Book Title: Vishwama Dikshanu Sthan ane teno Upayog Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 4
________________ વિશ્વમાં દીક્ષાનું સ્થાન અને તેને ઉપયામ [ ૩૦૧ બાલ્ય અને જુવાનીની અવસ્થામાં સુધાં-વળી ખાસ કરી આ જ અવસ્થાઓમાં–સંન્યાસ આપવાનું કાર્ય પ્રશસ્ત મનાવાથી અને એ કામને વધારે ટેકો અપાવાથી, એકંદર રીતે સંન્યાસ છોડી ઘેર પાછા ફરનારા પ્રમાણમાં વધારે મળી આવે છે. જે દીક્ષા છેડી પાછા ફરેલા હોય છે તેઓનું પાછું સમાજમાં માનપૂર્વક રહેવું અને જીવવું લગભગ મુશ્કેલ થઈ જાય છે. ફરી તે વ્યક્તિ દીક્ષા લે તો પણ એક વાર દીક્ષા છોડ્યાનું શરમિંદુ કલંક તેના કપાળે અને ભક્તોની ખાનગી ચર્ચામાં રહી જ જાય છે. સંયમ પાળવાની પિતાની અશક્તિને લીધે અથવા તે બીજા કેઈ પણ કારણસર જે માણસ ઘેર પાછા ફરે, અને જે વૈવાહિક જીવન ગાળવા માગે તેને તો તેમ કરવા માટે દેવની મદદ મેળવવા જેટલી મુશ્કેલી પડે છે. તે ગમે તેટલો નીરોગ અને કમાઉ પણ હોય, છતાં તેને કોઈ કન્યા ન આપે, આપતાં - સંકોચાય. વળી એને ધંધા કરવામાં પણ ખાસ કરીને પ્રતિષ્ઠિત છે અને તેમાં પણ ખાસ કરીને ધામિક જૈનમાં જવું અને રહેવું મુશ્કેલ જેવું થઈ જાય છે. દક્ષિા છેડી ગૃહસ્થાશ્રમમાં પ્રામાણિકપણે આવવા ઈચ્છનાર માટે રસ્તે કાંટાવાળો હોવાથી આવા લોકોમાં જેઓ અસાધારણ તેજ અને પ્રતિભાવાળા નથી લેતા તેઓ પિતાની વાસનાઓની તુષ્ટિ માટે અનેક આડા રસ્તા લે છે. કોઈ સાધુવેષમાં જ રહી અનેક જાતની ભ્રષ્ટતાએ ચલાવે છે અને માનપાન તેમ જ ભોજન મેળવે જાય છે; કઈ વળી એ વેષ છેડી પિતાના ઈષ્ટ પાત્રને લઈ ગમે ત્યાં ગુપચુપ છટકી જાય છે. કોઈ ખુલી રીતે વિધવાલગ્ન કરે છે અથવા તે બીજી જ રીતે ક્યાંઈક લગ્નગાંઠ બાંધે છે. એકંદર રીતે જોતાં દીક્ષા છોડનારની સમાજમાં પ્રતિષ્ઠા ન હોવાથી એવી વ્યક્તિઓની શક્તિ સમાજના કોઈ પણ કામ માટે ચોગ્ય રીતે નથી ખર્ચાતી. જે તેવી વ્યક્તિઓ બીજા સમાજમાં દાખલ ન થઈ હેય અને ખૂબ શક્તિસંપન્ન હોય તેય સમાજ તેમને બુદ્ધિપૂર્વક ફાયદો ઉઠાવી શકતા નથી. બૌદ્ધ સંપ્રદાયમાં એમ છે જ નહિ. એમાં તે મેટા મોટા રાજાઓ, વૈભવશાળીઓ અને બધા ગૃહસ્થો મેટે ભાગે એક વાર ભિખુ જીવન ગાળીને પણ પાછા દુનિયાદારીમાં પડેલા હોય છે અને તેમનું માનપાન ઊલટું વધેલું હોય છે. તેથી જ તે એ સંપ્રદાયમાં ભિખુપદ છેડી ઘેર આવનાર પિતાના જીવનને માટે અગર તે સમાજને માટે શાપરૂપ નથી નીવડ; ઊલટું તેની બધી જ શક્તિઓ સમાજના કામમાં આવે છે. દીક્ષાત્યાગ પછીની આ સ્થિતિ આજના વિષય પર ખાસ ધ્યાનમાં રખાવી જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15