________________
ભરત-બાહુબલી
અરે, આ શું? રાજના લોભમાં, મોટાઈના મેહમાં સગા ભાઈને હશું? અમે ક્યા બાપના બેટા? ધિક છે મને. મેં કુટુંબ બળ્યું. ભલે મોટાભાઈ સુખે રાજ ભગવે. ભાઈથી વધુ કોણ?'
ઉપાડેલી મુક્કી થોડીવાર ઊંચે તોળાઈ રહી. આ મુક્કીથી ભરતને ન મારું, પણ મારા મનના મોહને
જ સંહારું ! પિતા ઋષભદેવના પગલે પળું. સંપા, વિભવ છાંડી ત્યાગી થાઉં.
ને એ મુક્કીથી માથાના વાળ ચૂંટી કાઢ્યા. બન્યા મંડ! રાજપાટ છાંડીને અડવાણે પગે ને ઉઘાડે માથે બાહુબલી તે ચાલી નીકળ્યા.
રાજા ભરતદેવ તે જોઈ જ રહ્યા. “ધન્ય છે ભાઈ બાહુબળી, તને! તેં બાપનું નામ દીપાવ્યું. કુળમાં તું દીવ થયો. તું જીત્ય-હું હાર્યો. હવે રાજપાટ સ્વીકાર, ને મને છૂટા કર !”
બાહુબલી કહે: ‘તમે તો છ ખંડની ધરતીના ઘણી છે. પ્રજાનું રક્ષણ તમારો ધર્મ છે. ન્યાય નીતિથી રહેજે. અમે તો આ ચાલ્યા.
રાજા ભરતદેવે ઘણું સમજાવ્યો, પણ એ તો સાપની કાંચળીની જેમ તમ્યું એ તર્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org