________________
૧૨
જૈિન બાલગ્રંથાવલિ–૨ એકનું નામ બ્રાહ્મી. બીજીનું નામ સુંદરી. બન્ને બાહુબલીની બહેનો થાય,
ભગવાન કહે, “સાધ્વીઓ ! અહીંથી જાવ વનવગડે બાહુબલીની પાસે. તેને તમે સમજાવો. તેનું માન મુકાવે. તેનું તપ નિષ્ફળ જાય છે.”
સાધ્વીઓ કહે, “જેવી પ્રભુની આજ્ઞા.”
બ્રાહ્મી–સુંદરી ચાલી; આવી બાહુબલી કને. મનિને સંયમ જયો. તેમને થયે ભક્તિભાવ. કેવા આકરાં તપ ! પ્રેમપૂર્વક વંદન કર્યું. ધીમે રહીને કહ્યું : હે મારા વીરા, હાથી પરથી હેઠા ઊતરે. જે જોઈએ તે મળશે. આટલું કહીને સાધ્વીઓ તો ચાલી ગઈ
બાહુબલીને વિચાર થયો : “અહીંયા નથી હાથી કે નથી હાથણી. બેસવાનું હોય જ ક્યાંથી ? ભૂમિ ઉપર ઊભો છું. ઊભો ઊભે તપ કરું છું. પણ બહેન જૂઠું બેલે નહિ. જૂઠું બોલી છેતરે નહિ. તો હાથી પરથી હેઠા ઊતરો એને અર્થ શો ?'
ખૂબ ખૂબ ઊંડા ઊતર્યા. ખૂબ ખૂબ વિચાર કર્યો, એટલે કંઈક સમજાયું : “માન રૂપી હાથી છે. એના ઉપર હું બેઠો છું. માનીના થાય જ્ઞાની. સાધ્વીનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org