Book Title: Yogavinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 11
________________ અધ્યાત્મ-ભાવના વગેરે પાંચ ભેદો, પ્રીતિ-ભક્તિ વગેરે ચાર ભેદો, અન્ય ગ્રન્થમાં કહેલઇચ્છા-શાસ્ત્ર-સામર્થ્યયોગ.. એમ ત્રણ ભેદો, તથા પ્રણિધાનપ્રવૃત્તિ.... વગેરે પાંચ આશયો... જુદી જુદી વિવેક્ષાઓથી થયેલું વિવિધ નિરૂપણ.. એ બધાનો પરસ્પર અન્તર્ભાવ, ગણ-મુખ્યભાવ... વગેરે કારણે આ વિષય ખૂબ ગહન બન્યો છે. એટલે, એના વિવેચનમાં ઘણી સજ્જતા રાખી હોવા છતાં, મારાથી પણ ક્ષતિઓ થઈ હોવાની શક્યતાને કોઇપણ રીતે નકારી શકાય નહીં. ગીતાર્થ મહાત્માઓને એનું પરિમાર્જન કરવા અને એ અંગે મારું ધ્યાન દોરવા નમ્ર વિનંતી છે. ગહન પદાર્થોને વધુ ને વધુ સ્પષ્ટ કરવાનો તથા ગ્રન્થકારને અભિપ્રેત પદાર્થોના ઊંડા રહસ્યોને વ્યક્ત કરવાનો મેં કંઈક પ્રયાસ કર્યો છે. દેવ-ગુરુની કોઈક અચિત્ય કૃપા સાથે પૂજ્યપાદ આચાર્યદેવેશશ્રી જયઘોષસૂરીશ્વરજી મ.સા. પાસે જાણેલી ઘણી વાતોએ તથા સંશોધન દરમ્યાન તેઓશ્રીએ સૂચવેલા કેટલાક સૂચનોએ પણ આ વિવેચનમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. શાસ્ત્રપંક્તિઓના ઔદંપર્યાર્થિને અવગાહનારી પ્રજ્ઞાના સ્વામી ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય જયઘોષ સૂરીશ્વરજી મહારાજે સ્વપર આરાધનાના અનેક કાર્યોની ભારે વ્યસ્તતા વચ્ચે પણ અત્યન્ત સૂક્ષ્મદષ્ટિથી આ વિવેચનનું સંશોધન કરી આપ્યું છે, એટલે તેઓશ્રીનો તો હું અત્યન્ત ઋણી છું જ, સાથે સાથે.. સિદ્ધાન્ત મહોદધિ સુવિશાળગચ્છનિર્માતા સ્વ. પૂ. આચાર્ય શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા., વર્ધમાનતપોનિધિ પંચાચારપ્રવીણ સ્વ. પૂ. આ. શ્રી વિજ્ય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા., સહજાનંદી કર્મસાહિત્યમર્મજ્ઞ સ્વ. પૂ. આચાર્યશ્રી વિજય ધર્મજિસૂરીશ્વરજી મ.સા, શ્રી સૂરિમ–સમારાધક દક્ષિણ મહારાષ્ટ્ર પ્રભાવક પૂ. આ. શ્રી વિજ્ય જયશેખર સૂરીશ્વરજી મ.સા. આ સુવિહિત ગુરુપરંપરાની સતત વરસી રહેલી કૃપાદષ્ટિ અચિત્ય સહાય કરે છે.. એટલે પૂજ્ય ગુરુદેવોનો પણ હું ઋણી છું. ગાથા-ગાથાર્થ... વૃત્તિ-વૃત્તિઅર્થ... આપ્યા પછી જે પદોનું વિશેષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 290