Page #1
--------------------------------------------------------------------------
________________
વિશ્વમાં દીક્ષાનું સ્થાન અને તેના ઉપયોગ
[૧૭]
દીક્ષા એટલે માત્ર ધર્મદીક્ષા એટલા જ અર્થ નથી, તેના અનેક પ્રકારે છે. શાસ્ત્રદીક્ષા એટલે શાસ્ત્ર ભણવા માટે દીક્ષા લેવી. શઅદીક્ષા એટલે જૂના વખતમાં ધનુર્વેદની અને વ! બીજે બી સમયે બીજા શસ્ત્રોની તાલીમ મેળવવા દીક્ષા લેવી તે. યજ્ઞદીક્ષા પણ છે અને તેને યજ્ઞ કરનાર યજમાન અને તેની પત્ની સ્વીકારે છે. રાજ્યદીક્ષા પણ છે. ગાદીએ આવનાર ગાદીએ આવ્યાથી માંડી, ત્યાં સુધી રાજ્યસૂત્રેા હાથમાં રાખે ત્યાં સુધી તે એ દીક્ષામાં બધાયેલા છે. વિરોષ શું? વિવાહની પણ દીક્ષા છે. વિવાહનાં ઉમેદવાર વવરને પણ એ દીક્ષા લેવી પડે છે. કલ્પિત ક આધુનિક નથી; એને બહુ જ ભગવાન મહાવીર પહેલાં હારા વર્ષોથી એ બધી દીક્ષા અને હજી પણ એક અથવા બીન્હ રૂપે ચાલે જ છે, ધર્મદીક્ષા એ અધી દીક્ષાએથી જુદી છે.
કાંઈ
દીક્ષા કૃતિહાસ છે. ચાલતી આવી છે,.
આ બધી
જૂના
દીક્ષા એટલે ભેખ લેવા, સન્યાસ કે ફકીરી ધારણ કરવી. ભેખ એટલે અમુક ખાસ ઉદ્દેશ માટે કુટુંબ અને સમાજનાં, અને ઘણીવાર તો દેશ સુધ્ધાંનાં, બંધને પણ ઢીલાં કરવાં પડે છે, અને કાઈ કાઈ વાર છેડવાં પણ પડે છે. સ્વીકારેલ ઉદ્દેશને સાધવામાં જે અધતા આડે આવતાં હોય તે બધાને છેડવાં એ જ લેખને અય છે. આજે પણ કેળવણી મેળવવા છે.કરાઓને પેાતાના કુટુંબકબીલાનાં અધના છેડી ઓર્ડિંગ, કૉલેજ અને ઘણીવાર પરદેશનાં વિદ્યાલયાનાં બંધનો સ્વીકારવાં પડે છે. ઉદ્દેશની જેટલી મર્યાદા તેટલે જ દીક્ષાને ફાળ. તેથી વિદ્યાદીક્ષા ખાર કે પંદર વર્ષ લગી પણ ચાલે અને પછી વિદ્યા સિદ્ધ થયે પાછા ઘેર અવાય, જૂની ઢબે રહેવાય. શ્રીજી દીક્ષાએના સમયેા પણ મુકરર છે. એ રીતે વિવાહદીક્ષાના અવશેષ એટલો રહ્યો છે કે ફક્ત લગ્નને દિવસે વવર અમુક વ્રત આચરે અને એટલું બંધન સ્વીકારે. આ બધી દીક્ષાઓને સમયની મર્યાદા એટલા માટે છે કે તે દીક્ષાઓના ઉદ્દેશ અમુક વખતમાં સાધી લેવાની ધારણા પહેલેથી જ રાખવામાં આવેલી હોય છે, પણ ધર્મદીક્ષાની બાબતમાં વસ્તુસ્થિતિ જુદી છે.
Page #2
--------------------------------------------------------------------------
________________
વિશ્વમાં દીક્ષાનું સ્થાન અને તેના ઉપયાગ
[ ૩૫.
ધર્મદીક્ષાના ઉદ્દેશ જીવનની શુદ્ધેિ છે, અને જીવનની શુદ્ધિ કયારે સિદ્ધ થાય અને પૂર્ણ શુદ્ધિ કયારે પ્રાપ્ત થાય એ કાંઈ નક્કી નથી. તેથી ધર્મદીક્ષા પરત્વે સમયની મર્યાદા મુકરર નથી. કાળમર્યાદાની બાબતમાં એ વાત જોવાની રહે છેઃ એક તો ધર્મદીક્ષા કલારે એટલે કઈ ઉંમરે લેવી અને બીજી વાત એ છે કે એની પૂર્ણાહુતિ કેટલે વર્ષે થાય? શરૂઆત કરવાની બાબતમાં એક મત નથી. ક્રિશ્ચિયન ધર્મમાં ઊમન થાલિક સંપ્રદાય નાની ઉંમરનાં છે. નાની ઉંમરનાં બાળકાને દીક્ષા આપી દેવામાં માનતા અને હજી પણ એમ ક્વચિત્ ક્વચિત્ મનાય છે. ઇસ્લામ ધર્મમાં એટલું જ બંધન છે કે ફ઼ારીના ઉમેદવાર ઉપર કાઈના નિવૉહની જવાબદારી ન હાય તો તે ગમે તે ઉંમરે પણ ફકીરી ધારણ કરી શકે છે. અને કાઈ વડીલોની કે ખીજા તેવાની સેવા કરવાની જવાબદારી હ્રય તે ગમે તેટલી મેટી ઉંમરે પણ એ જવાબદારીમાંથી છટકી કરી લેવાની છૂટ નથી.
