Book Title: Yogavinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 7
________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ (પ્રથમ આવૃત્તિની) પ્રસ્તાવના વિંશતિવિંશિકપ્રકરણ ૧૪૪૪ ગ્રન્થોના પ્રણેતા શ્રી હરિભદ્રસૂરિ મહારાજ વિરચિત એક અવ્વલ ગ્રન્થ... વિવિધ વીશ વિષયો પર વીશ-વીશ શ્લોકમાં કરેલું અદ્ભુત નિરૂપણ.... યોગવિંશિકા : વિંશતિવિંશિકા પ્રકરણ ગ્રન્થનું યોગવિષયક એક પ્રકરણ. ‘ગાગરમાં સાગર’ ઉક્તિને સાર્થક કરતું પ્રકરણ. ગાગરમાં છૂપાયેલા સાગરને વ્યક્ત છે મહોપાધ્યાય લઘુહરિભદ્ર શ્રી યશોવિજયજી મહારાજે. તેઓશ્રીએ જો આવી વૃત્તિન રચી હોત તો આ રહસ્યો પ્રકાશમાં આવત કે કેમ? એ શંકાસ્પદ રહે છે. વિ.સં. ૨૦૫૩ દરમ્યાન સુરતમાં ‘યોગવિંશિકા' ગ્રન્થપર વાચના આપવાનો પ્રસંગ આવ્યો. દેવ-ગુરુકૃપાએ સારું એવું વિવેચન થયું. એટલે અધ્યેતાઓનો તથા અન્યોનો પણ એનું વિવેચન પ્રકાશિત થાય એવો આગ્રહ થયો. અલબત્ આ ગ્રન્થનો એક ભાવાનુવાદ તો જોવામાં આવેલો. ને લખવાનું ચાલુ કર્યા બાદ અન્ય બે વિવેચનો જોવામાં આવ્યા.... છતાં આ વધુ ઉપકારક બનશે એવો ઘણાનો અભિપ્રાય હોવાથી તેમજ પ્રકાશિત થઈ ચૂકેલા આ અન્ય વિવેચનોમાં અનેક ગંભીર ક્ષતિઓ દષ્ટિગોચર થવાથી વિવેચન પ્રકાશિત કરવું એ જ ઉચિત બન્યું. ગ્રન્થના પ્રારંભે જ પ્રણિધાન વગેરે પાંચ આશયોનું જે નિરૂપણ છે તેનો લોકભોગ્ય થોડો વિસ્તાર ઘણાને ઉપકારક નીવડશે એવી ધારણાથી એટલું વિવેચન વધારે વિસ્તૃત કર્યું અને એનું સ્વતંત્ર પુસ્તક સિદ્ધિનાં સોપાન” નામે પ્રકાશિત કર્યું. એ પુસ્તકમાં ઘણો વિસ્તાર કર્યો હોવાથી પાચ આશયોનું નિરૂપણ આ વિવેચનમાં થોડું ટૂંકાવ્યું છે. વિશેષ જિજ્ઞાસુને એ વિસ્તાર માટે સિદ્ધિનાં સોપન’ પુસ્તક અધ્યયન કરવાની ભલામણ. VI Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 290