Book Title: Bharat Bahubali
Author(s): Jaybhikkhu
Publisher: Gurjar Granthratna Karyalay
Catalog link: https://jainqq.org/explore/005456/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલી, શ્રેણી બીજી-૪ ભારત બાહુબલિ C: સ પાદક : જયભિખુ - CON . A 56. 900) ** lal. ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય .. Jain Ed 1 - biાંધી રસ્તા અમદાવાદ - 1 ernetions Eer. Derconal & Private Use 2 / 2 Page #2 -------------------------------------------------------------------------- ________________ જેન બાલગ્રંથાવલિઃ શ્રેણી બીજીઃ ૪ ભારત-બાહુબલી લે. શ્રી. નાગકુમાર મકાતી] અયોધ્યા નામે નગર છે. રાજા ઋષભદેવ ત્યાં રાજ્ય કરે. ત્યાંના લોકોને ઋષભદેવે બધું શીખવ્યું છે. રાંધવું કેમ ને સીંધવું કેમ; ખાવું કેમ ને પીવું કેમ; ઊઠવું કેમ ને બેસવું કેમ. કામ શીખવ્યું ને કળા શીખવી. રડે એ ધર્મ શીખવ્યો. પછી થયા બધું છોડીને સાધુ. કહેવાયા ભગવાન ઋષભદેવ. ભગવાનને સે પુત્રો. ભરત સૌથી મોટા. બાહુબલી એનાથી નાના. અયોધ્યાની ગાદી ભારતને આપી. તક્ષશિલાનું રાજ સેંડું બાહુબલીને. બીજા ભાઈઓને બીજા દેશ સેંપ્યા. ભારતના રાજ્યમાં બધે આનંદ આનંદ. પ્રજાને કોઈ પીડે નહિ ને કોઈ ખરાબ કામ કરે નહિ. ચાર લંટારાની બીક નહિ. ભરતરાજા ગરીબને બેલી ને દુખિયાને તારણહાર. For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ જેન બાલગ્રંથાવલિ–૨ ભડવીર પણ જેવો તેવો નહિ. તેણે કર્યો વિચાર : લાવ બીજા દેશે જીતું ને રાજાઓને પણ રાજા થાઉં, ચક્રવર્તી કહેવાઉં. સઘળે ધર્મ ફેલાવું.' તેણે મોટા મોટા હાથી લીધા. પાણીપથા ઘોડા લીધા. શરા એવા સૈનિકે લીધા. લાવ લશ્કર લઈને એ તો નીકળી પડ્યો. ઘણું ઘણું દેશ જીત્યા. મોટા મોટા રાજાઓને હરાવ્યા. ઠેર ઠેર આણ વતાવી. છ ખંડ જીતી પાછો ફર્યો. ભરત રાજાને વિચાર આવ્યો. બધાને જીત્યા, બાકી રહ્યો એકબળિયો બાહુબલી. પણ તેને જીતવો શી રીતે ? બાહુબલી જેવો તેવો નહોતો. સિંહ જેવો બળવાન ને વાઘ જેવો વિકરાળ. જમ જેવા તો તેના હાથ. આવાને તે કેમ પહોંચાય? કેઈથી ગાં ન જાય. શત્રુઓ એનું નામ સાંભળે તો થથરી મરે. ભરતને ડર પેઠે. હાર થાય તે આબરૂના કાંકરા જ થાય ને! આખી દુનિયાને જીતનારો નાનાભાઈથી હારે એ તે કેટલી શરમની વાત! અને કદાચ જીત્યા તોયે શું! લોકો કહેશે કે નાનાભાઈનું રાજ્ય પડાવી લીધું ! આ તો સડી વચ્ચે સોપારી. For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ ભરત–બાહુબલી ભરત રાજાએ બોલાવ્ય પ્રધાનને. કહ્યું, “પ્રધાનજી! પ્રધાનજી ! સાચી સલાહ આપો. અમારે આવ્યાં ધર્મસંકટ. એક બાજુ ચક્રવતી થવાને મહ. બીજી પાસ સગો ભાઈ. કયે રસતે ચાલવું !” પ્રધાન કહે, “રાજાજી! નાનાભાઈને કહેવડાવો કે મોટાભાઈની આજ્ઞા માને. અમારે નથી જોઈતાં તમારાં રાજપાટ કે નથી ચઢવાં યુદ્ધ. માને તો ઠીક. ન માને તે કંઈ ચક્રવર્તીપણું જવા દેવાય ? રાજા ભરત કહે, “સાવ સાચી વાત. મને તમારા બાલ ગમે છે. એલચીને મોકલો.? તક્ષશિલાનો દરબાર છે. ભારે ઠાઠ છે. ત્યાં અદલ ન્યાય છે. કીડીને કણ ને હાથીને મણ મળે છે. ન કોઈ દુખી છે, ન કોઈ અસંતોષી છે. કામદેવની કાંતિથી દીપતા રાજા બાહુબલી શરા સામંતો વચ્ચે બેઠા છે. ત્યાં તે આવ્યા રાજા ભરતને એલચી. વંદન કરી એણે સંદેશ કહ્યોઃ “રાજાજી ! ભરત છે તમારા મોટાભાઈ. બન્ને રીતે તમારે પૂજ્ય છે. માટે માને એમની આજ્ઞાને થાવ એમના સેવક. બાહુબલી કહે, “આજ્ઞા ભગવાન ઋષભદેવની. ભરત મોટાભાઈ ખરા, પણ સેવક થાય એ બીજા. For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ ૪ જૈન બાલગ્રંથાવલિ-૨ બાપનું આપ્યું જોગવીએ છીએ. અમારે વઢવુંય નથી, ને લડવુંય નથી.” એલચી બોલ્યો: “રાજરાજેશ્વર ભરતે છ છ ખંડ જીત્યા છે. ત્યાં તમારા જેવાને હિસાબ છે? આજ્ઞા માનવી હોય તો માને, નીકર લડવા માટે તૈયાર રહેજે.” આ તો ભારે વાત ! વઢ, નહિ તો વઢવા દેજેવી! બાહુબલી તો ક્રોધે ભરાયા. રાતી પીળી આંખે થઈ. સિંહની પેઠે ગાર્યો જોયા જોયા તારા રાજાને. અલ્યા, જઈને કહેજે તારા રાજાને, શરીર દેશું પણ સ્વમાન નહીં દઈએ. લડવું હોય તે લડવા આવે. અમે પણ હાથ બતાવી જાણીએ છીએ.” દૂત તો બિચારો ડરી ગયો. ભરતદેવને આવીને કહે, “બાપુજી, લડવાનું માંડી વાળે. બાહુબલી આગળ આપણું કાંઈ વળવાનું નથી.” રાજા ભરત ઘેરો હતા, છ ખંડને વિજેતા હતા. એમ તે કંઈ ડરે ! તે બેલ્યો “છ ! બાયલા હોય તે ડરી જાય. વીર પુરુષ તે વળી ડરતા હશે?” લશ્કરને હુકમ દીધોઃ “થઈ જાવ તૈયાર. તક્ષશિલા તરફ કૂચ કરવાની છે.” ધ્રુસકે ધ્રુસક ઢોલ વાગ્યાં. ગડગડગડ નાબતે For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ ભરત–બાહુબલી ગગડી રહી. રણભૂમિનાં રણશીંગાં વાગ્યાં. ફર ફરફર નિશાન ફરક્યાં. ચમક ચમક તલવારે ચમકી. ઝળક ઝળક ભાલા ઝળક્યો. કેઈ ઘોડા પર તો કઈ હાથી પર કઈ સાંઢણી પર તો કઈ પૈદલ. આખું લશ્કર તૈયાર થઈ ગયું. ડે કે દેવાયો ને લશ્કર ઊપડ્યું. દડમજલ દડમજલ કચ કરતું તક્ષશિલા પાસે આવી પહોંચ્યું. કોટની બહાર પડાવ નાંખ્યો. બાહુબલી પણ લશ્કર લઈ નગરબહાર આવ્યો; સાથે મદઝરતા માતંગ લાવ્યા, તેજીલા ઘોડા લાવ્યો, શ્રા