આ દેશના જીવિત ત્રણ જૂના સપ્રદાયોમાંથી પહેલાં બ્રાહ્મણ સૌંપ્રદાયને લઈ આગળ ચાલીએ. એમાં આશ્રમવ્યવસ્થા હાવાથી અહી ચર્ચાતી ધર્મદીક્ષા, જેને સન્યાસાશ્રમ કહી શકાય તે, ઢળતી ઉંમરે જ લેવાની પરવાનગી છે. પહેલાં પીસ વર્ષ બ્રહ્મચર્યાશ્રમમાં ય, પછીનાં તેટલાં વર્ષ ગૃહસ્થાશ્રમમાં જાય, લગભગ પચાસ વર્ષે વાનપ્રસ્થ થવાના વખત આવે અને છેક છેલ્લી જિંદગીમાં જ તદ્દન ( પૂર્ણ ) સન્યાસ અથવા તે પરમહંસ પદ લેવાનું વિધાન છે. ચતુરાશ્રમધર્મી બ્રાહ્મણ સપ્રદાયમાં બાલ્યાવસ્થામાં કે જુવાનીમાં સન્યાસ નથી લેવાતે - કોઈ એ નથી લીધે અથવા તેવું વિધાન નથી એવું કાઈ ન સમજે; પણ એ સ્થિતિ એ સ ંપ્રદાયમાં માત્ર અપવાદરૂપ હોઈ સર્વસામાન્ય નથી. સામાન્ય વિધાન તો ઉમરના છેલ્લા ભાગમાં જ પૂર્ણ સંન્યાસનુ છે, ત્યારે અનાશ્રમધર્મ અથવા તે! એકાશ્રમધર્મી ઔદ્ધ અને જૈન સપ્રદાયમાં તેથી ઊલટુ છે. એમાં પૂર્ણસન્યાસ કહે, અથવા બ્રહ્મચય કહા, એ એક જ આશ્રમને આદર્શ છે અને ગૃહસ્થાશ્રમ કે ત્યાર પછીની વચલી સ્થિતિ એ અપવાદરૂપ છે. તેથી બૌદ્ધ અને જૈન સંપ્ર દાયમાં મુખ્ય ભાર સન્યાસ ઉપર આપવામાં આવે છે, અને બ્રાહ્મણ સપ્રદાયમાં એ ભાર પહેલાં તો ગૃહસ્થાશ્રમ ઉપર આપવામાં આવે છે. બ્રહ્મચર્ચ્યાશ્રમ વિશે ચતુરાશ્રમધર્મી અને એકાશ્રમધર્મી સંપ્રદાયા વચ્ચે કશે। ભેદ જ નથી, કારણ કે એ બન્ને ફ્રાંઢાએ બ્રહ્મસ્થ્ય ઉપર એકસરખા ભાર આપે છે; પણ્ અન્નેને મતભેદ ગૃહસ્થાશ્રમમાંથી શરૂ થાય છે. એક કહે છે કે બ્રહ્મચર્યાશ્રમમાં ગુ તેટલી તૈયારી કરવામાં આવે છતાં ગૃહથાશ્રમના
આયાત
Page #3
--------------------------------------------------------------------------
________________
age ]
દર્શન અને ચિંતન
પ્રત્યાધાતામાંથી અને વિવિધ વાસનાઓનાં ભરતીઓટમાંથી પસાર થઈ, ત્યાગની તીવ્ર અભિલાષા આવ્યા બાદ જ સન્યાસાશ્રમમાં જવુ એ સલામતી ભરેલું છે. ખીજો કહે છે કે ગૃહસ્થાશ્રમના જાળામાં સ્યા એટલે નિચે વાઈ જવાના. તેથી બધી શક્તિએ તાજી અને જાગતી હોય ત્યારે જ સંન્યાસ ફળદ્રુપ નીવડે. માટે બ્રહ્મચર્યોશ્રમમાંથી જ સીધા સન્યાસાશ્રમ સ્વીકારવામાં, અથવા તા બ્રહ્મચર્ય અને સંન્યાસ અને આશ્રમનું એકીકરણ કરવામાં જ વનના મુખ્ય આદર્શ આવી જાય છે. આ મતભેદ જમાનાજૂને છે અને એની રસભરી તેમ જ તીખી ચર્ચાએ પણ શાસ્ત્રોમાં મળે છે. આવી સ્થિતિ છતાં એટલું તેા નવું જ જોઈ એ કે બૌદ્ધ અને જૈન સંપ્રદાયની સામાન્ય જનતા ચતુરાશ્રમધર્મનું નામ આપ્યા સિવાય પણ તે ધર્મને જીવનમાં ત પાળે જ છે. એ જ રીતે બ્રાહ્મણુ સંપ્રદાયમાં એકાશ્રમધમતા સ્વીકાર ન હોવા છતાં પણ એ ધર્મોને સ્વીકારનાર વ્યક્તિના દાખલા મળી જ આવે છે.
આટલી તો સન્યાસના પ્રારંભની ઉંમર પરત્વે વાત થઈ. હવે એની પૂર્ણાહુતિ તરફ વળીએ. બ્રાહ્મણસન્યાસ સ્વીકાર્યો પછી તે જીવનપર્યંત ધારણ કરવા જ પડે છે; જીવનના અંત પહેલાં તેનો અંત આવતા નથી. બૌદ્ધ અને જૈન સંન્યાસ નાની ઉંમરમાં પણ સ્વીકારવામાં આવે છે, પણ અને વચ્ચે તફાવત છે, તે તફાવત એ છે કે, બૌદ્ધ વ્યક્તિ સન્યાસ લેતી વખતે વનપતના સન્યાસ લેવા અંધાયેલ નથી. તે અમુક માસના સન્યાસ લે, અને તેમાં રસ પડે તે તેની મુદ્દત વધારતા જાય અને કદાચ આજીવન સન્યાસ પાળવાની પ્રતિજ્ઞા પણ લે. અને જો રસ ન પડે તે સ્વીકારેલી ટૂંકી મુદત પૂર્ણ થતાં જ તે પાછો ઘેર ગૃહસ્થાશ્રમમાં આવે. એટલે કે બૌદ્ધસંન્યાસ એ માનસિક સ્થિતિ ઉપર અવલંબિત છે. સંન્યાસ લેનારને એ ભારત સાષ લાધે તે તેમાં આજીવન રહે અને એ જીવનના નિયમા સામે ઊભવાની શક્તિ ન હોય તે પાછા ઘેર પણુ કરે; જ્યારે જૈનસન્યાસમાં એમ નથી. એમાં તા એકવાર—પછી ભલે પાંચ કે આઠ વર્ષની ઉંમરે અથવા તે એંશી વર્ષની ઉમરે—સંન્યાસ લીધા. એટલે તે મરણની છેલ્લી ક્ષણ સુધી નભાવવા જ પડે. ટૂંકમાં જૈનદીક્ષા એ આવન દીક્ષા છે. એમાંથી પ્રતિજ્ઞા પ્રમાણે તે જીવતાં સુધીમાં છટકી શકાય જ નહિ.
બ્રાહ્મણુ સંપ્રદાયમાં આળ અને તરુણ ઉંમરે પરમહંસનું વિધાન ખાસ ન હાવાથી એમાં સન્યાસ છેાડી પાછા ઘેર ભાગવાના દાખલાઓ વિરલ અને છે; અને જ્યારે એવા દાખલા અને પણ છે ત્યારે એ સંન્યાસ છેડી પાછા કરનારની પ્રતિષ્ઠા એ સમાજમાં ખાસ નથી હાતી. જૈન સમાજમાં
Page #4
--------------------------------------------------------------------------
________________
વિશ્વમાં દીક્ષાનું સ્થાન અને તેને ઉપયામ
[ ૩૦૧
બાલ્ય અને જુવાનીની અવસ્થામાં સુધાં-વળી ખાસ કરી આ જ અવસ્થાઓમાં–સંન્યાસ આપવાનું કાર્ય પ્રશસ્ત મનાવાથી અને એ કામને વધારે ટેકો અપાવાથી, એકંદર રીતે સંન્યાસ છોડી ઘેર પાછા ફરનારા પ્રમાણમાં વધારે મળી આવે છે. જે દીક્ષા છેડી પાછા ફરેલા હોય છે તેઓનું પાછું સમાજમાં માનપૂર્વક રહેવું અને જીવવું લગભગ મુશ્કેલ થઈ જાય છે. ફરી તે વ્યક્તિ દીક્ષા લે તો પણ એક વાર દીક્ષા છોડ્યાનું શરમિંદુ કલંક તેના કપાળે અને ભક્તોની ખાનગી ચર્ચામાં રહી જ જાય છે. સંયમ પાળવાની પિતાની અશક્તિને લીધે અથવા તે બીજા કેઈ પણ કારણસર જે માણસ ઘેર પાછા ફરે, અને જે વૈવાહિક જીવન ગાળવા માગે તેને તો તેમ કરવા માટે દેવની મદદ મેળવવા જેટલી મુશ્કેલી પડે છે. તે ગમે તેટલો નીરોગ અને કમાઉ પણ હોય, છતાં તેને કોઈ કન્યા ન આપે, આપતાં - સંકોચાય. વળી એને ધંધા કરવામાં પણ ખાસ કરીને પ્રતિષ્ઠિત છે અને તેમાં પણ ખાસ કરીને ધામિક જૈનમાં જવું અને રહેવું મુશ્કેલ
જેવું થઈ જાય છે. દક્ષિા છેડી ગૃહસ્થાશ્રમમાં પ્રામાણિકપણે આવવા ઈચ્છનાર માટે રસ્તે કાંટાવાળો હોવાથી આવા લોકોમાં જેઓ અસાધારણ તેજ અને પ્રતિભાવાળા નથી લેતા તેઓ પિતાની વાસનાઓની તુષ્ટિ માટે અનેક આડા રસ્તા લે છે. કોઈ સાધુવેષમાં જ રહી અનેક જાતની ભ્રષ્ટતાએ ચલાવે છે અને માનપાન તેમ જ ભોજન મેળવે જાય છે; કઈ વળી એ વેષ છેડી પિતાના ઈષ્ટ પાત્રને લઈ ગમે ત્યાં ગુપચુપ છટકી જાય છે. કોઈ ખુલી રીતે વિધવાલગ્ન કરે છે અથવા તે બીજી જ રીતે ક્યાંઈક લગ્નગાંઠ બાંધે છે. એકંદર રીતે જોતાં દીક્ષા છોડનારની સમાજમાં પ્રતિષ્ઠા ન હોવાથી એવી વ્યક્તિઓની શક્તિ સમાજના કોઈ પણ કામ માટે ચોગ્ય રીતે નથી ખર્ચાતી. જે તેવી વ્યક્તિઓ બીજા સમાજમાં દાખલ ન થઈ હેય અને ખૂબ શક્તિસંપન્ન હોય તેય સમાજ તેમને બુદ્ધિપૂર્વક ફાયદો ઉઠાવી શકતા નથી. બૌદ્ધ સંપ્રદાયમાં એમ છે જ નહિ. એમાં તે મેટા મોટા રાજાઓ, વૈભવશાળીઓ અને બધા ગૃહસ્થો મેટે ભાગે એક વાર ભિખુ જીવન ગાળીને પણ પાછા દુનિયાદારીમાં પડેલા હોય છે અને તેમનું માનપાન ઊલટું વધેલું હોય છે. તેથી જ તે એ સંપ્રદાયમાં ભિખુપદ છેડી ઘેર આવનાર પિતાના જીવનને માટે અગર તે સમાજને માટે શાપરૂપ નથી નીવડ; ઊલટું તેની બધી જ શક્તિઓ સમાજના કામમાં આવે છે. દીક્ષાત્યાગ પછીની આ સ્થિતિ આજના વિષય પર ખાસ ધ્યાનમાં રખાવી જોઈએ.
