Book Title: Vividha
Author(s): Niranjana Vora
Publisher: Niranjana S Vora

View full book text
Previous | Next

Page 8
________________ શ્રી ગણેશનું આધ્યાત્મિક સ્વરૂપ મા પૂરે વિના : આ ઉક્તિ અનુસાર સમસ્ત શુભ કાર્યોના પ્રારંભમાં શ્રી ગણેશની અગ્રપૂજા વિશાળ હિંદુ સમાજમાં સુપ્રસિદ્ધ છે. શ્રી ગણેશ પરબ્રહ્મ સ્વરૂપ છે. અથર્વશીર્ષ ઉપનિષદ, ગણેશપુરાણ, મુદ્દગલપુરાણ વગેરે ગણેશ સંબંધી સાહિત્યમાં શ્રી ગણેશના પરબ્રહ્મ સ્વરૂપનું વર્ણન અનેકવાર કરવામાં આવ્યું છે. ૐ ૐ રૂતિ શબ્દોબૂત સર્વે નારદ ઋગ્યેદસંહિતામાં પણ નાનાં ત્યાં આપત્તિ વામદેવું વિનામ વગેરે શ્લોકોમાં ગણપતિનું વર્ણન છે. ગણપતિ સર્વ વિઘ્નો દૂર કરનાર રિદ્ધિ-સિદ્ધિ-બુદ્ધિના પ્રદાતા છે. ગણેશની ઉપાસના ભારત ઉપરાંત ચીન, જાપાન, બાલી, નેપાળ, બ્રહ્મદેશ, અફઘાનિસ્તાન વગેરે દેશોમાં પણ પ્રચલિત છે. આ દેશોમાં ગણેશની વિવિધ સ્વરૂપની મૂર્તિઓ તથા મંદિરો આજે પણ વિદ્યમાન છે. ગણપતિનું ધ્યાતવ્ય સ્વરૂપ : सर्वस्थूलतनुं गजेन्द्रवदनं लम्बोदरं सुंदरं प्ररचन्दन्मदगन्धाब्धमधुपण्यातोतगऽस्थतम् । दन्ता घात विदारितारिरुपिटैः सिन्दूर शोभाकटं तन्दे शैत सुतासुतं गणपतिं सिद्धिप्रदं कर्मसु ॥ શ્રી ગણેશજીની આકૃતિ નાની છે, શરીર ધૂળ છે, મુખ ગજેન્દ્રનું છે, ઉદર વિશાળ અને સુંદર છે. એમના ગણ્ડસ્થલ પર મદસ્રાવ થઈ રહ્યો છે અને ભ્રમરગણ ચારેબાજુથી એની ઉપર એકત્રિત થઈ રહ્યો છે. તે પોતાના દાંતથી શત્રુઓનું વિદારણ કરીને એમના રક્તનું શરીર પર અવલેપન કરીને સિંદૂરનો લેપ કર્યા પછીની હોય તેવી શોભા ધારણ કરે છે. આઠ સિદ્ધિ ને નવ નિધિ ગણપતિની સેવામાં ઉપસ્થિત રહે છે. દેવગણ શ્રી પાર્વતીજીના આ પુત્રની અહર્નિશ સેવા કરતા, એમની કૃપાદૃષ્ટિ વાંછે છે. શ્રી ગણેશ અથર્વશીર્ષમાં શ્રી ગણેશની સ્તુતિ કરતાં કહ્યું છે કે : " તમે સત્ત્વ, રજ અને તમ એ ત્રણ ગુણથી પર છો; તમે પૂલ, સૂક્ષ્મ અને કારણ – એ ત્રણ દેહોથી પર છો, તમે ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં ત્રણ કાળથી પર છો તમે નિત્ય મૂલાધાર ચક્રમાં સ્થિત છે. તમે પ્રભુશક્તિ, ઉત્સાહશક્તિ અને મંત્રશક્તિ એ ત્રણ શક્તિઓથી સંયુક્ત . તમે બ્રહ્મા છો, તમે વિષ્ણુ છો, તમે રુદ્ર છો, તમે ઇન્દ્ર છો, તમે અગ્નિ છો, તમે વાયુ છો, તમે સૂર્ય છો, તમે ચંદ્રમા છો, તમે (સગુણ) બ્રહ્મ છો, તમે (નિર્ગુણ) ત્રિપાદ ભૂ, ભૂવઃ, સ્વઃ એવં પ્રણવ છો.. અહીં શ્રી ગણેશના સગુણ અને નિર્ગુણ તથા આધ્યાત્મિક સ્વરૂપને વર્ણવ્યું છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 194