સૈનિકો લાવ્યો, બહાદુર લડવૈયા લાવ્યા. સામસામાં બે સૈન્ય ગોઠવાઈ ગયાં. અધધધ! કેટલાં બધાં માણસે ! જાણે મોટો માનવ-મહાસાગર ! રાજ બાહુબલીને વિચાર થયોઃ “લડાઈ તો બે ભાઈ વચ્ચેની. મોટાઈ અમારે એને જોઈ ને નકામાં પ્રજાનાં માણસોને શા માટે મારવાં? બે જણે જાતે જ હિસાબ ચૂકવી લઈએ. એણે કહ્યું રાજા ભરતને : “મોટાભાઈ! આપણે માટે આ બધા કપાઈ મરે. લોહીની તો ની વહે, લેહીને તે દરિયો વહે, કેટલું ખરાબ ! ચાલે આપણે બે જ લડીએ. ટંટાને નિકાલ લાવીએ.” For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ ૬ » જન ખાલગ્રંથાવલિ-૨ રાજા ભરત કહે, ‘સાચી વાત. વિચાર બહુ સુંદર છે. આપણે બે જ લડી લઈએ.’ થયા તૈયાર. કચ્છ લગાવ્યા ને માંયા ચઢાવી. મન્ને કહે, ‘પહેલું કરીએ દષ્ટિયુદ્ધ,’ દૃષ્ટિયુદ્ધમાં આંખ મીંચાય નહિ ને મીટ મરાય નિહ. ટગર ટગર જોવાનું. પહેલી આંખ મીચે તે હારે. દૃષ્ટિયુદ્ધ શરૂ થયું. આંખા ફાડી ઊભા રહ્યા. આંખની કીકી તા ન હાલે કે ન ચાલે. બહુ બહુ વાર થઈ. આંખા જરા ઝીણી થઇ. આંખા જરા ભીની થઇ. ટપ ટપ પાણી ટપક્યું. તાય કાઇ મીચે નહિ. હાર કાઇ ખમે નહિ. લાલચેાળ આંખા થઈ. ફાટુ ફાટુ આંખેા થઇ. ડાળા જાણે હમણાં નીકળી પડશે. લાહીનાં જાણે ઝરણાં વહેશે. ભરત રાજા પહેલા થાક્યા. તેમની આંખ ઝંખવાણી. એમની આંખ મીંચાણી. રાજા બાહુબલી જીત્યા. રાજા ભરત હાર્યા ! રાજા ભરત ખુબ શરમાયા. કેટલી બધી નામેાશી! હવે ચાલેા નાયુદ્ધ કરીએ. For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ ભરત–બાહુબલી રાજા બાહુબલી કહે, “મોટા ભાઈ, પહેલે નાદ તમે કરો.” નાદ એટલે અવાજ. નાદ એટલે હકારે. રાજા ભરતે હેકારો કર્યો. જાણે મોટે મેઘ ગાજે; બારે મેઘ સાથે ગાજ્યા. આકાશમાં પડઘા પડ્યા. કાન બહેર મારી ગયા. બીજો નાદ વીર બાહુબલીએ કર્યો. તીણી એવી ચીસ પાડી. ધરતી તો ધ્રુજી ઊઠી. દશ દિકપાળે ડેલી ઊઠ્યા. શૂરવીરનાયે હાજા ગગડ્યા. બળિયો બંધવ બાહુબલી. બળિયે એને હોકારે. રાજા ભરત આ વખતેય હાર્યા. રાજા ભરત હવે ચિડાયા. રગે રગે રીસ વ્યાપી. નસે નસે ઝેર વ્યાપ્યું. બબ્બે વખત હાર! અરે, શું નાનાભાઈ મોટાભાઈને, છ ખંડના જીતનારને હરાવશે ? ભરત રાજા ભાન ભૂલ્યા. તરત મોટો દંડ લીધો. જમ્બર રીતે દાંત પીસ્યા, કડાક ડાક કચકચાવ્યા. ચકકર ચકકર દંડ ફેરવ્યો. આગળ ફેર–પાછળ ફેરવ્યો. સગુણ સણુણ હવામાં વીં . જેર કરી ફટકે માર્યો. બરાબર માથા ઉપર. બાહુબલી બેસી For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ જૈન માલગ્રંથાવલિ-૨ ગયા. ઢીંચણુ સુધી જમીનમાં પેસી ગયા. જેવા તેવા તે। આ ધાથી