપ્રમાં તીર્થકરની માતાજીને જે સરોવર દષ્ટિગોચર થાય છે, તેમાં અનેક પદમપુષ્પો પણ છે ખીલેલાં નજરે પડે છે. આ કમળોવાળું સરોવર E - ડો સૂચવે છે કે “તમારા પુત્રના કોમળ ચરણકમળ જાણકારી પૃથ્વીને સ્પર્શવાને બદલે દૈવી કમળ ઉપર સ્થિર થશે, અને તે કમળો પાર્થિવ નહીં, પણ દેવતાઓએ ખાસ તૈયાર કરેલાં કમળો હશે.” વસ્તુતઃ આ સ્વમથી તીર્થંકર પ્રભુના અતિશયનું સૂચન થાય છે. એવો નિયમ છે કે તીર્થંકર ભગવાન એક ચરણ ઉપાડી પૃથ્વી ઉપર તે ધરે તે દરમિયાન દેવતાઓ જ્યાં પ્રભુનો ચરણન્યાસ થવાનો હોય તે સ્થળે પોતાના દેવસુલભ સામર્થ્યથી એક કમળ તૈયાર કરે છે અને પ્રભુએ મૂકવા ધારેલ ચરણ એ કમળ ઉપર જ સ્થિર થાય છે. પદ્મ સરોવરનું સ્વમ માતાજીને કહે છે કે કમળપત્ર ઉપર જેમનો ચરણ સ્થિર થાય એવા પ્રભાવવાળો તમારો પુત્ર થશે, અર્થાત્ તમારો પુત્ર તીર્થંકર થશે. આ અતિશયનો વિચાર કરીએ તો એટલું સ્પષ્ટ જોઈ શકાય કે તીર્થંકર પ્રભુની સેવામાં દેવગણે હમેશાં તત્પર રહેશે અને તેમના ચરણમાં ઘાસનું એક તરખલું-દર્ભાકુર પણ પીડા ન આપે તે માટે તેઓ સદા ચિતિત રહેશે. દેવતાઓ તીર્થકર ભગવાનની કુશળતા તથા સુખાદિ માટે કેવી ચીવટ રાખે છે, કિંવા રાખતા આવ્યા છે, તેનું સ્પષ્ટીકરણ આ સ્વપથી થવા યોગ્ય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ (૧૪) અગીઆરમાં સ્વમનું રહસ્ય દર્શાવતાં કવિશ્રી કહે છે કે - જ્ઞાનાદિક ગુણરતના ભરીયા, મુજથી એ ગંભીરજી, અગીયારમે સ્વમે માજી દેખે, સભાગ સાયર ખરેજી; ભવિ પ્રાણુંજી રે. (૧૧) ર્થી-ક્ષીર સમુદ્ર તીર્થકરની માતાજીને કહે છે કે “તમારો પુત્ર મારા કરતાં પણ વધારે ગંભીર થશે.” | સમુદ્ર તો ભરતી ઓટ વખતે એવાં તો મોજાંઓ [, જેરથી કીનારા ઉપર અફાળે છે કે પથિકોને ભય ન થયા વિના રહેતો નથી, પરંતુ તીર્થંકર ભગવાન એવી ગંભીર પ્રકૃતિના હોય છે કે દુશ્મનો આવીને પ્રહાર કરે કે અનુયાયીઓ આવીને પૂજા કરે તો પણ તેમના અંતઃકરણમાં રાગ દ્વેષનો સ્પર્શ સુદ્ધાં થતો નથી. સારાંશ કે તેઓ તેમની શાંત તથા ગંભીર પ્રકૃતિ કદાપિ ત્યજતા નથી. એક સ્થળે કહ્યું પણ છે કે પાર્શ્વનાથ ભગવાન પ્રત્યે એક વખતે કમઠે અને ધરણકે પોતપોતાને ઉચિત કર્મો કર્યો, અર્થાત્ એકે ઉપદ્રવ કર્યો અને અન્ય તેમની સેવા કરી તો પણ પ્રભુની વૃત્તિ તો ગંભીર જ રહી, બન્ને પ્રત્યે પ્રભુ એક સરખી જ દષ્ટિ સાચવી રહ્યા. તીર્થકર ભગવાન માત્ર ગંભીર રહેશે એટલું જ નહીં, પણ સમુદ્ર વિશેષમાં કહે છે કે–“મારા ઉદરમાં જેમ અનેક નાનાં-મોટાં રત ભર્યા છે, તેવી રીતે તમારા પુત્રના અંતઃકરણમાં પણ જ્ઞાન-દર્શનચારિત્રનાં અપૂર્વ રત્રો ભરેલાં રહેશે.” પાર્થિવ રત્નો કરતાં જ્ઞાનાદિ રોનું મૂલ્ય અનંત ગણું અંકાય છે, અને તેથી સાગર પોતે જે તેમની પાસે પોતાની લઘુતા સ્વીકારે છે, તે યોગ્ય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ (૧૫) બારમાં સ્વમનું દેવવિમાન સૂચવે છે કે – ચાર નિકાયના દેવ મળીને, નમસ્કારે સન્માનજી, બારમે સ્વમે માજી દેખે, સંદર દેવવિમાને છે; સુણે ભવિ પ્રાણજી રે. (૧૨) ક - - ni - + *, ઈ : - R : હારિક IBE તી , થંકર ભગવાનની માતાજી બારમા સ્વમમાં એક દેવવિમાન સ્વર્ગમાંથી પોતાની તરફ ચાલ્યું આવતું નિરખે છે. આ સુંદર-રમણીય દેવવિમાનના આગમનનો હેતુ સ્પષ્ટ કરતાં કવિ કહે છે કે ચાર નિકાયના દેવો નમસ્કાર તથા ભક્તિભાવનાથી તમારા પુત્રને સન્માનશે, એમ આ દેવવિમાનનું “અવતરણ સૂચિત કરે છે.” ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી તથા વૈમાનિક એ પ્રમાણે ચાર નિકાયના દેવો આવીને તીર્થંકર પ્રભુને પૂજશે. એટલો સંદેશો આ દેવવિમાન માતાજીને પહોંચાડે છે, અને તે પ્રભુના જન્મ પછી અનેક પ્રસંગે આપણે ખરો પડતો તેમના જીવનચરિત્રમાં અનુભવીએ છીએ. પ્રત્યેક મહોત્સવ પ્રસંગે દેવતાઓ આવીને દેવોચિત કર્તવ્યો કરી ચાલ્યા જવાનાં દૃષ્ટાંતોથી તીર્થંકર પ્રભુનાં જીવનચરિત્રો એવાં તો સુપ્રસિદ્ધ છે કે દેવતાઓનું તીર્થકરો પ્રત્યેનું બહુમાન સ્પષ્ટ કરવાનો અમે આ સ્થળે પ્રયત્ન કરતા નથી. દેવતાઓ જેમનું આટલું આટલું માન સાચવે તેમના પ્રત્યે જનસમાજના–ભવિ જીવનાં મસ્તિષ્કો ભક્તિભાવથી નમે, એમાં કાંઈ આશ્ચર્ય નથી. આપણે પણ આ પ્રસંગે તીર્થંકર પ્રભુને ઉદ્દેશીને સાચા અંતઃકરણથી પ્રભુના પાદપદ્મમાં ત્રિકરણુયોગે પ્રણતિપરંપરા સમાપીશું તો તે પ્રાસંગિક થઈ પડશે. Jain Educationa International For Personal and Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ (૧૬) આ સ્વમ અદશ્ય થયા પછી તેરમું સ્વમ આવે છે, તેનું સ્પષ્ટીકરણ કવિ નીચે પ્રમાણે કરે છેમુજ પરે તુજ પૂજાજ થાશે, ગુણ અનંતના વાસીજી, રતનગઢ માંહે તે બિરાજે, એમ કહે રતની રાશજી; સુણે ભવિ પ્રાણીજી રે. (૧૩) રતની રાશિને અથવા બીજા શબ્દોમાં કહીએ તો રતના અલંકારોને જેમ ભાગ્યશાળી મનુષ્યો બહુ આદરથી સત્કારે છે અને પોતાના કંઠમાં સ્થાપે છે તેવી રીતે રતરાશિ કહે છે કે –“મારી માફક તમારા આ ભાવી પુત્રની પણ છે