________________
ભરતબાહુબલી
એમના તેા નિશ્ચય અટલ છે.
હાથી જેવી કાયા થાડા દિવસમાં ગળી ગઈ. ભમરા જેવી આંખા, એમાં ઊંડા ખાડા પડ્યા. ભીમ જેવું શરીર, તે હાડકાંના માળા થઈ ગયુ. ચંદ્ર જેવુ રૂપ પાણી પેઠે ઊડી ગયું. કાઇ એળખી ન શકે, કાઇ પિછાણી ન શકે.
૧૧
આકરું એમનું તપ છે. અડગ એમનુ ધ્યાન છે. બારબાર મહિના થયા. ત્રણુસા સાઠ દિવસ ગયા તેય સાચું જ્ઞાન મળતું નથી, સાચી સિદ્ધિ સાંપડતી નથી. કર્યું કારવ્યું જાણે એળે જાય છે.
ભગવાન ઋષભદેવને ખબર પડી કે બાહુબલી તપ કરે છે. બારબાર મહિના થયા, ત્રણસેા સાઠ દિવસ ગયા તાય એમને જ્ઞાન થયું નથી, સાચુ′ જ્ઞાન મળતું નથી. કારણ શું ?
ભગવાને જાણ્યું કે બાહુબલીએ બધું છોડ્યુ છે, પણ માન છેડ્યું નથી. જ્ઞાન તે। વિનયીને મળે, સિદ્ધિ વિવેકીને સાંપડે. માન તે દૂર થાય તા જ સાચું જ્ઞાન થાય. એ વિના બધુ ફોક સમજવું.
ભગવાન પાસે બે સાધ્વીએ. શું તેમની તપસ્યા ! ને શું તેમનું જ્ઞાન ! મોટા પંડિતાનેય હરાવે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org