________________
૧૪
જન બાલગ્રંથાવલિ-૨ વિદ્યાશાળાઓ ને પાઠશાળાઓ, કસરતશાળાઓ ને અખાડાઓ ભારતના રાજ્યમાં ઠેકઠેકાણે.
ભારતના રાજ્યમાં સેનાની તે કિંમત નહિ. લેકે તો કહેતા, “ભરતની પ્રજા જેવી કઈ પ્રજા સુખી નથી. તેના જેવી સમૃદ્ધ નથી. ભારતના જેવો ઈન્સાફ નહિ. તેના જેવો ન્યાય નહિ.” ભેગી હોય કે જેગી હોય, વૃદ્ધ હોય કે જુવાન હય, સી તેમનાં વખાણ કરે.
ભરતે મોટા મહેલ બંધાવ્યા. અદ્ભત રચનાવાળા ને અદભુત કારીગરીવાળા.
બધા મહેલમાં અરીસાભુવન બહુ સુંદર. દર્પણની ભીંતો, કાચનાં બારીબારણાં ને કાચના થાંભલા. શું જાળીઓ કે શું અટારીઓ ! બધું જ કાચનું. ભેંયે દર્પણ. નળિયાં પણ દર્પણનાં. જોતાં જ છકક થઈ જવાય.
ઘણી વખત રાજરાજેશ્વર ચક્રવર્તી ભરતદેવ આવે ને આનંદ કરે. દર્પણના હેજમાં નહાય ને દર્પણના ફુવારા ઉડાડે. દર્પણની ખાટે સૂવે. દર્પણની હાંડીમાં રોશની થાય ને મહેલો બધા ઝગમગી ઊઠે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org