Book Title: Vividha
Author(s): Niranjana Vora
Publisher: Niranjana S Vora

View full book text
Previous | Next

Page 11
________________ ‘ગણપતિ અથર્વશીર્ષ'માં કહ્યું છે : ॐ नमस्ते गणपतये त्वमेव केवलं कर्तासि, त्वमेव केवलं धर्तासि त्वमेव केवलं हर्तासि त्वमेव सर्व खल्विदं ब्रह्मासि । અહીં ગણપતિને त्वमेव प्रत्यक्षं तत्त्वमसि એમ કહ્યું છે. ગણપતિના સ્વરૂપમાં નર તથા ગજ આ બંનેના સ્વરૂપનું સામંજસ્ય જોવા મળે છે. તેમાં ‘તત્' શબ્દ સર્વ જગતના કારણરૂપ, સર્વજ્ઞ, સર્વશક્તિમાન પરમાત્મા છે. અને ‘ટ્યું’ શબ્દ દ્વારા અલ્પજ્ઞ, અલ્પ શક્તિવાળો જીવ સૂચિત થાય છે. વાસ્તવમાં નર અને ગજનું સામંજસ્ય અસંભવ છે તેમ પરમ બ્રહ્મ અને જીવનું ઐક્ય પણ અસંભવ છે, પરંતુ ગણપતિના સ્વરૂપમાં વ્યંજના દ્વારા બંનેનું અદ્ભુત નિર્દેશાયું છે. ગણપતિનું મુખ ગજનું છે, પણ નીચેનો ભાગ મનુષ્યોનો છે. તેમના દેહમાં નર તથા ગજનું અનુપમ સમ્મિલન થયું છે. ગજ સાક્ષાત બ્રહ્મને કહે છે સમાધિ દ્વારા યોગીરાજ જેની પાસે જાય છે, જેને પ્રાપ્ત કરે છે તે છે ‘ગ' (સમાધિના યોશિનો યંત્ર ગચ્છન્તીતિ 1:) તથા જેનાથી આ જગત ઉત્પન્ન થાય છે તે છે ‘જ' (યસ્માર્ વિન્ધપ્રતિષિવ્રતયા પ્રળવાભી ખાડુંનાયતે રૂથિ નઃ). વિશ્વકારણ હોવાથી તે બ્રહ્મ (ગજ) કહેવાય છે. ગણેશનો ઉપરનો ભાગ ગજ જેવો છે અર્થાત્ નિરૂપાધિક બ્રહ્મનું પ્રતીક છે. નીચેનો ભાગ મનુષ્યનો છે તેનો અર્થ જીવ એટલે કે સોપાધિક બ્રહ્મ છે. ગણેશજીનું મસ્તક ‘તત્' પદાર્થનો સંકેત કરે છે અને નીચેનો ભાગ ‘ત્વમ્' પદાર્થનો સંકેત કરે છે. નિરૂપાધિક બ્રહ્મ અને સોપાધિક જીવતત્ત્વ ગણેશના સ્વરૂપમાં અભેદભાવે વિલસે છે. વિવિધા ગણપતિના સ્વરૂપનું આધ્યાત્મિક રહસ્ય : શ્રી ગોસ્વામી તુલસીદાસે પોતાના રામાયણમાં શ્રી પાર્વતીને શ્રદ્ધા અને શિવને વિશ્વના પ્રતીક તરીકે નિરૂપ્યાં છે. કોઈ પણ કાર્યસિદ્ધિ માટે શ્રદ્ધા-વિશ્વાસ હોવાં જરૂરી છે. જ્યાં સુધી શ્રદ્ધા નથી હોતી ત્યાં સુધી આત્મવિશ્વાસ જાગૃત થતો નથી. અને આત્મવિશ્વાસના અભાવમાં શ્રદ્ધા પણ લાંબો સમય ટકી શકતી નથી. શ્રી ગણેશજી શિવપાર્વતીના પુત્ર હોવાથી આ રીતે જ સિદ્ધિ અને અભીષ્ટપૂર્તિના પ્રતીક ગણાય છે. કોઈ પણ કાર્યના આરંભમાં કાર્યસિદ્ધિ અર્થે શ્રી ગણેશજીની આરાધના આથી જ અનિવાર્ય છે. ગણપતિ શિવ અને પાર્વતીના પુત્ર છે. અગ્નિને ‘શિવ’ અને સોમને ‘શક્તિ’ કહેવામાં આવે છે. સોમ શબ્દ ‘મા' થી બન્યો છે. ‘બૃહજ્જાબાલોપનિષદ' માં સ્પષ્ટ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 194