________________
( ૨ ) દેદીપ્યમાન બને છે, તપથી અંતર-બાહ્યની વિશુદ્ધિ થાય છે અને ભાવનાથી આત્માનું-હદયનું–મનનું અને શરીરનું બળ સવિશેષ સ્કૃતિપ્રાપ્ત થવાની સાથે પરમ કલ્યાણુ–મોક્ષને સાધી શકે છે. ત્રિપદીના ઈસારા માત્રથી કેવલી ભગવાન જેમ સંસારનું આબેહુબ ચિત્ર દર્શાવી આપે છે, તેમ ચાર પ્રકારના ધર્મથી સર્વજ્ઞ ભગવાન ધર્મનાં સર્વ રહસ્યોનું ટૂંકામાં સૂચન કરી દે છે. દાન, શીલ, તપ, ભાવથી અતિરિક્ત એવો કોઈ ધર્મ ઉદ્દભવ્યો નથી, તેમ ઉદ્દભવે એવો સંભવ પણ નથી. એ ચાર પ્રકારના ધમોંમાંથી એકેક પ્રકારનો આશ્રય લઈ અનેક ધમાં આજ સુધીમાં પ્રવર્યા છે, પણ આપણે તે સંબંધી ચર્ચામાં ઉતરવાની અત્યારે જરૂર નથી.
બીજા સ્વપ્રમાં ગગનમંડળમાંથી ઉજજવળ વૃષભ આવતો જણાય છે, તેનો આશય સ્પષ્ટ કરતાં કવિ બીજી કડીમાં કહે છે – રૂષભ સ્વમથી ભરતક્ષેત્રમાં, બેધિબીજને વાવેજી, બીજે સ્વમે ઘેરી ઉજવલ, ગગનમંડળથી આવે;
સુણે ભવિ પ્રાણું જી રે. (૨) Mા વ્યવહારમાં સાધારણ રીતે રૂષભ-અળદને બહુ ઉપના જ યોગી પ્રાણ લેખવામાં આવે છે, કારણ કે તેથી
ની જમીન ખેડાય છે, અને ક્ષેત્ર રસયુક્ત બને છે. A NY ખેડીને તૈયાર કરેલી જમીનમાં જે બીજનો નિક્ષેપ કરવામાં આવે તો તે બીજ ફળ-કુલયુક્ત બન્યા વિના રહે નહીં. ઈંદ્ર મહારાજ તીર્થંકરની માતાજીને કહે છે કે તમારો આ ભાવી પુત્ર રૂષભ સમાન બનશે અને ભરતક્ષેત્રને ખેડીને તેમાં બોધિબીજનો નિક્ષેપ કરશે. ભરતક્ષેત્ર એમ કહેવાનું. કારણ એટલું જ છે કે એ ક્ષેત્ર સર્વ અનાર્ય ક્ષેત્રની અપેક્ષાએ સર્વોત્તમ મનાય છે. ભારત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org