Page #5
--------------------------------------------------------------------------
________________
૩૬૨ ]
દર્શન અને ચિંતન
જે વિષય જણને જ “વિશ્વમાં દીક્ષાનું સ્થાન” એ રાખેલ છે, છતાં આજના પ્રસંગ પ્રમાણે તે એની ચર્ચા પરિમિત જ છે. એટલે જૈન ધર્મમાં દીક્ષાનું સ્થાન એ જ આજની ચર્ચાની મુખ્ય નેમ છે. જેનદીક્ષાને મુખ્ય ઉદ્દેશ અથવા તે એની અનિવાર્ય શરત એક જ છે અને તે જીવનશુહિની. જીવન શુદ્ધ કરવું એટલે જીવન શું છે, તેને સમાજ અને વિશ્વ સાથે શું સંબંધ છે તે વિચારવું, અને એ વિચાર કર્યા પછી જે જે વાસનાઓ, અને મળે તેમ જ સંકુચિતતા પિતાને જણાઈ હોય તે બધાને જીવનમાંથી કાઢી નાખવી અથવા તે એ કાઢી નાખવાનો પ્રયત્ન સેવા. જૈનદીક્ષા લેનાર સમાજ, લાક કે દેશના કોઈ પણ કામને કાં ન કરે? વ્યાવહારિક કે પારમાર્થિક મનાતા કોઈ પણ કામને કાં ન કરે ? છતાં એટલી એની શરત અનિવાર્ય રીતે રહેલી જ છે કે તેણે વનરાદિનું જ મુખ્ય લક્ષ રાખવું અને જીવનશુદ્ધિને હાથમાં રાખીને જ પ્રવૃત્તિ કરવી. દીક્ષાનો વિચાર કરતી. વખતે જે એના આ મૂળ ઉદ્દેશને ધ્યાનમાં રાખીએ તો આગળની ચર્ચામાં બહુ જ સરળતા થશે.
જ એક જમાને એવો હતો કે જ્યારે જાતિ પરત્વે જેમાં દીક્ષાની તકરાર હતા, અને તે તકરાર કાંઈ જેવીતેવી નહિ પણ ભારેમાં ભારે હતી. એના બન્ને પક્ષકારે સામસામા મહાભારતના કૌરવ-પાંવ સૈનિકેની પેઠે ભૂતબદ્ધ ગોઠવાયા હતા. એની પાછળ સેંકડો પંડિતે અને ત્યાગી વિદ્વાન રેકાતા, શક્તિ ખર્ચતા અને પિતાના પક્ષની સત્યતા સ્થાપવા ખાતર રાજસભામાં જતા અને રાજ્યાશ્રમ તેમ જ તે બીજે આશ્રય, બીજી કોઈ રીતે નહિ તે, છેવટે મંત્ર, યંત્ર, તંત્ર, વશીકરણ, જ્યોતિષ અને વૈદકની બ્રમણ દ્વારા પણ, મેળવતા. વળી સ્ત્રી દીક્ષા ન જ લઈ શકે અને એ પુરુષની પેઠે જ સંપૂર્ણ પણે લઈ શકે એટલે જ દીક્ષાપરત્વે આ ઝઘડે ન હતું, પણ બીજા અનેક ઝવલ હતા. દીડિત વ્યકિત મોરપીંછ રાખે, ગૃહ રાખે, બલા પીંછ રાખે કે ઉનનું તેવું કાંઈ સાધન રાખે; વળી દીતિ વ્યક્તિ કપડાં ન પહેરે અગર પહેરે, અને પહેરે તે ધોળાં પહેરે કે પીળાં, વળી એ કપડાં કદી વે જ નહિ કે વે પણ ખર; વળી એ કપડાં કેટલાં અને કેવડાં રાખે-આ વિશે, પણ મતભેદો હતા, તકરારે હતી, પક્ષાપક્ષી હતી અને વિદ્વાને પિતાપિતાને પક્ષ સ્થાપવા શાસ્ત્રાર્થો કરતા અને ગ્રંથ લખતા. ત્યારે છાપાંતિ ન હતાં, પણ તાડપત્ર અને કાગળ ઉપર લખાતું ખૂબ. ફક્ત એ તકરારનાં શાસ્ત્રો. જુદાં તારવીએ તે એક મોટો ઢગલે થાય. આજે કોલેજોમાં અને ખાનગી, વિદ્યાલયોમાં એ ગ્રંથ શીખવવામાં આવે છે, પણ એ શીખનારને એમાં
Page #6
--------------------------------------------------------------------------
________________
વિશ્વમાં દીક્ષાનું સ્થાન અને તેને ઉપયોગ
[ ૩૬૩ ભૂતકાળનાં ત અને દલીલનાં મડદાં ચરવામાં વિશેષ રસ નથી આવતો.. તેઓ જે તરસિક અને ભાષાલાલિત્યના રસિક હોય તે પિતાના વડવાઓની પ્રશંસા કરી ફુલાઈ જાય છે, અને જો ઈતિહાસઉસિક હેય તે ભૂતકાળના પિતાના પૂર્વજોએ આવી આવી ક્ષક બાબતમાં ખર્ચેલ અસાધારણ બુદ્ધિ અને કીમતી જીવનનું સ્મરણું કરી ભૂતકાળની પામરતા ઉપર માત્ર હસે છે,
પણ થા ઉપર ચડેલા અને સંસ્કૃત-પ્રાકૃત ભાષાને વેશ પહેરેલા. તેમ જ શાસ્ત્રનું સુંદર નામ ધારણું કરેલા આ ક્ષક કલહને નિસાર જોનાર આજને તરુણવર્ગ અથવા તે કેટલેક બૂઢ વર્ગ વળી દીક્ષાની એક બીજી મહનીમાં પડ્યો છે. એ મેહની એટલે ઉંમરની અને સંમતિપૂર્વક દીક્ષા લેવા ન લેવાની. અત્યારનાં છાપાંઓને અને તેના વાંચનારાઓને ભૂતકાળના દીલાપરત્વે સ્ત્રીને અધિકાર હેવા ન હોવાના અમુક ચિહ્ન રાખવા - રાખવાના જૂના ઝઘડાઓ નિરસ લાગે છે ખરા. પણ એમની પરાપૂર્વથી ઝઘડા માટે ટેવાયેલી ધૂળ વૃત્તિ પાછી નો ઝઘડે ભાગી જ લે છે. તેથી જ તે આ ઉંમરે પરત્વેને અને સંમતિ પરત્વેને મઝેદાર ઝઘડે ઊભે થે છે અને તે વિકસે જ જાય છે, માત્ર છાપાંઓમાં આ વડે મર્યાદિત ન રહેતાં રાજદરબારે સુધ્ધાં પહોંચ્યા છે. જૂના વખતમાં રાજદરબાર માત્ર બને પક્ષોને ચર્ચા કરવાનું સ્થાન હતું, અને હારજીતને નિકાલ વાદીની કુશળતા ઉપરથી આવી જતે; પણ આજના રાજદરબાર જુદો છે. એમાં તમે ચડે. એટલે બન્ને પક્ષકારાની બુદ્ધિની વાત જ નથી રહેતી. પક્ષની સત્યતા અથવા પક્ષકાર વાદીની બુદ્ધિમત્તા પૈસાની કોથળી આડે બાઈ જાય છે. એટલે જે વધારે નાણું ખર્ચે તે છત ખરીદી શકે. રાજતંત્રને આ વ્યક્તિ સ્વતંત્રતા વિષયક ગુણ ભલે બુદ્ધિમાન અને રાજ્યકર્તાઓ માટે લાભદાયક છે, પણ જૈન સમાજ જેવા બુહુ અને ગુલામ સમાજ માટે તે એ ગુણ નાશકારક જ નીવડતો જાય છે.
