________________
ભરતબાહુબલી
૧૩ કહેવું સાચું છે. ચાલ ત્યારે ભાઈઓ પાસે જાઉં તેમનાં દર્શન કર્યું ને તેમની માફી માગું.”
માન તે બધું ગળી ગયું છે. ચાલવા પગ ઉપાડે છે એટલે થયું કેવળજ્ઞાન. એટલે થયું સાચું જ્ઞાન.
આ બાજુ ભરત રાજા સારી રીતે રાજ્ય કરે છે, પ્રજાનાં દુઃખ કાપે છે, પ્રભુનાં દર્શને જાય છે, તેમની આજ્ઞા પ્રમાણે ચાલે છે ને ધર્મધ્યાન કરે છે.
ભરત તો ચક્રવર્તી. એમના નામથી આ ભૂમિ ભરતભમિ કહેવાણી. એમની સાહ્યબીનો પાર નહિ. હિરા–મતીને પાર નહિ. ધનના ઢગલા ને રત્નના ભંડાર. હજારે રાજાઓ એમની સેવામાં. દાસદાસીએને હિસાબ નહિ.
ભરતેશ્વર મોટા દાનેશ્વરી.
તેમણે બાંધી દાનશાળા. દૂર દેશથી લેકે આવે, ધન-હીણાને ધન આપે, નવસ્ત્રાને વસ્ત્ર આપે. ઢેર આપે ઢાંખર આપે. આપવા જેવું બધું આપે. લેનાર થાકે પણ દેનારે તે થાકે જ નહિ.
એક બાંધી ભેજનશાળા. જમવું હોય તે જમી જાય. કોઈને કંઈ રેકે નહિ. ભૂખ્યા ભેજન જમતાં જાય. રૂડી આશિષ દેતાં જાય,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org