Book Title: Vividha
Author(s): Niranjana Vora
Publisher: Niranjana S Vora

View full book text
Previous | Next

Page 10
________________ શ્રી ગણેશનું આધ્યાત્મિક સ્વરૂપ તે ઉપરાંત ગણપતિ ૐકાર સ્વરૂપ મનાય છે, તેથી પણ પૂજામાં તેનું સ્થાન અગ્ર રહે છે, ગણપતિનું સ્વરૂપ તથા શસ્ત્ર-અસ્ર : ગણનો અર્થ વર્ગ થાય છે, સમૂહ કે સમૂદાય, ઈશનો અર્થ સ્વામી. શિવગણો અર્થાત્ ગણ દેવોના સ્વામી હોવાથી તે ગણેશ કહેવાય છે. આઠ વસુ, અગિયાર રુદ્ર અને બાર આદિત્યને ગણદેવતા કહેવાય છે. ગળ રાષ્ટ્ર: સમૂહસ્ય વાળ: परिकीर्तितः । ‘ગણ’ શબ્દ વ્યાકરણમાં પણ આવે છે. વ્યાકરણમાં ગણપાઠનું એક અલગ અસ્તિત્વ છે. તેવી જ રીતે આદિ અનાદિ તથા જુહોત્યાદિ પ્રભુતિગણ ધાતુ-સમૂહ છે. ‘ગણ’ શબ્દ રુદ્રના અનુચરો માટે પણ વપરાય છે. રામાયણમાં કહેવાયું છે, धनाध्यक्ष समोदेवः प्राप्तो हि वृषभध्वजः । उमासहाय देवेशो गणैश्च बहुभिर्युतः ॥ ૩ સંખ્યા વિશેષક સેનાનો બોધક શબ્દ પણ ગણ છે. જેમકે હાથી=૨૭, ૨૫=૨૯, અશ્વ૮૧, પદાતિ=૧૩૫ અર્થાત્ ૨૭૦ નો સમૂદાય - એના સ્વામી પણ શ્રી ગણેશ છે. ‘મહાનિર્વાણતંત્ર' માં કહ્યું છે - રૂપસ્તુ મહેશનિ ગળવીક્ષાપ્રવર્તઃ । જ્યોતિષશાસ્ત્રમાં અશ્વિની વગેરે જન્મનક્ષત્રો પ્રમાણે દેવ, માનવ અને રાક્ષસ એ ત્રણ ગણ છે. આ સર્વ પ્રકારના ગણના સ્વામી ગણપતિ છે. પાંચ કર્મેન્દ્રિયો, પાંચ જ્ઞાનેન્દ્રિયો અને અગિયારમું મન-તેના સ્વામી પણ શ્રી ગણેશ છે. છંદશાસ્ત્રમાં પણ અગણ, મગણ, નગણ, યગણ વગેરે આઠ ગણ હોય છે. ગણ નામના દૈત્ય પર તેમનો અધિકાર હોવાથી તે ગણેશ કહેવાય છે. અક્ષરોને પણ ગણ કહેવામાં આવે છે. તેના ઈશ હોવાને કારણે ગણેશ કહેવાય છે. ‘ગણેશ' શબ્દનો વિદ્વાનોએ નીચે પ્રમાણે અર્થ કર્યો છે. ज्ञानार्थवाचको, गश्च णश्च निर्वाणवाचकः । तयोर परब्रह्म गणेशं प्रणमाम्यहम् ॥ ‘ગ’ અક્ષર જ્ઞાનનો અને ‘ણ’ અક્ષર નિર્વાણનો વાચક છે. તેથી જ્ઞાન અને મોક્ષના સ્વામી પરબ્રહ્મ ગણેશને હું પ્રણામ કરું છું. गणानां पति गणपति: निर्गुणसगुणब्रह्मगणानां पतिः गणपतिः ॥ સર્વવિધ ગણોને સત્તા-સ્ફૂર્તિ આપનાર જે પરમાત્મા છે તે ગણપતિ છે. ગણપતિ પૂજન દ્વારા પરમાત્માનું જ પૂજન થાય છે, તે બ્રહ્મથી અભિન્ન છે. જેનામાં બ્રહ્મતત્ત્વના ગુણો છે જગતની ઉત્પત્તિ-સ્થિતિ, લય-લીલત્વ, જગતનું નિયંત્રણ કરવાની શક્તિ અને સર્વનું પાલન કરવાનું સામર્થ્ય છે તે જ ‘બ્રહ્મ' છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 194