અત્યારે બે પક્ષો છે. બન્ને દક્ષામાં તો માને જ છે. દીક્ષાનું સ્વરૂપ અને દીક્ષાના નિયમ વિશે બનેમાં કઈ ખાસ મતભેદ નથી. બંનેનો મતભેદ . દીક્ષાની શરૂઆત પરત્વે છે. એક કહે છે કે ભલેને આઠ કે નવ વર્ષનું બાળક હેય તે પણ જીવનપર્યંતની જૈન દીક્ષા લઈ શકે. અને એવાં બાળકે. ઉમેદવાર મળી આવે તે ગમે તે રીતે તેઓને દીક્ષા આપવી એ યોગ્ય છે. તેમ જ તે કહે છે કે સેળ કે અઢાર વર્ષે પહોંચેલે તરુણ કોઈની પરવાનગી લીધા સિવાય, માબાપ કે પતિ પત્નીને પૂછ્યા સિવાય, તેમની હા સિવાય પણ.
Page #7
--------------------------------------------------------------------------
________________
3}s ]
દર્શોન અને ચિંતન
દીક્ષા લઈ શકે અને તેવા તરુણે મળી આવે. તે દીક્ષા આપવી જ જોઈ એ. ઘણીવાર તા આ પક્ષ ખાળ ઉમેદવારા ન હોય તા તેવા ઉમેદવારને કૃત્રિમ રીતે ઊભા કરી તેમને શિરે ધમમુકુટ પહેરાવવાનો પ્રયત્ન કરે છે. ખીજે પક્ષ કહે છે કે બાળકને તો દીક્ષા ન જ આપવી જોઈ એ, અને તરુણને દીક્ષા આપવી હોય તે! એના વાલી–વારસદાર અને ખાસ લાગતા વળગતા તેમ જ સ્થાનિક સધી પરવાનગી સિવાય તે આપવી ચે!ગ્ય નથી. બન્ને પક્ષકારાની પોતપેાતાની ફ્લીલે છે, અને ધણીવાર એ માહક પણ કેટલાકને લાગે છે. પહેલા પદ્મ, ખાળ અને તરુણુવયમાં દીક્ષિત થઈ સમાજમાં પ્રતિષ્ટિત થઈ ગયેલ, અને કાંઈક સારું કામ કરી નામના કાઢી ગયેલ હેાય એવી કેટલીક જૂની સાધુ–વ્યક્તિઓનાં નામેા પોતાના પક્ષની પુષ્ટિમાં ટોકે છે. બીજો પક્ષ કાચી ઉંમરે અથવા અસંમતિથી અપાયેલ દીક્ષાનાં માઠાં પરિણામે પેાતાના પક્ષની પુષ્ટિમાં ટાંક છે, અને તદ્દન ભ્રષ્ટ થયેલ કે શિથિલ થયેલ વ્યક્તિઓનાં નામા પણ કાઈક વાર સૂચવે છે. પણ એ બન્નેમાંથી એકે પક્ષ જોઈ એ તેવી સાચી અને પૂરી યાદી તૈયાર કરી સકે સામે નથી મૂકતે. બન્ને પક્ષકા ભલે પોતપાતાના પક્ષની પુષ્ટિ થાય એટલું જ આગળધરે હતાં, જો એ અન્ને સાચા અને ધૈયશાળી હાય તા વસ્તુસ્થિતિ તે તેમણે જાણવી જ અને રજુ કરવી જ જોઇ એ. વસ્તુસ્થિતિ આ પ્રમાણે જાણી અને રજૂ કરી શકાય ઃ એક યાદી દરેક સાધુએ રાખવી જોઈ એ, જેમાં તેમની પાસે દીક્ષા લેનારની ઉંમર, નામહામ અને દીક્ષા લેવાની તારીખ વગેરે બધુ નોંધાય, અને બીજી તરક્ પેાતાની પાસે દીક્ષા લેનારમાંથી કોઈ છટકી જાય તો તે પણ પ્રામાણિકપણે કારપૂર્વક નોંધવામાં આવે, બધા જ સાધુઓ પોતાની આવી યાદી એક આણુ દજી કલ્યાણુજી જેવી પેઢીને અથવા એક પત્રમાં મોકલી આપે. આ યાદીએ ઉપરથી દર વર્ષે, દર પાંચ વર્ષે અને દર દશ વર્ષે એક પરિણામ તારવી શકાશે કે એક દરદીક્ષા લેનાર કેટલા અને છેડનાર કેટલા. વળી લેનાર-છોડનારનું પરિમાણ ઉંમર પરત્વે કેટલું, તેમ જ લેવાનાં અને છેડવાનાં, ખાસ કરીને છોડવાનાં કારણાની સરખામણી. આ યાદીમાંની દર સા વ્યક્તિમાંથી સારી પાંચ જ વ્યક્તિઓ લઈ ભલે ખાળદીક્ષાના પક્ષપાતી પેાતાના પક્ષની પુષ્ટિ કરે, અને એ યાદીમાંથી પતિત કે શિથિલ એ શા વ્યક્તિને લઈ ભલે બીજા પક્ષના અનુગામીઓ પોતાના પક્ષની પુષ્ટિ કરે; તેમ છતાં અન્ને પક્ષો એક દર રીતે દીક્ષાના અને તેનાં શુભ પરિણામના સરખી રીતે હિમાયતી હાવાથી તેઓને દીક્ષા છેડવાનાં કારણા પરત્વે ખાસું જાણવાનું મળરો, અને ઉંમર તેમ જ વડીલેાની સંમતિ પરત્વેની નકારનું મૂળ અસલમાં કથાં છે તે તે પ્રામાણિકપણે જાણી શકશે.
