Book Title: Vividha
Author(s): Niranjana Vora
Publisher: Niranjana S Vora

View full book text
Previous | Next

Page 12
________________ શ્રી ગણેશનું આધ્યાત્મિક સ્વરૂપ કહ્યું છે કે “૩મા સહિતઃ ક: આ ઉપનિષદમાં જણાવ્યું છે તે અનુસાર આ સંપૂર્ણ જગતનો આત્મા અગ્નિ અને સોમ છે. પ્રચંડ તેજ અર્થાત્ અગ્નિ એ રુદ્રનું શરીર છે. અને અમૃતમય તથા શક્તિ આપનાર તે સોમ છે આ સોમ શક્તિસ્વરૂપ છે. સ્કૂલ અને સૂક્ષ્મ સર્વ ભૂતોમાં સત્વોમાં રસ (સોમ) અને તેજ (અગ્નિ) સર્વત્ર વ્યાપ્ત છે. સર્વમાં તેમની પ્રતિષ્ઠા છે. વિદ્યા અને કલા વગેરેમાં પણ આ તેજ અને રસ (સોમ) વ્યાપ્ત છે. સોમના બે રૂપ છે : રસ (મા) અને અનિલ (વા). તેજના વિદ્યદાદિ અનેક પ્રકાર છે. અગ્નિ અને સોમથી જ એટલે કે શિવ અને શક્તિથી આ ચરાચર જગત બન્યુ છે. -. શિવ અને પાર્વતીના પુત્રરૂપે ગણેશના જન્મ વિશેની અનેક દંતકથાઓ પ્રચલિત છે. પણ એમ કહી શકાય કે આવા શિવ અને શક્તિતત્ત્વમાંથી જ ગણેશતત્ત્વ પ્રગટ થયું છે. કેટલાક લોકો શંકા કરે છે કે ગણેશજી તો શિવપાર્વતીના પુત્ર છે, એમના વિવાહ સમયે ગણપતિનો જન્મ પણ થયો ન હતો, તો પછી પૂજન કેવી રીતે થાય ? વાસ્તવમાં ગણેશજી કોઈના પુત્ર નથી, એ , અનાદિ અને અનંત છે. શિવજીના પુત્ર જે ગણેશ છે તે તો અજ, અનાદિ, અનંત પરમાત્મા જ છે, શિવજીના પુત્ર ગણેશ તે પરબ્રહ્મરૂપ ગણપતિના અવતાર છે. બ્રહ્મવૈવર્તપુરાણમાં જણાવ્યું છે કે પાર્વતીના તપથી ગોલોકનિવાસી પૂર્ણ પરબ્રહ્મ શ્રીકૃષ્ણ પરમાત્મા જ ગણપતિરૂપે અવતર્યા. અતઃ ગણપતિ,શિવ-કૃષ્ણ વગેરે એક જ છે. ગણપતિનું ૐકારસ્વરૂપ : ગણપતિ શબ્દબ્રહ્મ 3ૐકારના પ્રતિકરૂપ છે. ગણેશની એક મૂર્તિ ૐ પણ છે. એમાં આરંભિક ભાગ ગજનો ગુડદડ છે, ઉપરનો અનુનાસિક ભાગ ચંદ્ર છે. એક કથા છે કે શિવ-પાર્વતી ૐ કારના ચિત્ર ઉપર ધ્યાનથી દૃષ્ટિ રાખીને બેઠા હતા, એટલામાં એ ચિત્રમાંથી જ સાક્ષાત ગણપતિ ઉપસ્થિત થયા. એ નિહાળીને શિવપાર્વતી અત્યંત પ્રસન્ન થયા. પ્રણવ બધી શ્રુતિઓમાં પ્રથમ હોવાથી ગણેશની પ્રથમ પૂજા કરવામાં આવે છે. अकारो वासुदेवः स्यादुकारो विधिमुच्यते । . મ સ્ત મહાદેવ: પ્રાવાય નમોડસ્તુ તે ! (શ્રી ગણેશસ્તવ) ‘અ સત્ત્વગુણપ્રધાન વિષ્ણુ, “ઉ” રજો ગુણપ્રધાન બ્રહ્મા અને ‘મતમોગુણપ્રધાન મહાદેવ, આ ત્રણે દેવતા જેમાંથી પ્રગટ થયા છે તે પ્રણવ દરેક દેવતાઓ તથા વેદ કરતાં પણ સનાતન છે. એ પ્રણવસ્વરૂપ તેમને (ગણેશને) નમસ્કાર છે, આમ સર્વ દેવતાઓની ઉત્પત્તિ પણ પૂર્ણસ્વરૂપ ગણપતિમાં માનેલી છે. ગણપતિના ચાર હાથ છે. તેમાં પાશ મોહ અને તમોગુણનું પ્રતીક મનાય Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 194