________________
ભરત–બાહુબલી ગગડી રહી. રણભૂમિનાં રણશીંગાં વાગ્યાં. ફર ફરફર નિશાન ફરક્યાં. ચમક ચમક તલવારે ચમકી. ઝળક ઝળક ભાલા ઝળક્યો.
કેઈ ઘોડા પર તો કઈ હાથી પર કઈ સાંઢણી પર તો કઈ પૈદલ. આખું લશ્કર તૈયાર થઈ ગયું.
ડે કે દેવાયો ને લશ્કર ઊપડ્યું. દડમજલ દડમજલ કચ કરતું તક્ષશિલા પાસે આવી પહોંચ્યું. કોટની બહાર પડાવ નાંખ્યો.
બાહુબલી પણ લશ્કર લઈ નગરબહાર આવ્યો; સાથે મદઝરતા માતંગ લાવ્યા, તેજીલા ઘોડા લાવ્યો, શ્રા સૈનિકો લાવ્યો, બહાદુર લડવૈયા લાવ્યા.
સામસામાં બે સૈન્ય ગોઠવાઈ ગયાં. અધધધ! કેટલાં બધાં માણસે ! જાણે મોટો માનવ-મહાસાગર !
રાજ બાહુબલીને વિચાર થયોઃ “લડાઈ તો બે ભાઈ વચ્ચેની. મોટાઈ અમારે એને જોઈ ને નકામાં પ્રજાનાં માણસોને શા માટે મારવાં? બે જણે જાતે જ હિસાબ ચૂકવી લઈએ.
એણે કહ્યું રાજા ભરતને : “મોટાભાઈ! આપણે માટે આ બધા કપાઈ મરે. લોહીની તો ની વહે, લેહીને તે દરિયો વહે, કેટલું ખરાબ ! ચાલે આપણે બે જ લડીએ. ટંટાને નિકાલ લાવીએ.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org