Page #8
--------------------------------------------------------------------------
________________
વિશ્વમાં દીક્ષાનું સ્થાન અને તેના ઉપયોગ
[ ૩૬૫
ભલે બન્ને પક્ષે ચાલુ રહે, છતાં તે એકસરખી રીતે જે સાધુજીવનમાં પવિત્રતા જોવા ઇંતેજાર છે તે પવિત્રતા લાવવા માટે તેને આ યાદીમાં નોંધાયેલાં દીક્ષા છેડવાનાં કારણો ઉપરથી ધણું જ અગત્યનું જાણવાનું મળશે અને કરવાનું સૂઝશે, ખાળ અને અસંમત દીક્ષાના પક્ષપાતીએ કાંઈ કાઈ દીક્ષા છેડી જાય અથવા વડી જાય એમ તે છતા જ નથી. એટલે તેને માટે તે આવી યાદી સાચી રીતે ન કરવી એ તેમના પક્ષની હાર જેવું, અથવા તેમના પક્ષ માટે લાચ્છેદ કરનાર છે. ખીજા વિધી પક્ષે પણ છેવટે આ તકરારમાં ન ઊતરતાં અમુક વર્ષોની દીક્ષા લેનાર અને છેડનારની વિગતવાર તેમ જ પ્રામાણિક યાદી તૈયાર કરવી જોઈએ. એ યાદી નામેાની સંખ્યામાં ભલે અધૂરી હા, પણ હકીકતમાં જરાય ખોટી ન હેવી જોઈએ. કદાચ આ યાદી એમના પક્ષની પુષ્ટિમાં ઉપકારક ન પણ થાય, છતાં બાળદીક્ષાના પક્ષપાતીઓ માટે તે તે યાદી ભારે જ ઉપકારક નીવડશે, અને તે આખરે બાળ તેમ જ અસૌંમત દીક્ષાના વિરોધનું મૂળ સમ∞ કાંઈ અને કાંઈ વિચારણા કરશેજ. વળી, કદાચ તેઓ આ યાદીને હે અકે તેપણ લોકમત તેમને એના વિચાર કરવાની ફરજ પાડશે. એટલે એક પક્ષ એયાર સારી નીવડેલ વ્યક્તિનાં નામે આગળ મૂકીને ખાળ અને અસમત દીક્ષાનું જે સમન કરે છે, અને ખીજો પક્ષ જે તેની ગોળગોળ અને વિગત વિનાની ખામી ગાઈ તેનો વિરોધ કરે છે, તેને બદલે બન્નેનું લબિંદુ મૂળ કારણો તરફ જશે, અને એકંદર રીતે કાંઇક સાચી જ સુધારણા થશે.
દીક્ષા દેવા ન દેવાના મતભેદ પરત્વે જરા ઊંડા ન ઊતરીએ તે ચર્ચાને અન્યાય થવા સંભવ છે. દીક્ષા દેવાની તરફેણનો વગ ગમે તેમ કરી, ગમે તે સ્થિતિમાં દીક્ષા આપી દેવાની હિમાયત કરતી વખતે ભગવાન મહાવીરે બાળકાને જે દીક્ષા આપી હતી, તેમ જ ત્યાર પછીના વ, ચંદ્ર અને યશોવિજયજી જેવાઓએ ખાળદીક્ષાને પરિણામે જે મહાનુભાવતા મેળવી હતી, તેના સાચા અને મનોરજક દાખલા ટાંકે છે, વળી બીજો સામેના પક્ષ તેવા દાખલાઓ સ્વીકાર્યા છતાં, દીક્ષાની જરૂરિયાત અને મહત્તા માન્યા છતાં, અત્યારે દીક્ષા ન આપવાની જોસભેર હિમાયત કરે છે. તો પછી આપણને વ્હેવાનુ પ્રાપ્ત થાય છે કે આ વિવાદને મૂળ મુદ્દો તે ો છે જ્યારે સહેજ કરીએ છીએ ત્યારે એ વિવાદના મૂળ મુદ્દો નથી રહેતા. તે મુદ્દો એ છે કે ભગવાનના આજે મુકાય છે ખરા, પણ એ બાળદીક્ષા આપતી તે વાતાવરણ આજે છે કે નહિ, અને
આજની સ્થિતિનો અભ્યાસ આપણી નજરે આવ્યા વિના સમયના આળદીક્ષાના દાખલા જે વાતાવરણમાં અમોધ ફળ
Page #9
--------------------------------------------------------------------------
________________
૩૬ ]
દર્શન અને ચિંતન
નથી તે! લાવવાના પ્રયત્ન થાય છે કે નહિ. એની વાત બાળદીક્ષાના હિમાયતી કરતા જ નથી. ભગવાન બાળકને, તરુણાને, કન્યાઓને, તરુણીઓને, નવવિવાહિત દંપતીઓને દીક્ષા આપતા. નિસ્કોચ આપતા; પણ જેમ તેઓ આવી દીક્ષા આપતા તેમ તેએ પાતાની જ્વાબદારી વધારે સમજતા, એટલે તેમની પાસે અને તેમની આજુબાજુ ચોમેર માત્ર તપનું જ વાતાવરણ રહેતું. એ વાતાવરણમાં માત્ર દેહદમન નહિ, પણ સૂક્ષ્મ ચિતનો ચાલતાં, અલૌકિક ધ્યાના ધરાતાં. રાતદિવસના આઠ પહારમાંથી એક પહેાર બાદ કરી, બાકીના સાતે પહેારના સાધુચર્યાના કાર્યક્રમ વિચારણા, ધ્યાન અને મનાનિગ્રહી તપમાં ૮ આઠવાયેલા રહેતા. એ વાતાવરણ એટલું બધુ સાત્ત્વિકતામાં ઊડુ, જિજ્ઞા સામાં વિશાળ અને તપમાં ગંભીર રહેતું કે તેમાં ભાર (આસુરી વૃત્તિ)ને પેસતાં ભારે મુશ્કેલી પડતી. ક્ષુદ્ર બાબતોની તકરારા, કશું નવું જાણવાની બેદરકારી, અને પુરુષાર્થ ન કરવાની આત્મહત્યા, તેમ જ બીક અને પામરતાની છાયા, જે આજે યાગીજ્જનના વાતાવરણમાં છે, તે જો તે વખતે હેતુ તે! તે વખતે પણ એવી દીક્ષાને વિશધ જરૂર થાત, અથવા તે વખતે પણ આજની પેઠે દીક્ષાએ વગેવાત અને નિષ્ફળ જાત. દીક્ષાના પક્ષપાતીઓની મુખ્ય તેમ ગમે ત્યાંથી ગમે તેને પકડી કે મેળવીને દીક્ષા આપી દેવાની હોય, તે કરતાં પહેલી અને મુખ્ય ક્રૂરજ તે ભગવાનના એ સમયનું વાતાવરણ લાવવાની છે. તે દીક્ષાના પક્ષપાતીઓ એ તમય વાતાવરણ લાવવા લેશ પણ મથતા ન હોય, અથવા ત્યાર પછીના જમાનાનું પણ કાંઈક સાત્ત્વિક અભ્યાસમય અને ફબ્યુશીલ વાતાવષ્ણુ અત્યારે ઊભું કરવા મથતા ન હોય, અને નાત્ર દીક્ષા આપવાની પાછળ જ ગાંડા થઈ જાય તે સમજવુ જોઈ એ ક તેઓ યાતે જ દીક્ષા આપ્યા છતાં દીક્ષાનો પાસે ચમચાવી રહ્યો છે, અને પોતાના પક્ષ ઉપર મૂળમાંથી જ કુઠારાધાત કરી રહ્યા છે.. જો તે પાતાની આજુબાજુના વાતાવરણ તરફ અને પોતે જે વાતાવરણમાં રહે છે અને ઊછરે છે તે તરફ સહેજ પણ આંખ ઉઘાડીને જોશે તો તેમને જણાયા વિના નહિ રહે કે અત્યારે દીક્ષા લેનારાઓ ગુજારે કાં ન આવે, પણ તેમને દીક્ષા આપવામાં ભારે જોખમદારી છે. ખાસ ફરીને આળ, તરુણા અને યુવક પતીને દીક્ષા આપવામાં તા ભારે તેખમ છે જ. એક જ વસ્તુ જે એક વાતાવરણમાં સહેલી અને છે તે જ ખીજા અને વિરોધ વાતાવરણમાં અસાધ્ય અને મુશ્કેલ થાય છે.
