________________
ભરત–બાહુબલી
ભરત રાજાએ બોલાવ્ય પ્રધાનને. કહ્યું, “પ્રધાનજી! પ્રધાનજી ! સાચી સલાહ આપો. અમારે આવ્યાં ધર્મસંકટ. એક બાજુ ચક્રવતી થવાને મહ. બીજી પાસ સગો ભાઈ. કયે રસતે ચાલવું !”
પ્રધાન કહે, “રાજાજી! નાનાભાઈને કહેવડાવો કે મોટાભાઈની આજ્ઞા માને. અમારે નથી જોઈતાં તમારાં રાજપાટ કે નથી ચઢવાં યુદ્ધ. માને તો ઠીક. ન માને તે કંઈ ચક્રવર્તીપણું જવા દેવાય ?
રાજા ભરત કહે, “સાવ સાચી વાત. મને તમારા બાલ ગમે છે. એલચીને મોકલો.?
તક્ષશિલાનો દરબાર છે. ભારે ઠાઠ છે. ત્યાં અદલ ન્યાય છે. કીડીને કણ ને હાથીને મણ મળે છે. ન કોઈ દુખી છે, ન કોઈ અસંતોષી છે. કામદેવની કાંતિથી દીપતા રાજા બાહુબલી શરા સામંતો વચ્ચે બેઠા છે. ત્યાં તે આવ્યા રાજા ભરતને એલચી. વંદન કરી એણે સંદેશ કહ્યોઃ “રાજાજી ! ભરત છે તમારા મોટાભાઈ. બન્ને રીતે તમારે પૂજ્ય છે. માટે માને એમની આજ્ઞાને થાવ એમના સેવક.
બાહુબલી કહે, “આજ્ઞા ભગવાન ઋષભદેવની. ભરત મોટાભાઈ ખરા, પણ સેવક થાય એ બીજા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org