________________
૬
»
જન ખાલગ્રંથાવલિ-૨
રાજા ભરત કહે, ‘સાચી વાત. વિચાર બહુ સુંદર છે. આપણે બે જ લડી લઈએ.’
થયા તૈયાર. કચ્છ લગાવ્યા ને માંયા ચઢાવી.
મન્ને કહે, ‘પહેલું કરીએ દષ્ટિયુદ્ધ,’ દૃષ્ટિયુદ્ધમાં આંખ મીંચાય નહિ ને મીટ મરાય નિહ. ટગર ટગર જોવાનું. પહેલી આંખ મીચે તે હારે.
દૃષ્ટિયુદ્ધ શરૂ થયું. આંખા ફાડી ઊભા રહ્યા. આંખની કીકી તા ન હાલે કે ન ચાલે.
બહુ બહુ વાર થઈ. આંખા જરા ઝીણી થઇ. આંખા જરા ભીની થઇ. ટપ ટપ પાણી ટપક્યું. તાય કાઇ મીચે નહિ. હાર કાઇ ખમે નહિ.
લાલચેાળ આંખા થઈ. ફાટુ ફાટુ આંખેા થઇ. ડાળા જાણે હમણાં નીકળી પડશે. લાહીનાં જાણે ઝરણાં વહેશે.
ભરત રાજા પહેલા થાક્યા. તેમની આંખ ઝંખવાણી. એમની આંખ મીંચાણી. રાજા બાહુબલી જીત્યા. રાજા ભરત હાર્યા !
રાજા ભરત ખુબ શરમાયા. કેટલી બધી નામેાશી! હવે ચાલેા નાયુદ્ધ કરીએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org