પૂજા તથા આદર-સત્કાર થશે. જો કે મારામાં તો ગણ્યાગાંઠ્યા જ ગુણે છે, તથાપિ મનુષ્યો મને બહુ પ્રેમથી સત્કારે છે, પરંતુ તીર્થકર ભગવાનમાં અર્થાત્ તમારા પુત્રમાં એટલા બધા ગુણો હશે કે તે ગુણોનો કોઈ પાર પામી શકશે નહીં.” તે ઉપરાંત આ રસરાશિ એમ પણ કહે છે કે “તમારો પુત્ર રતગઢમાં વિરાજવા શક્તિમાન થશે.” સર્વજ્ઞ પ્રભુ જ્યારે દેશના આપે છે ત્યારે “ત્રિગડો ગઢ” રચાય છે, એ વાત આપણે સૌ કોઈ જાણીએ છીએ. આ ત્રિગડાની રચના દેવતાઓ પોતે આવીને કરે છે તેમાં સોનાનો, રૂપાનો તથા રસનો ગઢ નિર્માય છે. ત્રણે ગઢો ઉપર બહુમૂલ્ય કાંગરાઓ પણ બાંધવામાં આવે છે. આવા દિવ્ય ત્રિગઢમાં વિરાજ તમારો પુત્ર જગતના જીવોને પ્રતિબોધ કરશે, એમ આ રતની રાશિ સૂચવે છે. ટૂંકમાં કહીએ તો રત્રની રાશિ એ વિગડાનું સ્મરણ કરાવે છે અને તેની સાથે તીર્થકર પ્રભુના અતિશયનું પણ સૂચન કરે છે. એ વિગડાના સ્વરૂપનું Jain Educationa International For Personal and Private Use Only For Pare Page #24 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) તથા પરમાત્માની નિર્મળ વાણીનું અનુમાન કલ્પનાથી કે બુદ્ધિથી થઈ શકે તેમ નથી; માટે એ સંબંધી વિવેચન કરવાને બદલે આપણે સર્વે એ દૈવી દેશ્ય પ્રત્યક્ષ નિહાળવાની તથા ભગવાનની અમૃતમયી દેશના સાંભળવાની ઉત્કટ ભાવનાપૂર્વક જ હાલમાં તો વિરમીશું. ચૌદમું નિર્ધમ અગ્નિનું સ્વમ બહુ ગંભીર આશય રજુ કરે છે. કવિવર તેનો અર્થ સ્ક્રુટ કરતાં વધે છે કેઃ— ભવિક મનમાં કનક શુધમાણુજી થાશે સુત કરનારાજી, ચૌદમે સ્વમે નિર્ધમ અગ્નિ, માતા જીવા સુવિચારેજી; સુણા ભવિ પ્રાણીજી રે. (૧૪) નિ ધૃમ અગ્નિ એટલે ધુમાડા વિનાનો અગ્નિ આ પ્રકારનો સ્વચ્છ—જાજવલ્યમાન–વલંત-પ્રેાજવલ અગ્નિ માતાજીને કહે છે કેઃ—“હું જેવી રીતે મારા નિજ સામર્થ્યથી તાપથી ગમે તેવા મિલન સુવર્ણને સ્વચ્છ બનાવું છું, અને સુવર્ણને તેજસ્વી બનાવું છું, તેવી રીતે તમારો પુત્ર જગતના ભવ્ય જીવોનાં અંતઃકરણમાં રહેલી મલિનતાને દૂર કરી તેમના આત્માને પોતાના શુદ્ધ સ્વરૂપમાં આણશે.” આ કનકશુદ્ધિનું દૃષ્ટાંત મહુ વિચારણીય છે. કનકની સાથે અશુદ્ધિ-મલિનતા ક્યારે મળી તે જેમ કોઈ જાણતું નથી, તેમ આત્માને કર્મનો લેપ ક્યારથી થયો, એ વાત પણ કોઈ કહેવાને સમર્થ નથી. પ્રયત્નથી જેમ કનકની મલિનતા નિવારી શકાય છે અને તેને તેના શુદ્ધ સ્વરૂપમાં મૂકી શકાય છે, તેવી જ રીતે સંસારના રાગ-દ્વેષાદ્ઘિ પ્રપંચોમાં રચીપચી રહેલો