Book Title: Vivek Chudamani
Author(s): Tadrupanand Swami
Publisher: Manan Abhyas Mandal

Previous | Next

Page 13
________________ સમગ્ર ગ્રંથનો પરામર્શ કરતાં પ.પૂ. સ્વામીજીની ચોક્સાઈનો આગ્રહ નોંધપાત્ર છે. શબ્દોની પસંદગી, ગોઠવણી, તત્ત્વાર્થ, દષ્ટાંત વગેરે સહજ રીતે આવે છે, છતાં કશું જ ચકાસ્યા વિના આગળ વધવું નહીં તેમ સતત લાગ્યા કરે છે. એમને સંતોષ ન થાય તો ઘણીવાર કશુંક છપાતું અટકાવવું પડે અથવા ફરીથી છાપવું પડે. એ તો ઠીક પણ કવરપેજની ડિઝાઈન અને રંગને અનેકવાર ચકાસવા પડે, પરંતુ ગુણવત્તાને ભોગે તેઓ કશું જ દરગુજર કરવા ટેવાયેલા નથી. આ એક બાબતમાં તે કોઈની પણ સાથે સમાધાન કરવામાં માનતા નથી. વેદાંતના અતિ વિસ્તૃત અને મહત્ત્વના ગ્રંથનું સંપાદનકાર્ય સાંપડવું, તે જ તો પ.પૂ. ગુરુદેવના આશીર્વાદનો પર્યાય છે, ઉત્સાહપૂર્વક કાર્ય થાય એ તેમણે પ્રદાન કરેલી પ્રેરણાનું વાચક છે અને કાર્ય દરમ્યાન પ્રાપ્ત થતી સ્વાત્મનિષ્ઠા, એ એમના અપરંપાર અનુગ્રહનો આવિર્ભાવ છે. સંપાદનકાર્યની નિર્વિને સમાપ્તિ, એ જ ઈશ્વરની કૃપા પ્રાપ્તિનો સંકેત આ સત્કાર્યમાં નિમિત્ત બનવાથી મારા દ્વારા ગ્રંથના વિષયને કે ટીકાકારની ટીકાને જો યોગ્ય ન્યાય ન મળ્યો હોય તો મારી સૂઝ કે સમાજને સહૃદયતાથી સહન કરવા નિવેદન છે. આત્મકલ્યાણને પંથે મદદરૂપ બની આ ગ્રંથ સૌ મુમુક્ષુઓને જીવનની કૃતકૃત્યતા ઉપલબ્ધ કરાવે, તેવી નમ્ર પ્રાર્થના સાથે પ.પૂ. ગુરુદેવને પ્રણામ કરી, મારું અહોભાગ્ય અભિવ્યક્ત કરું છું. અસ્તુ. તન્મયાનંદ

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 858