Book Title: Yogavinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 5
________________ ‘ઓ હો હો...પ્રણિધાન વગેરે આશયોનું સ્વરૂપ આ છે ?’ આવી અપૂર્વ લાગણી જેમ ‘સિદ્ધિનાં સોપાન’ પુસ્તકના અધ્યેતાઓને થઇ છે, એવી જ અપૂર્વ લાગણી પ્રસ્તુત વિવેચનના અધ્યેતાઓને પણ થશે, એવી આશા સાથે.... દિવ્ય દર્શન ટ્રસ્ટ વતી કુમારપાળ વિ. શાહ બીજી આવૃત્તિના પ્રકાશન પ્રસંગે - યોગ અંગેના ગહન રહસ્યોથી ભરેલા એવા પણ આ ગ્રન્થની નકલો પૂરી થઇ જવા છતાં ઘણી માગ હોવાથી આ બીજી આવૃત્તિનું પ્રકાશન કરતાં હૈયું આનંદ અનુભવે છે. જિજ્ઞાસુઓની આવી માગ એ જ આ પ્રકાશનને મળેલા આવકારનું પ્રબળ પ્રમાણ છે. મોક્ષમાર્ગ એ જ યોગસાધના છે સિદ્ધાન્તદિવાકર પૂ. આ. શ્રી જયઘોષ સૂ. મ.સા. શ્રી જૈનશાસનમાં મોક્ષમાર્ગ એ યોગસાધનાનું બીજું નામ છે. મોક્ષમાર્ગ એટલે દેવ-ગુરુ રૂપ યોગીની ઉપાસના અને ધર્મરૂપ યોગની સાધના. દેવ-ગુરુની ઉપાસના એટલે એમના સ્વરૂપનું જ્ઞાન, એમના પર નિષ્પન્ન યોગી તરીકેની અને વિશિષ્ટ સાધક યોગી તરીકેની શ્રદ્ધા, એમના ઉપર વિનય ભક્તિ-બહુમાન, એમના દર્શન-વંદન-પૂજન, એમના ગુણાનુવાદ, એમના કાર્યનું સંપાદન, એમના પ્રત્યે મનનો ઝુકાવ વગેરે વગેરે... સાધક યોગીઓ પ્રત્યે પણ આ બધી વાતો જાણવી... આ આંતરિક ભાવો સાથે બાહ્ય રીતે દેવ-ગુરુ અને સાધર્મિક રૂપ યોગીઓ પ્રત્યે ઝુકાવ ભરેલું વર્તન-વલણ એ યોગની સિદ્ધિનો સાર્વત્રિક મુખ્ય ઉપાય છે. આના વિના ધર્મક્રિયાઓ યોગસાધનારૂપ બની શક્તી નથી. અને યોગીઓની આવી ઉપાસના હોય તો યોગની સાધના સહજ રીતે શીઘ્ર ખીલી ઊઠે છે. દેવ-ગુરુ-સાધર્મિકની જે ઉપરોક્ત ઉપાસના અને એમના પરનો જે ઉછળતો ભક્તિભાવ-અહોભાવ.... એ જ યોગીઓ દ્વારા થતો શક્તિપાત છે. Jain Education International IV For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 290