આત્મા પણ દાન, તપ, જ્ઞાન, ક્રિયા આદિ ઉપાયોથી સ્વચ્છ Jain Educationa International For Personal and Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ (૧૮) તથા સ્ફટિક સરખો નિર્મળ બની પોતાના જ્ઞાન-દર્શન–ચારિત્રરૂપ સ્વભાવને પ્રાપ્ત કરવા ભાગ્યશાળી થાય છે. અગ્નિ જેવી રીતે કનકને શુદ્ધ કરતાં પહેલાં તેને ખૂબ તાવે છે અને તેના ઉપર અનેક સંસ્કારો કરે છે, તેવી જ રીતે આત્માને શુદ્ધ કરવા અર્થે તીર્થકર પ્રભુની આજ્ઞાને અનુસરી તેના ઉપર અનેક પ્રકારના શાસ્ત્રોચિત સંસ્કારો થવા જોઈએ. તીર્થંકર પ્રભુએ ફરમાવેલી આજ્ઞાઓ ભવ્ય જીવોના આત્માને શુદ્ધ કરવામાં અગ્નિનું કામ કરે છે. આ અગ્નિના લંગો આપણું આત્માને સ્પર્શ અને અનાદિ કાળથી મુંઝાઈ રહેલા આત્માને પોતાના શુદ્ધ સ્વરૂપમાં આણે તે માટે દેવાધિદેવ સર્વજ્ઞ પ્રભુ ભવ્ય જીવો ઉપર કરણદષ્ટિ કરે, એવી આપણે આ સ્વપ્રદર્શન સમયે પ્રાર્થને કરીશું તો તે કાળક્રમે સફળ થયા વિના રહેશે નહીં. ઉક્ત ચૌદ સ્વમાં સંક્ષિપ્તમાં સમુચ્ચયે શું સૂચવે છે, તે સંબંધી કવિ કહે છે કે – એ ચૌદ સ્વમ દીઠાથી તુજ સુત, થાશે ચૌદરાજનો સ્વામીજી, લેકે પક્ષે આત્મારામ થાશે, એમ એમ પ્રભુતા પામી છે; સુણો ભવિ પ્રાણુંજી રે. (૧૫) ર્થાત–આ ચૌદ સ્વમના દર્શનથી આટલું - ક્કસપણે સિદ્ધ થાય છે કે-“તમારો પુત્ર ચંદ રાજલોકનો સ્વામી–શાસક થશે એટલું જ નહીં, પણ ભવ્યાત્માઓને આરામ-શાંતિ સુખ આપ - નારો પણ થશે, અને કેમે કમે પ્રભુતા પામી શિવવધૂની વરમાળાને પોતાના કંઠમાં ધારણ કરશે.” તીર્થકર પ્રભુના Jain Educationa International For Personal and Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮ ) મુખમાંથી જે વચનકુસુમ બહાર નીકળ્યાં છે, તેને એક ઉદ્યાન સમાન લેખીએ તોપણ અયોગ્ય નથી, કારણ કે આરામને સંસ્કૃતમાં ઉદ્યાન પણ કહેવામાં આવે છે. ભવ્ય જીવો આ ઉદ્યાનમાં બેસી સર્વજ્ઞવાણીરૂપી કુસુમોની પરિમળ લે અને પોતાના આત્માને તૃપ્ત કરે, એટલા માટે પ્રભુ મુક્ત કંઠે કર્મનું ઉદ્યાન ખીલવતા ગયા છે. આપણે આ ઉદ્યાનમાં વિહરવાને પૂર્વપુણ્યના બળથી ભાગ્યશાળી થયા છીએ, તો ભવોભવનાં દુરિતો દૂર થાય તે માટે આ ભવે સંપૂર્ણ બળથી ત્રિકરણ શુદ્ધ યોગે પ્રયતો આપણે કરવા જોઈએ. આ પ્રસંગે આપણે પ્રભુને પ્રાથશું કે “આપ જે કે ચદરાજ લોકના સ્વામી તો છે જ, પરંતુ અમને તમારા ચરણમાં ભવોભવ સ્થાન આપજે, અને કોઈ કાળે તમારા શાસનથી દૂર ન પડી જઉં એવી સદ્દબુદ્ધિ આપજે.” છેવટની