Book Title: Yogavinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 9
________________ શબ્દશઃ વિવેચન પ્રકાશિત થયું છે તેમાં ભાસેલી મુખ્યમુખ્ય ક્ષતિઓની સમીક્ષા કરવામાં આવી છે. એ વિવેચનની પ્રકાશક સંસ્થા અને એના વિવેચક વિદ્વાન.. એ બન્ને આ સમીક્ષા પર આગ્રહમુક્ત બની વિચાર કરશે તો સ્વ-પરના ઘણા અહિતમાંથી બચી શકશે એવી શ્રદ્ધા છે. આ વિવેચક વિદ્વાન ખૂબસૂક્ષ્મ વિચારક છે... ઘણા ગંભીર અને ગહન રહસ્યોનું ઉદ્ઘાટન કરવામાં કુશળ છે. કોઈ પણ જિજ્ઞાસુ એમને સાંભળે તો એમની શાસ્ત્રપંક્તિઓના એક-એક શબ્દની વિવેચનકલા પર ઓવારી જાય.. આવી બધી હવા ફેલાયેલી હોવાથી ઘણા આત્મહિતેચ્છુઓ.. ‘આ વિવેચકે જે કહ્યું હોય તે પ્રમાણભૂત જ હોય...' આવી ભ્રાન્ત માન્યતા ધરાવનારા બનેલા છે. બેશક, એ વિવેચકની એક એક શબ્દ પર ખૂબ વિચાર કરવો... ઊંડા રહસ્યો સુધી પહોંચવા પ્રયાસ કરવો... આવી બધી ધગશ અનેકશઃ પ્રતીત થઈ છે. તેમજ પોતાની કોઈ ગલત માન્યતાના સમર્થન માટે હાથે કરીને ખોટું નિરૂપણ કરવું...” એવી ભાવનાથી ગલત વિવેચન તેઓ કરી રહ્યા છે એવું માનવાને કોઈ કારણ પ્રતીત થતું નથી. ને તેમ છતાં એમના વિવેચનમાં ઢગલાબંધ ભૂલો છે એ સ્પષ્ટ પ્રતીત થયું છે. ગહન પંક્તિઓના રહસ્ય સુધી પહોંચવા માટે ધેર્યયુક્ત પ્રયત્નના પરિણામે એમણે કેટલાક સ્થળે જે રહસ્યોદ્દઘાટન ક્ય છે એ, એમના ક્ષયોપશમ પ્રત્યે આદર પેદા કરે છે. જ્યારે બીજી બાજુ મધ્યમ ક્ષયોપશમવાળો વિદ્વાન પણ જે ક્ષતિઓ ન કરે એવી ક્ષતિઓ જોઈને સખેદ આશ્ચર્ય અનુભવાય છે. આ ક્ષતિઓ થવા પાછળનું કારણ એમણે સ્વયં વિચારવું જોઈએ. (અહીં એક ખુલાસો કરી દઉં – મારું લગભગ અડધું વિવેચનલખાઈ ગયેલું ત્યારે મારા હાથમાં એમનું પુસ્તક આવ્યું. ક્યાંક ક્યાંક મારું અને એમનું વિવેચન અલગ પડતું જણાયું... મેં પુખ્ત વિચાર ર્યો. એવા ચાર સ્થળો એમને લખી મોકલ્યા. પણ એના પર તેઓનો જે જવાબ આવ્યો એમાં મને કોઈ પણ રીતે પોતાના નિરૂપણનો બચાવ કરવો એવી એમની લાગણીની પ્રતીતિ થઈ, એટલે પછી એ નિરર્થક વ્યાયામ આગળ ન ચલાવ્યો. પછી આગળ પણ એમના વિવેચનમાં અનેક ગંભીર ક્ષતિઓ જોઈ. એટલે મારા વિવેચનમાં ભેગી સમીક્ષા કરવાનો નિર્ણય ર્યો. અસ્તુ.) પણ, VIII Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 290