Book Title: Vividha Author(s): Niranjana Vora Publisher: Niranjana S Vora View full book textPage 9
________________ વિવિધા પંચદેવની ઉપાસનામાં ગણેશ : आदित्यं गणनाथं च देवीं रुद्रं च केशवम् । पंचदैचवतमित्युक्तं सर्वकर्मसु पूजयेत् ॥ પાંચ દેવોની ઉપાસનાનું રહસ્ય પંચભૂત સાથે સંબંધિત છે. પંચભૂત તે પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. આ તત્ત્વોના પાંચ દેવો આ પ્રમાણે છે. आकाशस्याधिपो विष्णुः । वायोः सूर्यः क्षितेरिशो जीवनस्य गणाधिपः ॥ પૃથ્વી તત્ત્વ – શિવ અધિપતિ જલ તત્ત્વ – ગણેશ અધિપતિ તેજ (અગ્નિ) – શક્તિ અધિપતિ મત (વાયુ) – સૂર્ય અધિપતિ આકાશ તત્ત્વ – વિષ્ણુ અધિપતિ ભગવાન શિવ પૃથ્વીતત્ત્વના અધિપતિ હોવાથી તેમની પાર્થિવ પૂજાનું વિધાન છે. વિષ્ણુ આકાશતત્ત્વના અધિપતિ હોવાથી શબ્દો દ્વારા તેમની સ્તુતિ કરવાનો આદેશ છે. અગ્નિની અધિપતિ શક્તિ હોવાથી શક્તિ-દેવીનું અગ્નિકુંડ-યજ્ઞ દ્વારા પૂજન કરાય છે. ગણેશ જળતત્ત્વના અધિપતિ હોવાથી સર્વ પ્રથમ પૂજન કરવાનો આદેશ છે. મનુનું કથન છે કે આપ વં સર્ષા તાવીનમવાગત્ (મનુસ્મૃતિ, ૧:૮) સૃષ્ટિમાં સર્વ પ્રથમ ઉત્પન્ન થનાર જળતત્વના અધિપતિ ગણપતિ હોવાથી તેમની પૂજા સર્વ પ્રથમ થાય છે. જળતત્ત્વપ્રધાન વ્યક્તિ માટે ગણપતિની પૂજા આવશ્યક છે. યોગશાસ્ત્રની દષ્ટિએ શ્રી ગણેશની અગ્રતા : યોગશાસ્ત્રના આચાર્યોનું કહેવું છે કે મેરુદંડના મધ્યમાં જે સુષુણ્ણા નાડી છે, તે બ્રહ્મરન્દ્રમાં પ્રવેશીને મસ્તિષ્કની નાડીઓ સાથે મળી જાય છે. સાધારણ સ્થિતિમાં પ્રાણ સંપૂર્ણ શરીરમાં પ્રસરેલો હોય છે. યોગક્રિયાથી પ્રાણને સુષુમ્મામાં સ્થિત કરીને યોગી તેને મસ્તિષ્ક તરફ લઈ જાય છે, તેમ તેનું ચિત્ત શાન્ત થાય છે અને તેની જ્ઞાનશક્તિમાં વૃદ્ધિ થાય છે. સુષુમ્માના નીચેથી ઉપર સુધી ક્રમશઃ મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપૂરક, અનાહત, વિશુદ્ધ અને આજ્ઞાચક્ર હોય છે. આ મૂલાધારને ગણેશ સ્થાપન કહે છે, કારણ તેના અધિપતિ દેવતા ગણપતિ છે. આમ યોગમાં પણ ગણપતિનું સ્થાન પ્રથમ છે. વાત્સાપદ્ધતિ માં છ ચક્રોના દેવતાઓનાં નામ આ પ્રમાણે છે : गणेश्वरो विधिविष्णुं शिवो नीवी गुरुस्तथा । पडेते हंसतामेत्य मूलाधारदिषु स्थिताः ॥ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 194