________________
( ૫ )
હવે ચોથા સ્વમનું રહસ્ય દર્શાવતાં કવિશ્રી નીચે પ્રમાણે કહે છેઃ—— ચેાથે સ્વસે લક્ષ્મી દીઠી, વરસીદાનને દેશેજી, તીર્થંકર એ લક્ષ્મી ભાગી, શિવવધ કમળા વરશેજી; સુણા ભવિ પ્રાણીજી રે. (૪)
તી
ર્થંકરની માતુશ્રી ચોથા સ્વપ્તમાં લક્ષ્મીના દર્શન કરે છે. આ લક્ષ્મી આપણા જેવા પામર મનુષ્યોને જેવી રીતે બંધનકર્તા થાય છે અને સંસારના ઉંડા કીચડમાં ઉતારી દેનારી થાય છે, તેવી રીતે તીર્થંકર પ્રભુને બંધનકર્તા તથા લિકર્તા
થવા માટે નથી હોતી, પરંતુ વરસીદાનને દિવસે પ્રાણીઓને મુક્ત હસ્તે દાન આપવામાં એનો સદુપયોગ થાય તે માટે એ લક્ષ્મી સદા તીર્થંકર ભગવાન પાસે બે હાથ જોડીને ઉભી રહે છે. લક્ષ્મીનો સાચો ઉપયોગ શું હોઈ શકે, એ વાત ઉપર આ સ્વસ બહુ ગંભીરતાથી પ્રકાશ નાખે છે. લક્ષ્મીની પ્રાપ્તિ માટે જે મનુષ્યો પાપકર્મો કરતાં આંચકો ખાતા નથી અને એક પાઈ પ્રાપ્ત થતી હોય તો અઢાર પાપસ્થાનકો સેવતાં જેમને લેશ પણ સંકોચ થતો નથી, તેમણે આ સ્વમ ઉપરથી ખાસ બોધ ગ્રહણુ કરવાની જરૂર છે. લક્ષ્મીનો જો તમારે ખરેખરો ઉપભોગ લેવો હોય તો તેના દાસ ન ખનો, કારણ કે લક્ષ્મીના ગુલામો કદાપિ આત્મ ક્લ્યાણ કરવાને શક્તિમાન થઈ શકતા નથી. લક્ષ્મીનું દાન કરવું અને અહંકાર વડે જે સંપત્તિ પ્રાપ્ત કરી હોય તેનો ત્યાગ કરવો એજ લક્ષ્મીનો સાચો ઉપભોગ છે. આપણે પ્રથમ સ્વસદર્શને જોઈ ગયા છીએ કે તીર્થંકર ભગવાન્ ચાર પ્રકારના ધર્મોનો પ્રકાશ કરે છે, તેમાં દાનને
For Personal and Private Use Only
ર
Jain Educationa International
www.jainelibrary.org