આપણે જાણીએ છીએ કે આજે કન્યા અને કુમારને સાથે શિક્ષણ આપવાના કાયડા કૈટલે મુશ્કેલ છે. આ મુશ્કેલીનું કારણ શું છે
Page #10
--------------------------------------------------------------------------
________________
વિશ્વમાં દીક્ષાનું સ્થાન અને તેના ઉપયોગ
[ ૩૧૭
શિક્ષકા, શિક્ષણસ્થાના અતે શિક્ષણના વિષયે એ જ એ ગૂચનું કારણ છે. જો શિક્ષકા સાચા ઋષિ હાય. શિક્ષકના વિષયો વનસ્પી ડ્રાય અને તેનાં સ્થાને પણ માહુક ન હોય તા સહશિક્ષણના કઠણ દેખાતા કાયડા જાના આશ્રમેાના જમાનાની પેઠે આજે પણ સહેલા લાગે, ' એ જ ન્યાયે એક વાતારણમાં જે દીક્ષા સહેલાઈથી સફળ થઈ શકતી તે જ દીક્ષા આજના તદ્દન વિધી વાતાવરણમાં, ભારે પ્રયત્ન હતાં, સફળ અનાવવી લગભગ અશકય થઈ ગઈ છે. મનુષ્યનું શરીર, તેનું મન અને એના વિચાર એ બધુ વાતાવરણનું સ્થૂળ અને સૂક્ષ્મ રૂપ જ છે. આજના ત્યાગીઓના વાતાવરણમાં જઈ આપણે જોઈએ તે આપણને જોવા શું મળે ? ફક્ત એક વાર અને તે પણ ત્રીજે પહેારે આહાર લેવાને બદલે, આજે સૂર્યના ઉદ્યથી અત સુધીમાં રસને દ્રિયને કટાળેા આવે એટલીવાર અને એવી વાની લેવાતી જોવાય છે. જાણે કેમે કરી વખત જતા જ ન હોય તેમ વિસે કલાકાના કલાકો સુધી નિહાદેવી સત્કારાતી જોવાય છે. અમુકે તે કયુ અને અમુકે પેલું કર્યું, મેં આ કયુ અને પેલું કર્યું", અમુક આવા છે અને પેલા તેવા છે.એ જ આજન મુખ્ય સ્વાધ્યાય છે. બાર અગનું સ્થાન અગિયારે લીધું અને અગિયારનું સ્થાન આજના વાતાવરણમાં છાપાંઓએ-ખાસ કરી ખંડનમંડનનાં અને એકબીજાને ઉતારી પાડનારાં છાપાંઓએ—લીધેલું છે. પોસ્ટ, પાર્સલ અને બીજી તેવી જરૂરિયાતની ચીજોના ઢગલાઓ તળે મુર્ખા, સમય અને ત્યાગ એવાં ક્ખાઈ ગયેલાં દેખાય છે કે તે માથું જ ઊંચકી શકતાં નથી. જિજ્ઞાસાનું વહેણ એકબીજાના વિરોધી વગના દોષોની શોધમાં વહે છે. જગતમાં શું નવું અને છે, શું તેમાંથી આપણે મેળવવા જેવું છે, કયાં બળો આપણે ફેંકી દેવા જેવાં છે, અને કયાં બળો પચાવ્યા સિવાય આજે ત્યાગને ફ્લુ કાણુ છે, આપણે કાંથી કયાં આવ્યા છીએ, અને કયાં બેસીને શું કરી રહ્યા છીએ, આજના મહાન પુરુષો અને સતા કાણુ છે, તેમની મહત્તા અને સતપણાનાં શાં કારણો છે, આજે જે મહાન વિદ્વાનો અને વિચાર ગણાય છે અને જેતે આપણે પોતે પણ તેવા માનીએ છીએ તે શા કારણે એ બધું જેવા જાણવાની અને વિચારવાની દિશા ! આજના ત્યાગી વાતાવરણમાં લગભગ "ધ થઈ ગયા જેવી છે. આજના કાઈ સાધુ દુનિયામાં સૌથી મહાન ગણાતા અને હજારા માઈલથી જેને જોવા, જેની સાથે વાતચીત કરવા, હજારો માણસા, લાખો રૂપિયા ખર્ચે કરી આવે છે એવા સાબરમતીના સત પાસે જઈ શકે એવુ વાતાવરણ છે ખરું? મળવાની, ચર્ચા કરવાની અને કાંઈક મેળવવાની અથવા આપવાની વૃત્તિવાળો આજને કાઈ સાધુ ગાંધીજી, નહેરુ કે પટેલના
Page #11
--------------------------------------------------------------------------
________________
૩૬૮ ]
દર્શન અને ચિંતન તંબૂમાં જવાની હિંમત કરે એવું વાતાવરણ છે ખરું ? ઊંચામાં ઊંચા ગણાતા પ્રોફેસરેને ત્યાં ઈચ્છા છતાં શીખવા માટે આજનો કોઈ આચાર્ય કે પંન્યાસ જઈ શકશે ખરે? જીવનની સાધનામાં પુષ્કળ ઊંડાણ કેળવેલ શ્રી અરવિંદ સાથે પિતાની જ ચર્ચામાં રહી બે દિવસ ગાળવા ઈચ્છનાર જૈન સાધુ પાછો આજના જૈન વાતાવરણમાં નિર્ભય રહી શકશે ખરે ? ઘરૂને પીઠે, વિલાસનાં ભાવમાં અને મૂખમીના બજારમાં જવાને આજનું વાતાવરણ જેટલા પ્રમાણમાં સાધુઓને શકે છે તેટલા જખરેખર તેટલા જ પ્રમાણમાં–આજનું વાતાવરણ જૈન સાધુઓને છૂટથી જગતનાં ખુલ્લાં વિદ્યાલયોમાં અભ્યાસ કરવા જતાં, જગતના મહાન પુરુષો સાથે મળવાહળવા અને ખાસ કરી તેમને સહવાસ કરવા જતાં અને પિતાના ઇષ્ટ વિષયમાં અસાધારણ વિદ્વત્તા ધરાવનાર પ્રેફેસરના પાસમાં બેસી તેમને ઘેર શીખવા જતાં રોકે છે, એ વાત જેનાથી ભાગ્યે જ અજાણી છે. " કેવળ હકીકત રજુ કરવા ખાતર માત્ર મધ્યસ્થ દૃષ્ટિથી ( લંબાણ અને નિન્દાને જે કોઈ આક્ષેપ કરે તે તેની પરવા ન કરીને પણ) થોડાક અનુભવો ટાંકું એવા અનુભવ બીજાને પણ હશે જ. ‘યંગઈડિયા’ વાંચવાની તે યતા ન હોવાથી તેની વાત જતી કરીએ, પણું ‘નવજીવન’ને લે. જે નવજીવનને વાંચવા હજારે માણસ તલસે અને જેનો વિષય જાણવા મોટામોટા ધાર્મિક અને વિદ્વાને પણ ઉત્સુક રહે તે નવજીવનને અડતાં અને પિતાના મંડળમાં લાવતાં ધાણ આચાર્યો અને સામાન્ય સાધુઓ ડરે છે. કોઈ ઉતાવળિયા સાધુએ નવજીવન હાથમાં લીધું હોય તે એને જોઈ એની પાસેના બીજા લાલચોળ થઈ જાય છે. એક વિદ્વાન ગણાતા સાધુના શિષ્ય મને કહ્યું કે મને વાંચવાની તે ખૂબ જ ઈચ્છા થાય છે, પણ ઇષ્ટ માસિક અને બીજે પત્રો મંગાવું તે મારા ગુરુ બહુ જ નારાજ થઈ જાય છે. એક પ્રસિદ્ધ આચાર્યે એક વાર મને કહ્યું કે ગાંધીજીને મળવું કેમ શક્ય બને ? મેં કહ્યું ચાલે અત્યારે જ. તેમણે નન્ન છતાં ભીરુ ધ્વનિથી કહ્યું કે અલબત્ત, તેમની પાસે જવામાં તે અડચણ નથી, મને અંગત વધે જ નથી, પણ લેકે શું ધારે ? એક બીજા જાણતા આચાર્યને તેવી જ ઈચ્છા થઈ ત્યારે આડકતરી રીતે ગાંધીજીને પિતાની પાસે આણવા ગોઠવણ કરી. બીજા કેટલાય સાધુઓ પ્રામાણિકપણે એમ જ માને છે કે હા, એ સારા માણસ છે, પણ કાંઈ સાચા ત્યાગી ન સાધુ જેવા કહેવાય ? સેંકડે સાધુઓ અને સાધ્વીએ અમદાવાદ અને મુંબઈમાં રહે છે. ગાંધીજી પણ ત્યાં નજીકમાં હોય છે, છતાં જાણે યાગી લેવો એ કઈ એવો ગુને છે કે પછી તેઓ ગાંધીજી કે બીજા
Page #12
--------------------------------------------------------------------------
________________
વિશ્વમાં દીક્ષાનું સ્થાન અને તેના ઉપયોગ
[ ૩૬
તેવા પુરુષની પાસે અથવા તેની સભામાં જઈ ને કશે જ સાત્ત્વિક કાળા પશુ લઈ કે આપી ન શકે? જે ત્યાગીએ ધર્મસ્થાનરૂપ મનાતા પોતાના ઉપાશ્રયેટમાં મુકદ્દમાની પેરવી કરે, સંસારીને પણ શરમાવે એવી ખટપટેશમાં વખત ગાળે, તદ્દન નિવૃત્તિ અને ત્યાગને ઉપદેશ ઈ પાછા પાટથી નીચે ઊતરી પોતે જ કથાકૂથલીમાં પડી જાય, તે ત્યાગીઓના ચરણમાં એસનાર પેલા બાળદીક્ષિતા જાગેઅજાણે એ વાતાવરણમાંથી શું શીખે એને કાઈ વિચાર કરે છે ખરું? તેમની સામે શબ્દગત આદર્શ ગમે તે હા, પણ દૃશ્ય અને જાગતા આદશ અત્યારે હાય છે એ કાઈ જુએ છે ખરું ? જેને પોતે વિદ્વાન માનતા હોય એવા આચાય કે સાધુ પાસે તેમનાથી જુદા ગચ્છના આચાય કે સાધુ ઇચ્છા છતાં ભણવા જઈ શકે એટલી ઉદારતા આજના વાતાવરણમાં છે ખરી ? પોતાની વાત બાજુએ મૂકેા તાય પેાતાના શિષ્યા સુધ્ધાંને ખીન જુદા ગુચ્છ કે સબાડાના વિદ્વાન સાધુ પાસે શીખવા મેકલે એવું આજે વાતાવરણ છે ખરું? સાધુની વાત જવા દે, પણ એક સાધુના રાખેલ પડિંત પાસે બીજા સાધુના શિષ્ય છૂટથી ભણવા જઈ શકે છે ખરા ? એક મહાન મનાતા સુરિના તાર્કિક પડિતે સાંજને વખતે પુરાતત્ત્વમ ંદિરમાં આવીને કહ્યું હતું કે ઘણા દિવસ થયાં આવવાની ઈચ્છા તો હતી, પણ જરા મહારાજળનો ભય હતો. એ જ સૂરીશ્વરના બીજા સાહિત્યશાસ્ત્રી પતિ મારા મિત્રને મળ્યા પછી કહ્યું કે હું તમારી પાસે આવ્યો છું એ વાત મહારાષ્ટ્ર જાણવા ન પામે.' હું કબૂલું છું કે આ મારું વન સને એકસરખુ` લાગુ નથી પડતું, પણ આ ઉપરથી હું એટલું જ કહેવા માગું છું' કે આજનું આપણું ત્યાગી-વાતાવરણ કેટલું સંકુચિત, કેટલું બીકણ અને કેટલું જિજ્ઞાસાશૂન્ય જેવું થઈ ગયું છે.
એક બાજુ ભગવાન મહાવીરના સમયનું તમય વાતાવરણ નથી, અને ખીજી બાજુ આજે દુનિયામાં તથા આપણા જ દેશમાં બીજી જગ્યાએ મળી શકે છે તેવું ઉચ્ચ વાતાવરણ પણ આપણા દીક્ષિતા સામે નથી. એવી સ્થિતિમાં ગમે તેટલી મહેનત કર્યાં છતાં પણુ ખાળ અને તરુણુદીક્ષા જ નહિ પણ આધેડ અને વ્રુદીક્ષા સુધ્ધાં ઇષ્ટ ફળ કેવી રીતે આપી શકે એને વિચાર કાઇ કરે છે ખરું? હું ધારું છું કે તે આજના વાતાવરણ અને પૂર્વકાલીન વાતાવરણને સરખાવી દીક્ષા આપવા ન આપવાને વિચાર કરવામાં આવે ! ઝઘડા રહે નહિ. કાં તો દીક્ષાપક્ષપાતીઓને પેાતાનું સંકુચિત વાતાવરણ વિશાળ કરવાની ફરજ પડે અને કાં તે દીક્ષાનો
૨૪
Page #13
--------------------------------------------------------------------------
________________
૩૬૦ ]
દર્શન અને ચિંતન
આગ્રહ જ હોડવા પડે. જે માતાએ સિક ંદર, નેપોલિયન, પ્રતાપ કે શિવાજી જેવા પરાક્રમી જગતને આપવા હોય તે માતાએ સંયમ કેળવે જ છૂટકો છે, અથવા એવી ભેટ ધરવાની મહત્ત્વાકાંક્ષા છેાડે જ ટકે છે. આપણા ગુરુવ બાળદીક્ષા ભારત જો સમાજ, રાષ્ટ્ર કે જગતને કાંઈ અને કાંઈ આપવા જ માગતા હાય તે તેણે પાતાના જીવનમાં અસાધારણ ત્યાગ, વિશાળ જ્ઞાન અને ચિત્તની વ્યાપક ઉદારતા કેળવે જ છૂટા છે; અને તે માટે તેમને આજનું વાતાવરણ બદછ્યા વિના ચાલી શકે તેમ જ નથી. એટલે ઝઘડે દીક્ષા આપવા ન આપવાને નથી, પણ અત્યારના ક્ષુદ્ર વાતાવરણને અલવા ન ખાવાના છે. મેઢેથી એમ તે કહેવાય જ નિહ કે અમારી પરિસ્થિતિ અને અમારું વાતાવરણ કેટલું ક્ષુલ્લક છે ( જોકે સહુ મનમાં તે જાણે જ છે), એટલે બહારથી દીક્ષા આપવાની વાત થાય છે,
.