મરી જ જાય. બાહુબલીને કળ બિહામણી એવી ડાંગ ને માથા ઉપર લગાવી. સજ્જડ એના સાટા. ભરત તા ભોંય ભેગા થઇ ગયા. તમ્મર આવ્યાં. લાલ પીળાં દેખાવા લાગ્યાં. દુનિયા ઊંધી ચતી દેખાવા લાગી. વળી. ફડાક લઈને ઊઠ્યો. લીધી, આકાશમાં ભમાવી મરણુતાલ માર ને શરમના ભાર. ભરત તા આવા બેવડા દુઃખે અર્ધા થઇ ગયા. તેણે ચક્ર હાથમાં લીધું –મહુબલીને વીંધી નાખવા. યુદ્ધમાં એક નિયમ હોય છે. બન્નેની પાસે હાય તે જ હથિયાર વપરાય. ભરતે નિયમ તેાડયો. એ ધમ ભૂલી ગયા. એણે ચક્ર છેાડ્યું. સર સર કરતુ આવ્યું. પણ બાહુબલી હતા સગાભાઈ. સગાભાઈને ચક્ર મારે નહિ. ચક્રતા બાહુબળીની ચારે તરફ આંટા મારવા લાગ્યું. ભરતે અધમ કયા . એવાને જીવતા ન મુકાય. બાહુબલી કહે, ‘મારી નાખુ. એક જ મુકીએ પૂરા કરું.' મુક્કી કરી તૈયાર. હાથ ઊંચા કર્યાં. મારવા જાય છે ત્યાં તે વિચાર આવ્યા : For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ ભરત-બાહુબલી અરે, આ શું? રાજના લોભમાં, મોટાઈના મેહમાં સગા ભાઈને હશું? અમે ક્યા બાપના બેટા? ધિક છે મને. મેં કુટુંબ બળ્યું. ભલે મોટાભાઈ સુખે રાજ ભગવે. ભાઈથી વધુ કોણ?' ઉપાડેલી મુક્કી થોડીવાર ઊંચે તોળાઈ રહી. આ મુક્કીથી ભરતને ન મારું, પણ મારા મનના મોહને જ સંહારું ! પિતા ઋષભદેવના પગલે પળું. સંપા, વિભવ છાંડી ત્યાગી થાઉં. ને એ મુક્કીથી માથાના વાળ ચૂંટી કાઢ્યા. બન્યા મંડ! રાજપાટ છાંડીને અડવાણે પગે ને ઉઘાડે માથે બાહુબલી તે ચાલી નીકળ્યા. રાજા ભરતદેવ તે જોઈ જ રહ્યા. “ધન્ય છે ભાઈ બાહુબળી, તને! તેં બાપનું નામ દીપાવ્યું. કુળમાં તું દીવ થયો. તું જીત્ય-હું હાર્યો. હવે રાજપાટ સ્વીકાર, ને મને છૂટા કર !” બાહુબલી કહે: ‘તમે તો છ ખંડની ધરતીના ઘણી છે. પ્રજાનું રક્ષણ તમારો ધર્મ છે. ન્યાય નીતિથી રહેજે. અમે તો આ ચાલ્યા. રાજા ભરતદેવે ઘણું સમજાવ્યો, પણ એ તો સાપની કાંચળીની જેમ તમ્યું એ તર્યું. For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૦ જેન બાલગ્રંથાવલિ-૨ ભરત ખૂબ રડ્યો. પણ રડવાથી શું વળે ? રચે કાંઈ બાહુબલી વ્રત છોડી દે ? ભરત કહે, “સાચો વીર બાહુબલી. તેના જેવો કઈ નહિ. બાહુબલીના પુત્રને તક્ષશિલાની ગાદી આપી ભરત ગયો અયોધ્યો. બાહુબલીને વિચાર થયો : “ભગવાન ઋષભદેવની પાસે જાઉં. તેમની ચરણસેવા કરું. તેમના પગમાં માથું મૂકે. પ્રભુ મને ઉદ્ધારશે.” ફરી પાછો વિચાર આવ્યો: “હમણાં જવું ઠીક નથી. મારા નાના ભાઈઓ ત્યાં છે. તે તો ખૂબ જ્ઞાની છે. વળી તેઓ મારાથી પહેલાં ત્યાગી બન્યા છે, એટલે મારે વંદનીય છે. હું મોટે, નાનાને કેમ નમું ? ના, ના, અહીં રહેશું ને તપ કરશું.” બાહુબલીએ તો ઘોર તપ આરંભ્યાં. શરીર સુકાઈ ગયું છે. માથે જટા વધી છે. ચારે ગમ ઘાસ ઊગ્યું છે. માટીના તો ડુંગરા થયા છે. વગડાનાં પશુપંખીઓ આવે છે ને એમને હેરાન કરે છે. પણ બાહુબળી નથી હાલતા કે નથી ચાલતા. મૂંગા મૂંગા ધ્યાન કરે છે, સઘળાં દુઃખ સહન કરે છે, ન ખાવું કે ન પીવું. For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ ભરતબાહુબલી એમના તેા નિશ્ચય અટલ છે. હાથી જેવી કાયા થાડા દિવસમાં ગળી ગઈ. ભમરા જેવી આંખા, એમાં ઊંડા ખાડા પડ્યા. ભીમ જેવું શરીર, તે હાડકાંના માળા થઈ ગયુ. ચંદ્ર જેવુ રૂપ પાણી પેઠે ઊડી ગયું. કાઇ એળખી ન શકે, કાઇ પિછાણી ન શકે. ૧૧ આકરું એમનું તપ છે. અડગ એમનુ ધ્યાન છે. બારબાર મહિના થયા. ત્રણુસા સાઠ દિવસ ગયા તેય સાચું જ્ઞાન મળતું નથી, સાચી સિદ્ધિ સાંપડતી નથી. કર્યું કારવ્યું જાણે એળે જાય છે. ભગવાન ઋષભદેવને ખબર પડી કે બાહુબલી તપ કરે છે. બારબાર મહિના થયા, ત્રણસેા સાઠ દિવસ ગયા તાય એમને જ્ઞાન થયું નથી, સાચુ′ જ્ઞાન મળતું નથી. કારણ શું ? ભગવાને જાણ્યું કે બાહુબલીએ બધું છોડ્યુ છે, પણ માન છેડ્યું નથી. જ્ઞાન તે। વિનયીને મળે, સિદ્ધિ વિવેકીને સાંપડે. માન તે દૂર થાય તા જ સાચું જ્ઞાન થાય. એ વિના બધુ ફોક સમજવું. ભગવાન પાસે બે સાધ્વીએ. શું તેમની તપસ્યા ! ને શું તેમનું જ્ઞાન ! મોટા પંડિતાનેય હરાવે For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૨ જૈિન બાલગ્રંથાવલિ–૨ એકનું નામ બ્રાહ્મી. બીજીનું નામ સુંદરી. બન્ને બાહુબલીની બહેનો થાય, ભગવાન કહે, “સાધ્વીઓ ! અહીંથી જાવ વનવગડે બાહુબલીની પાસે. તેને તમે સમજાવો. તેનું માન મુકાવે. તેનું તપ નિષ્ફળ જાય છે.” સાધ્વીઓ કહે, “જેવી પ્રભુની આજ્ઞા.” બ્રાહ્મી–સુંદરી ચાલી; આવી બાહુબલી કને. મનિને સંયમ જયો. તેમને થયે ભક્તિભાવ. કેવા આકરાં તપ ! પ્રેમપૂર્વક વંદન કર્યું. ધીમે રહીને કહ્યું : હે મારા વીરા, હાથી પરથી હેઠા ઊતરે. જે જોઈએ તે મળશે. આટલું કહીને સાધ્વીઓ તો ચાલી ગઈ બાહુબલીને વિચાર થયો : “અહીંયા નથી હાથી કે નથી હાથણી. બેસવાનું હોય જ ક્યાંથી ? ભૂમિ ઉપર ઊભો છું. ઊભો ઊભે તપ કરું છું. પણ બહેન જૂઠું બેલે નહિ. જૂઠું બોલી છેતરે નહિ. તો હાથી પરથી હેઠા ઊતરો એને અર્થ શો ?' ખૂબ ખૂબ ઊંડા ઊતર્યા. ખૂબ ખૂબ વિચાર કર્યો, એટલે કંઈક સમજાયું : “માન રૂપી હાથી છે. એના ઉપર હું બેઠો છું. માનીના થાય જ્ઞાની. સાધ્વીનું For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ ભરતબાહુબલી ૧૩ કહેવું સાચું છે. ચાલ ત્યારે ભાઈઓ પાસે જાઉં તેમનાં દર્શન કર્યું ને તેમની માફી માગું.” માન તે બધું ગળી ગયું છે. ચાલવા પગ ઉપાડે છે એટલે થયું કેવળજ્ઞાન. એટલે થયું સાચું જ્ઞાન. આ બાજુ ભરત રાજા સારી રીતે રાજ્ય કરે છે, પ્રજાનાં દુઃખ કાપે છે, પ્રભુનાં દર્શને જાય છે, તેમની આજ્ઞા પ્રમાણે ચાલે છે ને ધર્મધ્યાન કરે છે. ભરત તો ચક્રવર્તી. એમના નામથી આ ભૂમિ ભરતભમિ કહેવાણી. એમની સાહ્યબીનો પાર નહિ. હિરા–મતીને પાર નહિ. ધનના ઢગલા ને રત્નના ભંડાર. હજારે રાજાઓ એમની સેવામાં. દાસદાસીએને હિસાબ નહિ. ભરતેશ્વર મોટા દાનેશ્વરી. તેમણે બાંધી દાનશાળા. દૂર દેશથી લેકે આવે, ધન-હીણાને ધન આપે, નવસ્ત્રાને વસ્ત્ર આપે. ઢેર આપે ઢાંખર આપે. આપવા જેવું બધું આપે. લેનાર થાકે પણ દેનારે તે થાકે જ નહિ. એક બાંધી ભેજનશાળા. જમવું હોય તે જમી જાય. કોઈને કંઈ રેકે નહિ. ભૂખ્યા ભેજન જમતાં જાય. રૂડી આશિષ દેતાં જાય, For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જન બાલગ્રંથાવલિ-૨ વિદ્યાશાળાઓ ને પાઠશાળાઓ, કસરતશાળાઓ ને અખાડાઓ ભારતના રાજ્યમાં ઠેકઠેકાણે. ભારતના રાજ્યમાં સેનાની તે કિંમત નહિ. લેકે તો કહેતા, “ભરતની પ્રજા જેવી કઈ પ્રજા સુખી નથી. તેના જેવી સમૃદ્ધ નથી. ભારતના જેવો ઈન્સાફ નહિ. તેના જેવો ન્યાય નહિ.” ભેગી હોય કે જેગી હોય, વૃદ્ધ હોય કે જુવાન હય, સી તેમનાં વખાણ કરે. ભરતે મોટા મહેલ બંધાવ્યા. અદ્ભત રચનાવાળા ને અદભુત કારીગરીવાળા. બધા મહેલમાં અરીસાભુવન બહુ સુંદર. દર્પણની ભીંતો, કાચનાં બારીબારણાં ને કાચના થાંભલા. શું જાળીઓ કે શું અટારીઓ ! બધું જ કાચનું. ભેંયે દર્પણ. નળિયાં પણ દર્પણનાં. જોતાં જ છકક થઈ જવાય. ઘણી વખત રાજરાજેશ્વર ચક્રવર્તી ભરતદેવ આવે ને આનંદ કરે. દર્પણના હેજમાં નહાય ને દર્પણના ફુવારા ઉડાડે. દર્પણની ખાટે સૂવે. દર્પણની હાંડીમાં રોશની થાય ને મહેલો બધા ઝગમગી ઊઠે. For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ ભરત–બાહુબલી ૧૫ એક દી રૂડું સ્નાન કર્યુ છે. સુંદર વસ્ત્રા પહેર્યા છે. તેલકુલેલ મહેંકે છે ને આભૂષણા શાભે છે. આવા અરીસાભુવનમાં મોટુ રૂપાળું દણ. તેમાં માજુ જોયું. કેવુ સુંદર ! ચંદ્ર જેવી કાન્તિ ને સૂરજ જેવુ તેજ ! એટલામાં નજર ગઇ એક આંગળી તરફ, ત્યાં ન મળે વીંટી. આંગળી જેવી આંગળી, પણ ન મળે રૂપ કે ન મળે શેાભા, સાવ સાદી સટાક ! ભરતદેવને થયા વિચાર : ‘આંગળી લાગે છે ખેડાળ. એક નાનકડી વીંટી, તેના વિના આટલી મેડાળ ત્યારે શું આભૂષાને લીધે જ રૂપ છે ? ખરું રૂપ જરાય નથી ? લાવ્ય, જોઉ તે ખરા કે ઘરેણાં વગર ખીજા' અંગે કેવાં લાગે છે!? માથેથી મુગટ ઉતાર્યો. કાનેથી કુંડળ ઉતાર્યા હાથેથી માનુબંધ ઉતાર્યાં. કેડેથી કદારો ઉતાર્યો. પગમાંથી પાવડીએ કાઢી. ખભેથી ખેસ કાઢયો. બધાં ઘરેણાં દૂર કર્યાં. રૂપ કેટલું બદલાઈ ગયું! પહેલાંના કરતાં હજારમાં ભાગનુંયે ના મળે. ભરતદેવને વિચાર થયા : ‘હુ કેટલા મૂર્ખ કે આ ખાટા રૂપમાં રાચ્યા. આ બધી બહારની વસ્તુનું જ For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૬ જૈન બાલગ્રંથાવલિ–૨ રૂપ ! મારું રૂપ કાંઈ નથી!આ ખોટા રૂપમાં હું રાજા થઈને ભાન ભૂલ્ય. ધિક્કાર છે મને! એ તો ઊંડા વિચારમાં ઊતર્યાઃ “આભૂષણે તો આજ છે ને કાલે નથી. શરીર પણ નાશ પામવાનું. એને વળી મેહશે ! | વિચારમાં શરીર ભૂલ્યા ને મન ભૂલ્યા. બધું ભૂલ્યા. ન ભૂલ્યા એક પ્રભુ પ્રભુ સાથે પ્રેમ કર્યો. રૂડે વૈરાગ્ય જાગ્યો. હૈયું પવિત્ર થવા લાગ્યું. ને પૂરું પવિત્ર થતાં પ્રગટ્ય કેવળજ્ઞાન. પહેલાં અધૂરા હતા, હવે પૂરા થયા. એ રાજા ભરતદેવ અને એ રાજા બાહુબલી. વજાથી વધુ કઠોર હતા, પણ ફલની પાંખડી જેવો કમળ થયા. વીર તો હતા પણ મહા-વીર થયા. એવા વીરોની જ જગતને જરૂર છે. મુદ્રક: મુકુન્દકુમાર કે. શાસ્ત્રી ઈલ પ્રિન્ટરી, માણેક શાકમાર્કેટ અમદાવાદ, For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ બીલથાણવા સંપાદક : જયભિખ્ખ પહેલી શ્રેણી બીજી શ્રેણી - ત્રીજી શ્રેણી 1 શ્રી. રિખવદેવ 1 શ્રી. મલિના, 1 શ્રી. શાન્તિનાથ 2 શ્રી. પાર્શ્વનાથ ર નેમ—રાજુલા 2 શ્રી. ભદ્રબાહુસ્વામી 3 પ્રભુ મહાવીર ક શ્રી. ગૌતમસ્વામી 3 શ્રી. સ્થૂલિભદ્ર - $ મગધરાજ 4 ભારત બાહુબલિ 8 શ્રી. સિદ્ધસેન 5 બાળા પ આદ્રકુમાર પ મહાસતો સીતા 6 રાણી ચેલુણા 6 અભયકુમાર 6 સની મૃગાવતી જ સુસ્વામી રાજ ષિ પ્રસન્નચંદ્ર દ્રૌપદી 8 ઈલાચીકુમાર |8 મહાસતી અંજના 8 મુનિશ્રી હરિકેશી 9 અમરકુમાર 9 મરશુરહા 9 શ્રી દિપેહ, 10 રાજા શ્રીપાઉં 10 જ્ઞાનપંચની 10 અક્ષરેડૂતોના 11 મહાત્મા દઢપ્રહારી 1 1 અઝનમાળી 11 મહારાજા કુમારપાળ 12 વીર ધને. 12. ચક્રવતી સનતકુમાર 12 ધન્ય હું ! 1 3 વિમળશાહ 13 સત્યને જય Serving Jin Shasan 14 વસ્તુપાળ-તેજ 14 એમે દેદરાણું ! 15 જગડુશાહ 15 મહામંત્રી ઉદયન. 1 6 શ્રી. ફ7 4 117464 16 શ્રી. ગિરનાર gyanmandir@kobatirth.org ‘પ્રકાશક : રસુલાલ જગશીલાઈ : ગુજ 2 મ ચરન !ર્યાલય ; સાધી રસ્તા : અઠ્ઠાવાદ. મુદ્રક : મુકુન્દુકુમાર કે. શાસ્ત્રી; લા પ્રિટરી, મામાની હવેલી : રાક એમદાવાદ એક શ્રેણી ની કિં'. 3-0-0 ઈ. . 1956 ] છૂટક નકલ 0-3-6