કડીમાં સ્વમનો સમય તથા કાવ્યકર્તાનો પરિચય આપણને થાય છે. તે કડી આ પ્રમાણે છે – મધ્ય રહેનીએ માતાજી દેખે, સુપન ચૌદ વિશાળજી, ગુરૂ પસાયે ડુંગર વિનવે, હાજે મંગળમાળ; સુણે ભવિ પ્રાણીજી રે. (૧૬) GUJ૨ છે અ & થતુ જે વૈદ સ્વમનું અમે ઉપર યથાશક્તિ રહસ્ય બતાવી જે ગયા, તે સ્વપ્રને સમય મધ્ય રાત્રીનો હોય છે, એમ આ બે ઉપરથી સમજવાનું છે. ઉક્ત ચૌદ સ્વમ ગંભીર આશય છે અને વિશાળ અર્થનાં સૂચક–સ્વમ જે મધ્ય રાત્રીએ આવે કે તે સફળ થયા વિના રહેતાં નથી. આટલું કહ્યા પછી પોતાના સદ્દગુરૂનો ઉપકાર માનતાં અને ગુરૂના પ્રતાપનું સ્મરણ કરતાં Jain Educationa International For Personal and Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦ ) ડુંગરશીભાઈ કવિ પોતે કહે છે કે શાસનદેવ આ ચૌદ સ્વમ જેનાર, સાંભળનાર તથા અનુમોદનાર એ સર્વનું પરમ કલ્યાણ કરો. જે શાંતિ અને ગંભીરતાથી ભવિ જીવોએ આ સ્વમરહસ્ય સાંભળ્યું હોય અને અંતઃકરણમાં અવધાર્યું હોય, તેમનું મંગળ ઇચ્છવું એવી પરંપરાને માન આપવાનું કર્તવ્ય આ સ્થળે કવિ પરિસમાપ્ત કરે છે, ૩૪ શાંતિઃ રૂ. જ છે " Jain Educationa International For Personal and Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ orararasuara rararara. પાધિરાજ પર્યુષણના પવિત્ર દિવસ માટે જેન ભાઈઓને ખુશ ખબરડવી 5 erSEASERGRS senseASERSensensor USERSURSERS - સારાં અને સસ્તાં ગુજ રાતી તેમજ મારવાડી ભો ને ક્ષમાપનાનાં મસોહક કેસી કાર્ડ, કંકોત્રીઓ અને પુત્રો અને છે. ત્યાંથીજ મળશે. | ખોટી લાલચ, દંભ અને ખાલી ભપકાથી દૂર રહી ભાવના- 1) - પ્રેરક, સુંદર ને સસ્તા દરેક જાતનાં કાર્ડ, કંકોત્રીઓ જોઇતાં હું જે હોય તો મહેરબાનું ગૃહસ્થો ! આપ એક વખત સંગાવી ખાત્રી થી જ કરી જુઓ. રંગીન સુબોધક ચિત્ર સાથનું ચાલુ સાલનું જૈન- પંચાંગ તૈયાર છે. કિમત 1 આનો. - શ્રીયક મુનિ, કરુવન્ના શેઠ, સુમતિ તથા કુમતિ મિત્રો અને છે) છે મોતીચંદ શેઠ વગેરેની કથાઓ, જૈનધર્મનાં પુસ્તકોના સૂચીપત્ર છે. સાથે—જેમાંની દરેક કથા લોકો હોંશથી વાંચે છે તેવી ચુંટીને અહાર મૂક્વા સાથે તેમાં હિતોનો ઉમેરીને રસિક અનાવેલ છે. serving linShasang રૂ. 02-0 कैल कोब આર. 005474 gyanmandir@kobatirth.org ( જૈન પુસ્તકો તથા કાર્ડ, કંકોત્રીઓ પ્રસિદ્ધ કરનાર તથા વેચનાર છે e માંડવી, શાકગલ્લી, મુંબઈ erseasRSASPASERSURSERSURSAS emeletama For Personal and Pavate soreny