વિશ્વમાં દીક્ષાનું સ્થાન શું છે એ પ્રશ્નના ઉત્તર વાતાવરણમાં છે. જો ત્યાગીઓને રહેવા, વિચારવા, શીખવા, કામ કરવા અને આખી દિનચર્યા ગાઠવવાનું વાતાવરણ ઉદાત્ત હોય તો વીસ વર્ષના, દશ વર્ષના અને પાંચ વર્ષના સુધ્ધાંને દીક્ષામાં સ્થાન છે; અને જો વાતાવરણ એદી તથા ખીકણુ હાય તા તેમાં સાઠ કે એંશી વર્ષના મુદ્દો દીક્ષા લઈ ને કાંઈ ઉકાળવાના નથી, એ વાત ત્યાગીઓની સફળતા-નિષ્ફળતાના ઇતિહાસ આપણને જણાવે છે. જગત આખામાં, અને ખાસ કરી આપણા દેશમાં અને સમાજમાં, તે ત્યાગીની ભારે જરૂર છે. સેવા માટે ઝંખનાર આપદ્મત લોકો અને પ્રાણીઓનો પાર નથી. સેવા ોધ્યા જડતા નથી. ત્યારે પછી દીક્ષાના વિધ કેવી રીતે હોઈ શકે ? વિધ તે દીક્ષા લેનારમાં જ્યારે સેવકપણું મટી સેવા લેવાપણું વધી જાય છે ત્યારે જ ઊભે . થાય છે. એટલે દીક્ષાના પક્ષપાતીએ જો પોતાના વિરોધીઓનું મોઢું પ્રામાણિકપૂણે અને હ ંમેશને માટે બંધ જ કરવા માગતા હાય, અને પેાતાના પક્ષને ખરીદેલા નહિ પણ સાચે જ વિજય માગતા હોય તેા, તેમની જ એ છે કે તેઓ દીક્ષાને સેવાનું સાધન બનાવે. કાઈ એમ ન કહે અને ન સમજે કે સેવા સાથે દીક્ષાના શો સંબંધ? જો દીક્ષાને મૂળ ઉદ્દેશ શુદ્ધિજીવનમાં હરશે અને તે માટેના સતત પ્રયત્ન હશે તે દીક્ષાને સેવા સાથે કરશે વિરોધ જ નથી; અને જો એ મૂળ ઉદ્દેશ વનમાં નહિ હાય, અથવા તે માટેની તાલાવેલી પણ નહિ હાય તા તેવી દીક્ષા જેમ ખીજાની સેવા નહિ સાધે, તેમ દીક્ષા લેનારની પણ સેવા નહિ સાધે એ નિઃશંક છે. એટલે જેમ હુમેશાં
C
Page #14
--------------------------------------------------------------------------
________________
વિશ્વમાં દીક્ષાનુ સ્થાન અને તેના ઉપયોગ
[ ૩૧
અનતું આવ્યું છે તેમ આજે પણ સેવા લેવા યોગ્ય વર્ગ માટેા હોવાથી સાચી દીક્ષાની સૌથી વધારેમાં વધારે ઉપયેાગિતા છે.
દીક્ષાના પક્ષપાતીએ જો આ વસ્તુ સમવામાં એકરસ થઈ જાય તેા હારા માબાપ પોતાનાં બે બાળકમાંથી ઓછામાં એછું એક તે સાધુને ચરણે ભાવપૂર્વક ધર્યાં વિના નહિ રહે. આજે છાત્રાલયોમાં અને વિદ્યાલયામાં બાળક ઊભરાય છે, તેમને માટે પૂરતી જગ્યાએ નથી. માબાપો પેાતાના બાળકને તેવે સ્થળે મૂકવા તલસે છે અને પેાતાના બાળકને નીતિમાન તથા વિદ્વાન જોવા ભારે તનમનાટ ધરાવે છે. એવી સ્થિતિમાં દીક્ષા આપનાર ગુરુવગ જો પોતાની પાસે અપાર જ્ઞાનનું, ઉદાત્ત નીતિનું અને જીવતા ચારિત્રનું વાતાવરણ ઊભું કરે તે જેમ ગૃહસ્થાને વગર પૈસે અને વગર મહેનતે પોતાનાં બાળકાને તાલીમ આપવાની તક મળે, તેમ ગુરુવની પણ ચેલાની ભૂખ ભાંગે, પરંતુ આજના દીક્ષાની તરફેણ કરનારે અને તેના ઝઘડા પાછળ મુદ્ધિ અને ધન ખર્ચનારા ગૃહસ્થવર્ગ પણ એમ ચોખ્ખુ માને છે કે આપણાં બાળકો માટે સાધુ પાસે રહેવું સલામતીવાળું કે લાભદાયક નથી. જો તેને ગુરુવના વાતાવરણમાં વિશાળ અને સાચાં જ્ઞાન દેખાતાં હોય, અકૃત્રિમ નીતિ દેખાતી હોય તો તેએ બીજાના નહિ તા પોતાના અને વધારે નહિ તે એક એક બાળકને ખાસ કરીને પાતાના માનીતા ગુરુને ચરણે કાં ન ધરે? આના ઉત્તર શા છે એ વિચારવામાં આવે તે આજે દીક્ષાની ઉપયોગિતા શી છે એનુ ભાન થાય.
જે વસ્તુ વધારે પ્રમાણમાં અને વધારે વખત સુધી અથવા તે વધારે ઊંડાણથી જગતને ઉપયોગી હોય તે જ ટકી અને જીવિત રહી શકે છે. એટલે આપણે દીક્ષાને ટકાવી તેમ જ સજીવ રાખવી હોય તો આપણા ધર્મ એને ઉપયેાગી બનાવવાનો છે. એની ઉપયેગિતાની ચાવી જનસમાજ અને લોકની સેવામાં, તેમને માટે ખપી જવામાં અને સતત અંતર્મુખ રહેવામાં છે. જો અ ંત વન વિકસિત થાય અને સેવામાગ વિસ્તરે તે કાઈ પણ વખતે ન હોય તે કરતાં પણ વધારે આજે દીક્ષાની ઉપયાગિતા છે. આખું વિશ્વ જ સાચી દીક્ષા ઉપર ટર્કી અને સુખી રહી શકે.
આ ચર્ચા માત્ર દોષદશન માટે નથી, પણ વસ્તુસ્થિતિ રજૂ કરી આજનું ત્યાગી વાતાવરણ પુનઃવિધાન માગી રહ્યું છે એ દર્શાવવા પૂરતી છે. હવે
Page #15
--------------------------------------------------------------------------
________________ 372] દર્શન અને ચિંતન પુનર્વિધાનને પ્રશ્ન આવે છે. પણ જે દીક્ષાની સામાન્ય હિમાયત કરનાર બન્ને પક્ષકારે, ખાસ કરી ગુરુઓ, આ વસ્તુ સમજી લે તો તેમની વિચારણમાંથી પુનર્વિધાનનું બેખું ઊભું થશે અને કદાચ તેઓ માગશે તે પુનર્વિધાન પર બહારથી પણ તેઓને પ્રેરણા મળી આવશે. આપણે જાણીએ છીએ કે જે વસ્તુ મેળવવાની ઉત્કટ ઝંખના હોય છે તે વસ્તુ મળ્યા વિના કદી રહેતી નથી. તેથી પુનર્વિધાન કેવું હોવું જોઈએ એ ભાગ જાણુને જ છોડી દઉ છું. એ એક સ્વતંત્ર ભાષણને વિષય છે. --પર્યુષણ પર્વના વ્યાખ્યાને, 1930.