________________
૧૦
જેન બાલગ્રંથાવલિ-૨
ભરત ખૂબ રડ્યો. પણ રડવાથી શું વળે ? રચે કાંઈ બાહુબલી વ્રત છોડી દે ?
ભરત કહે, “સાચો વીર બાહુબલી. તેના જેવો કઈ નહિ. બાહુબલીના પુત્રને તક્ષશિલાની ગાદી આપી ભરત ગયો અયોધ્યો.
બાહુબલીને વિચાર થયો : “ભગવાન ઋષભદેવની પાસે જાઉં. તેમની ચરણસેવા કરું. તેમના પગમાં માથું મૂકે. પ્રભુ મને ઉદ્ધારશે.” ફરી પાછો વિચાર આવ્યો: “હમણાં જવું ઠીક નથી. મારા નાના ભાઈઓ ત્યાં છે. તે તો ખૂબ જ્ઞાની છે. વળી તેઓ મારાથી પહેલાં ત્યાગી બન્યા છે, એટલે મારે વંદનીય છે. હું મોટે, નાનાને કેમ નમું ? ના, ના, અહીં રહેશું ને તપ કરશું.”
બાહુબલીએ તો ઘોર તપ આરંભ્યાં.
શરીર સુકાઈ ગયું છે. માથે જટા વધી છે. ચારે ગમ ઘાસ ઊગ્યું છે. માટીના તો ડુંગરા થયા છે. વગડાનાં પશુપંખીઓ આવે છે ને એમને હેરાન કરે છે. પણ બાહુબળી નથી હાલતા કે નથી ચાલતા. મૂંગા મૂંગા ધ્યાન કરે છે, સઘળાં દુઃખ સહન કરે છે, ન ખાવું કે ન પીવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org