Book Title: Vividha
Author(s): Niranjana Vora
Publisher: Niranjana S Vora

View full book text
Previous | Next

Page 6
________________ નિવેદન બૌદ્ધદર્શન અને જૈનદર્શનના અધ્યયન અને અધ્યાપનકાર્ય નિમિત્તે તથા સાહિત્યવિષયક કાર્યક્રમો અને પરિસંવાદો માટે લખાયેલા લેખોનો સંચય અહીં કર્યો છે. મુખ્યત્વે તો અભ્યાસી જિજ્ઞાસુઓ અને વિદ્યાર્થીઓને પણ માર્ગદર્શન મળે તે માટે જ કેટલાક લેખો તૈયાર કર્યા છે. બૌદ્ધદર્શન તથા જૈનદર્શનના વિષયમાં અભ્યાસની સામગ્રી, ગુજરાતી ભાષામાં પ્રમાણમાં ઓછી ઉપલબ્ધ છે. તેથી તે અહીં પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કર્યો છે. સર્વ કાર્યોના આરંભે આદ્ય એવા શ્રી ગણપતિ વેશેનો સંશોધન લેખ તથા શ્રી વિનોબાજીના સર્વ-ધર્મ-સમન્વય વિશેના વિચારો વિશેના લેખ આરંભમાં જ મૂક્યા છે. ત્યારબાદ બૌદ્ધ અને જૈન દર્શનના આચાર-વિચાર તથા સિદ્ધાંતો વિશેના અને તત્ત્વદર્શનના તથા પાલિ-પ્રાકૃત સાહિત્યનો વિશદ પરિચય આપતા લેખોની રજૂઆત કરી છે. અંત ભાગમાં કેટલાક પ્રકીર્ણ લેખોનો સંચય છે. આ વિવિધા'- સામગ્રી અનેક રીતે વાચકોને માટે ઉપયોગી અને માર્ગદર્શક બની રહેશે તેવી શ્રદ્ધા છે. લિ. નિરંજના વોરા Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 194