Book Title: Yogavinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 6
________________ આ દેવ વગેરે રૂપ ઉપાસ્ય વ્યક્તિ હાજર હોય કે ન હોય, પણ તેમના પરનો આ શ્રદ્ધા-સમર્પણભાવ અને એની તીવ્રતા એ તેમના તરફથી શક્તિપાત કરે છે. અર્થાત આવો વિશેષ પ્રકારનો શક્તિપાત આત્મા સ્વયં બહુમાન દ્વારા મેળવે છે. આ શક્તિપાત એટલે પુણ્યના અને ધર્મના (પુષ્ટિ અને શુદ્ધિના) અસંખ્ય પ્રકારો. આ શક્તિપાતથી યોગસાધનાના અંતરાયો તૂટે છે અને તેથી સાધક સાધનામાં આગળ વધે છે. આ શક્તિપાત સાનુબન્ધ અને નિરનુબન્ધ બન્ને પ્રકારે હોય છે તે જાણવું. ધર્મરૂપ યોગની સાધના એટલે આંતરિક રીતે ગુણો અને બાહ્ય રીતે આચારપાલન. આ બન્નેના તરતમભાવે અનેક ભેદો છે. કેટલાક સાધકોની સાધના અલ્પકાળમાં પરાકાષ્ઠાએ પહોંચે છે, અન્યની સાધના મહાપ્રયત્ને પરાકાષ્ઠા પામે છે. આમ શક્તિપાતના કારણે સાધનામાં ભેદ પડે છે. ધર્મસાધના એ યોગસાધનાનું બીજું નામ છે. જ્ઞાનાદિ પાંચ આચારો, દાનાદિ ચાર ધર્મ, મૂળગુણો, ઉત્તરગુણો, ભાવનાઓ, જ્ઞાનાભ્યાસ વગેરે સાધનાના અનેક ભેદો છે. ધ્યાન એ પણ સાધના છે ને દરેક કર્તવ્યમાં ઉપયોગરમણતા એ પણ સાધના છે. આ બધી ધર્મસાધનાઓ ‘યોગ સાધના’ છે, માટે આવશ્યકસૂત્રોની વૃત્તિમાં યોગસંગ્રહના ૩૨ ભેદ બતાવ્યા છે. ટૂંકમાં દર્શન-જ્ઞાન એ પ્રારંભિક યોગસાધના છે. પછી દેવ-ગુરુની ઉપાસના સાથે ધર્મોની આંશિક ઉપાસના આવે છે. પછી ધર્મોની-ગુણોનીઆચારોની-ભાવનાની પ્રધાન ઉપાસના આવે છે. આ બધું યોગસાધના છે. શ્રી સર્વજ્ઞ પરમાત્માએ દર્શાવેલો યોગ જૈનેતર યોગ કરતાં સર્વઅંશોમાં ચઢિયાતો છે, પરિપૂર્ણ છે અને પરાકાષ્ઠાવાળો છે. અન્યોના યોગ અપૂર્ણ છે. માટે બીજાઓમાં જે યોગસાધના છે તેના દ્વારા વધુમાં વધુ અધિજ્ઞાન પામી શકાય છે. પછી એ પ્રાણજ્ઞાન દ્વારા સાધક, ભાવથી જૈનયોગ પામે છે જેના પ્રભાવે એ પરાકાષ્ઠાએ પહોંચે છે. જૈન ભાવયોગ વિના નથી પરાકાષ્ઠાએ પહોંચી શકાતું, નથી સિદ્ધ થઇ શકાતું કે નથી અરિહંત-શાસનના સ્થાપક બની શકાતું એ જાણવું. Jain Education International V For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 290